UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

“આદિનાથ” મંદિર બન્યું “આદિના” મસ્જીદ

મૂળ નામ : આદિનાથ મંદિર (ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને સમર્પિત)

સ્થળ : પાન્ડુઆ, જી.માલદા, પશ્ચિમ બંગાળ

ઇસ્લામિક ક્રૂરતાના પ્રતિક બન્યા પછીનું નામ : આદિના મસ્જીદ

વર્તમાન ઈતિહાસ પ્રમાણે આદિના મસ્જીદ સિકંદર શાહે ઈ.સ.૧૩૫૮માં એક ભવ્ય હિન્દુ મંદિરને ક્ષતીગ્રસ્ત કરીને બનાવી હતી. આદિના મસ્જીદની ગણના ભારતની ભવ્ય મસ્જિદોમાં થાય છે.

આ મસ્જિદના સ્થાને એક પ્રાચીન શિવાલય અને ભગવાન વિષ્ણુનું દેવાલય પણ હતું, તે નીચેના પ્રમાણોથી સાબિત થાય છે.

ઈમારતની દીવાલોનો જમીનથી લગભગ ૧૦ફૂટ ઉપર સુધીનો ભાગ રાખોડી રંગના પથ્થરોથી બનેલો છે. પણ એની ઉપરની દીવાલ ભાગ લાલ રંગના પથ્થરોથી બની છે. અહીં સ્પષ્ટ થાય છે કે પ્રાચીન મંદિરની રાખોડી દિવાલોને તોડીને એની ઉપર મસ્જીદ બનાવવામાં આવી હતી.

પ્રવેશ દ્વારના રસ્તામાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્પષ્ટ દેખાય છે.

સાથે સાથે, ભારત અને અન્ય એશીયાય મહાદ્વીપમાં સ્થિત પ્રત્યેક વિષ્ણુ મંદિરમાં જેવા અનોખા દ્વારપાલક જોવા મળે છે, એવા દ્વારપાલક આદિના મસ્જીદમાં પણ છે.

ઈમારતના પહેલાં માળે પ્રવેશ દ્વાર તરફ ભગવાન વિષ્ણુની કંડારાયેલી મૂર્તિ સ્પષ્ટ દેખાય છે.

આદિના મસ્જિદના દરેક ભાગમાં હિન્દુ વૈદિક વાસ્તુકલા, નકશીકામ અને આકૃતિઓ ફેલાયેલા છે.

અહીં બે પ્રવેશદ્વારો પર કમળની કોતરણી અને ભુમીતીય મંડળોની સાથે સાથે હિન્દુ દેવતાઓની કોતરણી પણ જોવા મળે છે.

ભગવાન ગણેશ અને ભગવાન નટરાજ(ભગવાન શિવની નૃત્યમુદ્રા)ની ખંડિત શીલાઓ પણ અહીં છે જે આ ભવ્ય મંદિરના વૈભવશાળી ઈતિહાસના અવશેષ છે.

સાથે જ જાણીજોયને કરેલા વિનાશ, ભીષણ લૂંટમાર અને હિન્દુઓની સંપત્તિ અને સંસ્કૃતિ વરસા પર કરાયેલા આક્રમણની નિશાની પણ છે.

આ મસ્જિદમાં નમાઝ પઢવાના મુખ્ય કક્ષમાં કમળના ફૂલની આકૃતિઓ છે જે હિન્દુઓમાં લક્ષ્મી દેવી, ધન સંપત્તિ અને સૌભાગ્યના પ્રતિક છે.

ઉપરાંત પશ્ચિમ બંગાળની પ્રમાણિત સરકારી વેબસાઈટ પ્રમાણે “સુલતાન સિકંદર શાહે ૧૩૬૯માં આદિના મસ્જીદ બનાવી હતી. આ મસ્જીદ ભારતની ભવ્ય મસ્જીદોમાંની એક છે અને એ સમયના ઉત્તમ વાસ્તુકલાનો નમુનો છે. આની રૂઢિગત બનાવટ આઠમી શતાબ્દીની દમાસ્કસની અદ્દભુત મસ્જીદ પર આધારિત છે. પ્રાચીન હિન્દુ મંદિરોના નકશીદાર બેસાલ્ટ પથ્થરોની સંરચનાનો ઉપયોગ કરી ઈંટોની ૮૮ કમાન અને ૩૭૮ જેટલાં એકસરખા ઘુન્મટોને આધાર અપાયો છે.

This article is available in English: “Adinath” Temple turned into “Adina” Mosque

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories