[adinserter block="6"]

મૂળ નામ : ભદ્રકાળી મંદિર

ઇસ્લામિક ક્રૂરતાના પ્રતિક બન્યા પછીનું નામ : જામા મસ્જીદ

શહેરનું મૂળ નામ: “ભદ્ર” અથવા “કર્ણાવતી”, ગુજરાત

ઇસ્લામિક ક્રૂરતાના પ્રતિક બન્યા પછીનું નામ : અહમદાબાદ, ગુજરાત.

જામા મસ્જીદ, ગુજરાતના અહમદાબાદ(અમદાવાદ) શહેરની મુખ્ય મસ્જીદ છે. કહેવાય છે કે અહમદ શાહે વર્ષ ૧૪૫૨માં એનું નિર્માણ કરાવ્યું હતું.

આ પીળા પથ્થરોથી બનેલું સ્મારક, મુઘલ સેનાની ઘુસણખોરી દરમ્યાન ધ્વસ્ત અને અપવિત્ર કરાયેલા જુના હિન્દુ અને જૈન મંદિરોના અવશેષોમાંથી બનેલું છે. મુઘલોએ પુરાતન મંદિરોને લૂંટી, અપવિત્ર કરી, તોડી ફોડી અને તેનો વિનાશ કરી એમને મસ્જિદો, મકબરાઓ અને દરગાહમાં પરિવર્તિત કર્યા હતાં.

મુસ્લિમ આક્રમણકાળમાં પ્રાચીન હિન્દુ મંદિરો ધાર્મિક ઉપાસના, વૈદિક શિક્ષણકાર્ય, સંચાલન, નાણાંકીય કાર્યભાર જેવા કાર્યો, ગૌશાળા, ખાધ્ય સામગ્રીના ભંડાર, આયુર્વેદ ઉપચાર કેન્દ્રો, યોગા, અમૂલ્ય વૈદિક જ્ઞાનના પુસ્તકાલયો પણ હતા અને સૌથી મહત્વના હતા મંદિરોના સમૃધ્ધ નાણાંકીય કોષ.

અહમદાવાદની આ જામા મસ્જીદ, માલવાના રાજપૂત પરમાર રાજા દ્વારા નિર્મિત પ્રાચીન હિન્દુ મંદિર હતું. રાજપૂત રજવાડાઓના પરમાર શાસકોની રક્ષણકર્તા દેવી ભદ્રકાળીનાં માનમાં આ મંદિર બંધાયું હતું.

ગુજરાતથી શરુ કરીને મધ્યપ્રદેશ સુધીની પુરાતત્વીય શોધખોળો, પ્રાચીન સાહિત્યો અને લોકગીતો પરાક્રમી રાજપૂતોની વીરગાથા વર્ણવે છે કે જેમણે કચ્છ, મેવાડ અને માળવાની ધરતી પર રાજ્ય કર્યું હતું.

નવમી થી ચૌદમી શતાબ્દી દરમ્યાન આ રજપૂતોએ શાસન કર્યું હતું અને હાલના રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઘણાં મંદિરો બંધાવ્યા હતા. આ દેવી ભદ્રકાળીના ઉપાસક એવા વીર યોધ્ધાઓ અને એમના કુળના માનમાં ઘણા યશગીતો લખાયા હતા. આજે પણ આ વિસ્તારના આદિવાસીઓ આ ગીતો ગાય છે જેનાથી એ બહાદુર યોધ્ધાઓની વીરતા, કૌશલ્ય અને વિજય પ્રખ્યાત રહે છે.

રાજપૂત રાજાઓના શાસનકાળમાં અહમદાબાદ “ભદ્ર” અથવા “કર્ણાવતી” કહેવાતું હતું. પરમાર કુળની દેવી ભદ્રકાળી/કર્ણાવતીના માનમાં આ નામ રખાયું હતું. હિન્દુ રાજપૂત રાજાઓ પાસેથી કબજે કર્યા પછી અહમદ શાહે આ શહેરનું નામ બદલી નાખ્યું.

ભદ્રકાળી મંદિર, એટલે કે હાલની જામા મસ્જીદ, એ સમયની ખુબ જ સમૃદ્ધ અને કલાકારીગીરીની શ્રેષ્ઠ કૃતિ હતી. એ પ્રાચીન રાજપૂતશૈલીના સ્થાપત્યની યાદ કરાવે છે. 

મંદિરના સંકુલનું નિર્માણ કરતા કેટલાયે સ્થંભ પર જાળીયુક્ત ફુલકારી નકશીકામ, કમળનાં ફૂલ અને વેલીઓ, મંડળ, હાથી, કુંડલીની શક્તિના ચિન્હરૂપ વળદાર સાપો, દૈવી નૃત્યકારો અને ઘંટનું નકશીકામ જોવા મળે છે.

અહીં રસપ્રદ રીતે નોધવા જેવી વાત એ છે કે ઇસ્લામમાં ભગવાનને કોઈપણ પ્રકારનું રૂપ, મૂર્તિ, આકાર, પ્રાણીનું સ્વરૂપ વગેરે આપવાની સખત મનાઈ છે અને શરિયાના કાયદા મુજબ સજાને પાત્ર છે. જો જામા મસ્જીદ ખરી રીતે મસ્જીદ હોય તો મસ્જિદના બાંધકામમાં આ ચિન્હો કેવી રીતે હોય શકે?

ઇસ્લામમાં માત્ર એક અને માત્ર એક જ ભગવાનને માને છે અને મૂર્તિપૂજાએ ઇસ્લામમાં મોટું પાપ છે.

તો પછી આ મુઘલીય મસ્જિદના સ્થંભ અને ઘુમ્મટ પર આવી ખંતપૂર્વક કરાયેલી કોતરણી કેવી રીતે હોય શકે?

શા માટે આ મસ્જીદમાં સ્થંભ છે? મસ્જીદમાં તો આવા સ્થંભો હોતા નથી કારણ કે મસ્જીદમાં પ્રાર્થના કરવા મોટી સંખ્યામાં મુસ્લિમો સમાય લે તે માટે ખુલ્લી જગ્યા હોય છે.

શું આ સ્થંભ નમાઝ વખતે નડતરરૂપ ન બન્યા હોત?

સ્થંભ સહિતના મોટા કક્ષ હિન્દુ મંદિરોનું બાંધકામ છે. મોટાભાગના બધા જ પ્રાચીન હિન્દુ અને જૈન મંદિરોમાં વિશાળ સ્થંભ સાથેનું બાંધકામ જોવા મળે છે. અલગ અલગ મંદિરોમાં ૧૦૦થી લઈને ૧૦૮ જેટલા સ્થંભ હોય છે.

મંદિરના સ્થંભ પર વેદો, પુરાણોની વાર્તાઓ અને ઇતિહાસમાંથી રામાયણ અને મહાભારતના પ્રસંગોની કોતરણી કરવામાં આવી છે. રાજપૂત રાજાઓ દેવી ભદ્રકાલીના ભક્ત હતા અને એ ધરતીનું રક્ષણ કરતા હતાં.

આવું સુંદર અને પ્રતીકોયુક્ત મંદિર ગુજરાતના રાજાઓ દ્વારા એમની દેવીના માનમાં જ બંધાવાયું હોય એ વાતમાં શંકાને કોઈ જ સ્થાન નથી.

For English version of the article: “BHADRAKALI TEMPLE” TURNED INTO “JAMA MASJID” IN GUJARAT

[adinserter block="13"]