[adinserter block="6"]

Purpose-of-creation-in-Hinduismઈશ્વર, આત્મા અને તેમના સંબંધની ઝાંખીમેળવ્યા પછી, હવે આપણે શ્રુષ્ટિ સર્જન અને તેના વિનાશની પ્રક્રિયાસમજીશું. શ્રુષ્ટિમાંઆપણો હેતુ અને તેમાં આપણે શું ભાગ ભજવીએ છીએ તે સમજવા માટે શ્રુષ્ટિ સર્જન અને વિનાશની પ્રક્રિયા સમજવી ઘણી જરૂરી છે. આપણે આ પ્રક્રિયા સમજવાની શરૂઆત કેટલાંક વૈદિક મંત્રોથી કરીએ.

ઋગ્વેદ ૧૦.૧૨૯.૭

હે મનુષ્ય! ઈશ્વર સતતપણે શ્રુષ્ટિનું સર્જન કરે છે, તેને જાળવી રાખે છે અને અને તેનો નાશ કરે છે. તે આ શ્રુષ્ટિનો સર્જક અને કર્તાહર્તા છે. તે સર્વવ્યાપી છે અને આ વિશ્વનું નિયંત્રણ કરે છે. બીજું કોઈ નહિ પણ માત્ર આ ઈશ્વર જ પૂજનીય છે.

ઋગ્વેદ ૧૦.૧૨૯.૩

શ્રુષ્ટિ સર્જન પહેલાં બધુ જ એક કાળી રાત્રી જેવું હતું અને ઇન્દ્રિયો દ્વારા જાણી કે સમજી શકાય એવું કાંઈપણ ન હતું. દ્રવ્ય/ઊર્જા(Matter/ Energy) અથવા તો પ્રકૃતિ તેના પ્રારંભિક કે પ્રાથમિક સ્તરમાં હતી અને ઈશ્વરના અનંત વિસ્તારની સરખામણીમાં એક બિંદુ સુધી જ મર્યાદિત હતી. પછી ઈશ્વરના એક આવેગથી(impulse) પ્રકૃતિનું અવકાશમા સ્થિત એવા આ વિશ્વમાં રૂપાંતર થયું કે જેને આપણે તેની સર્વશક્તિમત્તાથી નિહાળી અને માંણી શકીએ છીએ.

ઋગ્વેદ ૧૦.૧૨૧.૧

આપણે બ્રહ્માંડમાં અને આકાશમાં જે ઝળહળતા ગ્રહોનું નિરીક્ષણ કરીએ છીએ એ બધાનો સ્ત્રોત એક અને માત્ર એક પ્રેમાળ ઈશ્વર જ છે. તે જ આ શ્રુષ્ટિનો સર્જક અને કર્તાહર્તા છે. શ્રુષ્ટિનાં સર્જન પહેલાં ઈશ્વરનું અસ્તિત્વ હતું અને પછી તેણે સૂર્ય અને પૃથ્વીની સાથે બીજા અન્ય ગ્રહોનું પણ સર્જન કર્યું. આપણે તેને સમર્પિત રહીએ અને માત્ર આ જ દયાળુ ઈશ્વરની પૂજા કરીએ.

 યજુર્વેદ ૩૧.૨

માત્ર ઈશ્વર જ પરિપૂર્ણ છે અને સંપૂર્ણ પુરુષ (living entity) છે. તે ચિરંજીવી હોવાની સાથે પ્રકૃતિ અને આત્માઓનો સંરક્ષક છે. તે આત્માઓ અને નિર્જીવ પ્રકૃતિથી અલગ છે. તેણે જ આ શ્રુષ્ટિનું સર્જન કર્યું છે અને કરતો રહેશે. આ માટે અમે ઈશ્વરના ખુબ જ આભારી છીએ!

પ્રશ્ન: વિશ્વનું સર્જન કોણે કર્યું? ઈશ્વરે કે પછી બીજા કોઈએ?

જેમ કોઈ ઈજનેર યંત્રનું નિર્માણ કરે છે તેમ ઈશ્વરે પણ આ વિશ્વનું સર્જન કર્યું છે. આથી ઈશ્વર આ વિશ્વનો ઇજનેર છે. પણ ઇજનેરની જેમ ઈશ્વર પણ પહેલેથી ઉપલબ્ધ એવા કાચો માલસામાન એટલે કે પ્રકૃતિ(દ્રવ્ય/ઊર્જા)નો ઉપયોગ વિશ્વ સર્જન માટે કરે છે.

પ્રશ્ન: તો શું ઈશ્વરે પ્રકૃતિનું પણ સર્જન નથી કર્યું?

ના. ઈશ્વરની જેમ જ પ્રકૃતિ એટલે કે કાચો માલસામાન શાશ્વત(beginningless and endless) છે. ઈશ્વર અને પ્રકૃતિ શાશ્વત હોવાથી તેમની ઉત્પત્તિ કે વિનાશ માટેનું કોઈ કારણ ન હોઈ શકે.

 પ્રશ્ન: ઈશ્વર અને પ્રકૃતિ સિવાય બીજુ શું શાશ્વત છે?

તમે જ અનુમાન લગાવો! તમને તે સારી રીતે ખબર છે. કારણ કે તે હંમેશા તમારી સાથે જ રહે છે.

તે “તમે” છો!

ત્રીજી શાશ્વત વસ્તુ એ આત્મા કે જીવ છે.

પ્રશ્ન: આ ત્રણ શાશ્વત વસ્તુઓ માટે વેદોમાં શું પ્રમાણ છે? 

આ સત્ય ખુબ જ અંત:પ્રજ્ઞ અને તાર્કિક છે. તમે જાણો છો કે તમારું (આત્માનું) અસ્તિત્વ છે. તમે એ જાણો છો કે તમારી આજુબાજુ દ્રવ્ય અને ઊર્જાના અચેત વિશ્વનું અસ્તિત્વ છે, જેમાં તમારો સમાવેશ થતો નથી. આ દ્રવ્ય અને ઊર્જા હંમેશા સચવાયેલા રહે છે અને તેમનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતર જ થતું રહે છે. તમે એ પણ જાણો છો કે તમારા સિવાય બીજું કોઈ(ઈશ્વર) આનું નિયંત્રણ કરી રહ્યું છે. આથી આ ત્રણ શાશ્વત વસ્તુઓનો સિદ્ધાંત(Trinity) ખુબ જ મૂળભૂત છે, જેને આપણે સહજ રીતે(intrinsically) જાણીએ જ છીએ. બીજા બધા સિદ્ધાંતો વિગતવાર અનુમાન અને ઉપલબ્ધ જ્ઞાન પરથી કલ્પનાઓ કરવાની માંગણી કરે છે.

વેદોમાં ઘણાં મંત્રો આ Trinity ના સિદ્ધાંતનું વર્ણન કરે છે. આમ તો બધા જ વૈદિક મંત્રો આ Trinity ના સિદ્ધાંતને દેખીતું સત્ય માને છે – તેઓ ઈશ્વરની પૂજા કરે છે, આત્માને ઉદ્દેશે છે અને પ્રકૃતિના વિદ્યમાન અને અસરકારક ઉપયોગ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે અથવા ઈશ્વર પાસેથી માર્ગદર્શન માંગે છે.

આ સિદ્ધાંત પર ખાસ ભાર આપતા બે વૈદિક મંત્રો નીચે પ્રમાંણે છે.

ઋગ્વેદ ૧.૧૬૪.૨૦

બે ચેતન વસ્તુઓ – આત્મા અને ઈશ્વર – એકબીજા સાથે મિત્રની જેમ રહે છે અને ત્રીજી અચેત વસ્તુ – પ્રકૃતિ – એ કોઈ એક વૃક્ષની માફક અસ્તિત્વ ધરાવે છે. બે માંથી એક સચેત વસ્તુ – આત્મા – આ વૃક્ષનાં ફળનો સ્વાદ માંણે છે. બીજી સચેત વસ્તુ – ઈશ્વર – એ આત્મા અને પ્રકૃતિથી સંપૂર્ણપણે અલગ છે. અને આથી તે સંસારી વસ્તુમાં ક્યારેય ફસાતો નથી. એ સ્પષ્ટપણે સૂચવે છે કે આ ત્રણ વસ્તુઓ શાશ્વત છે. અને એ પણ સૂચવે છે કે ઈશ્વર ક્યારેય માનવ સ્વરૂપમાં અવતાર લેતો નથી કારણ કે જો ઈશ્વર અવતાર લે તો તે પ્રકૃતિમાં ફસાઈ જાય.

 યજુર્વેદ ૪૦.૮

આત્માઓ પ્રકૃતિનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરી શકે તે માટે ઈશ્વર આત્માઓને તેનું જ્ઞાન આપે છે.

આ જ પ્રમાંણે શ્વેતાશ્વતરોપનિષદ ૪.૫ કહે છે કે, આત્મા, પ્રકૃતિ અને ઈશ્વર શાશ્વત છે. આ ત્રણ વિશ્વ સર્જનના અંતિમ કારણો છે અને આ અંતિમ કારણોના અસ્તિત્વનું કોઈ કારણ નથી. આત્માઓ પ્રકૃતિમાં રીઝવાઈને ફસાઈ જાય છે પરંતુ ઈશ્વર ક્યારેય પ્રકૃતિમાં રીઝવાતો નથી કે તેમાં ફસાતો નથી.

પ્રશ્ન: પ્રકૃતિની લાક્ષણિકતાઓ કઈ છે?

આપણે અગાઉના લેખમાં ઈશ્વર અને આત્માની લાક્ષણિકતાઓ પર ચર્ચા કરી છે. હવે અહીં પ્રકૃતિની લાક્ષણીકતાઓ ટૂંકમાં સમજીએ. આ વિષય ઘણો ઊંડો હોવાથી આપણે આ વિષયની જટિલતામાં નહિ જઈએ. સરળ રીતે કહીએ તો, પ્રકૃતિ મૂળભૂત રીતે એક જ છે અને એકસમાન જ રહે છે. તે શ્રુષ્ટિનાં સર્જન પહેલાં પણ એક જ અને એકસમાન હોય છે. પછી ઈશ્વર તેને નીચેના ત્રણ ભાગોમાં વિભાજીત કરે છે.

સત્વ (Sattva) – જ્ઞાન અને શુદ્ધિ

રજસ (Raja) – ક્રીયાશીલતા

તમસ (Tama) –  નિષ્ક્રિયતા

સત્વ, રજસ અને તમસ એ આત્મા પર થતી ત્રણ અસરો છે. આથી આ ત્રણ, આ વિશ્વનાં અતિસૂક્ષ્મ ઘટકો બનાવે છે. બધી જ વસ્તુઓ, લાગણીઓ, માહિતીઓ વગેરે આ ત્રણનું ઓછાવત્તા પ્રમાણમાં થયેલું મિશ્રણ છે. જેમ કે નિંદ્રા અવસ્થામાં તમસનું વર્ચસ્વ વધારે હોય છે. કોઈપણ કાર્ય કે ગુસ્સો કરતી વખતે રજસનું વર્ચસ્વ વધારે હોય છે. અને શાંતિ, આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ જેવી અવસ્થામાં સત્વનું વર્ચસ્વ વધારે હોય છે.

આ ત્રણ, બુદ્ધિ, અહં, મન, ઇન્દ્રીયો, કાર્યઅંગો અને મૂળભૂત પંચતત્વો – અગ્નિ, પૃથ્વી, પાણી, વાયુ અને આકાશ – બનાવે છે. પછી આ બધું આત્માઓ સાથે સંપૂર્ણ રીતે એકીકૃત થઇ જેને આપણે સાંભળી, અનુભવી, વિચારી અને મુલવીને કાર્ય કરી શકીએ એવી આપણી દુનિયા બનાવે છે.

ઈશ્વર એક હિતકારી ઇજનેરની જેમ આનાથી અલગ રહે છે.

પ્રશ્ન: શ્રુષ્ટિ સર્જન માટેની જરૂરિયાતો શી છે? 

૧. નિમિત્ત કારણ (The efficient cause) – જેની ક્રિયાશીલતા કશુંક બનાવે છે અને જેની નિષ્ક્રિયતા કશું બનાવતી નથી.

૨. સાધારણ કારણ (The material cause) – પ્રકૃતિ (કાચો માલસામાન) કે જેના વગર કશું જ બનાવી ન શકાય.

૩. ઉપદાન કારણ Upadan (The common cause) – અન્ય વસ્તુઓ કે જે શ્રુષ્ટિ સર્જનની પ્રક્રિયામાં મદદ કરે છે.

 નિમિત્ત કારણ ને બે ભાગોમાં વહેંચી શકાય.

૧. મુખ્ય નિમિત્ત કારણ અથવા તો ઇજનેર અથવા તો શ્રુષ્ટિનો માલિક અને કર્તાહર્તા કે જે શ્રુષ્ટિનું સર્જન, સંચાલન અને વિનાશ કરે છે – ઈશ્વર

૨. ગૌણનિમિત્ત કારણ અથવા તો શ્રુષ્ટિનો ઉપયોગ કરનાર – આત્મા. આત્મા વિના શ્રુષ્ટિનું સર્જન અર્થહીન છે.  

 સાધારણ કારણ, એટલે કે પ્રકૃતિ, અચેત હોવાથી આયોજનપૂર્વક સ્વયમનું સંચાલન કરવા માટે અસમર્થ છે. આથી પ્રકૃતિનું સંચાલન કરવા માટે કોઈ સંચાલકની એટલે કે નિમિત્ત કારણની જરૂર પડે છે.

ઉપદાન કારણમાં સમય અને અવકાશનો( time and space) સમાવેશ થાય છે.

આ સત્ય વિશ્વનાં દરેકેદરેક સર્જનને લાગુ પડે છે. ભલેને તે સર્જન ઈશ્વર દ્વારા થયું હોય કે પછી આપણાં દ્વારા.

 પ્રશ્ન: જેમ કરોળિયો તેનું જાળું તેના શરીરમાંથી બનાવે છે, શું ઈશ્વર આ જ રીતે પોતાનામાંથી શ્રુષ્ટિનું સર્જન કરે છે?

ઈશ્વર આવું જ કરે છે. તમે એકદમ યોગ્ય ઉદાહરણ આપ્યું છે પરંતુ તેનો નિષ્કર્ષખોટો છે.

 કરોળિયો જાળું બનવવા માટે પોતાના શરીરનો ઉપયોગ કરે છે. જાળું બનાવવા માટે જરૂરી એવો માલસામાન કરોળિયાના શરીરમાં પહેલેથી જ હાજર હોય છે. પરંતુ ખામીયુક્ત શરીરથી કરોળિયો જાળું ન બનાવી શકે. આ રીતેઈશ્વર તેનામાં પહેલેથી હાજર એવી પ્રકૃતિમાંથી શ્રુષ્ટિનું સર્જન કરે છે.

 પ્રશ્ન: ઈશ્વર સર્વશક્તિવાન છે. તો પછી તે કેમ પ્રકૃતિનો ઉપયોગ કર્યા વિના પોતાના માંથી જ શ્રુષ્ટિનું સર્જન નથી કરતો? આ શ્રુષ્ટિ પણ ઈશ્વરનું ભ્રમિત સ્વરૂપ હોય શકે.  

૧. સર્વશક્તિવાનનો અર્થ એ નથી કે ઈશ્વર કંઇપણ કરશે. ઈશ્વર જે યોગ્ય હોય તે જ કરશે અને એ પણ સ્વતંત્ર રીતે. તમે પણ ઘણું બધું કરી શકો છો. તો શું તમે શક્તિશાળી છો એ વાતની સાબિતી તમે તમારા હાથે તમારા કપડાં ફાડીને કે પછી કાદવ ખાઈને આપશો? આવો માણસ તો ગાંડો કહેવાય.

આથી, બધાથી બુદ્ધિવાન એવો ઈશ્વર સર્વશક્તિવાન હોવા છતાં શ્રેષ્ઠત્તમ કાર્ય જ કરશે.

૨. ઈશ્વર બધા જ ભ્રમ દૂર કરવામાં આપણને મદદ કરે છે આથી તે ભ્રમ પેદા ન કરી શકે. આ ઈશ્વરીય વૃત્તિની વિરુદ્ધ છે.

૩. જો આ વિશ્વ ઈશ્વરમાંથી બન્યું હોત તો વિશ્વ ઈશ્વરની લાક્ષણિકતાઓ દર્શાવતું હોત. ઉદાહરણ તરીકે, જો હું માટીમાંથી પૂતળું બનવું, તો પૂતળું માટીની લાક્ષણિકતાઓ દર્શાવશે. પરંતુ વિશ્વ અચેત છે, જયારે ઈશ્વર ચેતન છે. વિશ્વમાં અજ્ઞાનતા છે, જયારે ઈશ્વર જ્ઞાની છે. ઈશ્વર સર્વવ્યાપી છે, જયારે વિશ્વમાં વસ્તુઓ અમુક સ્થાન પુરતી જ મર્યાદિત છે. ઈશ્વર અપરિવર્તનશીલ છે, જયારે વિશ્વ સતત બદલાતું રહે છે.

૪. આથી ઈશ્વર આત્માઓના લાભાર્થ માટે શાશ્વત પ્રકૃતિના ઉપયોગથી આ વિશ્વનું સર્જન કરે છે.

પ્રશ્ન: શ્રુષ્ટિ સર્જન પાછળ ઈશ્વરનો હેતુ શો હતો?

ઉલટો પ્રશ્ન: શ્રુષ્ટિનું સર્જન કરવા પાછળ ઈશ્વરનો હેતુ શો હોત?

ઉત્તર: જો ઈશ્વરે શ્રુષ્ટિનું સર્જન ન કર્યું હોત તો ઈશ્વર પોતે આનંદમાં રહેત અને આત્માઓ પણ સુખ-દુઃખનાં જમેલામાંથી દૂર રહેત.

પ્રતિ ઉત્તર:

૧. જેઓ પોતાના કાર્યોની જવાબદારી લેવા માંગતા નથી એવા આળસુ લોકો જ આવો મત ધરાવી શકે અને નહિ કે હિંમતપૂર્વક પ્રયત્નો કરી આનંદ માંણનારા વ્યક્તિઓ. સમજુ અને જવાબદાર લોકો શ્રેષ્ઠ પ્રયત્નો કરીને જીવનનો આનંદ માંણે છે.

 ૨. વિશ્વમાં દુ:ખ કરતા સુખ અને આનંદ ઘણાં વધારે છે. અને જો આમ ન હોત તો બધા લોકો આત્મહત્યા કરવા માટેતત્પર હોત. પણ માનસિક સંતુલન ગુમાવી બેઠેલા લોકો જ આત્મહત્યા કરે છે અને બાકીના લોકો પોતાના જીવનના રક્ષણ કરવા માટે બનતું બધું જ કરી છુટે છે. આ વાત એ સાબિત કરે છે કે તેમને જીવનપ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તેઓ જીવનનો ભરપુર આનંદ માંણે છે.

૩. ઈશ્વર આળસુ નથી પણ ખુબ જ કાર્યરત છે. જો ઈશ્વરે શ્રુષ્ટિનું સર્જન ન કર્યું હોત તો તેની દયા, કરુણા, જ્ઞાન, સંભાળ, સર્વશક્તિમત્તા જેવી લાક્ષણિકતાઓનો કશો જ અર્થ ન રહી જાત. આથી ઈશ્વર શ્રુષ્ટિનાં સર્જન, સંચાલન અને વિનાશ દ્વારા તેના અસ્તિત્વનો પુરાવો આપી તેના અસ્તિત્વને સાર્થક ઠેરાવે છે. આપણે આ શ્રુષ્ટિ સર્જનની આખી ક્રિયામાં આપણો ભાગ ભજવીને- મુક્તિ મેળવીને – આપણાં અસ્તિત્વને સાર્થક ઠેરાવવું જોઈએ.

૪. જેમ આપણી આંખોનો હેતુ જોવાથી પુરો પડે છે અને જો જોવા માટે કંઇપણ ન હોય તો આપણી આંખો નિરર્થક બને છે, તેમ આત્મા, ઈશ્વર અને પ્રકૃતિની બધી જ લાક્ષણિકતાઓ, ઈશ્વર દ્વારા સંચાલિત થતા એવા શ્રુષ્ટિનાં સર્જન, સંચાલન અને વિનાશના ચક્ર વગર, નિરર્થક બની જાય.

૫. આમ શ્રુષ્ટિ સર્જન એ ઈશ્વરની પ્રાકૃતિક વૃત્તિ છે. અને આપણે પણ આપણી પ્રાકૃતિક વૃત્તિને અનુસરવી જોઈએ!     

પ્રશ્ન: ઈશ્વર શા માટે આ શ્રુષ્ટિ સર્જનનું ચક્ર બંધ કરી દઈ, બધી જ આત્માઓને સીધો જ મોક્ષ નથી આપતો?

આ પ્રશ્નના ઉત્તરની ચર્ચા આપણે અગાઉના મુદ્દામાં કરી લીધી છે. તેમ છતાં નીચેના વધારાના મુદ્દાઓ કહી શકાય:

 જો ઈશ્વર શ્રુષ્ટિ સર્જનની ક્રિયા બંધ કરી દે તો, અગાઉના શ્રુષ્ટિ સર્જનથી લઇ અત્યાર સુધી બધી જ આત્માઓએ કરેલા કર્મોના યોગ્ય ફળ ઈશ્વર તે આત્માઓને કેવી રીતે આપી શકે? જો આમ થાય તો ઈશ્વર અન્યાયી બનશે. કેટલીક આત્માઓ બીજી આત્માઓની સરખામણીમાં યોગ્ય પ્રયત્નો કર્યા સિવાય મોક્ષ મેળવી લેશે.

 આમ વૈદિક ધર્મમાં કોઈપણ કાયમી સ્વર્ગ કે નર્ક ન હોવાથી જો શ્રુષ્ટિનું માત્ર એક જ વાર સર્જન થાય તો તે ઈશ્વરમાં રહેલા

ન્યાય જેવા કાયમી અને સહજ ગુણનો ઉપહાંસ થાય. ઈશ્વરના નિયમો સંપૂર્ણપણે લાયકાત પર આધારિત છે અને તેમાં કોઈ છૂટછાંટ કે ટૂંકા રસ્તાઓને સ્થાન નથી. એવા બધા જ ધર્મ સંપ્રદાયો કે જેઓ લાયકાતને નહિ પણ છૂટછાંટ કે ટૂંકા રસ્તાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે તેઓ તમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આથી બધા સમજુ લોકોએ તેમનો અસ્વીકાર કરવો જોઈએ.

પ્રશ્ન: ઈશ્વર સર્વશક્તિવાન છે તો પછી તે બીજા મૂળ કારણોનું – આત્મા અને પ્રકૃતિ – પણ સર્જન કેમ નથી કરતો?

૧. આપણે અગાઉ ઘણી વાર એ વાતની ચર્ચા કરી લીધી કે ઈશ્વર સર્વશક્તિવાન છે એનો અર્થ એ નથી કે તે ગાંડા માણસની જેમ વર્તશે. એનો અર્થ એ પણ નથી કે ઈશ્વર તેની પોતાની હત્યા કરીને બીજો ઈશ્વર બનાવશે, પોતે અચેત બનશે, મૂર્ખ બનશે, રડશે, ગુન્હો કરશે વગેરે. ઈશ્વર ખુબ જ બુદ્ધિશાળી હોવાથી તે તેના ધર્મ (પ્રાકૃતિક વલણ) મુજબ જ કાર્ય કરશે. અને તે તેનું કાર્ય શ્રેષ્ઠત્તમ રીતે કરશે કારણ કે શ્રેષ્ઠતા એ પણ તેની એક સહજ લાક્ષણિકતા છે. ઈશ્વર તેના કાર્યો સ્વતંત્ર રીતે કરે છે. આ તેની આત્મનિર્ભરતા દર્શાવે છે.

૨. આમ ઈશ્વર આત્મા કે પ્રકૃતિનું સર્જન નથી કરતો. તેઓ પહેલેથી જ અસ્તિત્વમાં હોય છે. સર્વે આત્માઓના સંપૂર્ણ વિકાસ અને ભલા માટે ઈશ્વર આત્મા અને પ્રકૃતિનું એક સાથે સંચાલન કરતો રહે છે. હવે ઈશ્વર પહેલેથી જ શ્રેષ્ઠ અને પરિપૂર્ણ હોવાથી તેને નવીન સર્જન માટે નવા વિચાર કે નવી યુંક્તિની જરૂર નથી. કારણ કે સર્વોતમ બુદ્ધિશાળી માટે કશું જ નવું નથી. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વરમાં ફેરફાર થતો નથીપરંતુ તે હંમેશા પરિપૂર્ણ જ રહે છે.કેટલાક ધર્મ સંપ્રદાયો એવું માને છે કે અલ્લાહને અચાનક જ પ્રેરણા મળી અને તેને નવા શ્રુષ્ટિ સર્જનનો વિચાર આવ્યો. આમ અચાનક અલ્લાહની ખાલીપણા માંથી ઉત્ક્રાંતિ થઇ. આવા સિદ્ધાંતો પહેલેથી જ પરિપૂર્ણ એવા ઈશ્વરનું અપમાન છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો ઈશ્વર કોઈ કાર્ય કરે છે તો તેનો અર્થ એ છે કે તે હંમેશાથી આવું જ કરતો આવ્યો છે અને આવું જ કરતો રહેશે.

 ૩. જેમનું એવું માનવું છે કે ઈશ્વર આત્માઓનું સર્જન કરે છે, તેઓ ઈશ્વરને નીજાનંદ માટે અર્થવિહીન કાર્યો કરતો નાટકીય કલાકાર બનાવી દે છે. જો આમ બનતું હોત તો શ્રુષ્ટિ સર્જનની ક્રિયા નિરર્થક બની જાય. કારણ કે આવતી કાલે ઈશ્વર આ બધી જ આત્માઓનો નાશ કરવાનું પણ વિચારી શકે છે.

૪. શ્રુષ્ટિ સર્જનની ક્રિયા અને ઈશ્વરની બીજી લાક્ષણીકતાઓ ત્યારે જ સાર્થક બને જયારે આત્મા અને પ્રકૃતિ ઈશ્વર સાથે જ અસ્તિત્વ ધરાવે અને ઈશ્વર આત્માને મદદ કરતો રહે.

૫. જરા વિચાર કરો, દયાળુ હોવું એ સારો ગુણ છે. પણ જો વિશ્વમાં તમારા સિવાય એકપણ માણસ ન હોય તો તમે કોના પણ દયા કરશો? માનીલો કે તમને એક દિવસ માટે એકાંતમાં રહેવા માટે દબાણ કરવામાં આવ્યું છે. તો શું તમે તમારી દયા બતાવવા માટે કોઈ પુતળાનું સર્જન કરશો? હા, બાળકો કોઈક વાર આવું કરે છે. પરંતુ જો સમજુ વ્યક્તિ થઈને તમે આમ કરો તો તમારા માટે લોકો માનસિક સારવારની ભલામણ કરશે. તો જરા વિચાર કરો કે શું શ્રેષ્ઠત્તમ બુદ્ધિધરાવનારને ઈશ્વર – આવી કોઈ માનસિક ચિકિત્સાસંબંધી સમસ્યા હોઈ શકે?

 ઇસ્લામ અને ઈશાઈ જેવા પાંખંડી ધર્મ સંપ્રદાયોની આ મોટામાં મોટી ખામી છે.

પ્રશ્ન: આપણાં માતા-પિતાને આકાર હોય છે આથી આપણને પણ આકાર છે. જો માતા-પિતા નિરાકારી હોય તો આપણે, તેના બાળકો, પણ નિરાકારી હોત. એટલે આપણને આકાર હોવાથી ઈશ્વરને પણ આકાર હોવો જ જોઈએ.  

 ઈશ્વર શ્રુષ્ટિ સર્જનનો ઇજનેર છે અને નહિ કે એ માટેનો કાચો માલસામાન.  Alfred Nobelએ વીસ્ફોટક પદાર્થ (Dynamite) બનાવ્યો હતો પણ એનો અર્થ એ નથી કે Alfred Nobel પોતે જ વીસ્ફોટક પદાર્થ છે!

શ્રુષ્ટિ સર્જન માટેનો કાચો માલસામાન પ્રકૃતિ છે અને તે આકારનો ગુણ ધરાવે છે. આથી શ્રુષ્ટિનો પણ આકાર છે.  

પ્રશ્ન: શું ઈશ્વર કારણ વિના કાર્ય ન કરી શકે?

ના. કારણ કે જેનું અસ્તિત્વ નથી એ અચાનક જ અસ્તિત્વમાં ન આવી જાય. ઉદાહરણ તરીકે, હું તમને કહું કે મેં એક વંધ્ય સ્ત્રીના(barren woman) છોકરાનું લગ્ન જોયું તો તમે મને ગાંડો કહેશો. કારણ કે જો તે સ્ત્રીને છોકરો હોય તો તે સ્ત્રી વંધ્ય ન હોય શકે. આ જ રીતે, કારણ વિના કોઈ ક્રિયા થતી નથી કે પછી કોઈ અસર ઉત્પન્ન થતી નથી. દરેકેદરેક અસરનું કોઈ કારણ હોય જ છે.

કોઈ એવું કહે કે, મારું અસ્તિત્વ નથી પણ હું તમને મળવા આવ્યો હતો, બાગમાં ફૂલો ન હતા પણ ફૂલોનું તોરણ ખુબ જ સુંદર હતું, હું બોલી નથી શકતો પણ હું મંત્રમુગ્ધ કરે તેવા પ્રવચનો આપી શકું છુ. આવી બધી વાતો અર્થવિહીન છે.

 પ્રશ્ન: જો દરેક વસ્તુનું કારણ હોય છે તો પછી કારણનું શું કારણ હોય છે?

મૂળ કારણ(root cause)નું કોઈ કારણ હોતું નથી. (સાંખ્ય દર્શન ૧.૬૭)  

આથી તેને નિત્ય કારણ કહેવામાં આવે છે.

આમ કોઈપણ સાર્થક સર્જન માટે ત્રણ વસ્તુઓ – સર્જક, કાચો માલસામાન તથા અન્ય સામગ્રી (સમય અને અવકાશ) અને ઉદ્દેશ ની જરૂર પડે છે. આ જ વાત શ્રુષ્ટિ સર્જન માટે પણ લાગુ પડે છે. અને આથી જ ઈશ્વર, પ્રકૃતિ અને આત્મા તે માટેના ત્રણ નિત્ય કારણો છે.

 પ્રશ્ન: આ બધું જ શૂન્ય અથવા તો ખાલીપણામાંથી શરુ થયું હતું અને અંતે આ બધું શૂન્ય અથવા તો ખાલીપણામાં જ પરિણમશે. જે હાલમાં અસ્તિત્વ ધરાવે છે તે શરૂઆતમાં શૂન્ય જ હતું અને અંતે પાછું શૂન્ય જ બનશે. 

શૂન્યનો અર્થ બિંદુ એવો પણ થાય છે આથી આપણે જો શૂન્યને એક બિંદુ તરીકે જોઈએ તો ઉપર કહેલી વાત સાચી છે. કારણ કે જયારે શ્રુષ્ટિનું વિઘટન થઇ તે તેના પ્રારંભિક રૂપમાં આવે છે ત્યારે તે એક બિંદુ જ હોય છે.

 પરંતુ જો શૂન્યનો અર્થ ઝીરો(૦) તરીકે લેવામાં આવે તો આ વાત ખોટી છે. કારણ કે શૂન્ય એ જડ અને અચેત છે. આથી ચેતના આ શૂન્યમાં કેવી રીતે આવી શકે?

આ ઉપરાંત, શૂન્યનો જાણકાર પોતે જ શૂન્ય ન હોય શકે.

 આથી જે લોકો આવા અર્થવિહીન તર્ક આપે છે તેઓ વર્તમાનની અટલ વાસ્તવિકતાથી  દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે. જાણીતી હકીકત પરથી અજાણ હકીકત વિશે અનુમાન લગાવવાનું ત્યારે જ શક્ય બને છે કે જયારે તે વસ્તુનું અસ્તિત્વ હોય. પરંતુ આવા શૂન્યપ્રેમીઓ જે અસ્તિત્વમાં છે તેની અવગણના કરી માત્ર કાલ્પનિક અનુમાનોમાં રાચતા રહે છે. જો આપણે ઇતિહાસ જોઈએ તો, આવી આંખ આડા કાન કરવાની વૃત્તિએ આપણાં સમાજ અને વિશ્વને ખુબ જ નુકશાન પહોચાડ્યું છે.  આમ થવાથી આપણે સમાજ તરફ વધારે અને વધારે બેદરકાર થતા ગયા છીએ. ભૂતકાળમાં ઘુસણખોરોના આક્રમણો સામે દેશની રક્ષા કરવાને બદલે, આવા બેજવાબદાર સિદ્ધાંતવાદીઓ બધું શૂન્ય અને અર્થહીન જ છે એવું વિચારીને હાથ પર હાથ ધરી બેસી રહ્યા હતા. “શૂન્યવાદ” માત્ર પોતાની જવાબદારીઓ માંથી ભાગી છુટનારા અને આળસી લોકો માટે જ છે. બાકીના શિષ્ટ અને સમર્પિત લોકો બનતા બધા જ પ્રયત્નો થકી સામે આવનાર પરિસ્થિતિનો સામનો કરે છે.

પ્રશ્ન: અનસ્તિત્વ(nothingness) માંથી પણ કંઈક બની શકે છે. ઉદાહરણ તરીકે, બીજમાં વૃક્ષ હોતું નથી. પણ પછી તેને પાણી પીવડાવવાથી બીજમાંથી વૃક્ષ ઉગે છે.

 બીજમાંથી જે કંઇપણ બહાર આવે છે તે બીજમાં પહેલેથી જ હાજર હોય છે. પાણીના સંપર્કમાં આવ્યા પછી માત્ર તે તેનો આકાર જ બદલે છે. વૃક્ષ અનસ્તિત્વમાંથી બનતું નથી. વિજ્ઞાનના અભ્યાસુઓને ખબર હશે કે દ્રવ્ય-ઉર્જા હંમેશા સચવાયેલી જ રહે છે અને અનસ્તિત્વમાંથી કશું જ આવતું નથી. આથી આ દલીલ ખોટી અને અવૈજ્ઞાનિક છે.

પ્રશ્ન: કશું જ કાયમી નથી. બધું જ ક્ષણિક છે. જેનું અસ્તિત્વ છે તેનો પણ નાશ થવાનો છે. આથી છેવટે, આત્મા, પ્રકૃતિ અને ઈશ્વર પણ નાશ પામશે.

જો બધું જ ક્ષણિક હોય તો વિનાશ પણ ક્ષણિક છે. જે અસ્તિત્વમાં છે તે બધાનો નાશ થવાનો હોય તો, આ વિનાશનો પણ નાશ થવો જોઈએ.

વાસ્તવમાં દ્રવ્ય કે પદાર્થનું માત્ર રૂપ જ બદલાતું રહે છે. તેમનું સર્જન કે નાશ થતો નથી. વિજ્ઞાનના અભ્યાસુઓ આ વાતને બરાબર સમજતા હશે.

 પ્રશ્ન: શ્રુષ્ટિ સર્જનનો કોઈ સર્જક નથી. આ બધું આપમેળે જ દ્રવ્ય અને ઉર્જાના અચોક્કસ સંયોજનથી થતું રહે છે.

જો શ્રુષ્ટિ સર્જન આપમેળે જ થતું હોત તો વિનાશ કેવી રીતે થાય છે? જો વિનાશ આપમેળે જ થતો હોય તો શ્રુષ્ટિ સર્જન કેવી રીતે થાય છે? જો આ બન્ને આપમેળે જ થતા હોય તો શ્રુષ્ટિ સર્જન અને વિનાશના ચક્રનું આયોજન અને સંચાલન કોના દ્વારા થાય છે?

હવે જો તમે એમ કહો કે કોઈ એક ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં શ્રુષ્ટિ સર્જન થાય છે અને બીજી કોઈ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં વિનાશ થાય છે, તો અહીં તમે એવું સ્વીકારો છો કે કોઈ બાહ્ય પરિબળોનો સમૂહ શ્રુષ્ટિ સર્જન કે વિનાશ માટે જવાબદાર છે. આમ, પરોક્ષ રીતે તમે સ્વીકારો જ છો કે શ્રુષ્ટિ સર્જન કે વિનાશ વખતે કોઈક પરિસ્થિતિઓનું નિયંત્રણ કરે છે. બીજા શબ્દોમાં, તમે સંમત થાવ છો કે શ્રુષ્ટિ સર્જન અને વિનાશ માટે જવાબદાર એવી પરિસ્થિતિઓનું સંચાલન કોઈના દ્વારા થતું રહે છે. આને અમે “ઈશ્વર” કહીએ છીએ. ઈશ્વર શબ્દ તરફના અણગમાને લીધે તમે આ જ વાત જુદી રીતે કહો છો.

એક સામાન્ય સાયકલ બનાવવા માટે પણ પૂરતા આયોજનની જરૂર છે. જેમ કે, સાયકલના નાના-મોટા બધા જ ભાગ બનાવવા માટે કાચી ધાતુમાંથી જરૂરી ધાતુ છૂટી પાડવી, સાયકલની રુપરેખા તૈયાર કરવી, તે પ્રમાણે આ ભાગોને યોગ્ય રીતે જોડવા વગેરે. તો આવા દેખીતા જટિલ વિશ્વનાં સર્જન પાછળ ખુબ જ મહાન આયોજન છે એવા અમારા કહેવા પાછળ તમને શું વાંધો છે?

શું તમે કોઈપણ સર્જક વિના આપમેળે જ સર્જન થતું હોય એવી કોઈ વસ્તુ બતાવી શકો છો? ઈશ્વરના માર્ગદર્શક રહ્યા સિવાય કોઈપણ જડ અને અચેત અણુઓ માટે રાસાયણિક પ્રક્રિયાથી એકત્રિત થઈને વૃક્ષનું પાંદડું કે શરીરના કોઈ અંગ જેવી જટિલ વસ્તુ બનાવવી અશક્ય છે. મનુષ્યના મગજ જેવી જટિલ યંત્રની તો વાત જ જવા દો. તેના કામ કરવાની રીત તો આપણે હજુ સુધી સમજી શક્યા નથી! અને આપણે એવો દાવો કરીએ છીએ કે આ બધું આપમેળે જ થાય છે! આ માત્ર બાળકો જેવી વાતો જ છે, બીજું કઈ નહિ.

પ્રશ્ન: શું ઈશ્વર દર વખતે એક સરખી જ શ્રુષ્ટિનું સર્જન કરે છે અને તેમાં એક સરખી જ વિવિધતા હોય છે?

ઋગ્વેદ ૧૦.૧૯૦.૩ કહે છે કે ઈશ્વરે પહેલાનાં શ્રુષ્ટિ સર્જનમાં સુર્ય, ચંદ્ર, પૃથ્વી અને અન્ય ગ્રહોનું સર્જન કર્યું હતું અને ભવિષ્યનાં શ્રુષ્ટિ સર્જનમાં પણ આમ જ કરશે.

આ એકદમ સ્પષ્ટ વાત છે. હવે ઈશ્વર બધાથી બુદ્ધિશાળી હોવાથી અને શ્રુષ્ટિ સર્જન ખુબ જ શ્રેષ્ઠતાનુંરૂપ થતી પ્રક્રિયા હોવાથી દરેક શ્રુષ્ટિ ચક્રમાં એક શ્રેષ્ઠ શ્રુષ્ટિ વારંવાર બનતી રહે છે. અને આ શ્રુષ્ટિનું સર્જન ઈશ્વર કરે છે. ઈશ્વર આમાંથી કશું જ નવું શીખતો નથી કારણ કે ઈશ્વર બધું જ જાણે છે.

દરેક નવા શ્રુષ્ટિ સર્જનમાં થોડી વિવિધતાઓ રહેલી હોય છે. કારણ કે જુદી-જુદી આત્માઓના સંસ્કારો અથવા તો તેમના ભૂતકાળના કર્મોનો ભાર જુદો-જુદો હોય છે. આથી તેમને કર્મો કરવા માટે અલગ અલગ સ્તરની સ્વતંત્રતાની જરૂર પડે છે.

આમ થવાથી ભૂતકાળનું પુનરાવર્તન થતું નથી.

 પ્રશ્ન: પણ એક નાની પૃથ્વી માટે શા માટે આટલા મોટા બ્રહ્માંડની જરૂર પડે છે કે જેમાં ખુબ જ ખાલી જગ્યા અને બીજા અનેક ગ્રહો અને તારાઓ હોય છે? આ ગ્રહો અને તારાઓનો શો ઉપયોગ છે?

આપણાં દ્રષ્ટિકોણથી આ ખુબ જ વિશાળ હશે પણ ઈશ્વર માટે નહિ. માત્ર પૃથ્વી પર જીવન છે એવું નથી. આ બ્રહ્માંડમાં બીજી ઘણી બધી પૃથ્વીઓ છે અને આત્માઓ તેના કર્મો પ્રમાણે એક પૃથ્વી પરથી બીજી પૃથ્વી પર ફરતી રહે છે.

 જીવન ટકાવી રાખવા માટે અને શ્રુષ્ટિ સર્જન, સંચાલન અને વિનાશ માટે આ બધા જ તારાઓ અને ગ્રહો જરૂરી છે. આથી તેઓને “વસુ”- આત્માઓના વાસ માટે આધાર આપનારા – કહેવામાં આવે છે. આ બ્રહ્માંડમાં કશું જ નિરર્થક નથી.

 પ્રશ્ન: શ્રુષ્ટિ સર્જન અને વિનાશની પ્રક્રિયા સારાંશમાં કહેશો.

વેદો પ્રમાણે:

૧. શ્રુષ્ટિ સર્જન પહેલાં સમગ્ર પ્રકૃતિ તેની પ્રાથમિક અવસ્થામાં હોય છે. બધી જ આત્માઓ (જે આત્માઓને મુક્તિ મળી ગઈ છે તે સિવાયની) અચેત રહે છે.

 ૨. પછી ઈશ્વર પ્રકૃતિમાં પરિવર્તન સક્રિય(Ikshan) કરે છે. આમ થવાથી પ્રકૃતિ તેની પ્રાથમિક અવસ્થામાંથી વિસ્તૃત અવસ્થામાં પરિવર્તન પામે છે (વિસ્તાર પામે છે).  

 ૩. આમ થવાથી મન, અહં, ઇન્દ્રિયો, કર્મવૃત્તિઓ, ગ્રહો, તારાઓ, આકાશગંગાઓ વગેરેનું સર્જન થાય છે. ઈશ્વરના અપરિવર્તનશીલ નિયમ પ્રમાણે આ બધી પ્રક્રિયા ક્રમશ: થતી રહે છે.  

૪. શ્રુષ્ટિ સર્જન પૂર્ણ થાય અને આત્માઓ માટે જરૂરી વાતાવરણ બને પછી આત્માઓને જુદાં જુદાં પ્રાણીઓના વર્ગમાં(અગાઉના શ્રુષ્ટિ ચક્રમાં કરેલા કર્મો પ્રમાંણે)જુદી જુદી પૃથ્વીઓ પર, જુદાં જુદાં સમયાંતરે જન્મ આપવામાં આવે છે.

 ૫. વેદો અનુસાર મનુષ્યો કોઈપણ પ્રકારના આંતરિક સંબંધો વિના સ્ત્રી અને પુરુષ એમ બે સ્વતંત્ર જાતિમાં જન્મ લે છે  અને આદમ-ઇવ જેવું કંઇ હોતું નથી. આમ લૈંગિક ભિન્નતાને કારણે તેઓ લગ્ન કરી શકે છે. પરંતુ માનવ સંસ્કૃતિની શરૂઆતના લાંબા સમય પછી પણ નીકટના સગા કે ભાઈ બહેનના લગ્નોને પ્રોત્સાહન મળતું રહે તો તે માટે અલ્લાહને દોષ ન આપવો જોઈએ.  

૬. આમાંના સૌથી ઉન્નત લોકોને વેદોનું જ્ઞાન આપવામાં આવે છે.

 ૭. આ ઉન્નત લોકો બીજા મનુષ્યોને વૈદિક વિદ્વતા શીખવે છે અને આમ માનવ સંસ્કૃતિની શરૂઆત થાય છે.

 ૮. આત્માઓ તેણે કરલા કર્મો પ્રમાણે જુદી-જુદી પૃથ્વીઓ પર, જુદી-જુદી પ્રાણી જાતિમાં અને જુદાં જુદાં વાતાવરણોમાં જન્મ લેતી રહે છે.

૯. જે આત્માઓની અજ્ઞાનતા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે તેઓને ફરી વાર પૃથ્વી પર જન્મ લેવાની જરૂર રહેતી નથી કારણ કે જન્મ લેવા માટેનો તેમનો ઉદ્દેશ પુરો થઇ જાય છે. આવી આત્માઓ સતતપણે ઘણાં શ્રુષ્ટિ સર્જન અને વિનાશના ચક્રો સુધી મુક્તિ અવસ્થામાં રહે છે અને ઈશ્વરીય આનંદ માંણે છે. આપણે મુક્તિ વિષે પાછળથી ચર્ચા કરીશું.

 ૧૦. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન બ્રહ્માંડ ધીરે ધીરે બદલાતું રહે છે અને વિનાશ તરફ આગળ વધતું રહે છે.

૧૧. છેવટે વિનાશ સર્જાય છે. આ વિનાશકાળ દરમ્યાન આત્માઓ અચેત અવસ્થામાં રહે છે. આ વિનાશ થોડા સમય સુધી ચાલતો રહે છે. પરંતુ આ સમયનું જ્ઞાન માત્ર ઈશ્વર અને મુક્ત આત્માઓને જ હોય છે.

 ૧૨. પછી નવું શ્રુષ્ટિ સર્જન શરુ થાય છે. ફરીથી શ્રુષ્ટિ સર્જનની પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. અને પાછલા શ્રુષ્ટિ સર્જનમાં કરેલા કર્મોના ફળ અનુસાર આત્માઓ જન્મ લે છે. આ પ્રક્રિયા આ જ પ્રમાણે સતતપણે ચાલતી જ રહે છે.

 ૧૩. શ્રુષ્ટિ સર્જન અને વિનાશની પ્રક્રિયા રાત અને દિવસની જેમ સતતપણે અનંતકાળથી ચાલતી જ આવી છે અને અનંતકાળ સુધી ચાલતી જ રહશે. આ પ્રક્રિયા શાશ્વત છે.

 પ્રશ્ન: ઈશ્વર મનુષ્યોને વેદોનું જ્ઞાન કેવી રીતે આપે છે?

માનવ સંસ્કૃતિની શરૂઆતમાં અતિ ઉન્નત લોકોના હૃદયમાં પ્રેરણાં સ્ફુરિત કરીને. આ ઉન્નત લોકો બીજા મનુષ્યોને જ્ઞાન આપે છે અને વેદોના યોગ્ય સંરક્ષણની પ્રક્રિયા શીખવે છે. આ ઉપરાંત વેદો સહજ રીતે દરેક આત્માઓમાં હોય છે અને આમ તે આપણાં સ્વયમમાં સુરક્ષિત રહે છે.

આના પર વધારે જાણકારી મેળવવા માટે Origin of Vedas અને  Eternity of Vedas લેખ વાંચો.

પ્રશ્ન: જો ઈશ્વરે આત્મા અને પ્રકૃતિનું સર્જન ન કર્યું હોય અને આ બંને ઈશ્વર સાથે જ અસ્તિત્વ ધરવતા હોય તો પછી ઈશ્વર આ બંને ઉપર કેમ સત્તા જમાવે છે? ઈશ્વરનો તેમના પર કોઈ અધિકાર ન હોવો જોઈએ. શું આ આત્મા અને પ્રકૃતિના અધિકારોનું ઉલ્લંઘન નથી?

સહઅસ્તિત્વનો અર્થ એ નથી કે ઈશ્વરે સત્તા ન જમાવવી જોઈએ. આ વિશ્વમાં પણ શાસક અને પાત્ર એક સાથે અસ્તિત્વ ધરાવે છે. તો શું એનો અર્થ એવો થાય કે શાસકે પાત્ર ઉપર શાસન ન કરવું જોઈએ? અથવા તો શું તમે પ્રકૃતિનો તમારા લાભ માટે ઉપયોગ કરવાનો ઇનકાર કરશો કારણ કે પ્રકૃતિ તમારા જન્મ પહેલાંથી જ અસ્તિત્વ ધરાવે છે?

વાંધો ત્યારે જ ઉઠાવવો જોઈએ કે જયારે ઈશ્વર બાઈબલમાનાં ભગવાન કે કુરાનમાનાં અલ્લાહની જેમ આ બધું અન્યાયી રીતે કરતો હોય કે જેઓ ગુસ્સો, આળસ, ધૂન, ડર જેવી વૃત્તિઓ ધરાવતા હોય છે.

જો શાસક સર્વશ્રેષ્ઠ હોય, શ્રેષ્ઠ રીતે બધાનું ભલું કરતો હોય અને જો પાત્રની શાસન કરવાની ક્ષમતા ન હોય તો, માત્ર મૂર્ખ લોકો જ શાંત દેશને સોમાલિયા અથવા તો અફઘાનીસ્તાનમાં ફેરવી દે.

પણ ઈશ્વરના કોઈપણ ન્યાયી દેશમાં પાત્રને, એટલે કે આત્માને, તેની ઈચ્છા પ્રમાણે કાર્ય કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. અને આત્મા લાયકાતથી ચૂંટાયેલા લોકોના શાસનતંત્રની જેમ, તેના કર્મો માટે યોગ્ય ઇનામ કે સજા માત્ર તેના ભલા માટે જ મેળવે છે. મનુષ્યના શાસનમાં ઇનામ જાહેર થાય તેની રાહ જોવી પડે છે, પણ ઈશ્વરના શાસનમાં તો તરત જ ન્યાય મળતો રહે છે. આ ઉપરાંત મનુષ્યના શાસનમાં ગુન્હેગારને સજા થતા અને ભોગ બનેલા વ્યક્તિને નુકસાન ભરપાઈ મળતા સમય લાગે છે. આ વાત એવા પાખંડી ધર્મ સંપ્રદાયો માટે પણ સાચી છે કે જેઓ એવું માને છે કે અલ્લાહ એક મુંગા દર્શકની જેમ અહીં આપણી પરીક્ષા લઇ રહ્યો છે અને વિશ્વનાં વિનાશ કર્યા પછી તે આપણને હંમેશા માટે સ્વર્ગ કે નર્કમાં મોકલી દેશે. પરંતુ ઈશ્વરના શાસનમાં નુકસાન ભરપાઈ જેવું કંઇ હોતું નથી કારણ કે કોઈ કોઈને અમસ્તું જ નુકશાન પહોંચાડી ન શકે. આ ઉપરાંત ગુન્હા માટે તત્કાળ સજા અને સત્કર્મ માટે તત્કાળ ઇનામ મળવાની શરૂઆત થાય છે. માત્ર મૂર્ખ લોકો જ ઈશ્વરના આવા ન્યાયી, દયાળુ, સમૃદ્ધ અને લાયકાતી શાસનતંત્રમાં રહેવાનો પસ્તાવો કરે.

આ બધા માટે અમે ઈશ્વરના ખુબ જ આભારી છીએ! હે ઈશ્વર અમને માર્ગદર્શન આપ કે જેથી કરી ને અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા અમારા દેશ અને વિશ્વને તમારા ન્યાયી શાસનની જેમ આદર્શરૂપ બનાવીએ. અમે ભ્રષ્ટાચાર, અનૈતિકતા અને ઝનુની આક્રમણો જેવી શક્તિઓને દુર કરી શકીએ. આપણાં દેશમાં કોઈપણ અશક્ત, કપટી, કૃતઘ્ન, ભ્રષ્ટ, આતંકવાદી કે દેશદ્રોહી ન હોય. હે ઈશ્વર તારા ઉચ્ચ ચરિત્ર, લાગણી, ન્યાય, ઉદ્યમશીલતા, નિખાલસતા, વચનબધ્ધતા, દૃઢ વિશ્વાસ, એકતા અને નિષ્કામ કર્મો જેવા ગુણોના અમે શ્રેષ્ઠ દ્રષ્ટાંતો સ્થાપિત કરીએ! 

શાંતિ શાંતિ શાંતિ!

Original post in English is available at http://agniveer.com/creation-hinduism/

[adinserter block="13"]
Previous articleવૈદિક ઈશ્વર – ભાગ ૨
Next articleವೇದ ಮತ್ತು ದಾಸ
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.
 • IF YOU WANT TO KNOW , THE PURPOSE OF CREATION OF WORLD ?

  FAITH IN JESUS CHRIST AND READ BIBLE WITH TRUST.

  IF YOU CATCH THIS OPPORTUNATEY ,YOU ARE SAVED IN THE BLOOD OF JESUS.

  ITS TRUE. I AM SAVED BY THE GOD.

  • dear friend,

   According to Bible,
   1st day god created Earth,
   2nd day god created heaven and hell,
   3rd day god created Sun Moon and Stars,
   4th day god created human beings,

   I have a doubt, If the Sun and Moon are created in 3rd day,
   how does the god calculate the 1st and 2nd days with out the presence of sun and moon?

   • I think God being all-knowledge – Omniscient, knows the science of time perfectly.
    He knows when to initiate the process of formation of the cosmos and when to start the reverse process for dissolution.
    During the dissolution state (pralay), there exists no sun, no moon etc. Even though God is capable to sense the lapse of time during that state, as He does during the period of creation.
    He also knows and counts the duration of salvation (mukti) of the liberated souls.
    It is a fact that in creation of any thing, time is a must. Without employing time – short or long, nothing can be created.
    God is all-powerful, but He too have to use (take in to use) the time.
    In creation of the universe what time does He take – is not mentioned by Maharshi Dayananda.
    I have so far not read any Veda-mantra in which this time is specified.
    However, we may trust that the Vedas being ocean of all true knowledge must have hinted it some where.
    If we look at the pace of various processes – natural or otherwise, it appears that many many years might have taken in the process of creation. This inference of mine may be wrong also.
    Reality is unknown yet.
    Bhavesh Merja