[adinserter block="6"]

અશાંતિ તો રહી જ. મારી આર્થિક સ્થિતિ કદાચ ઘણાં લોકોના મનમાં ઈર્ષા જગાવે તેવી છે. બહુરાષ્ટ્રીય કંપનીમાં ઉચો પગાર અને ઉચી પદવી; અને આર્થિક રીતે સમૃદ્ધ અને ઉજ્જવળ ભવિષ્યની તક સાથેનું સુવિધાપૂર્ણ, સુખી અને સંતુલિત જીવન. પરંતુ આ સુખ-સગવડો અને આ સંતુલન જ મારા જીવનમાં અશાંતિનું મૂળ કારણ છે. ના, મને જીવનમાં આવી સુખ-શાંતિની ઝંખના ક્યારેય ન હતી. મારા જીવનનું પ્રેરકબળ તો મારા હદયમાં લાગેલી આગ છે. અને સમય સમય પર યોગ્ય માધ્યમ દ્વારા જો હું આ આગને બહાર ન કાઢતો રહું તો મારા હદયની આ આગ કદાચ મને જ ભષ્મ કરી નાખે.

પ્રમાણિક અને સ્પષ્ટપણે હું એ સત્યનો સ્વીકાર કરું છું કે આ ભૌતિક સુખ-શાંતિ મારા જીવનનું સ્વપ્ન અને લક્ષ્ય ક્યારેય ન હતી. હકીકતમાં હું હંમેશાથી જ મારા સમાજ, દેશ અને દેશવાસીઓ માટે કંઈક અર્થપૂર્ણ અને મહત્વપૂર્ણ કરવાની તૈયારી કરતો રહ્યો. કર્મયોગ દ્વારા આત્મ-જ્ઞાની બનવું અને યોદ્ધાની જેમ જીવનપથ પર લડતા રહેવું, કે જેથી કરીને જીવનના અંત સમયમાં મૃત્યુ પહેલાનું મારું જીવન વ્યર્થ ન ગયું તે સંતોષની લાગણીનો અનુભવ હું કરી શકું.

તો પછી આ નોકરી કરવા પાછળનું કારણ શું? વધુમાં વધુ એટલું જ કે મારા પરિવાર અને માતા-પિતા તરફ મારી પણ કેટલીક ફરજો છે. અને તેઓ પણ મારા માટે આ જ શ્રેષ્ઠ છે તેમ વિચારે છે. પરંતુ મને મારા માટે શું શ્રેષ્ઠ લાગે છે તે કદાચ તેઓ ક્યારેય સમજી નહીં શકે. તો હું શું કરું? કોઈક સમયે તો મારે જીવનમાં આ મુશ્કેલ લાગતો, પણ અત્યંત મહત્વનો, નિર્ણય તો લેવો જ પડશે. અને જો નિર્ણય લેવાનો જ હોય તો પ્રતિક્ષા શાની? પણ મારે એ વાત હંમેશા ધ્યાનમાં રાખવાની છે કે લક્ષ્યની પ્રાપ્તિ માટે લેવાતો મારો આ નિર્ણય ચિરસ્થાયી હોવો જોઈએ. મારે ક્ષણિક આવેગમાં નિર્ણય લેવાની ભૂલ ન કરવી.

તો હું શું કરું? આ માટે મારે રાજ યોગી બની, સ્વયં પર વિજય મેળવી, વિષયી દુર્બળતાને મારી, બંધન મુક્ત થવું.  સ્વયંને એટલી હદે મજબુત બનાવવી કે કોઈપણ પ્રકારના બાહ્ય દબાણો મને લક્ષ્ય પ્રાપ્તિના માર્ગ પરથી ક્યારેય વિચલિત ન કરી શકે.

યાદ રહે કે આ માર્ગ પર મારે એકલા એ જ ચાલવાનું છે. કદાચ કોઈએ ક્યારેય આ વિષય પર આટલો ગહન અને દ્રઢપણે વિચાર નહીં કર્યો હોય. આથી મારે જ મારા આદર્શ અને પ્રેરક બનવાનું છે. અન્યોની કદર કરવાની છે, પણ કદર કરવામાં હું અન્યોનો આંધળો પ્રસંશક કે અનુયાયી ન બનું તેનું સદા ધ્યાન રાખવાનું છે. કારણ કે બધાં જ માનસિક બંધનોમાંથી મુક્ત રહેવું તે જ મારું લક્ષ્ય છે. અને લોકો ભાગ્યે જ આવી મનોવૃત્તિને પસંદ કરતા હોય છે. શક્ય, અશક્ય અને પરીસીમાઓનો વિચાર કરી જીવનમાં આગળ વધવું વધુ સહેલું છે. પોતાની ક્ષમતાને ધ્યાનમાં રાખી નાના લક્ષ્યો નિર્ધારિત કરતા રહેવું વધુ સુવિધાપૂર્ણ છે.

પરતું તમારા વિચાર આનાથી ભિન્ન છે અને એ ભિન્નતા હંમેશા રહેવી જ જોઈએ. તક મળવાની રાહ જોતા ન રહો. રાજ યોગના માર્ગ પર ધર્મ યોદ્ધાની જેમ આગળ વધી, સ્વયંને કર્મ યોગ દ્વારા મોક્ષ પ્રાપ્તિનો સાચો અર્થ બતાવો.

યાદ રાખો કે તમારો માત્ર એક જ ધર્મ છે – શક્તિ – આત્મશક્તિ, શારીરિકશક્તિ, માનસિકશક્તિ. અશક્તિ, કમજોરી કે દુર્બળતા એ “પાપ” છે. તમારા શબ્દકોષમાં “મજબુરી” નામનો કોઈ શબ્દ ન હોવો જોઈએ.

હું મારા સ્વપ્નને વાસ્તવિક સ્વરૂપ આપીશ – ભલે ને પછી માત્ર એક વ્યક્તિ મારી સાથે હોય કે પછી આખી દુનિયા મારી વિરુદ્ધ.

સૌ પ્રથમ જે ગુણને આપણી આગવી વિશેષતા બનાવવાની જરૂર છે તે છે “અભય” – સંપૂર્ણ નિર્ભયતા 

Original post in English is available at http://agniveer.com/diary-of-a-yogi-random-page-4/

[adinserter block="13"]
  • જો સત્ય ની રાહ સ્વીકારે છે એને ક્યારેય વધારે વિચાર કરવાની જરૂર પડતી નથી એ શાંત છે , નિર્ભય છે સત્યતા થી નિર્ભયતા આવે છે અને જે ખોટું બોલે છે એ હમેશા એવો વિચાર કરતો હોઈ છે કે એક ખોટું છીપાવા માટે બીજું ખોટું કારણ શું આપું એવા તર્ક વિતર્ક માં બુદ્ધિને મગ્ન રાખે છે અને જીવન ને અશાંત બનાવે છે ખોટું બોલઉં એક એવી દલ – દલ છે કે એક પગ ઉપાડો અને બીજો પગ ધસતો જાય છે