આ લેખમાં આપણે અપાર આનંદ મેળવવા માટેની પુરવાર થઇ ચૂકેલી કેટલીક રીતો વિષે ચર્ચા કરીશું. અમે અહિં ભૌતિક વસ્તુઓના નજીવા આનંદની વાત નથી કરી રહ્યા. પરંતુ અમે અહિં મુક્તિ એટલે કે મોક્ષના આનંદની વાત કરી રહ્યા છીએ.

પ્રશ્ન: પણ મુક્તિ તો ઘણાં યુગો પછી મળે છે. અને ત્યાં સુધી આપણાં બધાએ ખુબજ દુઃખ અને પીડા સહેવા પડે છે. મારામાં આટલી બધી ધીરજ નથી. હું શું કરું? 

ઘણાં દુઃખ અને પીડા સહન કર્યા પછી જ મુક્તિ મળે છે એવું નથી. યુગો સુધી પીડાઓ સહન કરી મૃત્યુ પામ્યાં પછી જ તમને કાલ્પનિક સ્વર્ગની પ્રાપ્તિ થશે એમ કહી અમે તમને લલચાવવા માંગતા નથી.

આનાથી ઉલટું, અહિયાં જે રીતો સમજાવવામાં આવી છે તે આ દુનિયામાં બનતી બધી જ ઘટનાઓથી અલગ, તત્ક્ષણે તમને સુખના ભંડારમાં અધિકારપૂર્વક પ્રવેશ આપશે. અમે અહીં એ સાચા અને બિનશરતી સુખની વાત કરી રહ્યા છીએ કે જે સુખ જ્યાં સુધી તમે મુક્તિરૂપી ખુશીના ભંડારમાં સંપૂર્ણ પ્રવેશ ન મેળવી લો ત્યાં સુધી ઝડપથી વધતું જ રહે છે. આમ આ જ ક્ષણથી તમારું સ્વર્ગ તમારી સાથે જ હશે અને જ્યાં સુધી તમે આ રીતો અપનાવતા રહેશો ત્યા સુધી તે તમારી સાથે જ રહેવાનું છે.

અમે અહીં કાયમી એવા સંપૂર્ણ આનંદ, સુખ, મસ્તી, ધમાલ કે પછી તમે એને જે કઈપણ કહેતા હોય તેની વાત કરી રહ્યા છીએ!

શરૂઆતમાં આ પ્રક્રિયાથી આશ્ચર્ય પમાડે તેવો આનંદ મળશે, પ્રક્રિયા દરમિયાન વધારે અને વધારે આનંદ મળતો જશે અને અંતે આપણે પરમ આનંદ મેળવીશું. વિશ્વની બીજી કોઈપણ વસ્તુ કે કાર્યમાંથી આવો આનંદ મળવો શક્ય નથી. યજુર્વેદ ૩૧.૧૮ ખુબ જ સુંદર રીતે કહે છે કે: સંપૂર્ણ આનંદ મેળવવા માટેનો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી!

વાસ્તવમાં આધ્યાત્મિકતા અને ભલાઇ વિષેની સૌથી મોટી ગેરસમજ એ છે કે તમને આનંદ ઘણી બધી નિષ્ફળતાનો સામનો કર્યા પછી જ અને પીડાઓ સહન કર્યા પછી જ મળે છે. અને કોઈને આવો આનંદ મળે છે કે નહિ તે જોવા માટે કોઈ જીવતું રહેતું નથી.

પરંતુ વાસ્તવમાં આ આધ્યાત્મિક મનોવૃત્તિ કે આધ્યાત્મિક માણસની કસોટી છે. જો તે દુ:ખ અને પીડા સહન કરવાની બડાઇ હાંકતા હોય તો તે ખામી ભરેલી છે. આવી નિરર્થક વાતોથી દૂર રહી તેમને નકારવી જોઈએ.

ઈશ્વરનો ન્યાય તત્કાળ જ મળે છે અને તે સતતપણે ન્યાય આપતો જ રહે છે. ન્યાય આપવામાં તે સહેજ પણ વાર લગાડતો નથી. જયારે તમે કોઈ સત્કર્મ કરો છો ત્યારે આનંદના રૂપમાં તરત જ તમને તે કર્મનું ફળ મળે છે. તમે આ આનંદની શોધમાં આગળ વધતા રહો છો અને અંતે મુક્તિ રૂપી પરમ આનંદ મળવો છો.

યજુર્વેદ ૧૯.૩૦ ખુબ જ સરસ રીતે આ વાત કહે છે: જયારે તમે દ્રઢ સંકલ્પ કરો છો ત્યારે તમે તરત જ તે સંકલ્પ પૂર્ણ કરવાની યોગ્યતા મેળવો છો. જયારે કર્મો દ્વારા તમે તમારી યોગ્યતા જાળવી રાખો છો ત્યારે તમને ખુશી, સિદ્ધિ, સંતોષ જેવા સારા પરિણામો મળે છે. જયારે તમે આવા સારા પરિણામો જુઓ છો ત્યારે તમારી શ્રદ્ધા વધે છે અને તમે વધારે અને વધારે સત્કર્મો કરો છો. જયારે તમારી આ શ્રદ્ધા અડગ બને છે ત્યારે તમે પરમ સત્ય એટલે કે પરમ આનંદને પામો છો.

પ્રશ્ન: તો પછી સ્વતંત્રતા સેનાનીઓ, સાધુઓ, મહાપુરુષો કે પછી મુક્તિ પામવા માટે પ્રયત્નો કરતા એવા બીજા લોકોને શા માટે આટલું બધું દુઃખ સહન કરવું પડે છે? 

૧. જયારે કોઈ વ્યક્તિ મુક્તિ મેળવવા માટેની રીતોનો અભ્યાસ શરું કરે છે ત્યારથી તે આ દુનિયાની પ્રતિકૂળ અસરોથી સ્વતંત્ર બનતો જાય છે અને પ્રતિકુળ પરિસ્થિતિઓની તેના પર કોઈ અસર થતી નથી. આથી બીજા લોકોને ગભરાવતી એવી સામાન્ય બાબતો અને સમસ્યાઓથી એ વ્યક્તિને કશી જ તકલીફ થતી નથી. તે વ્યક્તિ તેનામાં રહેલ આનંદના ભંડારને પ્રાપ્ત કરે છે અને આમ થવાથી તેને આનંદ માટે તેની બહારની દુનિયા પર આધાર રાખવો પડતો નથી.

૨. કારણ કે તે વ્યક્તિનું મનોબળ વધારે મક્કમ થવાથી અને તે પોતે વધારે શક્તિશાળી બનવાથી, પોતાની મુક્તિની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે તે વધારે મહત્વાકાંક્ષી પડકારોને ઝીલી શકે છે. બીજા લોકોને આ વાત આશ્ચર્યજનક લાગે છે. કારણ કે તે આ દુનિયાની દિશાથી અલગ એવો પોતાનો માર્ગ નક્કી કરે છે. બીજી વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ તેના માટે સમસ્યાઓ અને અવરોધો પેદા કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જેમ આગમાં ઘી હોમવાથી આગ વધારે પ્રબળ બને છે તેમ  આ બધી સમસ્યાઓ તેની મુક્તિ મેળવવા માટે પ્રજવલિત થયેલ આગમાં ઘી હોમવાનું કાર્ય કરે છે.

૩. અને અંતે આ વ્યક્તિ માટે આ દુનિયા છોડવાનો અને બીજી જગ્યાએ તેની મુસાફરી ચાલુ રાખવાનો સમય આવે છે. બીજા લોકો મૂર્ખપણે એમ વિચારે છે કે તેને ખુબ જ મુશ્કેલીઓનો અને મહાકષ્ટોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સમજુ વ્યક્તિઓ જાણે છે કે તે સફળતાના માર્ગ પર હસતું મુખ રાખી, પાછલા કર્મોના ફળ સ્વરૂપે આવેલ પરિસ્થિતિઓને પોતાના ઉપર હાવી ન થવા દેતા તેમને શાંતિપૂર્વક લેતો હતો.

૪. આમ યોગી દયાળુ ઈશ્વર દ્વારા આપવામાં આવતી દરેકેદરેક પરિસ્થિતિનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરી આનંદ મેળવતો જાય છે અને મુક્તિ તરફની તેની મુસાફરી ચાલુ રાખી આપણા બધા માટે એક આદર્શ સ્થાપિત કરતો જાય છે.

એ વાત સાચી નથી કે મુક્તિ-અભિલાષીને કાયમ બીજા લોકો કરતા વધારે દુ:ખ સહન કરવું પડે છે. અંતર માત્ર એટલું જ છે કે તેઓ બીજા લોકોની સરખામણીમાં વધારે મોટા પડકારો ઝીલી શકે છે જે આપણને આશ્ચર્યમાં પાડી દે છે. વાસ્તવમાં તેઓ દરેક ક્ષણનો આપણા કરતા ૧૦૦૦ ઘણો વધારે આનંદ માણે છે. આ આનંદ જ તેઓને આગળ ધપાવતો રહે છે.

નાનું બાળક તો માત્ર એક મચ્છર કરડવાથી રડે છે. પરંતુ વિકસીત અને શક્તિશાળી શરીર કરાટે કે કુસ્તીબાજીમાં માર સહન કરીને પણ આનંદ મેળવે છે.

મુક્તિ મેળવવા માટેની પ્રક્રિયા તમને સામાન્ય વસ્તુઓ માટે રડતાં એક બાળકમાંથી આ વિશ્વરૂપી યુદ્ધભૂમિ પર હંમેશા વિજય મેળવનાર શક્તિશાળી યોધ્ધો બનાવી દે છે!

 પ્રશ્ન: આ ખુબ જ ઉત્સુક કરે તેવી વાત છે! મારે આમાં નિપુણ બનવા માટે શું કરવું જોઈએ?

પીડા દાયક એવું કઈ નહિ! જો તમે સંકલ્પ કરી લીધો છે તો તમે પ્રક્રિયા શરું કરી જ દીધી છે. હવે બાકીનું ખુબ જ સરળ છે.

 મૂળ સિદ્ધાંત

મૂળ સિદ્ધાંત અતિ સરળ છે: સક્રિય બની સત્યનો સ્વીકાર અને અસત્યનો અસ્વીકાર કરવો.

કારણ કે અસત્ય એ દુ:ખનું કારણ છે અને સત્યએ આનંદનું. પાપકર્મો (અધર્મ) દુ:ખને આમંત્રણ આપે છે જયારે સત્કર્મોથી  (ધર્મ) સુખ મળે છે.

વધારે વિગત માટેVedic Religion in Briefઅને વૈદિક પૂજા (ઉપાસના ભાગ) વાંચો.

 પ્રશ્ન: સત્ય શું છે અને અસત્ય શું છે એ હું કેવી રીતે નક્કી કરી શકું?

નીચે કેટલાક સુચનો આપ્યા છે જેના પરથી તમે સત્ય શું છે અને અસત્ય શું છે એ નક્કી કરી શકો છો.

૧. તે વિસંગત એટલે કે પરસ્પર વિરોધી ન હોવું જોઈએ. (ઉદાહરણ તરીકે, જો કોઈ એવું કહે કે ઈશ્વર પરીક્ષા લે છે અને તે બધું જ જાણે પણ છે તો આ બે વાતો પરસ્પર વિરોધી છે)

૨. તે કારણ-અસરની તાર્કિક પ્રક્રિયા અનુસરતું હોવું જોઈએ. (ઉદાહરણ તરીકે, જો કોઈ એવું કહે કે સ્ત્રીનો જન્મ પુરુષની પાંસળી માંથી થયો હતો તો આ વાતમાં કોઈ તર્ક નથી.)

૩. તે સામાન્યીકરણ એટલે કે વ્યાપ્તિનો(generalization) સિદ્ધાંત અનુસરતું હોવું જોઈએ. (ઉદાહરણ તરીકે, જો કોઈ વાતથી મારી લાગણી દુભાય તો બીજા સાથે પણ આમ જ થશે. આથી આપણે કોઈની લાગણી દુભાવવી ન જોઈએ.)

૪. તે મહાપુરુષો અને આદર્શો દ્વારા સ્થાપિત કરાયેલા દ્રષ્ટાંતો પ્રમાણેનું હોવું જોઈએ. (પણ કોઈ વ્યક્તિ આદર્શ છે કે નહિ તે, તે વ્યક્તિના કાર્યો સત્યની કસોટી પર ખરા ઉતરે છે કે નહિ તેના પરથી નક્કી થવું જોઈએ, અને નહિ કે તે વ્યક્તિની લોકપ્રિયતા પરથી.)

૫. તે વિવેકબુદ્ધિ અને આત્માનાં અવાજ પ્રમાણેનું હોવું જોઈએ. (જો કોઈ વ્યક્તિ કોઈ કામ કરવાથી શરમ કે પસ્તાવો અનુભવે તો તે કામ ન કરવું જોઈએ)

૬. તે પ્રમાણ, તર્ક અને સરખામણીની કસોટી પર ખરું ઉતરવું જોઈએ.

આ જ પ્રમાણે બીજી ઘણી રીતે સત્યની કસોટી થઈ શકે છે. પણ આપણે તેના પર પછી ક્યારેક ચર્ચા કરીશું. પણ એ સ્પષ્ટ છે કે કોઈપણ વાત કે વસ્તુનો સ્વીકાર હોદ્દો મેળવવાની લાલસામાં, લોકપ્રિયતા કે આદત વગેરેને કારણે ન થવો જોઈએ. આની સાથે સાથે આપણે કોઈ પ્રમાણભૂત કારણ વગર કોઈપણ વાત કે વસ્તુઓને બીનજરૂરી શંકાસ્પદ રીતે ન જોવી જોઈએ.    

જો કોઈ વ્યક્તિનો ઈરાદો એકદમ નેક અને પ્રમાણિક હોય તો તે વ્યક્તિની સત્ય અને અસત્યને અલગ પાડવાની યોગ્યતા વધુ પ્રબળ બને છે અને તેની પ્રગતિ થાય છે.

પ્રશ્ન: બરાબર છે. મને સત્ય કેવી રીતે શોધવું અને તેને કેવી રીતે અનુસરવું તેનો ખ્યાલ આવી ગયો. હવે પછી મારે શું કરવું જોઈએ?

તમારા મન, વચન અને કર્મમાં સત્યનું અનુસરણ કરો. ગહન જ્ઞાન, અભ્યાસ અને ચિંતન દ્વારા સત્યની વધારે નજીક આવો.

ઉદાહરણ તરીકે, જો તમે નીચેના મુદ્દાઓ પ્રમાણેનું સમજ્યા હોય તો પછી તમારે આના પર વધારે શોધ કરી વેદો જે શીખવાડે છે તે શીખવું જોઈએ:

૧. એવી શક્યતા નહીંવત્ છે કે આ વિશ્વ અચોક્કસ અને અનિયંત્રિત ઘટના છે.

૨. એક સર્વોચ્ચ શક્તિ આપણને બધાને ઉત્પત્તિના સમયથી માર્ગદર્શન આપી રહી છે.

૩. વેદો સર્વશ્રેષ્ઠ ગ્રંથો છે અને તે કોઈપણ પ્રકારની ખામી કે છેડછાડ વગર સુરક્ષિત રખાયા છે.

૪. માત્ર તમારી એકલાંની બુદ્ધિ તમારી પ્રગતિ માટે પુરતી નથી.

તમે એ પણ જાણો છો કે ઈશ્વર ભૌગોલિક સ્થાનના ભેદ વિના બધા જ લોકો પર એક સરખી દયા અને કૃપા રાખે છે.

આથી વેદોની સમજ માત્ર ગોખવાથી નહિ આવી શકે. તેને વાસ્તવિક અભ્યાસમાં લાવવું પડશે અને ગોખેલું કે વાંચેલું જ્ઞાન પોતાના પૂરતું જ સીમિત ન રહેતા, આ અભ્યાસને આગળ વધારવામાં સહાયરૂપ બનતું હોવું જોઈએ.

હવે તમારી પાસે ઝડપથી પ્રગતિ કરવા માટેનું માળખું તૈયાર છે. એક તરફ સત્યને વાસ્તવિક જીવનમાં ઉતારવા માટે તમારે આત્માના અવાજને અનુસરવું જોઈએ અને બીજી તરફ વૈદિક સિદ્ધાંતોનો આત્મસાત્ કરવો જોઈએ. આ સિદ્ધાંતોને આત્માના અવાજની સુમેળમાં લાવીને આત્માના અવાજને વધારે મજબુત બનાવવો જોઈએ. આમ અભ્યાસથી પ્રગતિ કરવી જોઈએ. અને જ્યારે આ બંને રસ્તાઓ ધીમે ધીમે એકબીજામાં મળી જશે ત્યારે તમે તમારું લક્ષ્ય મેળવશો.

જો તમને વેદો ન મળી શકતા હોય અથવા તો તમારી હાલની ફરજો તમને વેદોનો ગહન અભ્યાસ કરતા રોકતા હોય તો એમાં ચિંતા કરવા જેવું કઈ નથી. બસ તમારા આત્માના અવાજને અનુસરતા જાઓ અને આગળ વધતા રહો. પરંતુ જો તમને વેદોનું જ્ઞાન મેળવવાની તક મળતી હોય તો આળસુ કે શંકાશીલ ન બનશો. આગળ વધી આ તક ઝડપી લે જો.

આવી તકને ઝડપી લેવાની તમારી ટેવ પૂર્ણતા મેળવવા માટેનો આવશ્યક એવો ભાગ છે. આના પર વધારે ઊંડાણમાં પાછળથી ચર્ચા કરીશું.

 એક વાર આપણે આ મૂળભૂત વાત સાથે સહમત થઇ જઈએ પછી બાકીનું અત્યંત અંત:પ્રજ્ઞ બની જાય છે.

પ્રશ્ન: મોક્ષ અને અત્યંત આનંદ મેળવવા માટે તરત જ અનુસરી શકાય એવું પાયાનું માળખું કયું છે?

આ માટે મુખ્ય ચાર ભાગો છે:

૧. વિવેક(Viveka) – સાચું જ્ઞાન મેળવવા માટેની બુદ્ધિ

૨. વૈરાગ્ય(Vairagya) – મોહ અને બંધનનો ત્યાગ

૩. શષ્ટ સંપતિ(Shatak Sampatti) – છ ગુણોનો વિકાસ

૪. મુમુકશુત્વ(Mumukshutva) – મુક્તિ મેળવવાની તીર્વ ઈચ્છા

એ વાતની નોંધ લો કે ઉપર જણાવેલા મુદ્દાઓને બીજી રીતે જોવાની રીત Vedic Religion in Brief અને વૈદિક પૂજા એ બે લેખોમાં વર્ણવી દીધી છે. પરંતુ વધારે સમજ મેળવવા માટે અને જ્ઞાનના વ્યહવારિક ઉપયોગ માટે આ મુદ્દાઓને જાણવા ખુબ જ ઉપયોગી નીવડશે. 

પ્રશ્ન: વિવેક શું છે?

આપણે અગાઉ આના પર ચર્ચા કરી દીધી છે. સત્ય અને અસત્યને જુદાં પાડવાની ક્ષમતા એટલે વિવેક. જો તમે મુક્તિનો વૈદિક સિદ્ધાંત લેખમાં વિદ્યા પર કરેલી ચર્ચા યાદ કરો તો તમને ખ્યાલ આવી જશે કે વિવેક એ વિદ્યા ગ્રહણ કરવાની ક્ષમતા છે.

વિવેકથી વ્યક્તિએ મનન દ્વારા આત્મનિરીક્ષણ કરી સ્વયમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આના માટે ઋષિ મુનિઓએ આપણને નીચેના ચાર મુદ્દાઓ આપ્યા છે. (જો તમને આ મુદ્દાઓ સમજવા મુશ્કેલ લાગતા હોય તો વાંધો નહિ. આ જ્ઞાન ગોખવાથી નહિ પણ અભ્યાસ કરવાથી આપમેળે જ સમજમાં આવી જશે.) 

પંચકોષ (આત્મા પરના પાંચ સ્તરો) 

“આત્મા(હું)” કે જે આપણાથી અલગ છે તેની ઉપર પાંચ સ્તરો છે.

અન્નમય કોષ – ચામડી, માંસ અને હાડકાનું બનેલું બાહ્ય શરીર.

પ્રાણમય કોષ – પ્રાણવાયુના અવરજવરની માટે જવાબદાર વ્યવસ્થા. આમાં ૧૦ પ્રકારના પ્રાણનો સમાવેશ થાય છે. હમણાં આપણે આના પર વધારે ઊંડાણમાં ચર્ચા નહિ કરીએ.

મનોમય કોષ –  મન, અહં, બોલવાની, સમજવાની, ઉત્સર્જંન અને પ્રજનન જેવા કાર્યો કરવાની સહજ શક્તિ.

વિજ્ઞાનમય કોષ – બુદ્ધિ, ચિત્ત(સ્મરણશક્તિ), દ્રષ્ટિ, શ્રવણ-શક્તિ, સ્પર્શ, સુગંધ અને સ્વાદ માણવાની સહજ શક્તિ.

આનંદમય કોષ – આનંદની અનુભુતી, લાગણીઓ.

આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આત્મા આ પાંચેય સ્તરોથી કેવી રીતે અલગ છે અને ઈશ્વર આ સ્તરોને આત્મા સાથે કેવી રીતે એકીકૃત કરે છે કે જેથી કરીને આત્મા સતત અને કાર્યક્ષમ રીતે પ્રવૃત્તિઓ કરતી રહે. અને આપણે એ પણ સમજવું જોઈએ કે આ જ્ઞાન અને પદ્ધતિઓનો મોક્ષ મેળવવા માટે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ.

ત્રણ અવસ્થાઓ 

જાગૃત અવસ્થા(Alert),

સ્વપ્ન અવસ્થા(Dream) અને

સુષુપ્તિ અવસ્થા(Sleep)

ચાર શરીર

૧. સ્થૂળ શરીર(Gross Body) – જેને આપણે જોઈ શકીએ છીએ તે શરીર. આ શરીર મૂળભૂત પાંચ તત્વોનું – અગ્નિ, વાયુ, આકાશ, પાણી અને પૃથ્વી – બનેલું છે.

૨. સુક્ષ્મ શરીર(Subtle Body) – આ શરીર પાંચ મહાપ્રાણ, પાંચ સુક્ષ્મભૂત( 5 subtle forms of Nature), પાંચ ઇન્દ્રિય શક્તિઓ, મન અને બુદ્ધિ નું બનેલું હોય છે. તે હંમેશા આત્મા સાથે જ રહે છે અને મૃત્યુનાં પછી બીજા જન્મમાં પણ આત્મા સાથે રહે છે. જયારે સ્થૂળ શરીર મૃત્યુ પામે છે ત્યારથી જ આત્મા બીજા જન્મમાં મોક્ષ તરફ આગળ વધવાની તેની ક્રિયામાં આ શરીરનો ઉપયોગ કરે છે.

આમ આ સુક્ષ્મ શરીરનો અમુક ભાગ પ્રકૃતિનો બનેલો હોય છે અને અમુક ભાગ આત્માની સહજ લાક્ષણીકતાઓનો બનેલો હોય છે. મુક્તિ સમયે આ શરીરમાંથી પ્રકૃતિનો ભાગ અલગ થઇ જાય છે અને માત્ર આત્માની સહજ લાક્ષણીકતાઓ જ બાકી રહે છે. આમ મુક્તિ અવસ્થામાં આત્મા માત્ર તેના સંકલ્પથી (Will) જ કાર્ય કરે છે. આત્મા માટે આ ખુબ જ કાર્યક્ષમ અવસ્થા છે.

૩. કારણ શરીર(Causal Body) – આ ગાઢ નિંદ્રા માટે જવાબદાર છે. આ શરીર પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું હોય છે અને બધી આત્માઓ માટે એક સરખું જ હોય છે.

૪. તુર્ય શરીર(Superior Body) – આ શરીર આપણને ઈશ્વર સાથે જોડવા માટે ઉપયોગી છે અને ઈશ્વરીય આનંદમાં પ્રવેશ આપે છે. મુક્તિ અવસ્થામાં આ શરીર આત્મા સાથે રહે છે અને ઈશ્વરીય સુખનો શ્રેષ્ઠત્તમ આનંદ માણે છે.

પણ આ બધું જ જડ છે અને આત્માથી અલગ છે.

જયારે ઈશ્વર આ બધાને આત્મા સાથે જોડે છે ત્યારે આ બધું જ કાર્યરત બને છે. વિવેકથી વ્યક્તિ આ બધી જડ વસ્તુઓથી અલગ એવી તેની સાચી ઓળખને સમજી શકે છે. આથી વ્યક્તિએ, આત્મા કે જે આ બધાની મુખ્ય વાહક છે, તેની શુદ્ધિ માટે જ કાર્ય કરવા જોઈએ.

જયારે વ્યક્તિ આ બધું સમજે છે ત્યારે તે ઈશ્વરના માર્ગદર્શન રૂપી આત્માના અવાજને સમજી શકે છે. જયારે પણ આત્મા કાર્ય કરવા માટે ઉપર જણાવેલી રીતોનો ઉપયોગ કરે છે ત્યારે આત્માનો અવાજ તેને માર્ગદર્શન આપતો રહે છે. જયારે આત્મા સત્કર્મ કરે છે ત્યારે ખુશી, નીડરતા, ઉત્સાહ વગેરે અનુભવે છે. અને જયારે તે પાપકર્મ કરે છે ત્યારે તે શંકા, ડર અને શરમ અનુભવે છે. આ ઈશ્વર દ્વારા સતત અપાતું માર્ગદર્શન જ છે. જે વ્યક્તિ આ ને અનુસરે છે તે આ જ ક્ષણથી મુક્તિ સુધી અપાર આનંદ અનુભવે છે. અને જે વ્યક્તિ આ ને અનુસરતો નથી તે બંધન અને દુ:ખ મેળવે છે.

આ બધું પુનરાવર્તન થતું હોય તેમ લાગે છે. પરંતુ અપાર આનંદ મેળવવા માટેની બધી રીતો માટેની આ ચાવી છે. આથી આનું પુનરાવર્તન થયા કરે તે યોગ્ય જ છે.

આ જ પ્રમાણે વ્યક્તિએ આત્મા, ઈશ્વર, પ્રકૃતિ અને આ ત્રણેનો એકબીજા સાથેનો સંબંધ સમજી તે મુજબ કાર્ય કરવું જોઈએ. વ્યક્તિએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ, આ જ્ઞાનનું વ્યવહારમાં આચરણ કરવું જોઈએ અને ચિંતન કરી તેની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. આ મુક્તિ માટેના માળખાનો પહેલો ભાગ બનાવે છે.       

પ્રશ્ન: વૈરાગ્ય શું છે?

જે કઈપણ ક્ષણિક છે, અશુદ્ધ છે, અચેત છે, દુઃખનું કારણ છે તેને મેળવવાની ઈચ્છા ન રાખીને ઉત્સાહ પૂર્વક જે કાયમી છે, શુદ્ધ છે, સચેત છે અને અપાર આનંદનું કારણ છે તેને વિવેક દ્વારા મેળવવાનો સંકલ્પ એટલે વૈરાગ્ય.

પ્રશ્ન: શષ્ટ સંપતિ(Shatak Sampatti) શું છે?

વિવેક અને વૈરાગ્ય પછી વ્યક્તિએ આ ૬ સિદ્ધાંતોને આધાર બનાવી કર્મો કરવા જોઈએ. વાસ્તવમાં જે વ્યક્તિ પાસે આ ૬ રત્નો છે તે ખુબ ધનિક છે અને જે વ્યક્તિ પાસે આ ૬ રત્નો નથી પરંતુ બીજા પથ્થરના રત્નો હોવાની બડાઈ હાંકે છે, કે જે તેના મૃત્યુ પછી તેની પાસે રહેવાના નથી, તે વ્યક્તિ ખુબ જ દુર્ભાગ્યશાળી છે. આથી આ ૬ રત્નોને સમજી તેને હમણાં જ તમારા જીવનમાં ગ્રહણ કરો!

૧. સામ (Shama)  – આત્મા અને બુદ્ધિને અધર્મથી(મુક્તિ તરફ ન લઇ જતા કાર્યો) ધર્મ (સત્કર્મો) તરફની કેળવણી.

૨. દામ (Dama)  – ઇન્દ્રિયો અને અંગો દ્વારા પાપકર્મોનો(મુક્તિ તરફ ન લઇ જતા કાર્યો જેવા કે વાસના, દંભ, અધમતા, ધ્રુણા. હતાશા વગેરે) ત્યાગ અને આત્મ-સંયમ, શાંતિ, લાગણી જેવા સત્કર્મોની કેળવણી.

૩. ઉપ-રતી (Uparati) – પાપી, કપટી, અનૈતિક લોકોથી દૂર રહેવું.

૪. તિતિક્ષા (Titiksha)  – ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિની ઈચ્છા વિના, હાની, માન-અપમાન વગેરેથી વિચલિત થયા વગર મુક્તિ મેળવવા માટેના માર્ગ પર અડગ રહેવું.

૫. શ્રદ્ધા(Shraddha) – વિવેક દ્વારા મૂલ્યાંકન કર્યા પછી આત્માના અવાજમાં, વેદોની વિદ્વતામાં અને બીજા સાચા પુસ્તકો અને સાચા લોકોમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી. શ્રદ્ધાનો અર્થ આંધળી માન્યતા એવો નથી પરંતુ સત્યનું જ્ઞાન થયા પછી તેની તરફ ઉત્સાહ પૂર્વક આગળ વધવું એવો થાય છે. બિનજરૂરી શંકાઓ એ વિનાશની નિશાની છે. ભલેને તમને અંતિમ લક્ષ્ય અંગે સ્પષ્ટતા ન હોય તો પણ તમારે તે લક્ષ્ય મેળવવા માટેના રસ્તાઓ અને તેના માટે જરૂરી એવા કાર્યોને શંકાની નજરે ન જોવા જોઈએ. કારણ કે અંતિમ લક્ષ્ય તરફ લઇ જતા આ રસ્તાઓ અને કાર્યો પણ ખુબ જ લાભદાયી છે. જયારે આપણે પ્રાથમિક શાળામાં હોઈએ છીએ ત્યારે આપણને સ્નાતક બન્યા પછી આપણી કારર્કીર્દી કેવી હશે તેનું જ્ઞાન હોતું નથી. પણ એનો અર્થ એ કે નથી આપણે પ્રાથમિક શાળામાં પ્રમાણીકતાથી અભ્યાસ કરવો ન જોઈએ.

૬. સમાધાન(Samadhan) –મનના નિયંત્રણ માટે પતંજલિ યોગના ૮ સ્તરીય રસ્તાઓ.

પ્રશ્ન: મુમુકશુત્વ(Mumukshutva) – મુક્તિ મેળવવાની તીર્વ ઈચ્છા શું છે?

જે વ્યક્તિએ તેના વિવેક અને બુદ્ધિનો થોડો પણ સાચો ઉપયોગ કર્યો છે તેના માટે મુક્તિ સિવાયની બધી જ ઇચ્છાઓ નિરર્થક છે. પરંતુ મુક્તિ માટેની તીર્વ ઈચ્છાને દ્દઢતાપૂર્વક વળગી રહેવું ખુબ જ જરૂરી છે. મુક્તિ માટેની આ તીર્વ ઈચ્છા મુક્તિ-અભિલાષીના દરેકેદરેક વિચારો અને કાર્યોને બળ પ્રદાન કરે છે. આથી જેમ ભર ઉનાળામાં ઘણા દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા માણસને ભોજન અને પાણીની તીર્વ ઈચ્છા હોય છે તેમ આપણને પણ મુક્તિ માટેની આવી જ તીર્વ ઈચ્છા હોવી જોઈએ.

માનીલો કે કોઈ વ્યક્તિ પાણીમાં તેનું માથું થોડી વાર ડુબાડી રાખે છે. આમ થવાથી તે વ્યક્તિને શ્વાસ લેવાની ઈચ્છા સિવાય આ દુનિયામાં કંઈ જ મેળવવાની ઈચ્છા બાકી રહેતી નથી. આમ જો વ્યક્તિને મુક્તિ માટે આવી જ ઈચ્છા હોય તો તેને જરૂરથી મુક્તિ મળે છે. ઈશ્વરીય આનંદ માટેના દ્વાર તેના માટે તરત જ ખુલે છે.

મુમુકશુત્વ આત્માને એટલું બળ આપે છે કે તે બીજા લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. ભુખ, તરસ અથવા તો ગૂંગળામણ એ તો આત્માને દુ;ખ આપે છે. પરંતુ મુમુકશુત્વ આત્માને કલ્પી ન શકાય તેવો આનંદ આપે છે. આ વિશ્વમાં મુમુકશુત્વ પોતે જ એક અદ્દભુત અવસ્થા છે. અને તેનું નિર્દિષ્ટ સ્થાન(destination) તેનાથી પણ વધારે અદ્દભુત છે.

આને તક ઝડપવાની ટેવ, કે જેની આપણે અગાઉ ચર્ચા કરી, કહેવાય છે.

પ્રશ્ન: મારી રાહત ખાતર તમે આને સારાંશમાં કહેશો?

મુક્તિ મેળવવા માટેની સુવ્યવસ્થિત યોજનાને કંપનીની કોઈ યોજનાની જેમ લખીએ તો તે નીચે પ્રમાણે લખી શકાય:

દૂરંદેશી(Vision) – ઈશ્વર કે જે પરમ આનંદનો સ્ત્રોત્ર છે તેના અનંત આનંદમાં પ્રવેશ મેળવવો.

લક્ષ્ય(Mission) – બધા જ દુ:ખો માંથી મુક્ત થઇ આ જ ક્ષણેથી પરમ આનંદને પામવો.

યોગ્યતા(Eligibility) – ઉપર જણાવ્યા પ્રમાણે વ્યક્તિ વિવેક, વૈરાગ્ય, શષ્ટ સંપતિ અને મુમુકશુત્વ ધરાવતો હોવો જોઈએ.

કળા કે રીત(Strategy) – વેદોમાં જણાવેલ મુક્તિ મેળવવા માટેની રીતોને સમજીને તે પ્રમાણે ઉદ્યમશીલતાથી કાર્યો કરવા.

પ્રશ્ન: આ ગહન વિષયના સિદ્ધાંતને યોગ્ય રીતે હું કેવી રીતે સમજી શકું?

આ સિદ્ધાંતને વ્યવસ્થિત રીતે સમજવા Shravan Chatushtaya ની રીત અથવા તો ૪ સ્તરીય રીતની સમજ કેળવવી જરૂરી છે. કોઈપણ વિષયના અભ્યાસ માટે આ રીતો ઉપયોગી છે પરંતુ મુક્તિ જેવા આત્મ-સહજ વિષયને સમજવા માટે આ રીતોનો ઉપયોગ વધારે યોગ્ય છે.

શ્રવણ(Shravana) – વિષયને કોઈપણ પ્રકારની ખલેલ વગર ખુબ જ ધ્યાનથી સાંભળવો કે વાંચવો.

મનન(Manana) – સાંભળી કે વાંચીને જે કઈપણ ગ્રહણ કર્યું છે તેનું વિશ્લેષણ કરવું. જો કોઈ શંકા હોય તો તેની ચોખવટ થવી જોઈએ. શ્રવણ અને મનન એક સાથે જ ચાલતા રહે છે. વ્યક્તિએ જેટલું વિશ્લેષણ કરી શકે તેટલું જ વાંચવું કે સાંભળવું જોઇએ. નહિ તો પછી લોકો આને વધારે મહત્વ નહિ આપે.

નીદીધ્યાસન (Nididhyasan) -ધ્યાન અવસ્થામાં જેનો પણ અભ્યાસ કર્યો છે કે વિશ્લેષણ કર્યું છે તેનું ચિંતન કરવું. આના માટે મન નિયંત્રણની જરૂર પડે છે. અને મન નિયંત્રણ ઉપર જણાવેલા ૪ ભાગોના અભ્યાસથી સરળ બને છે. આમ થવાથી એક “અનુભૂતિ” ઉત્પન્ન થાય છે અને વિષય ઊંડાણમાં સમજાય છે.

સાક્ષાત્કાર(Sakshatkar) – ઉપર જણાવેલા ત્રણ મુદ્દાઓની ઊંડી સમજ અને તેનું વ્યવહારિક જીવનમાં આચરણ.

પ્રશ્ન: મુક્તિ મેળવવા માટેની બીજી કોઈ ઉપયોગી રીતો?

૧. ઉપર જણાવેલી રીતો અને સિદ્ધાંતોને બીજા સાપેક્ષથી સમજવા અને અભ્યાસ કરવા માટે પતંજલિ યોગનો(અમે અહી યોગના નામ પર કરાવવામાં આવતી કસરતો અને શ્વાસ નિયંત્રણની રીતોની વાત નથી કરતા) અભ્યાસ કરો. અમે બીજી કોઈ લેખોની શ્રેણીમાં આના પર વધારે ચર્ચા કરીશું.

૨. તમોગુણથી(ક્રોધ, અશુદ્ધ વિચારો, આળસ, નિષ્ક્રિયતા) અને રજોગુણથી(ઈર્ષા, વાસના, ખોટો અહં, દ્વેષ) દુર રહો અને સત્વગુણને(શાંતિ, મિત્રતા, શુદ્ધિ, નીડરતા, બુદ્ધિ, કર્મયોગ) અપનાવો.

૩. આનંદી લોકો સાથે મિત્રતા સાંધો, માનસિક પીડાથી પીડાતા લોકો પ્રત્યે દયા રાખો અને તેમની મદદ કરો, કર્તવ્યનિષ્ઠ ઉમદા લોકો માટે ખુશ રહો અને દુષ્ટ લોકો પ્રત્યે ન તો દ્વેષ રાખો કે ન તો લાગણીનો ભાવ રાખો. માત્ર તેઓની દુષ્ટતા દુર કરવા માટે કાર્યો કરો.

૪. મન નિયંત્રણની શક્તિ ખુબ જ અદ્દભુત છે અને સામાન્ય લોકો આ શક્તિનો ૧% જેટલો ભાગ પણ મેળવી શકતા નથી. મુક્તિ માટે વ્યક્તિએ દિવસમાં ઓછામા ઓછા ૨ કલાક ધ્યાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ વધારે વિવેકી બને છે અને તેની ઈચ્છાશક્તિ વધે છે. ધ્યાન પર વધારે માહિતી મેળવવા માટે “ચાલો વૈદિક પ્રાર્થના શીખીએ” લેખ અને પતંજલિ યોગનો સંદર્ભ કરો. (જો ૨ કલાક બહુ વધારે લાગતા હોય તો તમારી યોગ્યતા પ્રમાણે (ઓછામાઓછી ૧૫ મીનીટ સુધી) ધ્યાન કરવાનું શરું કરો અને પછી ધીમે ધીમે તેનો સમય વધારતા જાઓ. પ્રયત્નથી પરિપૂર્ણ બનાય છે. પરંતુ ધ્યાન કરવું એ કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. આથી કેટલું સારું ધ્યાન કરો છે તે મહત્વનું છે અને કેટલી વાર કરો છો તે નહિ.)

૫. મુક્તિ આપણી આજુબાજુની દુનિયા સાથે એકતા જાળવી રાખવાથી મળી શકે છે. એકાંતવાસમાં જઈ મુક્તિ મેળવવાનો પ્રયાસ કરવો એ મૂર્ખતા છે. આથી ઉપર જણાવેલી રીતોનો ઉપયોગ કરી સમાજ અને વિશ્વમાં પરીવર્તન લાવવા માટે સચેત રીતે કર્યો કરો. તમારી કુશળતાના ઉપયોગ માટે આવા પડકારોને ઝીલો. અને અન્યાય, ગુન્હાઓ અને દેશ અને માણસાઈના દુશ્મનો સામે લડો.

૭. તમારી જાતને મર્યાદિત ન રાખી વધારે મજબુત બનો કે જેથી આ વિશ્વ સામે આવતા મોટામાં મોટા પડકારોને ઝીલી શકો. પરંતુ તમારી લડાઈની પસંદગી હોશિયારીથી કરો. હોશિયાર એવો મુક્તિ-અભિલાષી વ્યક્તિ બધું જ કરવાનો પ્રયત્ન કરતો નથી. પણ તે તેના કાર્ય ક્ષેત્રની પસંદગી પરિસ્થિતિની માંગણી અનુસાર અને તેની પ્રકૃતિ, વૃતી અને ક્ષમતા અનુસાર કરે છે. પછી તે તેની ક્ષમતા વધારીને અને અભ્યાસ અને મન નિયંત્રણ દ્વારા તેની પ્રકૃતિ અને વૃતીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરતા શીખીને વધારે મોટા પડકારોનો સામનો કરતો જાય છે. અને અંતે તે “સમગ્ર માનવજાતિ ઉમદા બને( Krinvanto Vishwamaryam)!” એવી પ્રાર્થના કરી તેના લક્ષ્ય તરફ આગળ વધતો જાય છે.

આપણે એ સમજ્યા કે આપણે, એટલેકે આત્માઓ, ચેતન અને શાશ્વત છે. આપણે મન, બુદ્ધી, ઇન્દ્રિયો, કાર્યઅંગો અને આપણી આજુબાજુની બધી જ વસ્તુઓથી અલગ છીએ. આપણો માત્ર ઈશ્વર સાથે જ શાશ્વત સંબંધ છે. માત્ર ઈશ્વર જ આનંદનો સ્ત્રોત્ર છે. જયારે આપણને આપણી આ સાચી ઓળખ સમજાય છે અને આપણે તે પ્રમાણે કાર્યો કરવાનું શરું કરીએ છીએ ત્યારે આપણને તરત જ સુખ, આનંદ, આત્મવિશ્વાસ, ઉત્સાહ, સિદ્ધિ મળવાનું શરું થઇ જાય છે અને વિશ્વને ચકિત કરી દે તેવા કાર્યો આપણે કરીએ છીએ. અને પછી સમાજ અને વિશ્વના પડકારોનો ઉપયોગ આપણે આપણી ક્ષમતા વધારવા માટે કરીએ છીએ અને આ ક્રિયામાં વધારે અને વધારે આનંદ મેળવતા જઈએ છીએ!

જ્યારથી તમે આ મુસાફરીની શરૂઆત કરો છો ત્યારથી જ આ પ્રક્રિયા શરું થઇ જાય છે. તો પછી તમે શાની રાહ જોઈ રહ્યા છો! હમણાંથી જ અને હંમેશને માટે આનંદના મોતી પ્રદાન કરતું રહે તેવું દુનિયામાં આના સિવાય બીજું કરવા યોગ્ય કઈ નથી!

આ ક્રિયા એ જ રામ અને શ્રી કૃષ્ણ જેવા આદર્શ મહાપુરુષો બનાવ્યા છે. તમારામાં રહેલા આવા આદર્શ મહાપુરુષોને હમણાં જ બહાર લાવો અને આ ક્રિયાનો આનંદ માણો!

આના સિવાય બીજો કોઈ રસ્તો નથી!

Original post in English is available at http://agniveer.com/happiness-hinduism-vedas/

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer: We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleLearn Sanskrit Month 17
Next articleLearn Sanskrit Month 18
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.
 • હિંદુ સમાજે ઘણી બધી યાતના ઓ ભૂતકાળ માં ભોગવી છે. જેમાં ઘણું ખરું તો હિંદુ સમાજ ની ગંભીર ભૂલો ને કરને બનેલું. જે હજુ પણ બનતું આવે છે. સૌથી શક્તિ શાળી ધર્મ ના લોકો પણ ધર્મ ના સાચા જ્ઞાન ના અભાવે પાખંડી લોકો ને પણ ધાર્મિક સમજી લેતા હોય છે. આવા લોકો ખૂબ પૈસો સમાજ પાસે થી પડાવે છે અને તે પૈસે તાગદ્ધીના કરે છે. આમ સમાજ નો પૈસો બરબાદ થાય છે. તેના બદલે ધર્મ ના શિક્ષણ માટે જો પૈસો ખર્ચાય તો આદિ શંકરાચાર્ય જેવા મહાન પુરુષો આ દેશ માં ફરીથી જન્મ લે તેવું વેદિક સંસ્કૃતિ ના શિક્ષણ માં બળ છે.પણ જે દાન કેહવતા નવા નવા ધર્મ સ્થાનો અને ગુરુ ગાદીઓ માં ખર્ચાય છે તેના કારણે ધર્મ નું ખૂબ મોટું નુકશાન થયું છે જેને અટકાવવું ઘણું દુષ્કર છે. ધર્મ ની સમાજ અને તેનું પાલન સાથે ખોટી ખોટી માન્યતાઓ ને જોડીને, કોઈ એક જ્ઞાતિ ના ધર્મ સ્થાન ને પ્રોશ્ત્શાહન આપીને લોકો ને ઉલ્લુ બનાવવાનું બંધ થવું જોઈએ.

  (૧) પીપળી સવા ભગત ની જગ્યા.

  હવે જો કોઈ આ સંસ્થાની સાચી માહિતી એકઠી કરે તો અચંબા માં પડી જાય કે આ ખરે ખર એક ધર્મ સ્થાન છે કે અધર્મ સ્થાન છે. આ સંસ્થા ચાલુ થઇ તેના મૂળ પુરુષ સવા ભગત ને નામે. આ સવા ભગત તે એક કુંભાર(પ્રજાપતિ) સંત હતા. તેઓ પોતે વિધુર હતા અને ભજન કીર્તન કરતા હતા મિલકત કશી તેમની પાસે હતી નહિ તેથી તેમને શ્રી રામાપીર નું મંદિર સ્થાપી ને ભજન કીર્તન ચાલુ કાર્ય. હવે તેમને એક વિધુર સ્ત્રી મળી તેમના જેવીજ જે માંડલ ની હતી જેને આગળ પાછળ કોઈ હતું નહિ અને તે સવા ભગત ની ચેલકી બની અને બંને સાથે સત્સંગ કરવા લાગ્યા. સવા ભગત ના ચમત્કારો ની વાતો ફેલાવવા લાગ્યા અને ધર્મ નો ધંધો ચાલુ કરી દીધો. હદ તો ત્યાં સુધી થઇ ગઈ કે પછી એક વાર મંદિર નો કોઈ મોટો યજ્ઞ અરમ્ભાવામાં આવ્યો ને તે માંડલ કી ઝબુ બાઈ જે તેમની વિધુર ચેલકી હતી તે ગ્રહ સાતક માં પણ સવા ભગત જોડે બેઠી ને કુંભાર સમાજ ના સભ્યો એ કોઈ સવા ભગત ને પ્રશ્ન પણ ના કરોય કે પત્ની સિવાય તો કોઈ સાતક માં બેસી શકે નહિ. હવે તેમને ધર્મ નું કોઈ જ્ઞાન પણ હતું નહિ જે તેમના ભજનો જોવાથી જાણવા મળે છે. ફક્ત પ્રજાપતિ સમાજ ના આગેવાનોને આગતા સ્વાગતા કરીને આ એક નવું ધર્મ ના નામે દુકાન ચાલુ થઇ. અત્યારે ત્યાં ભજન કીર્તન કલાકારો કરે છે અને પૈસા ની રેલમ-છેલામ થાય છે. પણ સમાજ ની શું સેવા થાય છે.? ધર્મ નું શિક્ષણ આપતા અનેક ગુરુકુળો કે જ્યાં વેદિક ધર્મ નું સાચું જ્ઞાન અપાય છે ત્યાં પૈસા ની ખૂબજ જરૂર છે છતાય તેમને પૈસો મળતો નથી અને…

  • ધરમવીર,
   આ યાતનાઓ ભોગવવા પાછળનું કારણ આપણે જ હતા અને આજે પણ છીએ. આપણી જ અજ્ઞાનતા અને એકતાની ખામી આ યાતનાઓ માટે જવાબદાર છે.

   આથી જ આપણે ફરીથી એવી એકતા લાવવાની જરૂર છે કે જેના મૂળમાં વેદોનું સાચું જ્ઞાન હોય. અને અગ્નિવીર આપણા આ સ્વપ્ને ને વાસ્તવિકતામાં બદલવા માટેનું એક માધ્યમ છે.

   અગ્નિવીર વેબસાઈટ પર તમારું સ્વાગત છે.

  • I appreciate your logic. Have you read the article? It seems that you did NOT. It says that HOW TO GET HAPPINESS FROM VEDAS / HINDUISM. This is NOT the right place to discuss who consumes cow urine and why. Agniveer Sir has many articles on cows and Vedic Science. You can write your query there. Some one will try to explain. You will NOT find any sensible reply here. Bye…

   • Mawali is a derogatory word used by Arab muslims to describe non-arab muslims(2nd class citizens). In depth pls read this article, http://satyagni.com/4091/i-am-a-non-arab-muslim-2/

    There was a typo in the user name by me its Muhajir(immigrant) not Mujahir. Muslim refugees who migrated to Pakistan during Indian Partition in 1947 are termed as Muhajir. They treated them as a 2nd class citizen over there.

    It was just a reply(giving taste of his own medicine ) to troll Shudra. Who posted stupid videos on cow urine drinking. I thought he is a Muslim.

   • Sir, you should NOT take Shudra seriously. I have already analyzed his every tactic here.

    http://agniveer.com/6558/shahrukh-khan-and-vip-syndrome/#comment-100273

    Visit there and read. If you find anything wrong there, just correct it.
    (Just in fifth point – Mlechchha is same as Anarya. While Arya means Noble, Anarya OR Mlechchha implies barbarian. Just to clear the misconception.)

    Mention your correction as a reply. Whenever you see such Shudra trying to create a split, make sure you pass them standard authentic link.

   • Gone are the days when we use take these buffoons seriously, I was just giving run for his money.