[adinserter block="6"]

“કાળો સૂર્ય” શબ્દસમૂહમાં જેટલો વિરોધાભાસ પ્રતીત થાય છે એટલો જ વિરોધાભાસ “વેદોમાં ઇતિહાસ” શબ્દસમૂહમાં પણ થાય છે.

જેમ સૂર્ય કદાપી કાળો ન હોય શકે, તેમ વેદોમાં પણ કદાપી કોઈ ઇતિહાસ ન હોય શકે! વેદમાં ઈતિહાસ હોવાની કલ્પના કરવાનો પ્રયાસ એક ભયંકર ભૂલ છે. કારણ કે આમ થવાથી

  • વેદનિત્યત્વ પર શંકા જાગે છે
  • સનાતન ધર્મનું મૂળ હચમચી જાય છે અને
  • ધર્માંતરણના વિષાણુઓને વેદ ઈશ્વરીય ગ્રંથ નથી તેમ પ્રમાણિત કરી તેને બદનામ કરવાની તક મળે છે.

જો વેદમાં ઈતિહાસ હોય તો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જ્ઞાન સબંધિત તમામ ગ્રંથોની સાથે સાથે નીચે જણાવેલા અતિ પ્રચલિત ગ્રંથો પણ કોઇપણ પ્રકારના વધારે વિશ્લેષણ વગર ખોટા સાબિત થાય.

૧. નવા પુરાણો (શિવ, વિષ્ણુ, ભાગવત વગેરે)

૨. ઉપનિષદ

૩. બ્રાહ્મણ ગ્રંથો

૪. રામાયણ

૫. મહાભારત

૬. સ્મૃતિઓ (મનુસ્મૃતિ વગેરે )

૭. દર્શન શાસ્ત્રો (યોગ, ન્યાન, વેદાંત, મીમાંસા વગેરે)

કારણે કે ઉપર દર્શાવેલા દરેક ગ્રંથ સ્પષ્ટપણે એવી ઘોષણા કરે છે કે માત્ર વેદ/શ્રુતિ જ શ્રુષ્ટિ સર્જન સમયે માનવમાત્રને ઈશ્વર દ્વારા અપાયેલું દિવ્ય જ્ઞાન હોવાથી સ્વયં સિદ્ધ પ્રમાણ છે. આ એક સર્વ સામાન્ય વિષય-વસ્તુ હિન્દુધર્મના વિવિધ પાસાઓને એક સૂત્રમાં જોડે છે.

વેદમાં રામ, પુરુરવ વગેરે શબ્દો હોવાને કારણે વેદોમાં ઈતિહાસ છે તેમ માની લેવું, એ તો એવી વાત થઇ કે જેમ ભાગવત પુરાણ અને સૂરદાસની કવિતાઓને ભારતીય જનતા પાર્ટીની કથાઓ ગણી લેવી. કારણે કે તેમાં લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, અટલ વગેરે શબ્દો આવે છે.

આતો એવી વાત થઇ કે સ્વતંત્ર સંગ્રામના સમગ્ર ઈતિહાસને સુષ્મા સ્વરાજના પૂર્વજોનો ઈતિહાસ માની લેવો.

મેક્સ મૂલરથી પ્રભાવિત થયેલા અને પોતાને વેદના વિદ્વાન ગણતા એવા અધકચરા તથાકથિત બુદ્ધિજીવીઓ વેદમાં ભાત ભાતના ચરિત્રોને શોધી બતાવી વેદમાં ઈતિહાસ સાબિત કરવા નાચરંગ કરતા રહે છે. અત્યાર સુધી આ ચરિત્રોની સૂચિમાં ઇસુ, મોહંમદ, કબીર, રામ, કૃષ્ણ વગેરેનો સમાવેશ થઇ ચુકેલ છે.

પણ ચાલો પહેલાં વેદોનું તેના સાચા સંદર્ભમાં વિશ્લેષણ કરીએ કે જેથી કરીને વેદ મંત્રનો સાચો અર્થ સમજાય. જો આમ નહીં કરીએ તો ન્યુયોર્કના નકશામાં લંડનનું કોઈ સ્થાન શોધતા રહેવા જેવી વાત થશે. અને તેનું પરિણામ વિફલતા, પોતાના અમૂલ્ય સમય અને ઉર્જાની બરબાદી, અને અન્યો માટે વૈચારિક ગભરાટની ઉત્પત્તિ જ હશે!

Original post in English is available at http://agniveer.com/history-vedas/

[adinserter block="13"]
Previous article“વેદ” વિષે આટલું તો જરૂરથી જાણો!
Next articleવેદમાં વિજ્ઞાન
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.