[adinserter block="6"]

હિન્દુધર્મમાં જન્મજાત જાતિ-પ્રથાને સાબિત કરવા માટે સામ્યવાદીઓ જો કોઈ ગ્રંથને આગળ ધરતા હોય તો તે છે – મનુસ્મૃતિ

પણ હવે પછી જો કોઈ મનુસ્મૃતિને આગળ ધરે તો તેને પાંચ લાફા મારો:

પહેલો લાફો: હિન્દુધર્મના મૂળમાં વેદ છે. મનુસ્મૃતિ ક્યારેય હિન્દુધર્મનો મુખ્ય ગ્રંથ રહ્યો નથી. જેમ કુરાન ઇસ્લામનો મૂળ ગ્રંથ છે તેમ મનુસ્મૃતિ હિન્દુઓનો મૂળ ગ્રંથ નથી.

બીજો લાફો: કેટલાં હિન્દુઓના ઘરમાં કે કેટલી દુકાનોમાં મનુસ્મૃતિ જોવા મળે છે? દલિત સક્રીયવાદીઓ સિવાયના ૯૦% હિન્દુઓએ મનુસ્મૃતિનું નામ પણ સાંભળ્યું નહીં હોય. સામ્યવાદીઓ અને દલિત સક્રીયવાદીઓ જે મનુસ્મૃતિને બાળે છે તે મનુસ્મૃતિ ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવામાં આવે છે.

ત્રીજો લાફો: અનેક પ્રકારની મનુસ્મૃતિઓ અને તેના ઘણાં ભાષાંતરો છે. આમાંથી કઈ મનુસ્મૃતિ સાચી તે નિશ્ચિત કરવાનો કોઈ રસ્તો નથી.

ચોથો લાફો: મનુસ્મૃતિનું ઉપરછલ્લું અવલોકન કરવાથી ખ્યાલ આવી જશે કે, મનુસ્મૃતિમાં ઘણાં શ્લોકો પાછળથી ઉમેરવામાં આવ્યાં છે. મનુસ્મૃતિમાં એવા ઘણાં શ્લોકો છે જે જન્મજાત જાતિ-વ્યવસ્થાનો વિરોધ કરે છે. કેમ કોઈનું ધ્યાન આ શ્લોકો પર જતું નથી? Refer: http://agniveer.com/manu-smriti-and-shudras-gu/

પાંચમો લાફો: લગભગ કુરાનના બધાં જ અનુવાદો બિન-મુસલમાનોને, ખાસ કરીને મૂર્તિ પૂજકોને, (હિન્દુઓ) સૌથી ખરાબ પ્રાણી માને છે. મનુસ્મૃતિને બાળી સમાન માનવ અધિકાર માટે લડવાની હિંમત બતાવનાર એક પણ સક્રિયવાદીમાં કુરાનને બાળવાની હિંમત કેમ નથી?

Refer: http://agniveer.com/islam-peace/

પ્રશ્ન: શું અંગ્રેજો અને પંડિતોએ મનુસ્મૃતિમાં પ્રક્ષેપ કર્યો નથી?

અંગ્રેજોએ સંસ્કૃત ગ્રંથોના મનફાવે તેવા અનુવાદો કરી, તેમને પ્રકાશિત કર્યા. તેમનો પ્રચાર કર્યો અને તે અનુવાદો જ સાચા છે તેવો દાવો કર્યો. અને આપણે શું કર્યું?

તેમણે કહ્યું ચાર્વાક એક મહત્વપૂર્ણ દર્શનશાસ્ત્ર છે. આપણે કહ્યું “હા સાહેબ”.

તેમણે કહ્યું મનુસ્મૃતિ જાતિ-વાદી ગ્રંથ છે. આપણે કહ્યું “હા સાહેબ”

તેમણે કહ્યું કાલીદાસ એક મહાન કવિ હતો. આપણે કહ્યું “હા સાહેબ.”

તેમણે કહ્યું કામસૂત્ર હિન્દુધર્મ ગ્રંથ છે. આપણે કહ્યું “હા સાહેબ”

હવે ભારતીય વિદ્વાનોની આખી જાત અંગ્રેજોએ જે કહ્યું છે તે જ સાચું માને છે. અને અંગ્રેજોના આ વાહિયાત અનુવાદોને પોતાના રીસર્ચનો આધાર બનાવે છે.

પ્રશ્ન: મનુસ્મૃતિ સતયુગ માટે હતી. અલગ-અલગ યુગ માટે અલગ-અલગ સ્મૃતિઓ હોય છે. આજના કળયુગ માટે પરાશર સ્મૃતિ છે.

 અલગ-અલગ યુગ માટે અલગ-અલગ સ્મૃતિઓ હોતી નથી. અલગ-અલગ સમયમાં લોકો અલગ-અલગ ગ્રંથો લખતા હોય છે. બીજા લોકો તેમાં વધારો કે ઘટાડો કરતા હોય છે. આ ગ્રંથોને સ્વીકારી લેતા પહેલાં તેઓ આપણને સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનું કહે છે.

પણ જો કોઈ અંગ્રેજે ભારતીય ઈતિહાસ કે ભારતીય દર્શનો પર લેકચર આપવાનું ચાલુ કર્યું તો, આપણે બુદ્ધિ બાજુ પર મૂકી તે જે બબડતો હોય તે બબડવા લાગીએ છીએ. અચનાક જ મનુસ્મૃતિ અને આરણ્યક જેવા ગ્રંથો હિન્દુધર્મના મૂળ ગ્રંથો બની જાય છે.

અને આપણે વિચારમાં પડી જઈએ છીએ કે: આ બધાં ગ્રંથો આવ્યાં ક્યાંથી? મેં તેમના વિષે કદી કેમ સાભળ્યું નથી?

Original English version of this article: INCREDIBLY shameful cowardice! Manusmriti burners shy of Quran?

[adinserter block="13"]
Previous articleULTIMATE Dilemma now answered! War outside VS War within
Next articleઆતંકીઓ સામે એકતાનો સંખનાદ
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.