આપણે પહેલાં પ્રકરણમાં જોયું કે વૈદિક તત્વજ્ઞાનનો પહેલો સિદ્ધાંત છે “સત્ય = આનંદ.” આપણે એ પણ જોયું કે જીવાત્માનો સહજ સ્વભાવ છે “સત્યની શોધ”. હવે આ પ્રકરણમાં આપણે વૈદિક તત્વજ્ઞાનનો બીજો મૂળભૂત સિદ્ધાંત, “જીવન એટલે વૃદ્ધિ અને પ્રગતિ”, પર ચર્ચા કરીશું. જ્યાં સુધી આપણે જીવનશક્તિ સાથે સુમેળ રાખી કાર્યો કરીએ છીએ ત્યાં સુધી આપણો વિકાસ થતો રહે છે. “સર્વાંગી વિકાસનું નામ જ જીવન. વિકાસ રૂંધાવાનું નામ જ મૃત્ય.”

પહેલાં સિદ્ધાંત “સત્ય = આનંદ” ને બીજા સિદ્ધાંત “જીવન એટલે વૃદ્ધિ અને પ્રગતિ” સાથે જોડીને જોવાથી ખ્યાલ આવી જશે કે “સત્યના માર્ગ પર ચાલી જીવવાનો સર્વાંગી વિકાસ કરવાથી જ આપણાં આનંદમાં સતત વૃદ્ધિ થતી રહે છે.” આપણને એ પણ ખ્યાલ આવી જશે કે જયારે જાણતા કે અજાણતા આપણે આપણાં જ્ઞાનના સ્તરને નીચું લાવીએ છીએ અને આપણી સમજને ક્ષીણ કરીએ છીએ ત્યારે આપણાં આનંદનું સ્તર પણ નીચું જાય છે.

આમ કરવાથી ધીરે ધીરે આપણે આનંદમાં વૃદ્ધિ કરવાની તક ગુમાવતા જઈએ છીએ. આપણે અજ્ઞાનતા અને ભ્રમને સત્ય માની બેસીએ છીએ. આ અજ્ઞાનતા અને ભ્રમ આપણને ક્યારેય સ્થાયી આનંદ આપતા નથી. ભ્રમનો આનંદ ક્ષણિક જ હોય છે. ભ્રમ તુટતા આનંદ પણ ગુમ થઇ જાય છે. પણ જો આપણને સ્થાયી આનંદ જોઈતો હોય તો આપણે અજ્ઞાનતા અને ભ્રમના બંધનો તોડવા જ રહ્યાં. આપણે જ્ઞાનનું સ્તર વધારવું જ રહ્યું. “અજ્ઞાનતા અને ભ્રમના બંધનો તોડતા રહી સ્થાયી આનંદની પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું એનું નામ જ જીવન.” બીજા શબ્દોમાં કહીએ તો અજ્ઞાનતા અને ભ્રમના બંધનોને તોડતા રહેવું એ જ સ્વસ્થ અને આનંદમય જીવન જીવવાનો આ જ એકમાત્ર સહજ માર્ગ છે.

સ્થગિત થઇ જવું એ આપણો (જીવાત્માનો) સહજ સ્વભાવ નથી

જયારે આપણે જીવનનો વિકાસ સ્થગિત કરી દઈએ છીએ, અથવા તો આપણાં જ્ઞાનનું ક્ષેત્ર માર્યાદિત કરી દઈએ છીએ અથવા તો જ્ઞાન વૃદ્ધિની પ્રક્રિયાને ઉલટી દિશામાં ચલાવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે આપણાં સહજ સ્વભાવની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો “આપણે આપણી જ કબર ખોદીએ છીએ.”

ક્ષણિક આનંદ મેળવવા માટે આપણે આપણી જાતને હતાશા, તણાવ, દુ:ખ અને કલેશના અંધકારમય કુવામાં ધકેલી દઈએ છીએ. સત્ય તો એ છે કે વૃદ્ધિ અને પ્રગતિ કરવાના આપણાં સહજ સ્વભાવને અવરોધવો શક્ય નથી. ભ્રમિત માણસની પ્રગતિ કરવાની તીવ્ર ઈચ્છા તેને ઘણાં અનિચ્છનીય, અહિતકારી કે આત્મઘાતી કામ કરાવે છે. આથી જ આપણે આતંકવાદ, યુદ્ધની પરિસ્થિતિ, વ્યસનને કારણે થતો દુર્વ્યવહાર, અશ્લીલતા, નિરર્થક જીવન, મનોરોગ વગેરે જોઈએ છીએ. આ બધું બીજું કશું નહીં પણ મનુષ્યને વિકાસ અને પ્રગતિ કરવા અને સત્યની વધારે નજીક આવવા માટે સતત પ્રેરિત કરતા પ્રેરકબળને કારણે તેણે મનુષ્યે કરેલા ખોટા પ્રયત્નોનું (કર્મોનું) દેખીતું પરિણામ છે.

એક સાધારણ જીવાત્મા સમસ્યાના મૂળને સમજ્યા વગર, તેનું મોટા ભાગનું જીવન વિકાસ અને વૃદ્ધિ પામવાની સહજ પ્રેરણાને સમજવામાં જ વિતાવી નાખે છે. આવી સાધારણ જીવાત્મા કેટલીક વાર જુદાં – જુદાં પ્રકારના મીથ્યાનંદમાં ડૂબેલી રહે છે. તો કેટલીક વાર તે કામ ઇન્દ્રિયોને વશ થઇ, નિયંત્રણ ગુમાવી, વિષય વસ્તુઓનો ભોગ કરવા લાગે છે. તો કેટલીક તે વાર પ્રતિગામી વિચારો અને માધ્યમો દ્વારા પોતાને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો કેટલીક વાર તે જ્ઞાન પ્રાપ્ત કરી પ્રગતિ કરવાનો પ્રયત્ન કરે છે અને પછી થોડા જ સમયમાં અપ્રાકૃતિક આવેગોને વશ થઇ અધોગતિ કરવાનું શરુ કરે છે. આમ કરતા કરતા એક દિવસ તેને તેના નશ્વર શરીરને છોડી જવાનો સમય આવે જાય છે.

જીવનનો અંત એ વિકાસનો અંત નથી

સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે જયારે આપણો શારીરિક વિકાસ અટકે છે, એટકે કે મૃત્યુ આવે છે, ત્યારે આપણાં વિકાસનો પણ અંત આવે છે. તે જ સમયે આપણી શિક્ષાનો પણ અંત આવે છે. અને પછી આપણે એવા ભ્રમમાં જીવીએ છીએ કે આ વિકાસની અવસ્થા અને પ્રક્રિયા હવે પૂરી થઇ ગઈ. પણ જો તમે મનુષ્યના મસ્તિષ્કનો અભ્યાસ કર્યો હશે તો તમને ખ્યાલ આવી જશે કે આપણું મસ્તિષ્ક એ આ સમગ્ર બ્રહ્માંડમાં આપણી જાણમાં હોય તેવી સૌથી જટિલ વ્યવસ્થા છે. આપણને ભાગ્યે જ ખ્યાલ હશે કે આ જટિલ વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે. પણ આપણને એ ખબર છે કે મસ્તિષ્કની નવી વસ્તુઓ જાણવાની ક્ષમતા, નવું કૌશલ શીખવાની ક્ષમતા અને જ્ઞાન મેળવવાની ક્ષમતા અસીમિત છે. આપણને એ પણ ખબર છે કે આપણું આ મસ્તિષ્ક સ્નાયુ જેવું છે. આપણે જેટલો વધારે તેનો ઉપયોગ કરીશું એટલું જ વધારે તે તેજસ્વી બનશે. તેનો ઉપયોગ કરવાનું બંધ કરીશું તો આપણી બુદ્ધિ અને વિચારશક્તિ ક્ષીણ થતી જશે. આ સત્ય જ જીવનના લક્ષ્ય કે જીવનની દિશા નક્કી કરવાનો, વિકાસ કરવાનો, વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને સત્યની વધારે નજીક આવવા માટેનો મોટામાં મોટો સંકેત આપે છે.

મારી પ્રગતિ અને મારી શક્તિ અને સામર્થ્યમાં વૃદ્ધિ થાય.

To purchase the book kindly visit:

આનંદમય જીવનનું વિજ્ઞાન

આનંદમય જીવનનું વિજ્ઞાન

વેદ અનુસાર નિત્ય આનંદ અને અસીમિત સફળતા પ્રાપ્તિની સહજ જીવન પ્રક્રિયા સમજાવતી પુસ્તક.

Order Now!
About the Book
પુસ્તક પરિચય
 

શું તમે ઉદ્દેશ્યહીન જીવનથી હતાશ થઇ ચૂક્યાં છો?

શું તમે જીવનને સાર્થક બનાવવા માંગો છો?

શું તમે તમારી અસુરવૃત્તિઓ અને ખરાબ આદતોને છોડવા માંગો છો?

શું તમે આત્માના અવાજને સંભાળવા માટે સક્ષમ થવા માંગો છો?

શું તમે જીવનમાં અકલ્પનીય આનંદ અને સફળતા પ્રાપ્ત કરવા માંગો છો?

જો આ પ્રશ્નોના જવાબ હા હોય તો આ પુસ્તક તમારા માટે છે. આ પુસ્તક તમારો સાચો પથપ્રદર્શન પુરવાર થશે. જ્યારે આ પુસ્તકમાં સમાવિષ્ટ જ્ઞાન અનુસારના કર્મો તમે ઉત્સાહપૂર્વક કરવા લાગશો ત્યારે તમારું જીવન ઉદ્દેશ્યપૂર્ણ, સાર્થક અને આનંદિત બની જશે.

“આનંદમય જીવનનું વિજ્ઞાન” જીવન અને આ ગતિશીલ જગત વિશેના મૂળભૂત પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી આ જગતમાં આપણી શી ભૂમિકા હોવી જોઈએ તે સમજાવે છે.

આ પુસ્તકને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.

“સત્ય અને આનંદ એક જ સિક્કાની બે બાજુ છે” તેમ કહી પુસ્તકનો પહેલો ભાગ જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનવૃદ્ધિની પૂરી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તેની સમજ આપે છે.

પુસ્તકનો બીજો ભાગ આપણાં જીવનને સાર્થક કરવા માટે આ જ્ઞાનને આત્મસાત્ કરી તેનું વ્યવહારિક જીવનમાં કેવી રીતે અમલીકરણ કરવું તે શીખવાડે છે. આ ભાગમાં આત્માના અવાજની અવગના કરી, જગતની ભૌતિક વસ્તુઓ પાછળ આંધળી દોટ મુકવાથી આપણે કેવા માઠા પરિણામો ભગાવવા પડે છે તેની પણ ચર્ચા કરવમાં આવી છે.

જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાન વૃદ્ધિ અને તે અનુસારના શ્રેષ્ઠત્તમ કરવા માટે આપણને જે સાધાન સંસાધનોની એટલે કે ઉર્જા, બુદ્ધિ, મનોવૃત્તિ, આત્મબળ અને મનોબળની જરૂર પડે છે, તે સાધાન સંસાધનો આપણને આ જ ક્ષણે કેવી રીતે પ્રાપ્ત થાય તેની પ્રક્રિયા પુસ્તકના ત્રીજા ભાગમાં સમજાવવામાં આવી છે.

પુસ્તકમાં આપેલા જ્ઞાનને આત્મસાત્ કરવાથી તમારી મનોવૃત્તિ અને વિચારધારામાં સકારાત્મક બદલાવ આવશે.  અને તમે ગમે તેવી પરિસ્થિતિમાં હશો, પણ આ જ ક્ષણે તમને આનંદ, સંતોષ અને ઉદ્દેશ્યપુર્ણતાની અનુભૂતિ થશે.

તો ચાલો, નિત્ય આનંદ અને અસીમિત સફળતા પ્રાપ્તિની સહજ જીવન પ્રક્રિયા શીખીએ!

PLEASE READ this Disclaimer for all Agniveer books

Details
Author:
Series: Vedic Self-Help
Genre: Gujarati
ASIN: B07SL254NM
Preview

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer: We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleहवन की महिमा
Next articleReligion de Vedas
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.
 • With havin so much content and articles do you ever run into any issues of plagorism
  or copyright violation? My blog has a lot of unique content I’ve
  either written myself or outsourced but it seems a lot
  of it is popping it up all over the web without my permission.
  Do you know any solutions to help protect against
  content from being stolen? I’d genuinely appreciate it.