ઈશ્વરમાં ધ્યાનમગ્ન રહેવાની સ્થિતિ એ જીવનનો અત્યંત સુખદાયક અનુભવ છે. વર્તમાનના પ્રબળ સંસ્કારો અને જીવનની માંગ અનુસાર, મેં મારી ધ્યાન પદ્ધતિમાં ઘણાં પરિવર્તનો અનુભવ્યાં છે.

 આજના વ્યસ્ત દિવસોમાં, નીચે વર્ણવેલી ધ્યાન પદ્ધતિ તરફ હું સ્વાભાવિક રીતે નમ્યો છું. પરંતુ હું નિશ્ચિતપણે ન કહીં શકું કે ભૂતકાળમાં ધ્યાન વિષય પર લખાયેલી પુસ્તકોમાં મારી આ ધ્યાન પદ્ધતિનો ઉલ્લેખ હશે જ. કારણ કે મારા જીવનની વાસ્તવિકતા અન્યોથી ભિન્ન હોય શકે અને આજના યુગમાં બહિર્મુખી બની રહેવાની માંગ પણ અત્યાધિક છે. આથી તે પ્રમાણે ધ્યાન પદ્ધતિમાં પણ બદલાવ આવી શકે.

 મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, ઈમેઈલ, લેપટોપ વગેરેને કારણે મારા જેવા અન્ય યુવાનોના બહિર્મુખી બની રહેવાના પ્રકારોમાં પણ ભારે બદલાવ આવ્યો છે. વ્યવસાયિક લોકો માટે કામનો ભાર, કામની ગુણવત્તાની માંગ અને કામ પૂરું કરવાની સમય મર્યાદાનો ભાર છેલ્લા ૧૦ વર્ષોમાં અત્યંત વધી ગયો છે. આ કારણે વ્યક્તિને પોતાના માટે થોડો સમય એકાંતમાં શાંતિથી કાઢવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. આથી ધ્યાન પદ્ધતિ પણ આ બદલાતી વાસ્તવિકતાને અનુરૂપ થતી ચાલી છે. પણ મહત્વની વાત એ છે કે, આ બધામાં હું જે ધ્યાન પદ્ધતિનો પ્રયોગ કરી રહ્યો છું તેનાથી મને અત્યાધિક લાભ થયો છે.

સામાન્ય રીતે ધ્યાન આંખ બંધ કરીને કરવામાં આવે છે. બંધ આંખો ચિત્તક્ષોભ અને બાહ્ય ખલેલને ઘણાં અંશે કાબુમાં કરી દે છે. આ ઉપરાંત શાંત સ્થાન બાકીના ચિત્તક્ષોભને કાબુમાં કરી દે છે. જ્યારે આવું બને છે ત્યારે મનમાં વિચારો વાંદરાની જેમ અનિયંત્રિતપણે ઉછળકૂદ કરવા લાગે છે. ચંચળ મન વ્યગ્રતાપૂર્વક જ્ઞાન ઇન્દ્રીયોમાંથી છટકી જવાનો અથાગ પ્રયત્ન કરે છે. અથવા તો, આનાથી વિરુદ્ધ, વ્યક્તિ સુષુપ્ત અવસ્થામાં જવા લાગે છે. મારા અનુભવ પ્રમાણે હકીકતમાં ઘણાં લોકો સુષુપ્ત અવસ્થા (નિંદ્રા અવસ્થા) અને ધ્યાન અવસ્થા વચ્ચેનો ભેદ સમજી શકતા નથી.

થાક લાગ્યો હોય અથવા અપૂરતી ઊંઘ લેવાઈ હોય ત્યારે થોડી નિંદ્રા લઇ લેવી લાભકારી છે. પરંતુ ધ્યાનની સાચી ઊર્જાશક્તિની અનુભૂતિ તો જાગૃત અવસ્થામાં જ થાય છે, નહીં કે સુષુપ્ત અવસ્થામાં.

ધ્યાનનો ઉદ્દેશ મનની અતિશય ચંચળતા અને સુષુપ્ત અવસ્થા, આ બંનેને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખવાનો છે.

આથી ધ્યાન કરતા પહેલાં થોડો શારીરિક વ્યાયામ કરી લેવો મને વધુ લાભદાયક લાગે છે. ધ્યાન કરતા પહેલાં ઊંડી શ્વાસોશ્વાસની ક્રિયા અને હળવો વ્યાયામ કરવું સારું. જો તમે ધ્યાન અને વ્યાયામ કરવાનો સમય સાથે રાખી શકો તો એના જેવું ઉત્તમ કાંઈ જ નહીં. વ્યાયામ તમને ધ્યાન સમયમાં જાગૃત અને એકાગ્ર રાખવામાં સહાયક બને છે. ધ્યાન કરી લીધા પછી તમે ફરીથી વ્યાયામ કરી શકો છે. જો કે ધ્યાન કર્યા બાદ ફરીથી વ્યાયામ કરવો કે નહીં, તે ધ્યાન પહેલાં તમે કેટલો કઠોર વ્યાયામ કર્યો છે તેના પર આધારિત છે.

આમ કરવાથી ધ્યાન સમયે તમારી સુષુપ્ત અવસ્થા ઘણાં મોટા અંશે કાબુમાં આવી જશે. હવે બીજો પડકાર છે મનની ચંચળતા નિયંત્રિત કરવી. આ માટે ‘ઈશ્વર સમર્પણ’ નો માર્ગ જ મને સૌથી યોગ્ય લાગ્યો. હું ખુબ જ સહજતાથી જીવન, જીવનનાં લક્ષ્યો અને ઈશ્વરના ન્યાયકારી, દયા, સહાયક જેવા દિવ્ય ગુણો વિષે વિચાર કરવાનું શરુ કરી, ધીમે ધીમે ઈશ્વરીય આનંદમાં ધ્યાનમગ્ન થવા માડું છું. ધ્યાનની આ પદ્ધતિ વિષે મહત્વની વાત એ છે કે ધ્યાન દરમિયાન આપણને જીવન, ઈશ્વર અને જીવનના લક્ષ્ય વિશે તાર્કિક સ્તરનું જ્ઞાન થવા લાગે છે, કે જેથી કરીને આપણે ઈશ્વર અને જીવનના લક્ષ્ય સાથે ભાવાત્મક રીતે જોડાઈ શકીએ. આથી જ પતંજલિ નિયમિત “સ્વાધ્યાય”ને યોગનો એક અભિન્ન અંગ ગણે છે. આથી જ વૈદિક ગ્રંથોનું નિયમિત અધ્યયન અને તેના પર મનન, ચિંતન અને આત્મવિશ્લેષણ ખુબ જ અસરકારક છે. અગ્નિવીર વેબસાઈટ પરના લેખ આ વૈદિક ગ્રંથોના અધ્યયન અને આત્મવિશ્લેષણની પ્રક્રિયાનું પ્રમાણિક પરાવર્તન છે. વર્તમાન સમયમાં આજના યુવા વર્ગ માટે કદાચ આ વિષય પરની ઉત્તમ વાંચન સામગ્રી અગ્નિવીર વેબસાઈટ પર જ ઉપલબ્ધ છે. વ્યક્તિ જેમ વધુને વધુ વૈદિક ગ્રંથોનું અધ્યયન કરતો જાય છે તેમ તે વૈદિક ગ્રંથોના પારિભાષિક જ્ઞાનમાં નિપુણતા મેળવી લે છે. આ પારિભાષિક જ્ઞાન અત્યંત અસરકારક અને લાભદાયી છે. અને અંતે વેદ મંત્રોની અનુભૂતિમાં લિપ્ત થઇ જવું એ જ તેના માટે શ્રેષ્ઠ રહે છે.

જ્યારે ધ્યાનીને ઈશ્વરના આનંદમય સાનિધ્યમાં, બંધ આંખોએ, ઈશ્વર અને આત્મજ્ઞાનની અનુભૂતિ થતી હોય છે, ત્યારે ભાવનાઓનો પ્રવાહ બહારની તરફ વહેવા લાગે છે. પણ જો શરૂઆતમાં ક્યારેક બાહ્ય ખલેલને કારણે ભાવનાઓનો પ્રવાહ સહજતાથી ન વહે તો, ધ્યાનીએ પ્રયત્નપૂર્વક યાંત્રિક રીતે ભાવનાઓનો શરૂઆતનો પ્રવાહ ચાલુ કરવાનો રહે છે. આ માટે ભૂતકાળની કોઈપણ આનંદદાયક પરિસ્થિતિ કે સમયને તમારા મનમાં ઉજાગર કરો. ત્યાર બાદ, આસપાસની કોઈ વ્યક્તિ કે વસ્તુને અવગણી, તે સમયની સુખદાયક ભાવનાઓ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. હવે તમને આનંદ માંણવાની ક્ષમતા આપી છે તે બદલ ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરતા કરતા ઈશ્વરમાં ધ્યાન કેન્દ્રિત કરો. હવે અનુભવ કરો કે આ આનંદનો સ્ત્રોત તમારી અંદર જ છે અને આથી કોઈપણ બાહ્ય પ્રેરકબળ ન હોય તો પણ તમે તે આનંદ સ્વયંની અંદરથી ઉત્પન કરી શકો છો. આ માટે પણ ઈશ્વરનો ફરીથી આભાર માનો. હવે વારંવાર ઈશ્વરપ્રતિ આભારવશ થઈ આનંદને સહજતાથી અનુભવતા રહો.

કાવ્યાત્મક રીતે ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાની જરૂર નથી. શબ્દમય કે શબ્દરહિત, પણ સાચી ભાવના હોવી અત્યંત મહત્વની છે. આમ તો ઈશ્વર પ્રત્યે વ્યક્ત થતો કૃતજ્ઞભાવ શબ્દરહિત હોય તે જ ઉત્તમ છે, પણ આમ કરવા માટે સ્વયંને કોઈપણ રીતનું દબાણ કરવું યોગ્ય નથી. માત્ર જે સહજ લાગે તેને જ અનુસરતા રહો.

જરૂર જણાય તો બીજા કોઈ આનંદદાયક પ્રસંગને મનમાં ઉજાગર કરી આ આખી પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. આમ કરવાથી તમે શીધ્રતાથી હર્ષોલ્લાસમાં લીન થઈ જશો. ધ્યાન કરતી વખતે મને તો એક કરતા વધારે પ્રસગનું સ્મરણ કરવાની ક્યારેય જરૂર લાગી નથી. બધું જ સાહજિકપણે થવા લાગે છે અને હું બસ તેનો આનંદ અનુભવું છું.

હવે આ આનંદની અનુભૂતિ બદલ ઈશ્વર તમારા તરફથી શું ઈચ્છે છે તે અનુભવવાનું શરુ કરો. ઈશ્વરના સહયોગથી આનંદ મેળવવાની પ્રક્રિયામાં તમારી પોતાની શી ભૂમિકા હોવી જોઈએ તેનો અનુભવ કરો. હવે ધીમે ધીમે તમને કર્મના સિદ્ધાંતનો અનુભવ થશે. કર્મના સિદ્ધાંત અનુસાર તમને કર્મફળ અવશ્ય મળે છે અને તમે જે વિચારો છો એ પ્રમાણેના જ કર્મ કરો છો. જો તમે તમારા બધાં જ વિચારો ઈશ્વરને સમર્પિત કરશો તો આનંદપ્રદાતા ઈશ્વર તરફથી તમને નિરંતર આનંદપ્રાપ્તિ થતી રહેશે. સમય કે કાળના બંધનથી પરે સદા ઈશ્વરના સાનિધ્યમાં હોવાનો અનુભવ કરો. ઈશ્વર સર્વદા તમારી સાથે જ છે અને ઈશ્વરના સાનિધ્યમાં રહેવાથી ઈશ્વરની કૃપા સર્વદા બની રહે છે.

આનંદપ્રાપ્તિ માટે ઈશ્વરના સહયોગી બની રહેવાની ભાવનાથી, તદ્દન વિરુદ્ધ, નકારાત્મક વૃત્તિઓયુક્ત તમારા મનને શુદ્ધ કરવા પ્રયત્નશીલ થાવ. નવા ઉજાગર થતા પ્રત્યેક નકારાત્મક ભાવને દુર કરો. હવેથી જીવનમાં શ્રેષ્ઠ બનવાનો દ્રઢ સંકલ્પ કરો.તમે પણ ઈશ્વરની જેમ ક્યારેય હાર ન માની શ્રેષ્ઠત્તમ કર્મો કરતા રહેવાનો દ્રઢ સંકલ્પ કરો. બની શકે તો કોઈ વિશેષ સંકલ્પ કરો.  

યોગદર્શનના “યમ” અને “નિયમ” આ રીતમાં ઉત્તમ સહાયક પુરવાર થશે. યમ અને નિયમમાં વર્ણિત દરેક પ્રવૃત્તિઓ વિષે વિચાર કરો, દ્રઢ સંકલ્પ કરો અને ઈશ્વર પ્રત્યે સર્વદા કૃતજ્ઞભાવ રાખી સુખ અને આનંદ અનુભવો.

આમ કરતા સુધીમાં એક નહીં પણ અનેક પ્રકારની ભાવનાઓ તમારા મનને ભરી દેશે. આ બધી ભાવનાઓને એકબીજાથી પૃથ્થક કરવાનો પ્રયત્ન ન કરો. શાંત ચિત્તે આ બધી જ લાગણીઓને અનુભવતા રહો. જો કોઈ બાહ્ય ખલેલ કે અવાજ આવે તો એને પણ ઈશ્વરીય આનંદમાં સમ્મલિત કરી દો. અહીં વધુમાં તમે પ્રત્યેક શ્વાસની સાથે “ઓમ્”નું ઉચ્ચારણ કરી શકો. મને આમ કરવું ખુબ જ અસરકારક લાગ્યું. હવે “ઓમ્”ના પ્રત્યેક ઉચ્ચારણ સાથે ઈશ્વર સાથેના ભાવાત્મક આનંદમાં વધારો થતો જશે. જ્યારે આમ બને ત્યારે આ અવસ્થામાં જ સ્વયંને સ્થિર કરો. ઈશ્વરને બધી જ ઇન્દ્રિયો કે મનથી પરે અનુભવવાનો પ્રયત્ન કરો, કે જ્યાં માત્ર ઈશ્વર અને સ્વયં સિવાય અન્ય કોઈ ન હોય.

થોડા સમય પછી, ફરીથી મન ચંચળ થશે કારણ કે મનને લાંબા સમય સુધી શાંત રહેવાની આદત નથી. ધ્યાનના આ ચરણમાં આંખો ખોલી ધ્યાન ભંગ કરો. અને આંખો બંધ કરી ફરીથી “ઓમ્” જપની યાત્રા શરુ કરો. આવું વારંવાર કરતા રહેવાથી મનની ચંચળતા દુર થશે.

હવે ફરીથી બંધ આંખો ખોલો અને સંકલ્પ દ્રઢ કરો અથવા લીધેલા સંકલ્પનું પુનરાવર્તન કરો. ઈશ્વરનો ફરીથી આભાર માનો. બાહ્ય જગતને નિહાળો અને નિશ્ચિત કરો કે તમે ઈશ્વરીય આનંદમાં હજુ પણ લીન છો કે નહીં. દિવસનો મોટાભાગનો સમય બાહ્ય જગતમાં ગાળવાનો હોવાથી બાહ્ય જગતમાં પણ ઈશ્વર સાથેનો તમારો સંબંધ અતુટ રહેશે તે સુનિશ્ચિત કરો. શાંત સ્થાને બંધ આંખોએ ધ્યાન કરવું સરળ છે. પરંતુ બાહ્ય જગતમાં કે જ્યાં આપણે દિવસના ૧૬ કલાક વિતાવવાના છે ત્યાં પણ ધ્યાનની ઊર્જાશક્તિની અસર તો પહોચવી જ જોઈએ.

જયારે ઈશ્વરીય આનંદ મંદ પડતો જણાય એટલે કે જ્યારે ઈશ્વર અને સ્વયંનો સંબંધ તૂટતો જણાય, ત્યારે આંખો બંધ કરી ફરીથી ઈશ્વર સાથે જોડાવાનો પ્રયત્ન કરો. આંખો ખોલી ઈશ્વર સાથે સંબંધ સ્થિર રહે છે કે નહીં તે સુનિશ્ચિત કરી શકો. અભ્યાસથી બાહ્ય જગતમાં પણ તમે ઈશ્વર સાથે સંબંધ સ્થાયી કરવામાં સફળ થશો. શક્ય બને તો થોડો સમય “ઓમ્”નું મોટેથી ઉચ્ચારણ કરો. 

હવે બાહ્ય જગતમાં થોડો સમય પ્રવૃત રહો. પ્રવૃત્તિ કરતા સમયે પણ ઈશ્વર સાથેનો તમારો સંબંધ હજુ પણ અતુટ છે તે સુનિશ્ચિત કરો. અને જો આ સંબંધ સુનિશ્ચિત થાય તો સમજવું કે કાયમ ઈશ્વરમાં ધ્યાનમગ્ન રહેવામાં તમે સફળ થયા છો!

હવે નિયમિત સમયાંતરે આંખો બંધ કરી ઈશ્વર સાથેનો તમારો સંબંધ સ્થિર રહ્યો છે કે નહીં તે સુનિશ્ચિત કરતા રહેવાની આદત કેળવો. આ પદ્ધતિ આત્મશક્તિમાં પણ વૃદ્ધિ કરશે. જો શક્ય બને તો સંધ્યા સમયે પણ ૧૫ મિનીટ સુધી ધ્યાન કરવાની આદત કેળવો. રાત્રે સુવા જતા પહેલાં પણ ધ્યાન કરવાની આદત કેળવો.

પરંતુ રાત્રે ધ્યાન કરતી વખતે સુષુપ્ત અવસ્થાને (નિંદ્રા અવસ્થા) રોકવાનો પ્રયત્ન ન કરો. સહજતાથી પ્રત્યેક શ્વાસ સાથે “ઓમ્”નો જપ કરતા રહો. અનિયંત્રિત વિચારોને અવગણીને પણ “ઓમ્”નો જપ કરતા રહો. આમ કરવાથી અનિયંત્રિત વિચારોને નિયંત્રિત કરવાની કળા તમે જલ્દીથી શીખી જશો.   

મેં જે આ ધ્યાનની મૂળભૂત પદ્ધતિનું વર્ણન કર્યું છે તે મને અત્યંત કાર્યસાધક, અને જીવનમાં સહજભાવની વૃદ્ધિ કરવામાં અને અકલ્પનીય સફળતા મેળવવામાં અત્યંત અસરકારક લાગી. મેં જે આ ધ્યાન પદ્ધતિનું વર્ણન કર્યું છે તે ધ્યાન પદ્ધતિને વ્યક્તિ પોતાની જરૂરીયાત મુજબ અન્ય ધ્યાન પદ્ધતિ સાથે સમ્મલિત કરી, ધ્યાનનો સર્વોત્તમ લાભ ઉઠાવી શકે છે.   

ધ્યાનમગ્ન સ્થિતિમાં ઈશ્વરીય આનંદની સરખામણીમાં અન્ય કોઈપણ આનંદ નથી.

ઈશ્વર અમોને આવો જ સોમરસ સર્વદા પ્રદાન કરતા રહે!

શાંતિ શાંતિ શાંતિ

Original post in English is available at http://agniveer.com/meditation-busy-times/

Facebook Comments

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer:  We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleયોગીની નોંધપોથી – વિદ્યા પ્રાપ્તિ
Next articleमनुस्मृति और दंडविधान
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.