UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૨

This entry is part [part not set] of 5 in the series વેદ વિષે આટલું જરૂરથી જાણો!

સત્ય ૬

વેદ સાચા અર્થમાં વ્યાપક છે.

વૈદિક મંત્રોનું અર્થઘટન કયા સંદર્ભમાં કરવામાં આવે છે તે અનુસાર દરેક વેદ મંત્રના અનેક અર્થ નીકળી શકે છે. આમ, વેદમાં દરેક પ્રકારનું જ્ઞાન સમાવિષ્ટ છે. વેદ મંત્રના દરેક શબ્દનું અર્થઘટન તેની “મૂળ ધાતુ” અનુસાર જ થવું જોઈએ, અને નહીં કે નિત્ય ક્રમમાં કરવામાં આવતા સર્વ સામાન્ય અર્થથી. જો આમ કરવામાં ન આવે તો અર્થનું અનર્થ થઇ જાય છે.

ઉદાહરણ તરીકે, સંસ્કૃતમાં ‘ગો’ ધાતુનો વાસ્તવિક અર્થ છે ‘ગતિમાન’. પણ કેટલાંક મુર્ખાઓ બધાં જ વેદમંત્રોમાં ‘ગો’ ધાતુનો અર્થ ‘ગાય’ કરી મંત્રોના ખોટા અર્થ કરે છે.

વેદમાં માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નહીં, પણ શ્રેષ્ઠ જીવન જીવવા માટેનું જ્ઞાન, આરોગ્ય અને ઔષધિઓ સંબંધી જ્ઞાન, કુટુંબ અને સમાજનું જ્ઞાન, અર્થશાસ્ત્ર અને ગણિતનું જ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું જ્ઞાન, એમ બધાં જ વિષયો પરનું જ્ઞાન સમાવિષ્ટ છે. વર્ષો પ્રયાસ કર્યા બાદ હું હજુ પણ એ વિષયની શોધમાં છે કે જેને વેદમાં આવરી લેવામાં આવ્યો ન હોય.

વેદમાં બધાં જ પ્રકારનું જ્ઞાન – ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, સમાજ શાસ્ત્ર, ધર્મ શાસ્ત્ર, ગણિત, ઈજનેરી વિદ્યા – તેના મૂળભૂત સ્વરૂપમાં છે.

વેદમાં જહાજ અને વિમાન બનાવવાની રીતો પણ છે. વેદમાં ગણિતની દશાંશ પધ્ધતિ પણ છે. વેદમાં ગુરુત્વાકર્ષણ અને વિદ્યુતશક્તિનું જ્ઞાન પણ છે.

  • ઋગ્વેદમાં ભૌતિક અને આધ્યાત્મિક વિષયોનું જ્ઞાન છે
  • યજુર્વેદમાં મનુષ્યના યોગ્ય કર્મોનું જ્ઞાન છે.
  • સામવેદ ભક્તિ અને ઈશ્વર ચિંતનનો વિષય છે.
  • અથર્વવેદમાં આ ત્રણેય વેદોના અમૂલ્ય જ્ઞાનને વ્યવહારમાં ઉતારવાની – જ્ઞાન, કર્મ અને ચિંતન – પદ્ધતિનું જ્ઞાન છે.

સત્ય ૭

વેદમાં તર્ક અને વિજ્ઞાન વિરુદ્ધ કાઈ જ નથી.

વેદ શ્રેષ્ઠત્તમ આધ્યાત્મિક જ્ઞાનનો જ નહીં, પણ ભૌતિક તત્વજ્ઞાનનો પણ ભંડાર છે.

મધ્યયુગમાં લખાયેલાં ઘણાં ધાર્મિક ગ્રંથોથી વિપરીત, વેદમાં પૃથ્વી સપાટ નથી પણ ગોળ છે. વેદમાં પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. વેદ અનુસાર ચુંબકીય ધ્રુવોની વચ્ચે ધાતુનો તાર ફેરવવાથી વિદ્યુત શક્તિ પેદા થાય છે. ગુરુત્વાકર્ષણ અને વિદ્યુતબળો “ઇન્વર્સ સ્ક્વેર લો” અનુસરે છે. વેદમાં ગ્રહોના વલયો લંબગોળ છે. વેદ અનુસાર બાઈનરી લોજીકથી અત્યાધુનિક ગણતરીની નવી રીતો વિકસાવી શકાય છે.

આયુર્વેદ અને ધનુર્વેદ જેવા ઉપવેદોમાં અનુક્રમે ચિકિત્સા શાસ્ત્ર અને યુદ્ધ શાસ્ત્ર વિષે જ્ઞાન આપવામાં છે.

વેદથી મોટું વૈજ્ઞાનિક પુસ્તકાલય હજુ સુધી મને મળ્યું નથી.

ઘણાં ધર્મ સંપ્રદાયો આવા વૈજ્ઞાનિક અભિગમને ઈશ્વર-નિંદા માને છે. આ ધર્મ સંપ્રદાયોમાં તેમના ઈશ્વર, ધર્મગ્રંથ કે દેવદૂત સામે તર્કપૂર્ણ અને વૈજ્ઞાનિક પ્રશ્નો પૂછનારને સખત દંડ આપવામાં આવે છે.

વેદમાં સાચી ધર્મનિંદા અને ઈશ્વરનિંદાને ખુલ્લી છુટ છે. વેદ કહે છે કે મુક્ત ચિંતન, અને વૈજ્ઞાનિક અને તર્કપૂર્ણ અભિગમ રાખનાર ઈશ્વરની વધુ નજીક હોય છે.

સત્ય ૮

“વૈદિક સંસ્કૃત” વેદ સંહિતાની ભાષા છે.

વેદ સંહિતાઓ વ્યવહારિક અને લૌકિક સંસ્કૃતમાં નહીં, પણ વૈદિક સંસ્કૃતમાં લખાયેલી છે. વૈદિક સંસ્કૃત આ સંસારની બધી ભાષાઓનોની જનની છે. વેદનું અધ્યયન કરવા અને તેનું સાચું અર્થઘટન કરવા માટે વૈદિક સંસ્કૃતનું યથાયોગ્ય જ્ઞાન હોવું ઘણું આવશ્યક છે.

સત્ય ૯

 વેદ મંત્રોની ગોખણપટ્ટી વ્યર્થ છે.

મંત્રોના અર્થને સમજ્યા વગર તેની ગોખણપટ્ટી કરવી વ્યર્થ છે. વેદના જ્ઞાનને મન, વચન અને કર્મમાં આત્મસાત્ કરવાથી જ વેદનો ખરો અભ્યાસ કર્યો ગણાય.

વેદનું જ્ઞાન અસીમિત છે. દરેક મંત્ર પર મંત્રના અર્થ અને મંત્રમાં છુપાયેલા જ્ઞાનના ઘણાં આવરણો હોય છે. આથી આ આવરણોને તોડી મંત્રોના અર્થમાં ઊંડા ઉતરવાની પ્રક્રિયા આજીવન નિરંતર ચાલતી રહે છે. આ આખી પ્રક્રિયા અત્યંત સુખદાયી હોય છે.

પણ આ પ્રક્રિયા સુખદાયી બને તે માટે વેદ અધ્યયનમાં તલ્લીન થઇ જવું પડે. મંત્રોની ગોખણપટ્ટી કરવાથી વેદ મંત્રોની અનુભૂતિનું સુખ મળતું નથી. ભારતમાં વેદ મંત્રોની ગોખણપટ્ટી કરનારા, વેદ પર વ્યાખ્યાન અને પ્રવચન આપનારા ઘણાં તથાકથિત વેદ વિદ્ધવાનો છે. આવા વિદ્ધવાનોને ભલે માન અને ખ્યાતી મળતી હોય, પણ તેમની વિદ્યા પર ખોટા અહંકારના આવરણો ચઢેલાં હોય છે આથી તેઓ પોતે જ પોતાનો આનંદ પ્રાપ્તિ અને આનંદ વૃદ્ધિનો માર્ગ અવરોધતા હોય છે.

સત્ય ૧૦

પશ્ચિમી વિદ્વાનોના વેદ ભાષ્યો વિકૃત છે.

આધુનિક ભાષાના પ્રયોગથી વેદ મંત્રોનું સાચું અર્થઘટન કરવું શક્ય નથી. આ માટે ગહન ચિંતન, ઊંડું આત્મનિરીક્ષણ, મનની શુદ્ધતા અને યોગિક દિનચર્યા આવશ્યક છે. આમ ન થવાથી વેદ મંત્રોના અર્થનું અનર્થ જ થશે. આવું અનર્થ કરનારાઓમાં આજના સમયના માંસભક્ષી, વ્યાભિચારી, ભોગી-વિલાસી, અહંકારી અને સ્વઘોષિત વેદ વિદ્વાનોનો સૌથી મોટો ફાળો છે.

મેક્સ મૂલર, વિલ્સન, ગ્રીફીથ, જ્હોન વગેરે જેવા તથાકથિત પશ્ચિમી વિદ્વાનોના વેદ ભાષ્યો એકદમ બકવાસ અને વિકૃત છે. આવા તથાકથિત વિદ્વાનોએ જ વેદના અતાર્કિક, અસહજ અને વિસંગત ભાષ્યો રચ્યાં છે.

વેદનું અધ્યયન કરવા માટે આવા ભાષ્યોનો ઉપયોગ કરતા પહેલાં ચેતવું જોઈએ.

To read the full chapter proudly own this book : [mybooktable book=”/essence-of-vedas_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]

Series Navigation

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories