UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૫

This entry is part [part not set] of 5 in the series વેદ વિષે આટલું જરૂરથી જાણો!

સત્ય ૨૧

વેદ સંસારનો સૌથી સહિષ્ણુત ગ્રંથ છે.

જેમ આપણે સ્વયંની ભૂલો અને દુર્બળતાઓને સહન કરી લઇ તેના પ્રત્યે ઉદારભાવ રાખીએ છીએ, તેમ વેદ બીજાની ભૂલો અને માન્યતાઓ પ્રત્યે ઉદારભાવ રાખવાનું કહે છે. વેદ વિવિધતામાં એકતા અને બંધુત્વની ભાવના જાળવી રાખવાનું કહે છે. વેદ કહે છે કે આ સંસારમાં હંમેશા વિવિધ ભાષાઓ, રીતી-રીવાજો, વિચારધારાઓ અને સંસ્કૃતિઓનું અસ્તિત્વ રહશે. તેમ છતાં બધાં જ જીવોની ઉત્પત્તિ, પોષણ અને રક્ષણ કરનારી શક્તિ (ઈશ્વર) એક જ હોવાથી આપણે સમગ્ર માનવજાતિને એકતા અને ભાઇચારાના બંધનમાં બંધવાનો પ્રયત્ન કરવો જોઇએ.

ઘણાં સંપ્રદાયોએ સત્યનો ઠેકો લઇ રાખ્યો છે. અને એમના સત્યનો અસ્વીકાર કરનારને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. વેદ આવા સંપ્રદાયોને કટ્ટરપંથી સંપ્રદાયો ગણે છે. કારણ કે માન્યતાને બળજબરીપૂર્વક સ્વીકાર કરાવવા માટે કોઈ કાયદો ન બની શકે. E=mc^2એ સાપેક્ષતાનો નિયમછે. પણ આઈન્સ્ટાઈનનું સંશોધન એવું નથી કહેતું કે જે આ નિયમને નહીં માને તેને નર્કની આગમાં સળગવું પડશે. સત્ય તો સત્ય જ રહેવાનું છે, ભલેને કોઈ તેનો સ્વીકાર કરે કે ન કરે. આમ E=mc^2ની સામે ફતવો જાહેર કરવાને બદલે બુદ્ધિશાળી વ્યક્તિ યોગ્ય વિદ્યાર્થીઓને આ નિયમ શીખવશે કે જેથી કરીને વિદ્યાર્થીઓ આ નિયમને સમજી તેના પર ચિંતન કરી શકે. અને જો બીજા તથ્યો ઉજાગર થાય તો આ નિયમનો અસ્વીકાર કરે અથવા તો તેમાં સુધારો કરવાનો પ્રયત્ન કરે. આને જ ખરા અર્થમાં વૈદિક ચિંતન કર્યું કહેવાય.

સત્ય ૨૨

વેદમાં ધર્મની છાપ મહત્વની નથી.

વેદ અનુસાર દરેક વ્યાક્તિને કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર પોતાના ધર્મનો પ્રચાર કરવાની પૂરી સ્વતંત્રતા છે. વેદ સૌ પ્રથમ મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય બનવાનું કહે છે. હિંદુ, મુસ્લિમ કે ઈસાઈ બનવું એ પછીની વાત છે.

સત્ય ૨૩

વેદમાં ધર્માંતરણ નથી.

પોપની મહત્વાકાંક્ષા આખા વિશ્વને ઈસાઈ બનાવવાની છે. મિશનરીઓ આ ઉદ્દેશ્યની પુરતી માટે જ સમાજીક પ્રવૃત્તિઓની આડમાં ખુલ્લેઆમ ધર્માંતરણ કરતા જોવા મળે છે. ઝાકીર નાયક જેવા કટ્ટરવાદીઓ એમ માને છે કે જ્યાં સુધી મુસલમાન ગેરમુસલમાનોનું ધર્માંતરણ નહીં કરે ત્યાં સુધી તેને સ્વર્ગમાં સ્થાન નહીં મળે.

મધ્યયુગના આ કટ્ટરપંથી ધર્મ સંપ્રદાયોના એજન્ટ માનવજાતિને મુસલમાન અને ગેરમુસલમાનમાં વિભાજીત કરે છે. તેઓ આતંક, ભય, લોભ, યુદ્ધ કે બીજી કોઈ કુટનીતિની જાળ ફેલાવી ગેરમુસલમાનોની જનસંખ્યા ઓછી કરવાનો પ્રયત્ન કરે છે. તેમના મનમાં ગેરમુસલમાનો પ્રત્યે અતિશય નફરત છે. દુનિયામાં સૌથી ખતરનાક આતંકવાદીઓને જ જોઈ લો. તમનો હેતુ સ્પષ્ટ છે – ગેરમુસલમાનોનો સફાયો.

પોપ કહે છે કે દરેક ઇસાઈએ જિજસને ઈશ્વર પુત્ર માનવો જ પડશે. ભલેને જિજસ અવૈજ્ઞાનિક અને અતાર્કિક ચમત્કારો કરતો હોય. ઝાકીર નાયક જેવા કટ્ટરવાદીઓ અનુસાર દરેક મુસલમાનને ‘લા ઇલાહા ઈલ્લલ્લાહ મુહમ્મદુર સરુલલ્લાહ’માં (અલ્લાહ જ એક અને માત્ર એક ઈશ્વર છે અને મોહંમદ એ અલ્લાહનો પેગંબર છે) માનવું જ રહ્યું.

પણ વેદ મનુષ્યને સાચા અર્થમાં મનુષ્ય (મનુર ભવ:) બનવાનું જ કહે છે. વૈદિક ધર્મ અનુસારાવાનો સંકલ્પ લેવા માટે કોઈ ખાસ મંત્રમાં માનવું જ પડે એવું નથી. તમારે માત્ર પ્રમાણિક બની સાચા અર્થમાં મનુષ્ય બનવાનો સંકલ્પ કરવાની જ જરૂર રહે છે.

સત્ય ૨૪

વેદમાં માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને નિષ્ઠા છે.

વેદ કહે છે કે સૌથી પહેલો ધર્મ છે “રાષ્ટ્રધર્મ – દેશપ્રેમ અને માતૃભૂમિ પ્રત્યે અનન્ય નિષ્ઠા.” રાષ્ટ્રહિત સામે હિન્દુ, મુસ્લિમ કે ઈસાઈ, બધું જ ગૌણ છે.

પણ ભારત દેશની એક કડવી વાસ્તવિકતા એ છે કે જ્યારે વિદેશી શત્રુઓ ભારત પર આક્રમણ કરે છે ત્યારે દેશના કેટલાંક ધર્મ સંપ્રદાયો રાષ્ટ્રહિત વિરુદ્ધમાં દેશદ્રોહને પ્રોત્સાહન આપતા જરા પણ કચવાટ અનુભવતા નથી. સંકટના સમયે આ સંપ્રદયોના લોકોમાં દેશપ્રેમ અને માતૃભૂમિની રક્ષાની ભાવના મારી પરવારે છે. માત્ર એટલા માટે કે વિદેશી શત્રુનો અને તેમનો ધર્મ એક છે. ૧૯૬૨ માં જયારે ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે સામ્યવાદીઓને ભારતમાતા કરતા કાર્લ માર્ક્સ વધુ પ્રિય હોવાથી ચીનની તરફેણ કરી.

આવા વિશ્વાસઘાત અને દેશ્ધ્રોહી વિચારધારાને વેદમાં કોઈ સ્થાન નથી.

અથર્વવેદના ભૂમિ સૂક્તમાં ‘માતૃભૂમિ’, ‘ભારતમાતા’, ‘માં તુજે સલામ’, ‘વંદે માતરમ’ જેવી દેશદાઝની ભાવનાના મૂળ છે. દેશ ભક્તોને દેશ માટે મારી છુટવાની પ્રેરણા ભૂમિ સૂક્તમાંથી જ મળી હતી. 

સત્ય ૨૫

વેદ નિત્ય આનંદના સ્ત્રોત છે.

જીવનનું લક્ષ્ય નિત્ય આનંદને પ્રાપ્ત કરવાનું છે. આપણાં દરેક દરેક નિત્ય કર્મો કરવા પાછળનો હેતુ આનંદ પ્રાપ્તિ જ હોય છે. પણ આ ભૌતિક જગતનો આનંદ નિત્ય ન હોતા અનિત્ય એટકે કે ક્ષણિક છે. જીવન અને મૃત્યુની જેમ સુખ અને દુ:ખનું ચક્ર નિરંતર ચાલતું જ રહે છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય આ સુખ અને દુ:ખના ચક્રને (બંધનને) તોડીને નિત્ય આનંદ પ્રાપ્ત કરવાનું છે.  

જીવનમાં મનુષ્ય તેના મન, વચન અને કર્મો અનુસારનો આનંદ મેળવે છે. પણ તેના સીમિત જ્ઞાનને લીધે તેનો આનંદ પણ સીમિત થઇ જાય છે. એટલે કે તેના આનંદમાં વૃદ્ધિ થતી નથી. 

હવે બધાં જ પ્રકારના જ્ઞાનના બીજ આપણી અંદર હોવાથી, નિત્ય આનંદની પ્રાપ્તિ માટે આ જ્ઞાનનો વિકાસ કરવા, તેને વધુ અસરકારક બનાવવા, અને તેને આત્મસાત્ કરી વ્યવહારમાં ઉતારવા માટે આપણને બહારથી માર્ગદર્શન, તાલીમ અને પ્રશિક્ષણની જરૂર પડે છે. આ માર્ગદર્શન, તાલીમ અને પ્રશિક્ષણ વેદ સિવાય બીજા ગ્રંથોમાંથી મળવું શક્ય નથી.

 

Series Navigation

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories