પ્રશ્ન: માનવતાના શબ્દકોષમાં સૌથી અમુલ્ય શબ્દ કયો છે?

Om અથવા AUM અથવા ॐ અથવા ओम् અથવા ओउम् અથવા ઓમ્

પ્રશ્ન: બરાબર, હિન્દુઓ જેનો જપ કરે છે તેઓમ્’?

‘ઓમ્’ શબ્દમાં હિન્દુ, મુસ્લિમ કે ઈસાઈ જેવી કોઈ વાત નથી. ‘ઓમ્’ શબ્દ કોઈ ખાસ ધર્મ સંપ્રદાયની ઉપજ નથી. ઉલટાનું, ‘ઓમ્’ શબ્દ તો અનંતકાળથી કોઈને કોઈ રીતે મોટા ભાગની માનવ સંસ્કૃતિઓનો એક મુખ્ય ભાગ બની રહ્યો છે. ‘ઓમ્’ શબ્દ માનવ કલ્યાણ, આત્મશક્તિ, ઈશ્વર ભક્તિ અને આદરનું પ્રતિક છે.                                             

હિન્દુ ધર્મ: હિન્દુઓ પોતાના મંત્રજપ (મંત્રના આદિ અને અંતમાં) અને ભજનોમાં ‘ઓમ્’ નો પ્રયોગ કરી ‘ઓમ્’ સાથે હંમેશા જોડાયેલા રહે છે.

ઈસાઈ અને યહુદી પંથ: ઈસાઈ અને યહુદી પંથના લોકો પ્રાર્થના કે પ્રવચનના અંતમાં  ‘એમન(‘Amen)’ શબ્દ બોલે છે.

ઇસ્લામ પંથ: ઇસ્લામ પંથના આપણાં મુસ્લિમ ભાઈ-બહેનો તેમની પ્રાર્થના કે પ્રવચનના અંતમાં  ‘આમીન (Aamin)’ શબ્દ બોલે છે.

જ્યારે શબ્દ એક સ્થાનથી બીજા સ્થાનમાં અથવા એક ભાષામાંથી બીજી ભાષામાં મુસાફરી કરે છે, ત્યારે તેના ઉચ્ચારણમાં તફાવત પડી જાય છે.

બૌદ્ધ પંથ: ‘ઓમ્’ મણિ પદ્દ્મે હૂમ

સીખ સમુદાય: ગુરુ ગ્રંથ સાહેબમાં ‘ઓમ્’ નામ આશરે ૨૩૦ વાર આવે છે. તેઓ ઓમ્ ની આગળ ૧ (એક) લખે છે. – ‘ઓમ્’ ને બદલે ૧ ઉ લખે છે અને તેનો ઉચ્ચાર એક ‘ઓંકાર’ અથવા ‘એકાકાર’ કરે છે.

અનંત, સર્વ જેવા વિશેષણો દર્શાવવા માટે અંગ્રેજી શબ્દોની પહેલાં “Omni” શબ્દ નો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે,

omni-present (ઓમની પ્રેઝેન્ટ) = સર્વવ્યાપક

omni-potent (ઓમની પોટેન્ટ) = સર્વશક્તિમાન

omni-scient (ઓમનિ સિયંટ) = સર્વજ્ઞ

સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ – આ ત્રણ વિશેષણો માત્ર ઈશ્વર માટે જ વપરાય છે. કોઈ જીવાત્મા કે પ્રકૃતિ માટે આ વિશેષણો કદી વપરતાં નથી. પરમાત્માના આ ત્રણ ગુણોનું વર્ણન કરવા માટે ‘ઓમની’ શબ્દનો ઉપયોગ થાય છે. આમ ‘Omni’ શબ્દ પણ ‘Om’ માંથી બનેલો છે તે આપણે સહેલાયથી સમજી શકીએ છીએ.

આમ ‘ઓમ્’, તેના સ્ત્રોત વેદોની જેમ જ, કોઈપણ ધર્મ સંપ્રદાય કે સંસ્કૃતિથી પરે છે. જેમ જળ, પ્રકાશ, વાયુ, ઈશ્વર, વેદ જ્ઞાન વગેરે પર કોઈ ધર્મ સંપ્રદાય કે સંસ્કૃતિનો હક ન રહી, સમગ્ર માનવજાતિ માટે છે, તેમ ‘ઓમ્’ પણ સમગ્ર માનવજાતિ માટે છે.

પ્રશ્ન: ‘ઓમ્’ વેદોમાં ક્યાં મળે છે?

યજુર્વેદ ૨.૧૩: ‘ઓમ્’ વાચક પરમાત્મા મારા હદયમાં પ્રતિષ્ઠિત થાવ.

યજુર્વેદ ૪૦.૧૫: હે કર્મશીલ મનુષ્ય! તું ‘ઓમ્’ નું  સ્મરણ કર.

યજુર્વેદ ૪૦.૧૭: પરમાત્મા રક્ષા કરે છે આથી તેનું નામ ‘ઓમ્’, આકાશ માફક વ્યાપક હોવાથી “ખં” અને સૌથી મહાન હોવાથી ‘બ્રહ્મ’ છે.

ઋગ્વેદ ૧.૩.૭: અહીં ‘ઓમાસ’ એટલે ‘ઓમ્ + આસ’ શબ્દ છે. ‘ઓમ્’ પરમાત્માનું નામ છે અને ‘આસ’ નજીક બેસનારને કહે છે. આમ ‘ઓમાસ’ એટલે ‘પરમાત્માની નજીક બેસનાર (બ્રહ્મ તત્વને જાણનાર)’

આ ઉપરાંત ગીતા અને ઉપનીષદોમાં પણ ‘ઓમ્’ ના ગુણગાન જોવા મળે છે. મુણ્ડક ઉપનિષદતો ‘ઓમ્’ ની મહિમાને સમર્પિત છે.

પ્રશ્ન: ‘ઓમ્’ નો શો અર્થ છે?

‘ઓમ્’ ઈશ્વરનું મુખ્ય અને નિજ નામ છે તે નિર્વિવાદ સત્ય છે. આ ઉપરાંત ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ અનુસાર તેના બીજા બધાં ગૌણ નામો, ગુણવાચક નામો છે. પણ વેદાદિ સત્યશાસ્ત્રોમાં ‘ઓમ્’ ને જ ઈશ્વરનું સર્વોપરી, સર્વોત્તમ અને મુખ્ય નામ કહેલું છે.

યોગ દર્શન ૧.૨૭: એ ઈશ્વરનો બોધક શબ્દ (નામ) પ્રણવ (ઓમ્) છે.

યોગ દર્શન ૧.૨૮: તેનો જપ તેના અર્થની (‘ઓમ્’ નામના ઈશ્વરની) ભાવના અર્થાત રક્ષણ વગેરે ગુણોનું ચિંતન કરવું જોઈએ.

‘ઓમ્’ નામ માત્ર એક પરમાત્માનું જ વાચક છે. ‘ઓમ્’ નામ બીજા કોઈપણ પદાર્થ માટે વપરાતું નથી.

‘ઓમ્ ‘ શબ્દ કેવળ પરમાત્માનો જ વાચક છે પરંતુ આ ‘ઓમ્’ શબ્દ જ્યારે ત્રણ અક્ષરોમાં – અ, ઉ અને મ્ – વિભક્ત થાય છે, ત્યારે તે પરમાત્માનો વાચક ન રહી વ્યાપક અર્થનો પ્રકાશ કરે છે. આ દરેક અક્ષર ઈશ્વરના વિશિષ્ટ ગુણો દર્શાવે છે.

ઉદાહરણ તરીકે:

અ – વ્યાપક, સર્વદેશીય અને ઉપાસ્ય દેવ

ઉ – બુદ્ધિમાન, શુક્ષ્મ, કર્તાહર્તા

મ્ – અનંત, અમર, સર્વજ્ઞ અને પાલનહાર

અહીં આતો માત્ર એક નાનું ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વાસ્તવમાં ‘ઓમ્’ ઈશ્વરના બીજા ઘણાં ગુણવાચક નામોને પોતાનામાં સમાવી લે છે.

અ, ઉ અને મ્ ની વિશેષતાઓમાં વૈદિક તત્વજ્ઞાનને જાણે કે એક પ્રકારે સમેટી લેવામાં આવ્યું છે. આ ત્રણ માત્રાઓ શ્રુષ્ટિના મૂળભૂત તત્વોનો અત્યંત ગૂઢતાથી બોધ કરાવે છે. આથી ઈશ્વરનું આનાથી શ્રેષ્ઠ બીજું નામ કેવી રીતે હોય શકે?

પ્રશ્ન: પણ અ, ઉ અને મ્ ના આવા અર્થ કેવી રીતે નીકળી શકે? આ તો એકદમ અમાન્ય વાત લાગે છે.

હા કદાચ ચંચળ મન માટે આ અમાન્ય વાત હશે. જેમ ખડબચાડા રસ્તા પર સવારી કરતાં કરતાં સોઈના કાણામાં દોરો પુરવવા માટેની એકાગ્રતા આવવી અતિ મુશ્કેલ છે, તેમ અસ્થિર, ચંચળ અને અશાંત મન ‘ઓમ્’ માં એકાગ્ર થતું નથી. વાસ્તવમાંઓમ્નું ઉચ્ચારણ કરવાનો અભિપ્રાયઓમ્ના ઉચ્ચારણ દ્વારા મનને એકાગ્ર કરવાનો છે.

મન સંપૂર્ણ શાંત અને એકાગ્ર થયા બાદ જ દરેક શબ્દ ઉચ્ચારણ આપણાં મનમાં એક ખાસ ભાવ/અનુભૂતિ ઉત્પન્ન કરે છે. શ્રુષ્ટિની આદિમાં જ્યારે પરમપિતા પરમાત્માએ ઋષિઓના હદયમાં વેદ જ્ઞાનનો પ્રકાશ પાડ્યો, ત્યારે ઋષિઓને ધ્યાન અવસ્થામાં આવાં દરેક શબ્દના અનેક નિશ્ચિત અર્થ પ્રાપ્ત થયા.

ઉપર જણાવ્યાં પ્રમાણે, અ, ઉ અને મ્ ના આવાં વિવિધ અર્થ પણ ઋષિઓને આવી જ રીતે મળ્યા.

એક અગત્યની નોંધ:

જેમ અ, ઉ અને મ્ ના આવાં વિવિધ અર્થ ઋષિઓને સમાધિષ્ટ અવસ્થામાં મળ્યા, તેવી જ રીતે ઋષિઓએ અન્ય વેદ મંત્રોનો અર્થ તેમની સમાધિષ્ટ અવસ્થામાં જાણ્યો. પણ મનની શુદ્ધતા અને સમાધિષ્ટ અવસ્થાના અભાવે તથાકથિત પશ્ચિમી વિદ્વાનો વેદ મંત્રોનું સાચું અર્થઘટન કરવામાં નિષફળ નીવડ્યા. જ્યાં સુધી વ્યક્તિ મન નિયંત્રણની કળા સીખી  ખરા અર્થમાં યોગી ન બની જાય ત્યાં સુધી તેના માટે વેદને સમજવા શક્ય નથી. આથી જ્યાં સુધી આપણે સાચા અર્થમાં યોગી અને ઋષિઓની જેમ ‘મંત્રદ્રષ્ટા’ ન બની જઈએ, ત્યાં સુધી વેદને સમજવા માટે વેદ મંત્રોના પ્રમાણિક ભાષ્યોનો અને આપણી વિવેક અને તર્કપૂર્ણ બુદ્ધિનો સહારો જ લેવો પડશે.

હવે મોટા ભાગના લોકો મનની આવી શુદ્ધતા કેળવવામાં નિષ્ફળ નીવડે છે. આથી ઋષિઓએ કેટલાંક ઉચ્ચારણના અર્થ નિઘંટું જેવા અન્ય ગ્રંથમાં આપેલ છે. આ ગ્રંથોનો આસરો લઇ બુદ્ધિજીવીઓ વૈદિક મંત્રનો અર્થ સમજવાનો પ્રયત કરે છે. અને પછી આ બુદ્ધિજીવીઓ વેદમંત્રોનું વધુ સરળ અર્થઘટન કરી બીજા સરળ ગ્રંથોની રચના કરે છે. આપણાંમાંથી મોટા ભાગના લોકોએ વેદમંત્રો સમજવા માટે આવા સરળ ગ્રંથોનું પોતાની વિવેક બુદ્ધિથી અધ્યયન કરવાનું રહે છે.  પણ આ ગ્રંથો માત્ર માર્ગદર્શક તરીકે જ કાર્ય કરે છે. વેદમંત્રોની સ્વયં અનુભૂતિ તો માત્ર સમાધિષ્ટ અવસ્થામાં જ શક્ય છે.  વેદમંત્રોને સમજવાની આ આખી પ્રકિયા આપણી માનસિક ક્ષમતા ચકાસવા અને તને વધુ ઉત્તમ રીતે કેળવવામાં મદદરૂપ નીવડે છે. આ જ વેદ અધ્યયન અને વૈદિક સિદ્ધાંતના આચરણનું આખું શાસ્ત્ર છે.

વેદનું અધ્યયન કરનારાઓએ એ વાત સ્પષ્ટ રીતે જાણી જેવી જોઈએ કે વેદમંત્રનું સાચું અર્થઘટન ત્યારે જ સંભવ છે કે જ્યારે આપણને દરેક વેદ શબ્દના મૂળ – ઘાતુ- નું સાચું જ્ઞાન હોય. વર્તમાન સમયમાં ધર્માંતરણના કીમીયાઓને વેદ શબ્દના મૂળ – ધાતુ- નું સાચું જ્ઞાન ન હોવાથી અર્થના અનર્થ કરી વેદને બદનામ કર્યા છે. ઉદાહરણ તરીકે, સંસ્કૃતમાં ‘ગો’ ધાતુનો વાસ્તવિક અર્થ છે ‘ગતિમાન’. પણ કેટલાંક મુર્ખાઓ બધાં જ વેદમંત્રોમાં ‘ગો’ ધાતુનો અર્થ ‘ગાય’ કરી મંત્રનો ખોટા અર્થ કરે છે. આમ વેદની સાચી સમજણ વેદ શબ્દના મૂળ – ધાતુઓ – નું સાચું જ્ઞાન અને મંત્રોનો અનુભવ કરવાની ક્ષમતા કેળવવા માટે શુદ્ધ મન માંગી લે છે. વેદ મંત્રોની યાંત્રિક રીતે ગોખણપટ્ટી કરવાથી કશો જ લાભ થતો નથી. આમ આ આખી પ્રક્રિયા આપણાં બધાં જ માટે વિકાસમૂલક હોવાથી, વૈદિક દર્શનમાં વેદમાં આંધળો વિશ્વાસ રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો નથી.

પ્રશ્ન: અ, ઉ અને મ્ ના આ ત્રણ અક્ષરોના ઉચ્ચારણનો કેવો અર્થ નીકળે છે તેનું સ્પષ્ટીકરણ ઉદાહરણ દ્વારા કરશો?

જ્યાં સુધી મન એકાગ્ર અને શાંત ન હોય ત્યાં સુધી અ, ઉ અને મ્ ના આ ત્રણ અક્ષરોના ઉચ્ચારણનો સ્પષ્ટ અર્થ સમજાવો શક્ય નથી. પણ આપણે અહીં ઉદાહરણ દ્વારા સમજીએ કે કેવી રીતે ‘ઓમ્’ શબ્દના અલગ અલગ અક્ષરોના ઉચ્ચારણનો ધ્વની અલગ અલગ અર્થ અને ભાવ ઉત્પન્ન કરે છે.

‘મ’ અક્ષર પરમપિતા પરમાત્માના પ્રેમ, પાલન જેવા માતૃત્વ સંબંધી ગુણો પ્રકાશિત કરે છે. પ્રેમ, પાલન, સંભાળ જેવા માતૃત્વ સંબંધી ગુણો આ વિશ્વની જુદી-જુદી સંસ્કૃતિઓમાં એક સમાન રીતે જોવા મળે છે. આથી આપણે જોઈએ છીએ કે મોટા ભાગની સંસ્કૃતિઓમાં ‘માતા’ માટે જે શબ્દનો પ્રયોગ થાય છે તેની શરૂઆત ‘મ’ અક્ષર થી જ થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે સંસ્કૃતમાં ‘માતા, હિન્દીમાં ‘મા’, અંગ્રેજીમાં ‘મધર’, ફારસીમાં ‘માદર’, ચીનમાં ‘માકુન’, વગેરે. કેટલીક સંસ્કૃતિઓમાં ‘મ’ ના સ્થાને ‘મ’ થી સૌથી નજીકનો અક્ષર ‘ન’ નો પ્રયોગ થાય છે. પણ આ બંને શબ્દોનો સ્વર સમુદાય અલગ તો નથી જ.

નાનો બાળક પહેલાં ‘મ’ શબ્દનો પ્રયોગ કરીને પોતાનો ભાવ વ્યક્ત કરે છે. આમ ઈશ્વરની વિદ્યા વેદ અને તેના સર્જન વચ્ચે કેવી સીધો સંબંધ છે તેનું પ્રમાણ મળે છે.

‘ઓમ્’ શબ્દના બીજા અક્ષરોની બાબતમાં પણ આમ જ છે.

પ્રશ્ન: ‘ઓમ્’ શબ્દનો અર્થ તો મને સમજાયો, પણ મારે ‘ઓમ્’ નો જપ શા માટે કરવો?

જો કે ઈશ્વરના કોઈપણ નામનો જપ, ધ્યાનના સમયે થઇ શકે છે. પરંતુ જે મંત્રો અથવા શબ્દોથી અથવા વાક્યોથી ઈશ્વરનું સર્વાધિક સ્વરૂપ (ગુણ, કર્મ અને સ્વભાવ)  આપણી સમક્ષ ઉપસ્થિત થતું ગોય, તે શબ્દો અથવા મંત્રનો જપ કરવો અધિક લાભકારી છે.

‘ઓમ્’ ના જપથી આપણને ચિકિત્સા સંબંધી, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભની પ્રાપ્તિ થઇ શકે છે. જો તમે ‘ઓમ્’ શબ્દનો સાચો અર્થ ન જાણતા હોય, અથવા તો ‘ઓમ્’ શબ્દના અર્થને લઈને સંદેહ હોય તો ‘ઓમ્’ ના જપથી કદાચ તમને મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભ ન થાય, પણ ચિકિત્સા સંબંધી લાભ તો જરૂરથી થાય. કેટલાંક લોકો ‘ઓમ્’ નું સ્મરણ એમ માનીને ટાળે છે કે ‘ઓમ્’ શબ્દ કોઈ ખાસ સંપ્રદાયનો છે. પણ આપણે અગાઉ જોયું કે ‘ઓમ્’ શબ્દ કોઈ ધર્મ સંપ્રદાય કે પંથની ઉપજ નથી. ‘ઓમ્’ શબ્દ આદિકાળથી ઈશ્વરીય જ્ઞાન ‘વેદ’ સાથે ઉપલબ્ધ છે. આમ ‘ઓમ્’ શબ્દ વર્તમાનના વિવિધ ધર્મ સંપ્રદાયોના અસ્તિત્વમાં આવતા પહેલાંથી જ ઉપલબ્ધ છે અને આથી જ ‘ઓમ્’ શબ્દ વિશ્વની મુખ્ય સંસ્કૃતિઓનો ભાગ રહ્યો છે.

‘ઓમ્’ ના જપનો અસ્વીકાર માત્ર એટલા માટે જ ન કરી શકાય કે ‘ઓમ્’ શબ્દ પોતાના સંપ્રદાયના અસ્તિત્વમાં આવતા પહેલાંથી જ ઉપલબ્ધ છે. આતો એવી વાત થઈ કે કોઈ હવા, પાણી, અન્ન, ઔષધિઓ વગરેને ઉપયોગમાં લેવાનો ઇનકાર કરે કારણ કે આ બધાં જ તેના સંપ્રદાયના અસ્તિત્વમાં આવતા પહેલાંથી જ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત ‘ઓમ્’  શબ્દના અર્થમાં કે તેના સતત્વમાં એવું કાઈ જ નથી કે જે કોઈ સંપ્રદાયના ઈશ્વરની વિરુદ્ધ હોય. આથી વ્યક્તિ ભલેને ગમે તે સંપ્રદાયનો હોય પણ તેણે ‘ઓમ્’ નો જપ કરવામાં સંકોચ અનુભવવો ન જોઈએ.

‘ઓમ્’  આ બ્રહ્માંડનો સૌથી આરંભિક ધ્વની છે. ‘ઓમ્’  નો ધ્વની આત્માને પરમાત્મા સાથે જોડતી એક કડી છે. ‘ઓમ્’  આત્માનો પરમાત્મા સાથે સીધો સંબંધ જોડે છે. બૌદ્ધ ધર્મમાં માનનાર લોકો આને શ્રુષ્ટિના અપરિવર્તનશીલ નિયમો કહે છે, જ્યારે આપણે તેને પરમ આનંદ સ્વરૂપ ‘ઈશ્વર’ તરીકે ઓળખીએ છીએ.

પ્રશ્ન: ‘ઓમ્ ના જપથી આરોગ્ય સંબંધી કયા લાભો થાય છે?

૧. નિયમિત ‘ઓમ્’ નો જપ કરવાથી શરીર તણાવમુક્ત રહે છે અને હોર્મોન સંબંધિત પ્રક્રિયા નિયંત્રણમાં રહે છે.

૨. જો તમને દભારાહત અથવા તો અધીરતા થતી હોય અને જો તમને બહુ ગુસ્સો આવતો હોય તો ‘ઓમ્’ ના જપથી વધારે ઉત્તમ બીજી કોઈ દવા નથી.

૩. ‘ઓમ્’ નો જપ શરીરમાં તણાવથી પેદા થતા દ્રવ્યોને નિયંત્રણમાં લાવે છે. આમ ‘ઓમ્’ નો જપ એ ઝેરી તત્વોની શુદ્ધિ માટેના એક એજંટ તરીકે કામ કરે છે.

૪. ‘ઓમ્’ નો જપ હૃદય અને લોહીના પરિભ્રમણને સંતુલિત રાખે છે.

૫. પાચન શક્તિમાં વૃદ્ધિ થાય છે.

૬. મોઢા અને શરીરમાં યુવાનો જેવી સ્ફૂર્તિ અને તાજગી લાવે છે.

૭. ‘ઓમ્’ નો જપ થાકમાં સ્ફુરતી અને નવો ઉત્સાહ આપવાનું કામ કરે છે.

૮. રાત્રે સુતા પહેલાં ‘ઓમ્’ નો જપ કરવામાં આવે તો ચિંતાને કારણે થતી અનિન્દ્રાની તખલીફ દુર થાય છે. આમ પુરતી ઊંઘ થવાથી સવારમાં નવી તાજગી અને સ્ફૂરતી અનુભવાય છે.

૯. પ્રાણાયામ સાથે ‘ઓમ્’ નો જપ કરવાથી ફેફસાંમાં મજબુતી આવે છે.

વગેરે વગેરે

પ્રશ્ન: ‘ઓમ્’ ના જપથી કેવા પ્રકારના માનસિક લાભ થાય છે?

‘ઓમ્’ ના જપથી જીવન પરિવર્તન કરનારી માનસિક શક્તિ મળે છે.

૧. ‘ઓમ્’ ના જપથી જીવન જીવવાની અને જીવનના પડકારો સામે અડીખમ ઉભા રહેવાની માનસિક શક્તિ મળે છે.

૨. હતાશા અને ગુસ્સાને કાબુમાં રાખવામાં સહાયતા મળે છે. ‘ઓમ્’ નો નિયમિત જપ કરનારને જલ્દી ગુસ્સો આવતો નથી.

૩. ‘ઓમ્’ નો જપ પ્રકૃતિ સાથે સુસંગત થવામાં મદદરૂપ નીવડે છે. ‘ઓમ્’ ના જપથી આવનારી પરિસ્થિતિઓનું ઠીક-ઠીક અનુમાન લગાવવાની સ્પષ્ટતા મળે છે. તમારી અંત:પ્રજ્ઞતા (intuitiveness)માં વૃદ્ધિ થયેલી જણાશે.

૪. તમારી લોક વ્યવહારની કળામાં સુધારો થયેલો જણાશે. તમે સરળતાથી લોકો સાથે ઉત્તમ સંબંધ સ્થાપિત કરી શત્રુને પણ મિત્ર બનાવી શકશો.

૫. તમને જીવન ભારપૂર્ણ ન લગતા વધુ અર્થપૂર્ણ અને ઉદ્દેશપૂર્ણ લાગશે.

૬. તમારા ઉત્સાહ અને કાર્ય ક્ષમતામાં વૃદ્ધિ થયેલી જણાશે. તમારી એકાગ્રતા પણ વધશે.

. જીવનમાં ભય અને હતાશાનું કોઈ સ્થાન નહિ રહે.

નાસીપાસ થયેલા, હતાશા અને નિરાશાથી પીડાતા અને આત્મહત્યા કરવાનું વિચારતા તમારા કોઈપણ સ્વજનને આ લેખ વાંચી નિયમિત ‘ઓમ્’ જપ અને ‘ગાયત્રી મંત્ર’ જપ કરવાનું કહો. આમ કરવાથી ટૂંક સમયમાં તેમના જીવનમાંની હતાશા અને નિરાશાનું સ્થાન નવો ઉમંગ અને ઉત્સાહ લઇ લેશે.

પ્રશ્ન: ‘ઓમ્’ ના જપના આધ્યાત્મિક લાભ કયા છે?

ઈશ્વર ધ્યાનથી થતા આધ્યાત્મિક લાભની તુલ્યમાં કોઈપણ અન્ય લાભ આવતો નથી.

૧. ‘ઓમ્’ નો જપ કરવાથી ઈશ્વર સાથે ભાવાત્મક સંબંધ જોડાય છે અને આત્મા(આપણો) અને પરમાત્માનો સંબંધ વધુ સ્પષ્ટરીતે સમજાય છે.

૨. જીવનનો ઉદ્દેશ વધુ સ્પષ્ટ થાય છે અને એ પણ ખ્યાલ આવે છે કે ઈશ્વર સદૈવ આપણી સાથે રહી આપણને કેવી રીતે પ્રેરિત કરતો રહે છે.

૩. દુનિયાની આ આંધળી દોડમાં ખોવાઈ ચુકેલી આપણી જાતને તેની સાચી ઓળખ (આત્મા) પાછી મળે છે અને જીવનમાં ઉચ્ચ ઉદ્દેશોની સિદ્ધિ માટે આ વિશ્વમાં કેવો વ્યવહાર કરવો જોઈએ તેનું જ્ઞાન થાય છે.

૪. આપણને ઈશ્વરની શરણમાં હોવાનો અનુભવ થાય છે. આપણાં કર્માનુસાર ઈશ્વર આપણી રક્ષા કેવી રીતે કરી રહ્યો છે તેનું જ્ઞાન થાય છે. આમ આપણને અકલ્પનીય સુરક્ષાની અનુભૂતિ થાય છે. અને ઈશ્વરની આ જ સુરક્ષા વ્યવસ્થા વ્યક્તિને નિર્ભય બની અન્યાય સામે લડવાનું સામર્થ્ય આપતી રહે છે.

૫. આપણાં વિચારો આપણી વાસ્તવિકતાનું નિર્માણ કેવી રીતે કરે છે તેનું ભાન થાય છે. ઈશ્વર આપણાં જ કલ્યાણ માટે કર્મના સિદ્ધાંતનું સંચાલ કેવી ચોક્કસાઈથી કરી રહ્યો છે તેનું જ્ઞાન થાય છે. ઈશ્વરના ‘ન્યાયી’ અને ‘દયાળું’ આ બંને ગુણો એક સાથે સમજાય છે. ઈશ્વરના ન્યાયમાં જ તેની ક્ષમા રહેલી છે તેનું જ્ઞાન થાય છે! ઈશ્વરના પ્રેમ, સંભાળ અને વાત્સલ્ય જેવા માતૃત્વ સંબંધી ગુણોના દર્શન થાય છે.

પ્રશ્ન: આ બધાં લાભ પ્રાપ્ત કરવા માટે ‘ઓમ્’ જપ કરવાની સાચી વિધિ સમજાવશો?

ઈશ્વરના નિજ નામ ‘ઓમ્’ ની ઉપાસના કરવાની વિગતવાર વિધિ પર તો બીજો એક લેખ અલગથી લખી શકાય. ‘ઓમ્’ જપ એ કોઈ યાંત્રિક પદ્ધતિ નથી. ‘ઓમ્’ જપ ઈશ્વર સાથે સીધો સંબંધ સ્થાપિત કરી ઈશ્વરની અનુભતી કરવાનો એક સરળ માર્ગ છે. વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિના સ્તર અને જરૂરીયાત પ્રમાણે ‘ઓમ્’ જપની વિધિ બદલાતી રહે છે. ‘ઓમ્’ જપ કરવાની સામાન્ય વિધિ અને સૂચનો આ પ્રમાણે છે:

૧. સાધકે સારી રીતે આસન લગાવીને (સીધા ટટ્ટાર થઈને) શરીરને સુખદાયક સ્થિતિમાં લાવી બેસવું જોઈએ. જો સીધા ટટ્ટાર બેસવાને લઈને કોઈ શારીરિક તખલીફ હોય તો સુતા-સુતા પણ જપ કરી શકાય. પણ જો કોઇ શારીરિક તખલીફ ન હોય તો સીધા ટટ્ટાર વધુ યોગ્ય છે. સીધા ટટ્ટાર બેસ્યા બાદ આખો બંધ કરી શારીરિક તણાવ દુર કરવા માટે કેટલાંક ઊંડા શ્વાસ લેવા.

૨. દિવસમાં ચાર અલગ-અલગ સમયે ‘ઓમ્’ નો જપ કરવો અતિ ઉત્તમ અને લાભકારી છે. પહેલો જપ સવારે ઉઠ્યાની સાથે જ, બોજો જપ સ્નાન કર્યા પછી, ત્રીજો જપ સૂર્યાસ્ત સમયે અને ચોથો જપ રાત્રે સુતા પહેલાં. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે, કોઈની રાહ જોતી વખતે, નકારાત્મક ભાવોને દુર કરવા માટે, કે પછી શુદ્ધ પ્રાણવાયુની પ્રાપ્તિ માટે વહેલી સવારે ચાલતી વખતે ‘ઓમ્’ નો જપ કરી શકાય.

૩.  નવા સાધકો માટે ઊંચા અવાજે જપ કરવામાં સરળતા રહે છે. તમે દરેક ‘ઓમ્’ જપની લંબાઈ તમારી અનુકુળતા પ્રમાણે વધારી શકો છો. સામાન્ય રીતે અનુકુળતા પ્રમાણે લાંબો જપ કરવો વધુ સારું.

૪. દરેક સમયે ૩-૫ જપ કરો. જો ઊંચા અવાજે જપ કરવાનું અનુકુળ ન રહે તો મનમાં પણ જપ કરી શકો છો.

૫. દરેક જપની સાથે સાથે બીજું કામ ‘ઈશ્વર પ્રણિધાન’ પણ કરવું. “ઈશ્વર મને જોઈ અને સાંભળી રહ્યો છે. હું તેમાં ડૂબેલો છું. ઈશ્વર મારી અંદર વિદ્યમાન છે.” આવો વિચાર કરવો એ ‘ઈશ્વર પ્રણિધાન’ કહેવાય છે. આમ અહીં આપણે તર્કનો પ્રયોગ નહિ પણ ઈશ્વરની અનુભૂતિ કરવાની છે.

૬. ઊંચા અવાજે જ્યાં સુધી અનુકૂળ લાગે ત્યાં સુધી ‘ઓમ્’ નો જપ કરતા રહેવું. પછી ધીરી-ધીરે વગર ઉચ્ચારણ કર્યે(માત્ર હોઠ હવાલીને) તથા હોઠને પણ હલાવ્યા વગર મનમાં શબ્દોનું ઉચ્ચારણ, અર્થ ચિંતન તથા ઈશ્વર પ્રણિધાન કરીને જપ કરી શકાય.

૭. ‘ઓમ્’ જપની સાથે સાથે પ્રાણાયામ પણ કરી શકાય. થોડો સમય ‘ઓમ્’ નો જપ કર્યા બાદ ‘ગાયત્રી મંત્ર’ જપ કરી કરી ફરી પાછો મનમાં ‘ઓમ્’  જપ કરવો.

૮. ‘ઓમ્’ અને ‘ગાયત્રી મંત્ર’ જપ કર્યા પછી ધ્યાનના અંતિમ ચરણમાં ‘શાંતિ મંત્ર’ જપ કરવો. ‘શાંતિ મંત્ર’ જપ સમગ્ર શ્રુષ્ટિમાં શાંતિ સ્થાપનાની કામના કરે છે.

આમ કર્યા બાદ ઈચ્છા અનુસાર હજુ વધુ સમય ધ્યાન અવસ્થામાં રહી કૃતજ્ઞ ભાવ સાથે તમે ઈશ્વરની ઉપાસના કરી શકો છો. જો તમે ઈશ્વરમાં માનતા ન હોય તો તમે ઈશ્વરના વિચારની જગ્યાએ માત્ર સુખ અને શાંતિના ભાવની અનુભૂતિ કરી શકો છો. આ બંને એક જ છે.

આજે ઘણાં ગુરુઓએ આત્મ-સહાયના નામે પોતાનો ધંધો વિકસાવ્યો છે. પણ મેં અહીં ખુબ જ સરળ શબ્દોમાં કોઈપણ પ્રકારની અતિશયોકિત વગર એક અમુલ્ય રહસ્ય વિના મુલ્યે ખુલ્લું મુક્યું છે. ‘ઓમ્’ જપની આ વિધિ ખુબ જ અસકારક અને જીવન પરિવર્તન કરનારી પુરવાર થઇ છે.

પ્રશ્ન: પણ હું તો મુસ્લિમ છું અને તમે અગ્નિવીર સાઈટ પર મુસ્લિમ માન્યતાઓની વિરુદ્ધમાં ઘણું લખ્યું છે. તો પછી હું તમારી વાત કેમ માનું?

૧. અમે અગાઉ જણાવી દીધું છે કે ‘ઓમ્’ શબ્દ કોઈ મત કે પંથની ઉપજ નથી. એટલે કે ‘ઓમ્’ શબ્દ અનેગાયત્રી મંત્રમાં હિન્દુ, મુસ્લિમ કે ઈસાઈ જેવી કોઈ વાત નથી. શું તમે કેરી ખાવાનો એટલા માટે ઇનકાર કરી શકો કે કેરીનું વર્ણન કુરાનમાં નથી? મુસ્લિમ લોકો કુરાન વિરુદ્ધની વાતનો વિરોધ કરે છે. પણ ‘ઓમ્’ કેગાયત્રી મંત્રમાં કુરાનની વિરુદ્ધ હોય એવું કશું નથી! ઉલટાનું ‘ઓમ્’ માં ઇશ્વર/અલ્લાહના બધાં ગુણોને આવરી લેવામાં આવ્યા છે.

. અહીં જેને તમે મુસ્લિમોનું અપમાન ગણો છો તે તો માત્ર ગ્રંથોમાં વર્ણિત માન્યતાઓ પરની બૌદ્ધિક ચર્ચા છે. આમાં કોઈનું અપમાન કરવાની વાત આવતી નથી. શું તમે તમારી અમ્મીના હાથની રોટલી એટલા માટે ખાવાનો ઇનકાર કરો કે કોઈ એક વાતમાં તમારી સાથે સહમત નથી? બૌદ્ધિક મતભેદોને લાગણીના મતભેદોમાં બદલાવા દો.

૩. જુઓ, એક મુસ્લિમ તરીકે તમને અમારી વેબ સાઈટ પર લખેલી કેટલીક વાતો વાંધાજનક લગતી હશે તે અમે સમજી શકીએ છીએ. પણ તમે એક વાત જાણી લો કે ‘મુસ્લિમ’ શબ્દનો એક ઉત્તમ અર્થ નીકળતો હોવાથી અમે પણ અમારી જાતને મુસ્લિમ કહેવડાવવામાં ગર્વ અનુભવીએ છીએ. અમે ગર્વથી મોહમદને અમારા આદર્શ માનીએ છીએ. મુસ્લિમો નમાઝ વખતે જે વજ્રાસનની સ્થતિમાં બેસે છે તે સ્થતિમાં અમે પણ ગર્વથી બેસીએ છીએ, કારણ કે આ સ્થિતિ પાચનક્રિયા ઝડપી બનાવે છે. આમ આપણાં મતભેદો હવા છતાં આપણે એક જ કુટુંબના સભ્યો છીએ!

૪. જો તમે અમને નફરત કરતા હોય, તો પણ તમારે ‘ઓમ્’ જાપનો લાભ લેવાનો ઇનકાર શા માટે કરવો જોઈએ? જો તમને ટપાલી પસંદ ન હોય તો એનો અર્થ એ તો નથી ને કે તમે તમારા સ્વજનોની ચિઠ્ઠીઓ લેવાનો ઇનકાર કરો! અગ્નિવીર પણ એક ટપાલી માત્ર જ છે. આથી ઇસ્લામમાં જેના પર પ્રતિબંધ નથી તેવા ‘ઓમ્’ જાપનો લાભ તો તમારે અમને અવગણીને પણ લેવો જોઈએ.

૫. બધાં જ પ્રકારની ચર્ચા અને વિચારોની આપ લે એ તો સત્ય જાણવાના સાધનો જ છે. આપણાં અનુભવોને કારણે આપણી માન્યતાઓમાં ફેર હોય તે સ્વાભાવિક છે. પણ આપણે ચર્ચા વિચારણા કરીને આ ફેર દુર કરી શકીએ છીએ. પણ ચર્ચા અને વિવાદો, જે કેટલીક વાર અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી હોવા છતાં, સત્ય તો એ છે કે, આપણે સૌ મનુષ્ય છે. અને એક બીજાને પ્રેમ કરવો એ આપણો સહજ ગુણ અને ઈશ્વરે આપેલી ભેટ છે. અંતે તો આપણે સૌ એક જ કુટુંબના સદસ્યો છીએ. આથી જે વસ્તુ પર અગ્નિવીરનો કાયદાકીય હક નથી, જે ઇસલામની વિરુદ્ધ નથી, અને જેને અપનાવવાથી કઈ નુકસાન પણ થતું નથી, તેનો સ્વીકાર કરવામાં સંકોચ શાનો? સારી વસ્તુઓનો તો દુશ્મનો પાસેથી પણ સ્વીકાર કરવો જોઈએ!

૬. આથી ચાલો બૌદ્ધિક મતભેદો, વાદ વિવાદો અને ઉગ્ર ચર્ચાઓને બાજુ પર મુકીએ જો તમે અમાર અન્ય લેખ સાથે એકમત ન હો તો તમે તે લેખના કોમેન્ટ સેક્શનમાં તમારા મતભેદો રજુ કરી શકો છો. અમે ત્યાં તે વિષય પર ચર્ચા કરી તેનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીશું. પણ અહીં ‘ઓમ્’ જાપનો ઉત્તમ લાભ લેવાનું ચૂકશો નહિ!

અમારી સાથે એકમત ન હોય તેવા ઈસાઈ મતના અને અન્ય મતના લોકો માટે પણ અમારું આમ જ કહેવું છે.

પ્રશ્ન: મને હજુ પણ એક પ્રશ્ન થાય છે. દુનિયામાં કે જ્યાં કર્મ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી ત્યાં એક સ્થાને બેસીને ‘ઓમ્’ જપ કરવાનો શો અર્થ? શું એક સ્થાને બેસીને ‘ઓમ્’ જપ કર્યા કરવું એ જીવનના પડકારોની અવગણના કરી તેમાંથી ભાગી છુટવાનો એક સરળ માર્ગ નથી?

૧. ‘ઓમ્’ જપ કે પછી કોઈપણ પ્રકારનું ધ્યાન એ આપણી ફરજ અને જવાબદારીઓમાંથી ભાગી છુટવાનો સરળ માર્ગ છે તેમ વિચારવું યોગ્ય નથી. ઉલટાનું, ઈશ્વરનું ધ્યાન એ તો આપણાં સંપૂર્ણ જીવનની કાર્યક્ષમતા વધારવા માટેનો મુખ્ય સ્ત્રોત છે. આમ ‘ઓમ્’ જપ વ્યક્તિને પોતાના જવાબદારીઓમાંથી ભાગી છુટવાની ફરજ પડતો નથી. સામાન્ય રીતે જો વ્યક્તિ દિવસમાં ૪ જુદાં-જુદાં સમયે ‘ઓમ્’ જપ કરે તો પણ તેની માત્ર ૧૫-૨૦ મિનીટ જ ખર્ચાશે. પછી ધીમે-ધીમે કોઈ ખાસ ઉદ્દેશ્યની પુરતી માટે આ સમય મર્યાદા વધારી શકાય.

૨. મંત્ર જપ બીજું કશું જ નહિ પણ ઈશ્વરને આપેલું વચન છે. બીજા શબ્દોમાં કહીએ તો મંત્ર જપ એ એક પ્રકારની ‘વચનબધ્ધતા’ છે. ઈશ્વરની શરણમાં રહેવાની વચનબધ્ધતા. ઈશ્વર સદા તમારી સાથે છે અને તમને હંમેશા પ્રેમ કરતો રહે છે તે જ્ઞાન સાથે જીવવાની વચનબધ્ધતા. સદા ધર્મ અને સત્ય માર્ગના પથિક બની રહેવાની વચનબધ્ધતા. ન્યાયી, દયાળું, આનંદી, રક્ષક, નિર્ભય, જેવા ઈશ્વરના ગુણોની પ્રાપ્તિ કરી તે પ્રમાણે વર્તવાની વચનબધ્ધતા.

યોગ્ય રીતે મંત્ર જપ કરવાથી હંમેશા આ વચનબધ્ધતાના મૂળ આપણાં પ્રબુદ્ધ મનમાં ઊંડા ઉતારેલા રહે છે. અને આથી જે લોકો ઈશ્વરીય જ્ઞાન સાથે મંત્ર જપ કરે છે તેઓ મંત્ર જપનો સૌથી વધુ લાભ મેળવી શકે છે.

જે લોકો ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવને સમજ્યા વગર અથવા તો ‘ઓમ્’ નો પૂર્ણ અર્થ સમજયા વગર માત્ર યાંત્રિક પદ્ધતિથી ‘ઓમ્’ નો જપ કરે છે તે લોકોને પણ આરોગ્ય સંબંધી લાભ તો થાય છે. જેમ કે દેસી ગાયના દૂધના લાભથી અજ્ઞાન વ્યક્તિને પણ દેસી ગાયના દૂધનું સેવન કરવાથી આરોગ્ય સંબંધી તો લાભ થાય છે. પણ જયારે પુરા જ્ઞાન અને અનુભૂતિ સાથે ‘ઓમ્’ જપ કરવામાં આવે તો આરોગ્યની સાથે સાથે આધ્યાત્મિક અને માનસિક લાભ પણ થાય છે.

પ્રશ્ન: મને હજુ પણ કેટલાંક સંદેહ છે. તેના સમાધાન માટે હું શું કરું?

સ્વયં ‘ઓમ્’ જપ કરવાથી તમને ચિકિત્સા સંબંધી, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભની પ્રાપ્તિ થવાની શરૂઆત થશે. એક માસ સુધી નિયમિત ‘ઓમ્’ જપ કરવાથી તમારા બધાં જ સંદેહ દુર થવા લાગશે. આ છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને અહીં પૂછી શકો છો. પણ એ વાત યાદ રહે કે અમે તો માત્ર માર્ગદર્શન જ આપીશું. માર્ગ પર ચાલવાનું કામ તો તમારું જ રહશે.

થોડો સમય ‘ઓમ્’ જપ નો અભ્યાસ કરવાથી તમને સમજાઈ જશે કે ‘ઓમ્’ – માનવતાનું અમૂલ્ય ધન કેમ છે.

તો ચાલો આપણે સૌ નિયમિત ‘ઓમ્’ જપ કરવનો સંકલ્પ કરીએ અને આપણી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ કરીએ.

This article is also available in English at: http://agniveer.com/om-hinduism/

 

Facebook Comments

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer:  We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleWhat are Religions & why they exist? – Overcoming Religious Confusion
Next articleTemple Turned into Mosque in Gujarat. Wake Up!
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.