UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

સત્ય = આનંદ

This entry is part [part not set] of 12 in the series આનંદમય જીવનનું વિજ્ઞાન

વૈદિક તત્વજ્ઞાનનો સૌથી પહેલો સિદ્ધાંત કહે છે કે “સત્ય અને આનંદ એક બીજાના સમાનર્થી છે.” એટલે કે જ્યાં સત્ય છે ત્યાં જ નિત્ય આનંદ છે. જ્યાં સત્ય નથી ત્યાં નિત્ય આનંદ પણ નથી. અહીં મૂળ ધાતુ “સત્” છે. “સત્” ધાતુથી “સત્ય” અને “સદ્દગતિ” એમ બંને શબ્દો બન્યાં છે. “સત્ય” શબ્દમાં “સત્” ધાતુ ‘સત્ય’નું સુચન કરે છે અને “સદ્દગતિ” શબ્દમાં “સત્” ધાતુ ‘આનંદ’ નું સુચન કરે છે. વૈદિક તત્વજ્ઞાનના માળખાનો મૂળ આધાર જ છે “સત્ય એટલે આનંદ”.

વાસ્તવમાં, “સત્યનું ગ્રહણ અને અસત્યનો પરિત્યાગ દ્વારા આનંદની પ્રાપ્તિ કરતા રહેવું” એ મનુષ્ય જીવનનું વિશિષ્ટ લક્ષણ છે. “સત્યની શોધ કરી આનંદ પ્રાપ્ત કરવાની તીર્વ ઈચ્છા” જ આ સંસારના ગહન રહસ્યોને ઉકેલવા માટે થતા તમામ વૈજ્ઞાનિક સંશોધનો પાછળનું મુખ્ય કારણ છે. સત્યની શોધ કરતા રહેવાનો મનુષ્યનો આ વિશિષ્ટ અને સહજ ગુણ જ મનુષ્યને મનુષ્ય બનાવે છે. સંસ્કૃત ભાષમાં “મનુષ્યનો” અર્થ જ “સત્યનું વિશ્લેષણ કરી તેને ગ્રહણ કરનાર વ્યક્તિ” તરીકે કરવામાં આવ્યો છે.

આનંદનનો ભ્રમ

પણ આપણાં અનુભવો એમ કહે છે કે અજ્ઞાનતા અને ભ્રમ પણ કોઈક વાર આનંદ આપે છે. ઉદાહરણ તરીકે, મનોરંજનનો આખો વ્યવસાય અને મોટા ભાગના ધર્મ સંપ્રદાયો પોતાનો ધંધો ચાલુ રાખવા માટે કાતો લોકોની અજ્ઞાનતાનો લાભ ઉઠાવે છે અથવા તો તેમને ભ્રમમાં નાખે છે. મુર્ખ અને અજ્ઞાન લોકો પણ આવા ભ્રમનો આનંદ માણતા જોવા મળે છે.

“ભ્રમ અને અજ્ઞાનતાથી પણ આનંદની પ્રાપ્તિ થાય છે” તે વાત “સત્ય અને આનંદ એક બીજાના સમાનર્થી છે” એ વૈદિક સિદ્ધાંતથી વિપરીત જણાય છે. સત્યજ્ઞાનથી પણ આનંદ મળે અને અજ્ઞાનતાથી પણ આનંદ મળે એ બંને વાત સાચી ન હોય શકે.

અજ્ઞાનતા અને ભ્રમને કારણે મળતો આનંદ કેટલાંક તથાકથિત તત્વજ્ઞાનીઓને એમ માનવા માટે મજબુર કરી દે છે કે આનંદ એ તો માત્ર અનુભવ કરવાનો હોય. સત્ય-અસત્ય કે સાચા-ખોટાને આનંદ સાથે કાઈ લેવાદેવા નથી. જો આવા લોકોને સીમિત દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તેમની વાત ક્યારેક સાચી પણ લાગે છે.

વૈદિક તત્વજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોને સમજી લીધા પછી આપણે આ દેખીતા વિરોધાભાસને ધ્યાનમાં લઈશું. પણ સંકેત ખાતર આપણે અહીં એ વાત સમજી લઈએ કે સત્ય અને આનંદ બે સ્થિર બિંદુઓ નથી. સત્યજ્ઞાનથી આનંદની પ્રાપ્તિ કરતા રહેવી એ જીવનની સહજ પ્રક્રિયા છે. સત્યજ્ઞાનથી આનંદની પ્રાપ્તિ કરતા રહેવી એ જ સાચી પ્રગતિ છે. આમ પરિભાષિત રીતે કહીએ તો, “જ્ઞાન” એ “સત્ય = આનંદ” તરફ લઇ જતી પ્રક્રિયાનું જ બીજું નામ છે.

અજ્ઞાન અને મુર્ખ લોકો ભ્રમનો આનંદ માણતા જોવા મળે છે કારણ કે તેઓએ પોતાની ભ્રષ્ટ બુદ્ધિ, ક્ષીણ થયેલી સમજશક્તિ અને અજ્ઞાનતાને કારણે ભ્રમને જ સત્ય માની લીધેલું હોય છે. જ્યાં સુધી તેમને ભ્રમ સત્ય લાગે અને અજ્ઞાનતા જ્ઞાન લાગે ત્યાં સુધી તેઓ મીથ્યાનંદ માણે છે. પણ જયારે તેમનું જ્ઞાન અને સમજશક્તિ વધે છે, જ્યારે તેમને સત્ય અને ભ્રમનો ભેદ સમજાય છે, ત્યારે તેઓનો મીથ્યાનંદ પણ સમાપ્ત થઇ જાય છે. ઉદાહરણ તરીકે, બાલ્યાવસ્થામાં આપણને સ્વીચ-બોર્ડમાં આંગળીઓ મુકવામાં પણ આનંદ આવતો હતો. પણ ઉંમરની સાથે આપણું જ્ઞાન અને આપણી સમજશક્તિ વધવાથી સ્વીચ-બોર્ડમાં આંગળીઓ મુકવામાં આપણને આનંદ આવતો નથી. આપણને આપણી મૂર્ખતાનું ભાન થાય છે. જ્ઞાન વધવાની સાથે સાથે આપણી રહેણી-કરણી, ખોરાકની પસંદગી, વર્તન, વાંચનની આદતો, શોખ અને આપણી મહત્વાકાંક્ષામાં પણ ભારે પરિવર્તન આવે છે. “આથી આપણને એ જ વસ્તુઓ આનંદ આપી શકે છે જે વસ્તુઓ આપણાં વધેલા જ્ઞાનના સ્તરને અનુકુળ હોય.”

એક જ પ્રકારનો આનંદ કાંટાળો લાવે છે

હવે એ વાત પણ સાચી છે કે એક જ પ્રકારનો અને કોઈપણ બદલાવ, વિવિધતા કે વૃદ્ધિ વગર વારંવાર મળતો આનંદ અરુચિ પેદા કરે છે. ઉદાહરણ તરીકે, જો આપણે સ્વાદિષ્ટ ગુલાબજાંબુ રોજ જ ખાતા રહીએ તો ગુલાબજાંબુ ખાવાનો આનંદ ધીરે ધીરે મરતો જાય છે. આપણને બીજી કોઈ મીઠાઈ ખાવાનું મન થાય છે. નાનું બાળક પણ અનુક સમય પછી પથારીમાં સુઈ રહીને કંટાળી જાય છે. હવે તે ઉભું થઇ ચાલવા માંગે છે. તે બીજી ઘણી વસ્તુઓ જાણવા અને સમજવા માંગે છે. અને તે આ બધું ગમે તેટલી વાર પડી જવા છતાં કે ઈજા પામવા છતાં પણ કરે છે. જ્યાં સુધી તે ઉભો થવા, ચાલવા, દોડવા, અને કુદકા મારવા સક્ષમ નથી બનતો ત્યાં સીધું તે હાર નથી માનતો.

વિકાસ પામવાનો અને પ્રગતિ કરવાનો જીવાત્માનો સહજ ગુણ બાળકોમાં સૌથી વધુ પ્રબળ હોય છે.

હું અસત્યનો ત્યાગ કરી સત્ય = આનંદ તરફ આગળ વધુ.

To purchase the book kindly visit: [mybooktable book=”the-science-of-blissful-living_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]

Series Navigation

4 COMMENTS

    • Brother Sudhir,
      This is very good question we all should ask. I have briefly tried to explain here.

      Any action which gives you bliss and is in line with your inner voice(not instinct) is the right action. So smoking habit is due to your instinct but to know from inside that smoking is harmful is your inner voice.

      Any activity which is against Dharma is wrong and all Dharmic activities are right. http://agniveer.com/religion-vedas-gu/ article summaries Dharmic activities.

      Also any action driven by Avidhya or ignorance is wrong. Now the question comes what is avidhya?
      To consider temporary to be permanent and vice verse is avidhya.
      To consider impure as pure and vice verse is avidhya.
      To consider sorrow as happiness and vice versa is avidhya.
      To consider inert as conscious as vice verse is avidhya.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories