UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

ભાગ ૧: વૈદિક આત્મસહાય

સનાતનનો અર્થ થાય છે શાશ્વત.

ધર્મ એટલે સ્વીકાર કરવા યોગ્ય છે તે.અને

વેદનો અર્થ થાય છે જ્ઞાન.

આમ મૂળ રીતે વૈદિક ધર્મ એટલે કે સનાતન ધર્મએ શાશ્વત સિદ્ધાંતો અથવા તો જ્ઞાનના  સ્ત્રોત્રનું સુચન કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એવા સિદ્ધાંતો અથવા તો જ્ઞાનના  સ્ત્રોત્ર જે કદી બદલાતા નથી અને તેઓ સ્વીકાર કરવા યોગ્ય છે. આ જ્ઞાનના  સ્ત્રોત્ર ચાર વેદો – ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છે. – કે જેઓ મનુષ્યની ઉત્પત્તિના સમયથી જ અસ્તિત્વમાં છે એમ મનાય છે.

આ જ્ઞાન આપણી જાણમાં હોય તેવી બધી જ જ્ઞાનની શાખાઓમાં પ્રસરેલું છે. આ વૈદિક જ્ઞાનની સર્વોત્તમ સ્તરની શુદ્ધતા અને સૂક્ષ્મતાને કારણે દરેક મનુષ્ય-બુદ્ધિને આ જ્ઞાન મેળવવાની મહત્વાકાંક્ષા હોય છે.

આપણે આ ચર્ચામાં આગળ વધીએ એ પહેલાં મને કેટલીક વાતોની ચોખવટ કરી લેવા દો.

૧. વેદો એ બાઈબલ, કુરાન કે અવસ્તા(પારસીઓની ધાર્મિક પુસ્તક) જેવા કોઈ ધાર્મિક પુસ્તકો નથી. વેદોમાં આપણને સ્વર્ગ કે નર્ક તરફ દોરી જાય તે માટેની કોઈપણ ધાર્મિક વિધિઓ કે માન્યતાઓનું વર્ણન નથી. પણ એનાથી વિરુદ્ધ, વેદોમાં આપણને લગતા અંત:સ્ફુરિત વિદ્વતાના (intuitive wisdom)  મોતી છે.

૨. વેદો પૂર્વનિર્ધારિત એવી માન્યતાઓની માંગણી કરતા નથી. એનાથી ઉલટું, વેદો નવા વિચારોને સ્વીકારી શકે તેવા મુક્તચિત્ત અને પ્રશ્ન કરવા માટે ઉત્સુક મનોવૃત્તિની માંગણી કરે છે.

૩. વેદો કોઈ ખાસ સમાજ, સંપ્રદાય, દેશ કે સંસ્કૃતિ સાથે સંબંધીત નથી. જયારે બધા જ મનુષ્યોની એક જ જાતી હતી, એક જ સમાજ હતો, એક જ દેશ હતો અને એક જ સંસ્કૃતિ હતી, તે સમયથી વેદોનું જ્ઞાન ઉપલબ્ધ હતું. આથી જ વેદો હાલના આવા બધા જ પ્રતિબંધો અને ભેદભાવોથી પરે છે.

આગળ તમને એનો પણ ખ્યાલ આવી જશે કે આત્મસહાયનો આ વૈદિક અભ્યાસક્રમ શીખવા માટે પહેલેથી જ વેદોમાં વિશ્વાસ કે શ્રદ્ધા હોવી જરૂરી નથી. વેદોની મહત્તાની અનુભૂતિ વેદોના વિશ્લેષણના નિષ્કર્ષ સ્વરૂપે થવી જોઈએ, અને નહિ કે પહેલેથી સ્વીકૃત માન્યતાઓ પરથી. આ ભૌતિક વિજ્ઞાનના અભ્યાસ જેવી જ વાત છે કે જ્યાં અવલોકનો અને નિરીક્ષણો પરથી સુત્રોનું સર્જન થાય છે અને પછી તે બધી વસ્તુઓને બંધબેસતી ગોઠવવા માટે પુસ્તકોનો ઉપયોગ કરવામાં આવે છે.

વેદોનું જ્ઞાન ખુબ જ ઊંડું અને વિસ્તૃત હોવાથી શરૂઆતમાં નવા લોકો માટે વેદોને સમજવામાં થોડી મુશ્કેલીઓ પડી શકે છે. વેદોને લગતા વિસંગતતા અને મુંઝવણ પેદા કરતા કેટલાક સિદ્ધાંતો પણ કોઈના સાંભળવામાં આવ્યા હશે. આમ થવા પાછળનું કારણ આપણું આ વર્તમાન છે કે જ્યાં હવે વેદોને સમજવાની પરંપરાગત પદ્ધતિ, ભારતમાં કે જ્યાં જ્ઞાન યુગો સુધી સચવાયેલું રહ્યું હતું, ઘણા વર્ષોથી ચાલતા આવેલા વિદેશી શાસનો અને અજ્ઞાનતાને કારણે સંપૂર્ણપણે તૂટી ગઈ છે.

આ શ્રેણીનો ઉદ્દેશ વેદોના મૂળભૂત સિદ્ધાંતોને ખુબ જ વ્યવસ્થિત અને સ્પષ્ટપણે, વધારે ઊંડાણમાં ઉતર્યા વગર, પ્રકાશમાં લાવી, આગળ વેદોની વધારે ઊંડી સમજ અને જ્ઞાન મેળવવા માટેનું માળખું તૈયાર કરવાનો છે. અને આ ઉદ્દેશ પૂર્ણ કરવાની પ્રક્રિયા દરમિયાન વેદો માટે સાચો દ્રષ્ટિકોણ બંધાય તેવો પણ અમારો હેતુ છે. આ પ્રક્રિયા તમને તમારા જીવનને અલગ રીતે જોવામાં અને તમે હંમેશાથી ઈચ્છતા હતા તેવો બદલાવ લાવવામાં મદદ કરશે.

અભિપ્રેત શ્રોતાજન(Intended Audience):

આ શ્રેણી વેદોમાં નિપુણ ન હોય તેવા લોકોને વેદોના મૂળભૂત સિદ્ધાંતોની સમજ મેળવવા માટે ઉપયોગી બની રહેશે. આ માટે જીવન પ્રત્યેનાં વૈજ્ઞાનિક અને વાસ્તવિક વલણની જ જરૂર છે નહિ કે પૂર્વનિર્ધારિત માન્યતાઓની. આ માટે જીવનની સાર્થકતા અને આનંદ વધારવા માટેની મહત્વાકાંક્ષા હોવી જરૂરી છે.

આ ઉપરાંત, આ શ્રેણી વેદોમાં નિષ્ણાંત વિદ્યાર્થીઓને તેમનું જ્ઞાન સુવ્યસ્થિત કરવામાં, તેમના જ્ઞાનમાં જો કોઈ ખામી હોય તો તેને સુધારવામાં અને તેમના વર્તમાન જ્ઞાનને વધારે ગહન બનાવવામાં મદદ કરશે. અભિપ્રેત શ્રોતાજન આજનો એ યુવાવર્ગ છે કે જે આપણી આ મહાન સંસ્કૃતિ સાથે જોડવા માટેની તિવ્ર ઈચ્છા રાખે છે અને જેઓ ને જીવનમાં કંઈ સાર્થક કરી છુટવાની લગન છે.

અભિપ્રેત પરિણામો(Intended Results)

આ શ્રેણી વિદ્યાલયમાં થતી કોઈ ચર્ચા નથી. આ વિષયો પર ઘણું વાંચન ઉપલબ્ધ્ધ છે અને ઘણા બધા લોકો આ ક્ષેત્રમાં  “ડૉક્ટરની” પદવી મેળવી રહ્યા છે.

આ શ્રેણીના અપેક્ષિત પરિણામોમાં, વ્યક્તિની વિચારસરણીમાં મોટું પરિવર્તન અને વ્યક્તિ તેના જીવનમાં આવતી કોઈપણ પ્રકારની પરિસ્થિતિઓમાં અને કોઈપણ પ્રકારના દબાણમાં પણ જીવનનો ભરપુર આનંદ માણશે તેની ખાતરી, આ બે સત્યનો સમાવેશ થાય છે.

આ શ્રેણી માનસિક તણાવ, હતાશા, થાક અને અસાર્થકતા સામે દવાનું કામ કરશે. જો કોઈ વ્યક્તિ આ શ્રેણીના અભ્યાસને ૧૦૦% સમજવાનો નિશ્ચય કરશે તો હું એ વાતની ખાતરી આપું છુ કે તમને આના સિવાય આત્મસહાય વિશેના બીજા કોઈપણ પ્રકારના અભ્યાસની જરૂર નહિ રહે.

તમારું બાકીનું જીવન, અભ્યાસ, વિશ્લેષણ અને આચરણ દ્વારા વેદોના આ પ્રથમ જ્ઞાનને વધારે ઊંડાણમાં –મન, વચન અને કર્મથી – સમજીને ઉચ્ચતમ આનંદ મેળવવાની એક ઉલ્લાસી મુસાફરી બની રહેશે. તમારે માત્ર ખુલ્લું મન રાખી સફળતા માટે તમારી મુસાફરી શરુ કરવાની જરૂર છે!

પહેલાં ભાગમાં આપણે મૂળભૂત સિદ્ધાંતોને સમજીશું. સરળતા ખાતર આપણે અહી કોઈપણ મંત્રનો કે સંદર્ભોનો ઉલ્લેખ નહિ કરીએ. પરંતુ જે લોકોને આના પર વધારે શોધ કરવી છે તેઓને અમે પાછળથી સંદર્ભોની યાદી આપીશું કે જેથી કરીને તેઓ તેના દ્વારા વધારે વિગતો શોધી શકે.

સામાન્ય રીતે આવા વિષયો પરની ચર્ચા, લખાણનાં શબ્દેશબ્દની ઝીણવટભરી તપાસ માંગી લે છે. આ રસ્તો વિદ્યાલયમાંના સંશોધકો માટે યોગ્ય છે. અને આમાંથી વધારે ઊંડાણમાં ચર્ચા કરવાના અને સામી દલીલ કરવાના મુદ્દાઓ પણ નીકળે છે.

પરંતુ આને જીવન પરિવર્તન કરે તેવો અનુભવ બનાવવા માટે, તમારી ઈચ્છા અને લગન બહુ મોટો ભાગ ભજવે છે. અમે તમારી પાસેથી એ આશા રાખીએ છીએ કે તમે દરેક શબ્દની ઝીણવટભરી તપાસ કરવાનું ટાળી માત્ર ચર્ચાના ભાવ અને ઉદ્દેશને ધ્યાનમાં લઇ તેના મર્મને સમજો.

Original post in English is available at http://agniveer.com/introduction/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories