UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૪

This entry is part [part not set] of 5 in the series વેદ વિષે આટલું જરૂરથી જાણો!

સત્ય ૧૬

વેદમાં યોગ્યતાને માન્યતા છે.

વેદ મનુષ્યના જન્મને નહીં, પણ તેની યોગ્યતાને જ મહત્વ આપે છે. વેદ અનુસાર વ્યક્તિનું પદ તેના જન્મના આધારે નહીં પણ તેની યોગ્યતાના આધારે જ નક્કી થવું જોઈએ. વેદ અયોગ્ય સજ્જન વ્યક્તિનો તિરસ્કાર ન કરી તેના અધિકારોનું રક્ષણ કરવા માટે સંવેદનશીલ બની રહેવાનો પણ આદેશ આપે છે.

સત્ય ૧૭

વેદ સ્ત્રીની મહિમા ગાય છે.

મનુષ્ય આ સંસારના બધાં જ જીવોમાંનો શ્રેષ્ઠ જીવ છે. મનુષ્ય દેહ ઈશ્વરની સૌથી ઉત્તમ રચના છે. મનુષ્ય યોનીમાં પણ નારી જાતિ ઈશ્વરની ઉત્તમ રચના છે. આમ કરવા પાછળ ઈશ્વરનો અન્યાય કે પક્ષપાત નથી પણ કેટલાંક અદ્દભૂત તથ્યો છે. સ્ત્રી સમાજનું ઘડતર કરે છે. સ્ત્રી સાધારણ મનુષ્યને મહાપુરુષ બનાવે છે. સ્ત્રી સમાજનો પ્રથમ શિક્ષક છે. સ્ત્રી અત્યંત સહિષ્ણુત છે. સ્ત્રી દેશની સાંસ્કૃતિક ધરોહરને જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

શિક્ષિત સ્ત્રીઓ જ સશક્ત સમાજનું નિર્માણ કરી શકે છે. જે સમાજમાં સ્ત્રીઓને શિક્ષાથી વંચિત રાખવામાં આવે છે તે સમાજ અસહિષ્ણુત અને કટ્ટરપંથી બને છે. જો આજે અચાનક બધાં જ પુરુષો મૃત્યુ પામે તો પણ શ્રુષ્ટિ ચક્ર ચલાતું રહે. કારણ કે ઘણી સ્ત્રીઓના ગર્ભમાં હજુ પણ જીવન હશે. પણ જો અચાનક જ બધી સ્ત્રીઓ મૃત્યુ પામે તો શ્રુષ્ટિ ચક્ર અટકી જાય.

આમ, વૈદિક ધર્મનો સાચો અનુયાયી ક્યારેય સ્ત્રીનું શોષણ કરતો નથી અથવા તો પુરુષની સરખામણીમાં સ્ત્રીને તુચ્છ ગણતો નથી.

સત્ય ૧૮

વેદ સ્ત્રીને ભદ્રતા અને સોમ્યાતાનો સ્ત્રોત માને છે.

વેદ માને છે કે સ્ત્રી આ સંસારમાં ભદ્રતા અને સોમ્યતાનો સ્ત્રોત છે. વેદ પર સ્ત્રીને માતા સમાન ગણી તેને માન આપવાનો આદેશ કરે છે. કેટલાંક કટ્ટર ધર્મ સંપ્રદાયોની માન્યતા અનુસાર વેદમાં સ્ત્રી જડ પદાર્થ કે ભોગની વસ્તુ નથી. વેદ અનુસાર સ્ત્રીની ઉત્પત્તિ કાલ્પનિક આદમની પસણીઓમાંથી થઇ નથી.

વેદ ભારપૂર્વ કહે છે કે જ્યાં સુધી સ્ત્રીઓને સમાન અધિકાર અને યોગ્ય સન્માન આપવામાં નહીં આવે, અને જ્યાં સુધી સ્ત્રીઓને સમાજનું નેતૃત્વ કરવા દેવામાં નહીં આવે, ત્યાં સુધી સામાજનો ઉદ્ધાર થવો શક્ય નથી.

સત્ય ૧૯

વેદોમાં સ્ત્રીઓના પોષાકના સખત કાયદાઓ નથી.

વેદ અનુસાર સ્ત્રીઓએ હંમેશા ઘરમાં ગોધાય રહેવાની કે માથાથી લઈને પગ સુધી બુરખામાં ઢંકાઈ રહી વિટામીન-ડીની ઉણપથી પીડાવાની કોઈ જરૂર નથી.

વેદમાં સ્ત્રીઓ તેની પસંદગીના સભ્ય અને આરામદાયક વસ્ત્રો પહેરવાની સપૂર્ણ છુટ છે. આ માટે સ્ત્રીઓએ ધર્મના ઠેકેદારો પાસેથી અનુમતિ લેવાની કોઈ જરૂર નથી.

સત્ય ૨૦

વેદમાં કયામતનો દિવસ કે નર્ક નથી.

વેદ સ્વર્ગ, નર્ક, આદમ, ઈવ, દેવદૂતો, કયામતનો દિવસ, પૈગંબર, ભૂત અથવા શેતાનમાં માનવા કહેતા નથી.

‘સ્વર્ગ અને નર્ક’ અહીં આ સંસારમાં જ છે. જયારે સત્કર્મો કર્યા બાદ આપણને જે શુખ, શાંતિ અને સંતોષની અનુભૂતિ થાય છે તેનું નામ જ સ્વર્ગ. જ્યારે પાપકર્મો કરવાથી આપણને દુઃખ, શકો, અને ભયની અનુભૂતિ થાય છે તેનું નામ જ નર્ક. આમ સ્વર્ગ અને નર્ક આકાશમાં નહીં, પર આ પૃથ્વી પર જ છે.

‘આદમ અને ઈવ’ બીજું કોઈ નથી પણ સામાન્ય સ્ત્રી અને પુરુષ છે. દરેક સ્ત્રીએ એક પતિવ્રતા અને પુરુષે એક પત્નીવ્રતા હોવું જોઈએ.

જે સમાજના ઉત્થાન માટે નિશ્વાર્થ ભાવે કર્મ કરે છે તે ‘એન્જલ કે ફરિશ્તો’ છે. આમ સમાજના રક્ષણ અને ઉત્થાન માટે જીવન સમર્પિત કરનારા બધાં જ વૈજ્ઞાનિકો, સમાજસેવકો, સ્વતંત્રતા સેનાનીઓ, શિક્ષકો, સાચા અર્થમાં એન્જલ્સ કે ફરિશ્તાઓ છે. આવા એન્જલ્સ કે ફરિશ્તાઓ આકાશમાં ઉડતા નથી પણ સમાજમાં રહી વાસ્તવિકતાનો સામનો કરે છે. 

‘કયામતનો દિવસ’ એટલે જીવનની એ પ્રત્યેક ક્ષણ કે જે ક્ષણે આપણે સત્કર્મ કે પાપકર્મ કરવાનો નિર્ણય લેવાનો હોય. આ નિર્ણાયક ઘડી એટલે જ કયામતની ક્ષણ. આ નિર્ણય જ આપણું ભાગ્ય અને ભવિષ્ય નક્કી કરે છે. કયામતનો દિવસનો ઈશ્વરના કેલેન્ડરનો કોઈ એક ખાસ દિવસ નથી કે જે દિવસે બધાં જ મૃતકો કબરમાંથી ઊભા થશે અને ઈશ્વરના આદેશ અનુસાર સ્વર્ગ કે નર્કમાં જવા લાઈન લગાડશે. વૈદિક ઈશ્વરને આવું નાટક કરવાની કોઈ જરૂર નથી.

પોતાની અંતરઆત્મા જ ‘પૈગંબર અને પ્રોફેટ’ છે. જ્યારે આપણે સત્કામો કરવાનો સંકલ્પ કરીએ છીએ ત્યારે આપણે આપણી સફળતાનો માર્ગ સુનિશ્ચિત કરીએ છીએ. આમ આપણે યોગ્ય સંકલ્પ દ્વારા આપણું ઉજ્જવળ ભવિષ્ય ભાખીને સાચા અર્થમાં પ્રોફેટ બનીએ છીએ. આમ પ્રોફેટ આપણી અંદર જ છે અને નહીં કે બહારની દુનિયામાં.

‘ભૂત’ એટલે ભૂતકાળની કડવી સ્મૃતિઓ કે જે વર્તમાનમાં આપણાં કર્તવ્ય પાલનના માર્ગમાં અવરોધ પેદા કરે છે. આવી આત્મઘાતી સ્મૃતિને ભુલાવી દઈ જીવનપથ પર આગળ વધતા રહેવું જોઈએ.

‘શૈતાન’ એટલે આપણામાં રહેલી અસુરવૃત્તિ. આપણે આ અસુરવૃત્તિઓને મારી આપણી અંદર રહેલા શૈતાન પર વિજય મેળવવો જોઈએ. પ્રોફેટની જેમ શૈતાન પણ આપણી અંદર જ છે અને નહીં કે બહારની દુનિયામાં.

Series Navigation

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories