[adinserter block="6"]

રૂદ્રમહાલય – સિધ્ધપુર, જી. પાટણ, ગુજરાત

રૂદ્રમહાલય એ ૧૨મી સદીમાં બંધાયેલું ભગવાન શંકરનું એક અદ્દભુત અને પ્રાચીન મંદિર છે. આ મંદિર ગુજરાતના પાટણ જીલ્લાના સિધ્ધપુર શહેરમાં આવેલું છે. આ સમૃધ્ધ મંદિરમાં ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ ‘રુદ્ર’ને સમર્પિત ઘણાં ભવ્ય શિલાલેખો અને ઝીણવટપૂર્વક કરાયેલી કોતરણી જોવા મળે છે. સોલંકી વંશના રાજા જયસિંહ સિદ્ધરાજ દ્વારા ૧૦૯૪ થી ૧૧૪૩ની વચ્ચે આ મંદિરનું નિર્માણ કરાયું હતું.

આ ભવ્ય શિવ મંદિરનું નીમાન કરનાર રાજાના નામ પરથી જ આ શહેરનું નામ સિધ્ધપુર રાખવામાં આવ્યું હતું. સોલંકી વંશના શાસનકાળ દરમ્યાન સિધ્ધપુરવાસીઓ ખુબ જ સુખી અને સમૃધ્ધ હતા, ખાસ કરીને રાજા જયસિંહ સિદ્ધરાજના સમયમાં.

સિધ્ધપુરના મુખ્ય મંદિરના નિર્માણ સમયે વિપુલ સાધન-સામગ્રી ઉપલબ્ધ હતા. અને એટલે જ ૧૬૦૦ સ્થંભ, ૧૮૦૦૦ મૂર્તિઓ,૧૭૦૦૦ ધ્વજ, વિશેષરૂપે કંડારાયેલા તોરણો અને વિશાળ સુશોભિત પ્રવેશદ્વારનું નિર્માણ શક્ય બન્યું હતું.

૧૨ થી ૧૫મી સદી સુધીમાં રૂદ્રમહાલય અત્યંત ભવ્ય,સમૃદ્ધ અને સમ્પન્ન મંદિર હતું. ત્યારબાદ મુસ્લિમ આક્રાન્તાઓ દ્વારા ક્રુરતાપૂર્વક એનો વિનાશ કરાયો અને આ ઐતિહાસિક મંદિરને પણ ભારતના અન્ય મંદિરોની જેમ બળપૂર્વક મસ્જીદમાં પરીવર્તિત કરવામાં આવ્યું.

મોહમ્મદ ઘોરીએ સ્થાપત્ય કલાના ઉદાહરણ સમાન આ મંદિરમાં લૂંટ મચાવી એનો વિનાશ કર્યો. પ્રખ્યાત સોમનાથ મંદિર તરફની એની આક્રમણકારી લૂંટ સમયે એણે આ કામ કર્યું.

મોહમ્મદ ઘોરી અને એના મુધલ સાથીદારોએ ભારતમાં એમની ઘુસણખરી દરમ્યાન મોટી સંખ્યામાં હિન્દુ મંદિરોને વિધ્વંશ કર્યા કે જેનાથી આ પ્રદેશમાં મુસ્લિમ ધર્મ અને કાયદાઓને લાગું પડી શકાયા. હિન્દુ મંદિરો અને ધાર્મિક ઉપાસના સ્થળોનો નાશ કરી,  મુસ્લિમ આક્રાન્તાઓએ યોજનાપૂર્વક હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ઇતિહાસ, હિન્દુ સાહિત્યો, હિન્દુ ભાષા, હિન્દુ વંશજો, હિન્દુ રીત-રીવાજો, હિન્દુ સમાજ વ્યવસ્થા અને સંપૂર્ણ હિન્દુ જીવનશૈલીનો વિનાશ કર્યો. અને વર્તમાન સમયમાં પણ આ માટેના પ્રયત્નો ચાલુ જ છે.   

રૂદ્રમહાલય મંદિરે ફરીથી ૧૨૯૭ થી ૧૨૯૮ વચ્ચે ઉલુધ ખાન અને ૧૪૧૫માં અહમદ શાહ દ્વારા લૂંટ અને આક્રમણોનો સામનો કર્યો.

ત્યાર પછી આ ભવ્યાતિભવ્ય મંદિરનો પશ્ચિમી ભાગ જામા મસ્જીદ બનાવી દેવાયો.

પ્રવેશદ્વાર પરના લેખ મુજબ આ જામા મસ્જીદ ૧૬૪૫માં ઔરંગઝેબ દ્વારા બંધાવાઈ હતી. જયારે ધ્યાન આપવા જેવી વાત એ છે કે મસ્જીદ બંધાયા પછીના ૧૩ વર્ષો સુધી એટલે કે ૧૬૫૮ સુધી તો ઔરંગઝેબે શાસન કર્યું જ નહોતું. જોકે હાલના સિધ્ધપુરવાસીઓ ઔરંગઝેબને જ મસ્જીદનો નિર્માતા માને છે એમાં કોઈ નવાઈ નથી. ઔરંગઝેબના સમયે ઘણાં હિન્દુ મંદિરો, ખાસ કરીને પહાડી વિસ્તારના મંદિરો, તોડી નંખાયા હતા. પાછળથી આ મંદિરોની ધન-સંપદા લૂંટીને એનાથી જ હિન્દુ મંદિરોને મસ્જીદમાં બદલવામાં આવતા. ઉપરાંત ધ્વસ્ત મંદિરોની સામગ્રીનો ઉપયોગ કરીને પણ મસ્જીદો બનાવવામાં આવતી.

This article is available in English: SYMBOL OF SOLANKI DYNASTY TURNED INTO MOSQUE

[adinserter block="13"]
Previous articleQutub Minar is a Hindu Structure – Part 4
Next articleભદ્રકાળી મંદિર બન્યું જામા મસ્જીદ
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.