ઘણાં બેશરમ લાલ ચડ્ડીવાળા સામ્યવાદીઓ એવી જુઠી અફવાઓ ફેલાવતા જોવા મળે છે કે ભગત સિંહ પોતે પણ સામ્યવાદી હતા.
વાસ્તવિકતા:
૧. ભગત સિંહે ક્યારેય ભારતની સામ્યવાદી પાર્ટીમાં જોડાઈને દેશદ્રોહ કર્યો ન હતો.
૨. ઉલટાનું, ભગત સિંહ રામ પ્રદાસ બિસ્મિલની આગેવાની નીચે ચંદ્રશેખર આઝાદ, સુખદેવ અને રાજગુરુ સાથે જોડાયા અને દેશ માટે બલિદાન આપ્યું.
૩. રામ પ્રસાદ બિસ્મિલ પોતે પ્રખર હિન્દુવાદી અને આર્ય સામાજી હતા. તેઓ નીડરતાથી મુસલમાનોની શુદ્ધિ અને ઘર વાપસી કરાવતા. (રામ પ્રસાદ બિસ્મિલની આત્મકથા વાંચો)
૪. ભગત સિંહ પોતે સીખ હતા. તેમના પિતા આર્ય સમાજી હતા. જ્યારે ભગત સિંહનો જન્મ થયો ત્યારે તેમના દાદા અર્જન સિંહ ભગત સિંહને વૈદિક યજ્ઞ પાસે લઇ ગયા અને કહ્યું કે – “હું આને ભારતમાતાને સમર્પિત કરું છું” (ભગત સિંહની પુસ્તક “હું નાસ્તિક કેમ છું?” માંથી)
૫. ભગત સિંહના બંને કાકાઓએ પોતાની યુવાની ભારત માટે ખપાવી દીધી હતી. આમ દેશભક્તિ અને પ્રખર રાષ્ટ્રવાદ ભગત સિંહના લોહીમાં હતું. પણ સમ્યવાદિઓમાં તો દેશભક્તિનો છાટોય જોવા મળતો નથી.
૬. આધુનિક હિન્દુત્વના જનેતા અને મહાન સ્વતંત્ર સેનાની વીર દામોદર સાવરકર હંમેશાથી સામ્યવાદીઓના નિશાના પર રહ્યાં હતા. વીર સાવરકરની પુસ્તક “ફસ્ટ વોર ઓફ ઈન્ડીપેન્ડન્સ ૧૮૫૭” પર અંગ્રેજોએ પ્રતિબંધ મુકેલો હતો. લાલ ચડ્ડીવાળા સામ્યવાદીઓને કદાચ એ વાતની ખબર નથી કે ભારે જોખમ સાથે આ પુસ્તકનું પ્રકાશન અને વહેચણી કરનાર બીજું કોઈ નહીં પણ ભગત સિંહ હતા.
૭. ભગત સિંહે સામ્યવાદ માટે ક્યારેય પોતાના વાળ ઉતર્યા ન હતા. પોતે અંગ્રેજોની પકડમાં ન આવે તે માટે પોતાના વેશ બદલવાના હેતુથી તેમણે પોતાના વાળ ઉતર્યા હતા. તેમણે આમ ભારતમાતા માટે કર્યું, સામ્યવાદીઓ માટે નહીં.
જો કાર્લ માર્ક્સની ચોપડી વાચવાથી ભગત સિંહ સામ્યવાદી થઇ જતા હોય તો, પ્રખર હિન્દુવાદી રામ પ્રસાદ બિસ્મિલ અને વીર દામોદર સાવરકરના વિચારો પર જીવનભર ચાલવાથી ભગત સિંહ કેટલાં ઘણાં વધારે હિન્દુ હશે!
ઇન્કલાબ જિંદાબાદ | ભારતમાતા કી જય | વંદે માતરમ

