[adinserter block="6"]

દરેક મહાન અને સુસભ્ય મનુષ્ય આર્ય છે.

પોતાના આચરણ, વાણી અને કર્મમાં વૈદિક સિદ્ધાંતોનું  પાલન કરનાર, સંસ્કારી, સ્નેહી અને ક્યારેય પાપનું આચરણ  કરનાર, સત્યની ઉન્નતી અને પ્રચાર કરનારતથા આંતરિક અને બાહ્ય સ્વચ્છતા જેવા ગુણોને કાયમ ધારણ કરનાર આર્ય કહેવાય છે.

 બ્રાહ્મણક્ષત્રિયવૈશ્ય  અનેશુદ્ર  ચાર વર્ણવ્યવસ્થા વ્યક્તિને  નહિ પરંતુ  વ્યક્તિના ગુણોને પ્રદર્શિત કરેછે. પ્રત્યેક વ્યક્તિમાં આ ચાર ગુણો ( બુદ્ધિ, બળ, પ્રબંધન અને શ્રમ) રહેલા જહોય છે. સરળતા ખાતર જેમ આજના જમાનામાં શિક્ષણ આપનાર ને અધ્યાપક, રક્ષણ કરનારને સૈનિકવ્યવસાય કરનાર ને વ્યવસાયી  કહેવામાં આવે છે, તેમ પહેલાના સમયમાંતેમને ક્રમશ:  બ્રાહ્મણક્ષત્રિય અનેવૈશ્ય  કહેવામાં આવતા હતા. અને આનાથી અલગ અન્ય કામ કરનારને શુદ્ર કહેવામાં આવતા હતા. આ રીતે  વર્ણવ્યવસ્થા જન્મ ઉપર આધારિત નથી.

 આજના જમાનામાં પ્રચલિત થયેલ એવા કુળનામ (Surname) લગાડવાના રીવાજને આ ચારવર્ણો  સાથે કોઈ સબંધ નથી. આપણાં પ્રાચીન ધર્મગ્રંથો રામાયણ, મહાભારત અથવા અન્ય કોઈપ્રકારના ગ્રંથમાં આવી રીતે પ્રથમનામ, મધ્યનામ, અને કુળનામ લગાડવાની કોઈ સાબિતીમળતી નથી. આર્ય શબ્દ પણ  કોઈ વંશને દર્શાવતો નથી.

 કુટુંબ અને પાશ્વભૂમી (Background) નો વ્યક્તિને સંસ્કારી બનાવવામાંમહત્વનો ફાળો હોય છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી. પરંતુ એનો અર્થ એ નથી કે કોઈઅજ્ઞાત કુળનો વ્યક્તિ આર્ય ન બની શકે. આપણાં પતનનું એક મુખ્ય કારણઆ  જન્મ પર આધારિત ખોટી જાતિવ્યવસ્થાછે કે જેને આજે પણ આપણે  મૂર્ખતા પૂર્વક અપનાવીને બેઠા છે.  અને આના કારણે આપણે આપણાં સમાજ  ના બહુ મોટાભાગને આપણાંથી અલગ કરી દીધો છે – એમને અછૂત નો દર્જો આપીને – માત્ર  એટલા માટે કેઆપણને એમનું મૂળ ખબર નથી. આતો અત્યંત શરમજનક વાત છે.  

 આર્ય શબ્દનો કોઈ ગોત્ર સાથે પણ સંબંધ નથી. બહુ નજીકના સબંધોમાં લગ્ન ન થાયએટલા માટે જ ગોત્રનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત કુળનામો નો કદાચ જકોઈ ગોત્ર સાથે સંબંધ હોય શકે.

 આર્ય શબ્દ શ્રેઠતાનું પ્રતિક છે.અને કોઈ પણ શ્રેઠતા માપવા માટેપરિવારની પાશ્વભૂમી (Background) એ કોઈ માપદંડ ન હોય શકે. કારણકે કોઈ તબીબ (Doctor) નો દીકરો માત્ર એટલા માટેજ તબીબ ન કહેવાય કારણકે એના પિતા તબીબ છે, જયારે બીજી તરફકોઈ અનાથ બાળક ભણીને તબીબ બની શકે છે. ઠીક આવીજ રીતે જો કોઈ એવું કહે કેશુદ્ર બ્રાહ્મણ ન બની શકે તો  એ વાત તદ્દન ખોટી છે.

 બ્રાહ્મણનો અર્થ જ્ઞાન ધરાવનાર વ્યક્તિ એવો થાય છે. જો કોઈશિક્ષાના અભાવથી બ્રાહ્મણક્ષત્રિય કેવૈશ્ય  બનવાની યોગ્યતા ન ધરાવતા હોય તો તે શુદ્ર છે. પણ શુદ્રપણ પોતાના પ્રયત્નથી જ્ઞાન મેળવીને પોતાનું વર્ણ બદલી શકે છે અને બ્રાહ્મણ પણ બનીશકે છે.

દ્વિજ – એટલે કે જેઓ એ બે વખત જન્મ લીધો છે એ. જન્મથી તો બધાને જ શુદ્રમાનવામાં આવ્યા છે. બ્રાહ્મણક્ષત્રિયવૈશ્ય આ ત્રણવર્ણોને દ્વિજ કહે છે કારણકે વિદ્યા પ્રાપ્ત કર્યા પછી અને યોગ્યતા મેળવ્યા પછીતેઓ સમાજ કલ્યાણમાં પોતાનો સહયોગ આપે છે. આવી રીતે એમનો બીજો જન્મ “વિદ્યા જન્મ”હોય છે. માત્ર  માતા-પિતા પાસેથી જન્મ મેળવનાર અને વિદ્યા મેળવવામાં અસફળ વ્યક્તિકે જે આ “વિદ્યા જન્મ” થી વંચિત રહે છે એ શુદ્ર છે.

 એટલા માટે બ્રાહ્મણનો દીકરો જો અશિક્ષિત હોય તો એ શુદ્ર છે અને શુદ્ર પણપોતાના નિશ્ચયથી જ્ઞાન, વિદ્યા અને સંસ્કાર મેળવી ને બ્રાહ્મણક્ષત્રિય કેવૈશ્ય બની શકે છે. એમાં માતા-પિતા દ્વારા આપવામાંઆવેલ  જન્મને  કોઈ સબંધ નથી.

તો આવો આપણે સર્વ સત્યને ગ્રહણ કરનાર બનીએ અને ખોટા જાતિવાદની  પકડ માંથીમુક્ત થઈ સંપૂર્ણ અને સશક્ત સમાજ અને રાષ્ટ્ર નું નિર્માણ કરીએ.

Original post in English is available at  http://agniveer.com/9/arya-and-castes/

[adinserter block="13"]
Previous articleWere Buddhists Persecuted By Hindus?
Next articleवेदों में नारी
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.
  • aap ki bat sahi hai. me bhi GUN-KARMA-SVABHAV ke anusar gyati (not jati)vyavastha mein manta hu. par dukh ki baat yah he ki aaj pure bharat me jyadatar log janma adharit jati vyavastha hi mante hai.