- વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૧
- વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૨
- વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૩
- વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૪
- વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૫
સત્ય ૧
વેદ એટલે જ્ઞાન.
‘વેદ’ શબ્દનો અર્થ ‘જ્ઞાન’ થાય છે. વેદ શબ્દ મૂળ ધાતુ ‘વિદ’ કે જેનો અર્થ ‘જાણવું’ થાય છે, તેમાંથી આવ્યો છે. સર્વવ્યાપી અને સર્વજ્ઞ ઈશ્વરે વેદનું જ્ઞાન શ્રુષ્ટિ સર્જન સમયે સમગ્ર માનવમાત્રના કલ્યાણ માટે આપ્યું હતું.
સત્ય ૨
વેદ એ માત્ર “પુસ્તક” નથી.
વેદ એટલે શાશ્વત જ્ઞાન. વેદ એટલે સર્વકાલિક અને સાર્વભૌમિક જ્ઞાન.
જેમ કોઈ વ્યક્તિને ચિત્ર સ્વરૂપે જોવી હોય તો એનો ફોટોગ્રાફ કામમાં આવે છે, એવી જ રીતે જયારે વેદ જ્ઞાનને શ્રવણ-સંબંધી બનાવામાં આવે છે ત્યારે આ જ્ઞાન શબ્દમય હોય છે. ઉદાહરણ તરીકે મંત્રોચ્ચાર. જ્યારે આ જ્ઞાનને નેત્ર-સંબંધી બનાવવામાં આવે છે ત્યારે આ જ્ઞાન દ્રષ્ટિમય હોય છે. ઉદાહરણ તરીકે વેદ ગ્રંથો.
બીજા શબ્દોમાં કહીએ તો, વેદ નિત્ય જ્ઞાન છે. આ જ્ઞાનને ધ્વનિમાં દર્શાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે મંત્રોચ્ચાર અને અક્ષરોમાં દર્શાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે ‘વેદ સંહિતાઓ.’
આજનાં સમયમાં આ અક્ષર જ્ઞાનનો ઉપયોગ કરી વેદને સમજવામાં ઘણી સરળતા રહે છે.
સત્ય ૩
વેદ સંહિતાઓ “મંત્રો”નો સંગ્રહ છે.
વેદ સંહિતાઓ મંત્રોનો સંગ્રહ છે. વેદ સંહિતાઓને મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.
- ઋગ્વેદ
- યજુર્વેદ
- સામવેદ
- અથર્વવેદ
વેદોની ઋચાઓ “મંત્ર’ કહેવાય છે. વેદ સિવાયના અન્ય સંસ્કૃત સાહિત્યોની ઋચાઓ ‘શ્લોક’ કહેવાય છે. વેદ મંત્રોમાં સમાવિષ્ટ વિષય વસ્તુમાં તો શું, વેદ મંત્રોના ઉચ્ચારણમાં પણ કોઈ પ્રકારનો ફરફાર થઇ શકતો નથી. આથી કોઈ સામાન્ય વ્યક્તિ વેદ મંત્રોના ઉચ્ચારણ પર ધ્યાન આપ્યાં વગર ભલેને વેદ મંત્રોનો પાઠ કરતો હોય, પણ દરેક મંત્રોના દરેકે દરેક શબ્દંશનું ઉચ્ચારણ એક વિશિષ્ટ પદ્ધતિથી થાય છે. જો તમે વેદ મંત્ર સંહિતાને ઘ્યાનથી જોશો તો તમને અક્ષરોની પાછળ અને ઉપર કેટલાંક ચિન્હો કે માત્રાઓ જોવા મળશે. આ ચિન્હો અને માત્રાઓ વેદ મંત્રોના ઉચ્ચારણની ખાસ રીત દર્શાવે છે.
સત્ય ૪
વેદનું જ્ઞાન સૌ પ્રથમ ચાર ઋષિઓને મળ્યું.
શ્રુષ્ટિના આરંભમાં ઈશ્વરે ચાર ઋષિઓના અંતઃકરણમાં વેદોનું જ્ઞાન પ્રગટ કર્યું. આ ઋષિઓમાં તેમના પૂર્વ જન્મના કર્મોને કારણે ઉત્તમ સંસ્કારોનું નિર્માણ થયું હતું અને એટલે જ તેઓ આ જન્મમાં વેદોનું જ્ઞાન ગ્રહણ કરવામાં અને પછી અન્ય મનુષ્યોને વેદોની શિક્ષા આપવામાં સર્વસમર્થ અને યોગ્ય હતા.
શ્રુષ્ટિ સર્જન અને વિનાશનું ચક્ર નિરંતર ચાલતું જ રહે છે. આથી જયારે નવી શ્રુષ્ટિનું સર્જન થાય છે ત્યારે વેદ જ્ઞાનને આત્મસાત્ કરવા માટે અને તેનો પ્રચાર પ્રસાર કરવા માટે જે ઉત્તમ જીવાત્માઓ હોય છે તે જીવાત્માઓના હદયમાં ઈશ્વર વેદનો પ્રકાશ કરે છે.
આ શ્રુષ્ટિના સર્જન સમયે જે ચાર ઋષિઓના હદયમાં ઈશ્વરે વેદનો પ્રકાશ કર્યો હતો તે આ પ્રમાણે છે:
- અગ્નિ ઋષિ – ઋગ્વેદ
- વાયુ ઋષિ – યજુર્વેદ
- આદિત્ય ઋષિ – સામવેદ
- અંગીરા ઋષિ – અથર્વવેદ
સત્ય ૫
વેદનું જ્ઞાન ચાર ઋષિઓના અંતઃકરણમાં પ્રકટ થયું.
મંત્રો, મંત્રોના અર્થ અને ઉચ્ચારણ – એમ એકસાથે વેદનું સંપૂર્ણ જ્ઞાન સૌ પ્રથમ આ ચાર ઋષિઓને મળ્યું. આપણી અજ્ઞાનતા અને સીમિત બુદ્ધિને કારણે આમ માની લેવું કદાચ આપણાં માટે શક્ય નથી. પણ જીવાત્મા જ્યારે ઈશ્વરના સાનિધ્યમાં હોય છે ત્યારે પૂર્ણતાની આવી આદર્શ સ્થિતિમાં જ્ઞાન, ભાષા અને ઉચ્ચારણ એક બીજાથી અલગ ન રહી એકાકૃત થઈ જાય છે.
જેમકે, બાળક જયારે મંદ હાસ્ય આપીને પોતાની માતાને “માં” કહીને સંબોધે છે ત્યારે માતા માટે સંબોધાયેલો “માં” શબ્દ, શબ્દનો અર્થ, તેનું ઉચ્ચારણ, તેની ભાષા, અને તે સમયે અનુભવાતો માતૃત્વનો ભાવ એકબીજાથી અલગ ન રહી એકાકૃત થઈ જાય છે. આ જ રીતે જ્યારે મન નકારાત્મક વૃત્તિઓથી ખાલી થઇ ઈશ્વરમાં સ્થિર થાય છે ત્યારે ઈશ્વરીય જ્ઞાનની (વેદ) ભાષા, અર્થ અને ઉચ્ચારણનો અનુભવ એક સાથે થાય છે. શ્રુષ્ટિ સર્જન સમયે આ ચાર ઋષિઓ પણ આવી જ ઉન્નત (ઈશ્વરમાં સમાંધિષ્ટ) અવસ્થામાં હતા અને આથી જ તેઓને વેદ મંત્રો, મંત્રોના અર્થ અને ઉચ્ચારણનું જ્ઞાન એક સાથે થયું.
આ જ્ઞાન અને ઉચ્ચારણના આધારે અન્ય મનુષ્યોને વેદોની શિક્ષા આપવા માટે આ ઋષિઓએ સૌ પ્રથમ ભાષાના નિયમો બનાવ્યાં.
આમ ભાષાની ઉત્પત્તિનું મૂળ પણ વેદમાં જ છે.
મહાપુરુષોને જેમ સત્કર્મો કરવાની પ્રેરણા પોતાના અંતઃકરણમાંથી મળે છે તેમ આ ઋષિઓને પણ માનવમાત્રને વેદોની શિક્ષા આપવા માટેની પ્રેરણા તેમના અંત:કરણમાંથી મળી. સમય જતા ઋષિઓ દ્વારા આપવામાં આવેલ વેદ જ્ઞાનનો વ્યાપક પ્રચાર થયો. આમ માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ.
આમાંથી જે તેજસ્વી વિદ્વાનોએ વેદો મંત્રો ઉપર ઊંડું ઘ્યાન ઘરી તેમની સમાંધિષ્ટ અવસ્થામાં જે વેદ મંત્રોના અર્થ જાણ્યાં, તે વિદ્વાનો તે મંત્રોના “ઋષિ” કહેવાયા. આમ વેદ ઋષિઓ “મંત્ર દ્રષ્ટા” હતા, અને નહીં કે “મંત્ર કર્તા.”


સરસ સત્ય લેખન.
આભાર આપનો.