UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

ધ્યાન – જીવનનું અદ્દભૂત વ્યસન

This entry is part [part not set] of 12 in the series આનંદમય જીવનનું વિજ્ઞાન

આપણું મસ્તિસ્ક એક અદ્દભૂત સાધન છે. ધ્યાનનો મુખ્ય હેતુ આ મસ્તિસ્ક રૂપી સાધનનો વિકાસ અને યોગ્ય ઉપયોગ કરી ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવની અનુભૂતિ કરવાનો છે. આથી પુસ્તકના આ છેલ્લા પ્રકરણમાં ધ્યાન ધરવાની જે પદ્ધતિ મારા માટે સૌથી અસરકારક અને લાભકારક નીવડી છે તેની મેં અહીં ચર્ચા કરી છે.

આપણી વાસ્તવિકતાઓ અલગ-અલગ હોય છે

ઈશ્વરમાં ધ્યાનમગ્ન રહેવાની સ્થિતિ એ જીવનનો અત્યંત સુખદાયક અનુભવ છે. વર્તમાનના પ્રબળ સંસ્કારો અને જીવનની માંગ અનુસાર, મેં મારી ધ્યાન પદ્ધતિમાં ઘણાં પરિવર્તનો અનુભવ્યાં છે.

આજના વ્યસ્ત દિવસોમાં, નીચે વર્ણવેલી ધ્યાન પદ્ધતિ તરફ હું સ્વાભાવિક રીતે નમ્યો છું. પણ હું નિશ્ચિતપણે ન કહીં શકું કે ભૂતકાળમાં ધ્યાન વિષય પર લખાયેલી પુસ્તકોમાં મારી આ ધ્યાન પદ્ધતિનો ઉલ્લેખ હશે જ. કારણ કે મારા જીવનની વાસ્તવિકતા અન્યોથી ભિન્ન હોય શકે. અને આજના યુગમાં બહિર્મુખી બની રહેવાની માંગ પણ અત્યાધિક છે આથી તે પ્રમાણે ધ્યાન પદ્ધતિમાં પણ બદલાવ આવી શકે.

મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, ઈમેઈલ, લેપટોપ વગેરેને કારણે મારા જેવા અન્ય યુવાનોના બહિર્મુખી બની રહેવાના પ્રકારોમાં પણ ભારે બદલાવ આવ્યો છે. વ્યવસાયિક લોકો માટે કામનો ભાર, કામની ગુણવત્તાની માંગ અને કામ પૂરું કરવાની સમય મર્યાદાનો ભાર છેલ્લા ૧૦ વર્ષોમાં અત્યંત વધી ગયો છે. આથી વ્યક્તિને પોતાના માટે થોડો સમય એકાંતમાં શાંતિથી કાઢવો અત્યંત મુશ્કેલ બની ગયો છે. ધ્યાન પદ્ધતિ પણ આ બદલાતી વાસ્તવિકતાને અનુરૂપ થતી ચાલી છે. પણ મહત્વની વાત એ છે કે, આ બધાંમાં હું જે ધ્યાન પદ્ધતિનો પ્રયોગ કરી રહ્યો છું તેનાથી મને અત્યાધિક લાભ થયો છે.

પહેલો પડકાર – આંતરિક અને બાહ્ય ખલેલોને કાબુમાં લાવવા

સામાન્ય રીતે ધ્યાન આંખ બંધ કરીને કરવામાં આવે છે. બંધ આંખો ચિત્તક્ષોભ અને બાહ્ય ખલેલને ઘણાં અંશે કાબુમાં કરી દે છે. આ ઉપરાંત શાંત સ્થાન બાકીના ચિત્તક્ષોભને કાબુમાં કરી દે છે. જ્યારે આવું બને છે ત્યારે મનમાં વિચારો વાંદરાની જેમ અનિયંત્રિતપણે ઉછળકૂદ કરવા લાગે છે. ચંચળ મન વ્યગ્રતાપૂર્વક જ્ઞાન ઇન્દ્રીયોમાંથી છટકી જવાનો પ્રયત્ન કરે છે. અથવા તો, આનાથી વિરુદ્ધ, વ્યક્તિ સુષુપ્ત અવસ્થામાં જવા લાગે છે. મારા અનુભવ પ્રમાણે ઘણાં લોકો સુષુપ્ત અવસ્થા (નિંદ્રા અવસ્થા) અને ધ્યાન અવસ્થા વચ્ચેનો ભેદ સમજી શકતા નથી.

થાક લાગ્યો હોય અથવા અપૂરતી ઊંઘ લેવાય ગઈ હોય ત્યારે થોડી નિંદ્રા લઇ લેવી લાભકારી છે. પણ ધ્યાનની સાચી ઊર્જાશક્તિની અનુભૂતિ તો જાગૃત અવસ્થામાં જ થાય છે, નહીં કે સુષુપ્ત અવસ્થામાં.

બીજો પડકાર – ધ્યાન દરમિયાન જાગૃત રહેવું

ધ્યાનનો ઉદ્દેશ મનની અતિશય ચંચળતા અને સુષુપ્ત અવસ્થા, આ બંનેને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખવાનો છે.

આથી ધ્યાન કરતા પહેલાં થોડો શારીરિક વ્યાયામ કરી લેવો મને વધુ લાભદાયક લાગે છે. ધ્યાન કરતા પહેલાં ઊંડી શ્વાસોશ્વાસની ક્રિયા અને હળવો વ્યાયામ કરવું સારું. જો તમે ધ્યાન અને વ્યાયામ કરવાનો સમય સાથે રાખી શકો તો એના જેવું ઉત્તમ કાંઈ જ નહીં. વ્યાયામ તમને ધ્યાન સમયમાં જાગૃત અને એકાગ્ર રાખવામાં સહાયક બને છે. ધ્યાન કરી લીધા પછી તમે ફરીથી વ્યાયામ કરી શકો છે. જો કે ધ્યાન કર્યા બાદ ફરીથી વ્યાયામ કરવો કે નહીં, તે ધ્યાન પહેલાં તમે કેટલો કઠોર વ્યાયામ કર્યો છે તેના પર આધારિત છે.

આમ કરવાથી ધ્યાન સમયે તમારી સુષુપ્ત અવસ્થા ઘણાં મોટા અંશે કાબુમાં આવી જશે.

ત્રીજો પડકાર – મનને શાંત પાડવું

હવે બીજો પડકાર છે મનની ચંચળતાને નિયંત્રિત કરવી. આ માટે ‘ઈશ્વર સમર્પણ’ નો માર્ગ જ મને સૌથી ઉત્તમ લાગ્યો. હું ખુબ જ સહજતાથી જીવન, જીવનનાં લક્ષ્યો અને ઈશ્વરના ન્યાયકારી, દયાળુ, કલ્યાણકારી જેવા દિવ્ય ગુણો વિષે વિચાર કરવાનું શરુ કરી, ધીમે ધીમે ઈશ્વરીય આનંદમાં ધ્યાનમગ્ન થવા માડું છું. ધ્યાનની આ પદ્ધતિ વિષે મહત્વની વાત એ છે કે ધ્યાન દરમિયાન આપણને જીવન, ઈશ્વર અને જીવનના લક્ષ્ય વિશે તર્કપૂર્ણ જ્ઞાન થવા લાગે છે, કે જેથી કરીને આપણે ઈશ્વર અને જીવનના લક્ષ્ય સાથે ભાવાત્મક રીતે જોડાઈ શકીએ. આથી જ પતંજલિ નિયમિત “સ્વાધ્યાય”ને યોગનો એક અભિન્ન અંગ ગણે છે. આથી જ વૈદિક ગ્રંથોનું નિયમિત અધ્યયન અને તેના પર મનન, ચિંતન અને પછી આત્મવિશ્લેષણ કરવું ખુબ જ અસરકારક નીવડે છે. વ્યક્તિ જેમ વધુને વધુ વૈદિક ગ્રંથોનું અધ્યયન કરતો જાય છે તેમ તે વૈદિક ગ્રંથોના પારિભાષિક જ્ઞાનમાં નિપુણતા મેળવી લે છે. આ પારિભાષિક એટલે કે વેદોનું ટેકનીકલ જ્ઞાન પણ અત્યંત અસરકારક અને લાભદાયી છે. અને અંતે ધ્યાન દરમિયાન વેદ મંત્રોની અનુભૂતિમાં લિપ્ત થઇ જવું તેના જેવું ઉત્તમ કાઈ જ નથી.  

ચોથો પડકાર – ઈશ્વરના સાનિધ્યમાં રહેવું

ધ્યાન દરમિયાન જ્યારે ધ્યાનીને બંધ આંખોએ આત્મજ્ઞાનની, ઈશ્વરની અને ઈશ્વરના આનંદમય સાનિધ્યની અનુભૂતિ થતી હોય છે, ત્યારે તેની ભાવનાઓનો પ્રવાહ બહારની તરફ વહેવા લાગે છે. પણ જો શરૂઆતમાં ક્યારેક બાહ્ય ખલેલને કારણે ભાવનાઓનો પ્રવાહ સહજતાથી ન વહે તો, ધ્યાનીએ શરૂઆતમાં યાંત્રિક રીતે પણ ભાવનાઓનો પ્રવાહ ચાલુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ માટે ભૂતકાળની કોઈપણ આનંદદાયક પરિસ્થિતિ કે સમયને તમારા મનમાં ઉજાગર કરો. ત્યાર બાદ, આસપાસની વ્યક્તિ કે વસ્તુને અવગણી, તે સમયની સુખદાયક ભાવનાઓ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. ઈશ્વરે તમને આનંદ માંણવાની ક્ષમતા આપી છે તે બદલ ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરતા કરતા ઈશ્વરમાં ધ્યાન કેન્દ્રિત કરો. અનુભવ કરો કે આ આનંદનો સ્ત્રોત તમારી અંદર જ છે અને આથી કોઈપણ બાહ્ય પ્રેરકબળ ન હોય તો પણ તમે તે આનંદ સ્વયંની અંદરથી સ્ફુરિત કરી શકો છો. આ માટે પણ ઈશ્વરનો ફરીથી આભાર માનો. વારંવાર ઈશ્વરપ્રતિ કૃતજ્ઞભાવ વ્યક્ત કરતા રહી આનંદને સહજતાથી અનુભવતા રહો.

પણ એ વાતનું ધ્યાન રાખો કે કાવ્યાત્મક રીતે ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાની જરૂર નથી. શબ્દમય કે શબ્દરહિત, પણ સાચી ભાવના હોવી અત્યંત મહત્વની છે. આમ તો ઈશ્વર પ્રત્યે વ્યક્ત થતો કૃતજ્ઞભાવ શબ્દરહિત હોય તે જ ઉત્તમ છે, પણ આમ કરવા માટે સ્વયંને કોઈપણ રીતનું દબાણ કરવું યોગ્ય નથી. માત્ર જે સહજ લાગે તેને જ અનુસરતા રહો.

જરૂર જણાય તો બીજા કોઈ આનંદદાયક પ્રસંગને મનમાં ઉજાગર કરી આ આખી પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. આમ કરવાથી તમે શીધ્રતાથી હર્ષોલ્લાસમાં લીન થઈ જશો. ધ્યાન કરતી વખતે મને તો એક કરતા વધારે પ્રસગનું સ્મરણ કરવાની ક્યારેય જરૂર લાગી નથી. બધું જ સાહજિકપણે થવા લાગે છે અને હું બસ તેનો આનંદ અનુભવું છું.

પાંચમો પડકાર – ઈશ્વરના સહયોગો બનવું

હવે આ આનંદની અનુભૂતિ બદલ ઈશ્વર તમારા તરફથી શું ઈચ્છે છે તે અનુભવવાનું શરુ કરો. ઈશ્વરના સહયોગથી આનંદ મેળવવાની પ્રક્રિયામાં તમારી પોતાની શી ભૂમિકા હોવી જોઈએ તેનો અનુભવ કરો. ધીમે ધીમે તમને કર્મના સિદ્ધાંતનો અનુભવ થશે. અનુભવો કે કર્મના સિદ્ધાંત અનુસાર તમને કર્મફળ અવશ્ય મળે છે અને તમે જે વિચારો છો એ પ્રમાણેના જ કર્મ તમે કરો છો. જો તમે તમારા બધાં જ વિચારો ઈશ્વરને સમર્પિત કરશો તો આનંદપ્રદાતા ઈશ્વર તરફથી તમને નિરંતર આનંદપ્રાપ્તિ થતી રહેશે. સમય કે કાળના બંધનથી પરે સદા ઈશ્વરના સાનિધ્યમાં હોવાનો અનુભવ કરો. અનુભવો કે ઈશ્વર સર્વદા તમારી સાથે જ છે અને ઈશ્વરના સાનિધ્યમાં રહેવાથી ઈશ્વરની કૃપા સર્વદા બની રહે છે.

આનંદપ્રાપ્તિ માટે ઈશ્વરના સહયોગી બની રહેવાની ભાવનાથી, તદ્દન વિરુદ્ધ, નકારાત્મક વૃત્તિઓયુક્ત તમારા મનને શુદ્ધ કરવા પ્રયત્નશીલ થાવ. નવા ઉજાગર થતા પ્રત્યેક નકારાત્મક ભાવને દુર કરો. હવેથી જીવનમાં શ્રેષ્ઠ બનવાનો દ્રઢ સંકલ્પ કરો. તમે પણ ઈશ્વરની જેમ ક્યારેય હાર ન માની શ્રેષ્ઠત્તમ કર્મો કરતા રહેવાનો દ્રઢ સંકલ્પ કરો. બની શકે તો કોઈ વિશેષ સંકલ્પ કરો.

યોગદર્શનના “યમ” અને “નિયમ” આ રીતમાં ઉત્તમ સહાયક પુરવાર થશે. યમ અને નિયમમાં વર્ણિત દરેક આજ્ઞાઓ પર વિચાર કરો, દ્રઢ સંકલ્પ કરો અને ઈશ્વર પ્રત્યે સર્વદા કૃતજ્ઞભાવ રાખી સુખ અને આનંદ અનુભવો.

ધ્યાન વખતે મંત્રોચ્ચાર

આમ કરતા સુધીમાં એક નહીં પણ અનેક પ્રકારની ભાવનાઓ તમારા મનને ભરી દેશે. આ બધી ભાવનાઓને એકબીજાથી અલગ કરવાનો પ્રયત્ન ન કરો. શાંત ચિત્તે આ બધી જ લાગણીઓને અનુભવતા રહો. જો કોઈ બાહ્ય ખલેલ કે અવાજ આવે તો એને પણ ઈશ્વરીય આનંદમાં સમ્મલિત કરી દો. અહીં વધુમાં તમે પ્રત્યેક શ્વાસની સાથે “ઓમ્”નું ઉચ્ચારણ કરી શકો છો. મને આમ કરવું ખુબ જ અસરકારક લાગ્યું.

હવે “ઓમ્”ના પ્રત્યેક ઉચ્ચારણ સાથે ઈશ્વર સાથેના ભાવાત્મક આનંદમાં વધારો થતો જશે. જ્યારે આમ બને ત્યારે આ અવસ્થામાં જ સ્વયંને સ્થિર કરો. ઈશ્વરને બધી જ ઇન્દ્રિયો કે મનથી પરે અનુભવવાનો પ્રયત્ન કરો, કે જ્યાં માત્ર ઈશ્વર અને સ્વયં સિવાય અન્ય કોઈ ન હોય.

થોડા સમય પછી, ફરીથી મન ચંચળ થશે કારણ કે મનને લાંબા સમય સુધી સ્થિર અને શાંત રહેવાની આદત નથી. ધ્યાનના આ ચરણમાં આંખો ખોલી ધ્યાન ભંગ કરો. અને આંખો બંધ કરી ફરીથી “ઓમ્” જપની યાત્રા શરુ કરો. આવું વારંવાર કરતા રહેવાથી મનની ચંચળતા દુર થશે.

જીવનની પ્રવૃત્તિઓ અને ધ્યાન

હવે ફરીથી બંધ આંખો ખોલો અને સંકલ્પ દ્રઢ કરો અથવા લીધેલા સંકલ્પનું પુનરાવર્તન કરો. ઈશ્વરનો ફરીથી આભાર માનો. બાહ્ય જગતને નિહાળો અને નિશ્ચિત કરો કે તમે ઈશ્વરીય આનંદમાં હજુ પણ લીન છો કે નહીં. દિવસનો મોટાભાગનો સમય બાહ્ય જગતમાં ગાળવાનો હોવાથી બાહ્ય જગતમાં પણ ઈશ્વર સાથેનો તમારો સંબંધ અતુટ રહેશે તે સુનિશ્ચિત કરો. શાંત સ્થાને બંધ આંખોએ ધ્યાન કરવું સરળ છે. પણ બાહ્ય જગતમાં કે જ્યાં આપણે દિવસના ૧૬ કલાક વિતાવવાના છે ત્યાં પણ ધ્યાનની ઊર્જાશક્તિની અસર તો પહોચવી જ જોઈએ.

જયારે ઈશ્વરીય આનંદ મંદ પડતો જણાય એટલે કે જ્યારે ઈશ્વર અને સ્વયંનો સંબંધ તૂટતો જણાય, ત્યારે આંખો બંધ કરી ફરીથી ઈશ્વર સાથે જોડાવાનો પ્રયત્ન કરો. આંખો ખોલી ઈશ્વર સાથે સંબંધ સ્થિર રહે છે કે નહીં તે સુનિશ્ચિત કરો. અભ્યાસથી બાહ્ય જગતમાં પણ તમે ઈશ્વર સાથે સંબંધ સ્થાયી કરવામાં સફળ થશો. શક્ય બને તો થોડો સમય “ઓમ્”નું મોટેથી ઉચ્ચારણ કરો.

હવે બાહ્ય જગતમાં થોડો સમય પ્રવૃત રહો. પ્રવૃત્તિ કરતા સમયે પણ ઈશ્વર સાથેનો તમારો સંબંધ હજુ પણ અતુટ છે તે સુનિશ્ચિત કરો. અને જો આ સંબંધ સુનિશ્ચિત થાય તો સમજવું કે કાયમ ઈશ્વરમાં ધ્યાનમગ્ન રહેવામાં રીત તમે શીખી લીધી છે.

હવે નિયમિત સમયાંતરે આંખો બંધ કરી ઈશ્વર સાથેનો તમારો સંબંધ સ્થિર રહ્યો છે કે નહીં તે સુનિશ્ચિત કરતા રહેવાની આદત કેળવો. આ પદ્ધતિ આત્મબળમાં પણ વૃદ્ધિ કરશે. જો શક્ય બને તો સંધ્યા સમયે પણ ૧૫ મિનીટ સુધી ધ્યાન કરવાની આદત કેળવો. રાત્રે સુતા પહેલાં પણ ધ્યાન કરવાની આદત કેળવો.

સુતા સમયે ધ્યાન

રાત્રે ધ્યાન કરતી વખતે સુષુપ્ત અવસ્થાને (નિંદ્રા અવસ્થા) રોકવાનો પ્રયત્ન ન કરો. સહજતાથી પ્રત્યેક શ્વાસ સાથે “ઓમ્”નો જપ કરતા રહો. અનિયંત્રિત વિચારોને અવગણીને પણ “ઓમ્”નો જપ કરતા રહો. આમ કરવાથી અનિયંત્રિત વિચારોને નિયંત્રિત કરવાની કળા તમે જલ્દીથી શીખી જશો.

સારાંશ

મેં જે આ ધ્યાનની મૂળભૂત પદ્ધતિનું વર્ણન કર્યું છે તે મને અત્યંત કાર્યસાધક, અને જીવનમાં સહજભાવની વૃદ્ધિ કરવામાં અને અકલ્પનીય સફળતા મેળવવામાં અત્યંત અસરકારક લાગી. મેં જે આ ધ્યાન પદ્ધતિનું વર્ણન કર્યું છે તે ધ્યાન પદ્ધતિને વ્યક્તિ પોતાની જરૂરીયાત મુજબ અન્ય ધ્યાન પદ્ધતિ સાથે સમ્મલિત કરી, ધ્યાનનો સર્વોત્તમ લાભ ઉઠાવી શકે છે.

ધ્યાનમગ્ન સ્થિતિમાં ઈશ્વરીય આનંદની સરખામણીમાં અન્ય કોઈપણ આનંદ નથી.

ઈશ્વર અમોને આ સોમરસ સર્વદા પ્રદાન કરતો રહે!

ॐ શાંતિ શાંતિ શાંતિ

To purchase the book kindly visit: [mybooktable book=”the-science-of-blissful-living_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]

Series Navigation

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories