મૂળ નામ: વિજયપુર સીકરી
ઇસ્લામિક ક્રૂરતાના પ્રતિક બન્યા પછીનું નામ : ફતેહપુર સીકરી
આગ્રાના કલાત્મક તાજમહાલથી આશરે ૨૭કિ.મી. દુર ઐતિહાસિક અને વૈભવી શહેર ફતેહપુર સીકરી વસેલું છે. આપણને ઇતિહાસમાં એવું જ ભણાવવામાં આવ્યું છે કે ફતેહપુર સીકરીનું નિર્માણ ૧૫૭૧ થી ૧૫૮૫ વચ્ચે મુઘલ સમ્રાટ અકબર દ્વારા કરવામાં આવ્યું હતું.
આમ છતાં અહીની દિવાલો અને સ્થળો, અકબર કરતાંયે ઘણા સમય પહેલા, ફતેહપુર સીકરીના અસ્તિત્વની મૂક્શાક્ષી પૂરે છે. આ દીવાલો અને ભવ્ય ઈમારતો પરના સ્પષ્ટ ચિન્હો એક અલગ જ ઈતિહાસ દેખીતો કરે છે જે આજના પાઠ્યપુસ્તકોથી વિરૃધ છે. મેવાડના રાજપૂત રાજાઓ દ્વારા નિર્મિત આ શહેર વિજયપુર સીકરી તરીકે જ પ્રખ્યાત હતું.
કહેવાય છે કે ૧૫૬૯માં અકબરને ફતેહપુર સીકરીના નિર્માણનો વિચાર આવ્યો અને પછીના બે જ વર્ષમાં, ૧૫૭૧માં, એણે નિર્માણ કાર્ય શરુ કરાવ્યું. માત્ર ૧૪-૧૫ વર્ષના નાના ગાળામાં જ શહેરનું નિર્માણ પૂરું થયું. ઇતિહાસકાર વી.એ. સ્મિથના અબુ-એ- ફઝ્લના ભાષાંતર પ્રમાણે ૧૫૭૧માં જ્યારે અકબરે ફતેહપુર સીકરીને પોતાની રાજધાની બનાવી તે સમયે તે રણથી ઘેરાયેલું એક નાનું અને શાંત ગામડું હતું.
સંસ્કૃતમાં ‘સિક્ત’ એટલે રેતી. રાજસ્થાનમાં પણ ‘સીકર’ નામની એક જગ્યા છે. તેને ‘સીકર’ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સ્થાન રણપ્રદેશથી ઘેરાયેલું છે.
ફારસી ભાષામાં ‘ફતેહ’ એટલે ‘વિજય’ અને ‘પુર’ એટલે ‘શહેર’. આમ મેવાડના મહારાણા સંગ્રામસિંહના શાસન દરમ્યાન આ શહેર વિજયપુર સીકરી કહેવાતું હતું.
તો શા માટે અકબરે આવી ભાંગેલી-તૂટેલી અને નિષ્ક્રિય જગ્યાનું નિર્માણ કર્યું હશે? કહેવાય છે કે ૧૫૭૧ થી ૧૫૮૫ની વચ્ચે અકબર ફતેહપુર સિકરીમાં રહ્યો હતો. તો પછી કેમ અચાનક જ એણે એના જ દ્વારા નિર્મિત આવી અદ્ભુત રાજધાનીને છોડી દીધી?
આનું ખરું કારણ એ હતું કે ફતેહપુર સીકરીનું નિર્માણ એક ઉજ્જડ જમીન પર થયું હતું જ્યાં છુટ્ટા-છવાયા જળાશયો જ હતા. અનુપ તળાવના સુકાય જવાથી અહીં પાણીની ભારે અછત ઉભી થઇ જેને કારણે આ કહેવાતા નિર્માણકર્તા/સ્વપ્નદ્રષ્ટાએ આ શહેર છોડવું પડયું હતું. આ કારણે અબુ-એ-ફઝલ પ્રમાણે સામ્રાજ્યએ ધન અને સમયની રીતે ભારી કિંમત ચૂકવવી પડી હતી.
શક્તિશાળી ભારતીય રાજા રાણા સાંગા અને ક્રૂર બાબરની સેના વચ્ચે થયેલા ભીષણ યુદ્ધની નિશાનીઓ આજે પણ ફતેહપુર સીકરીની દીવાલો પર છે.
પોતાની આત્મકથા, તુઝુક-એ-બાબુરીમાં સીકરી શહેર તથા રાજપૂતો અને મુઘલો વચ્ચેના ભયંકર યુદ્ધ વિષે બાબર વિસ્તારપૂર્વક વર્ણવે છે. તે રાણા સંગ્રામની વીરતા તથા રાજપૂતોના સામર્થ્ય અને ગર્વને પણ વર્ણવે છે.
પ્રવેશદ્વાર પર હિન્દુ શૈલીમાં હાથીની રચના(હાથી પોલ), હિન્દુ દીવાઓ માટે સ્થંભ(દીપ સ્થંભ), ખંડિત હિન્દુ અને જૈન મૂર્તિઓ, ચિત્રો અને શિલ્પાકૃતિઓ જેવા પુરાવાઓ ભારતીય પુરાતત્વવિભાગ (Archaeological Survey of India) દ્વારા ખોદી કાઢવામાં આવ્યા છે. આ પુરાતત્વીય અને ઐતીહાસિક પ્રમાણો આપણને વિજયપુર સીકરીના છુપા પરંતુ સાચા ઈતિહાસની શોધખોળ કરવા પ્રેરિત કરે છે.
For English version of the article: “VIJAY” PUR SIKRI TURNED INTO “FATEH” PUR SIKRI

