[adinserter block="6"]

આજની આક્રામક દુનિયામાં અને દુશ્મન પડોસી દેશોની હાજરીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કુરાન અને બાઈબલ કરતાં પણ વધું સાચા ઠરે એવા નીચેનાનું ૨૦ રક્ષા નિયમો પાલન ભારતે કરવું જ રહ્યું.

૧. દેશ જેટલો નબળો, દેશ પર આતંકી હુમલો થવાની શક્યતા એટલી જ વધારે! ભારત જેવા દેશમાં જ્યાં વર્ષોથી નપુંસક નેતોનું રાજ ચાલતું હોત ત્યાં આ કહેવત બરાબર લાગુ પડે છે. આથી સૌથી પહેલાં નપુંસક નેતોનું સ્થાન ઈટનો જવાબ પથ્થરથી આપી શકે તેવા વીર યુવા નેતાઓ લેવું પડશે. ત્યાર બાદ ભારતે સુરક્ષા દળને સૌથી આધુનિક અને સુવજ્ઞ શાસ્ત્રોથી સુસજ્જ કરવા જ પડશે.

૨. બીજા દેશ પર હુમલો કરવા માટે જેટલાં સંસાધનોની જરૂર પડે છે તેના કરતા વધારે સંસાધનોની જરૂર દેશની રક્ષા કરવા માટે પડે છે. આથી પોતાની ચૌકીને બચાવવા માટે મરવા કરતા દુશ્મનની ચૌકીઓ પર હુમલો કરી તેમનો ખાતમો કરવાની નીતિ ભારતે તરત જ અમલમાં મુકવી પડશે.

૩. દેશની અંદર વિવાદિત ક્ષેત્રો જેટલાં ઓછા એટલું જ દેશહિત માટે સારું. આથી ભારતે વિવાદિત ક્ષેત્રોને ભારતની ધરતી પર નહીં પણ દુશમન દેશની ધરતીપર ધકેલવા પડશે.

૪. જો ભારતની ભૂમિ પર એક વિવાદિત ક્ષેત્ર હોય તો, દુશ્મની ભૂમિ પર એક કરતા વધારે વિવાદિત ક્ષેત્રો હોવા જોઈએ. જો અરુણાચલ પ્રદેશ અને કાશ્મીર વિવાદિત ક્ષત્રો હોય છે, તિબેટ અને બલુચિસ્તાન અવૈધ રીતે કબ્જે કરેલા અલગ દેશો છે.

૫. જો ભારત નબળો દેશ રહેશે તો ભારતના રક્ષાતંત્રની બધી પોલીસીઓ અને ફાઈલોનો કશો જ અર્થ નથી રહેવાનો. પણ જો ભારત શક્તિશાળી હશે તો તેને આ બધી ફાઈલો, મંત્રણાઓ અને શાંતિ-સમાંજોતાઓની જરૂર નથી.

૬. નબળો દેશ પોતે આતંકી હુમલાઓનો શિકાર થયા હોવાના પુરાવા આપ્યા કરે છે. જો ભારતે શક્તિશાળી દેશની છબી ઉભી કરવી હોય તો તેણે આતંકી હુમલાના પુરાવા નહીં પણ આતંકીઓની લાશોના પુરાવા આપવા પડશે. 

૭. યોદ્ધ હંમેશા ગંદુ જ હોય છે. આથી ભારતે દેશની સરહદોથી દુર જ યુદ્ધ લડવા પડશે. દુશ્મનને સરહદ સુધી પહોચવા જ ન દેવો. હવે કારગીલ નહીં, પણ ગિલગિત.

૮. શક્તિશાળી અને કઠોર હોવાનો એવો અર્થ નથી કે હંમેશા યુદ્ધ જ કરતા રહેવું. પણ નબળા બની રહી યુદ્ધ સમયે પણ ખાલી રાજનીતિ જ ન કરતા રહેવી એ ભારતના હિતમાં નથી.

૯. તુષ્ટિકરણ હંમેશા શાંતિ જ આપશે એની શક્યતા બહું ઓછી છે. પણ હા, તુષ્ટિકરણ દેશમાં હિંસા ભડકાવશે એ વાત નક્કી છે. ભારતે અંદરથી મજબુત થવા માટે તુષ્ટિકરણની રાજનીતિનો અંત લાવવો જ રહ્યો.  

૧૦. ભારત આતંકના મૂળને પકડે. જ્યાં સુધી ભારત આતંકના મૂળનો અંત નહીં કરે ત્યાં સુધી ભારતમાંથી આતંકવાદનો અંત આવવાનો નથી.

૧૧. ભારત એ વાત સમજી લે કે દેશના દુશ્મનો અને આતંકવાદીઓ ભારતના દયાભાવ સામે નહીં પણ ભારતની તાકત સામે નમશે.

૧૨. જો ભારત નબળો દેશ બની રહેશે તો તે હંમેશા એકલો જ રહશે અને તેના પર આતંકી હુમલાઓ થતા જ રહેશે. પણ જો ભારત શક્તિશાળી બનશે તો તે એકલો બધાંને પહોચી વળશે.

૧૩. ભારત આતંકવાદની કરીયાદ ન કરે. ભારત એવું કઈક કરે કે જેથી આતંકવાદીઓને ભારતની ફરિયાદ કરે.

૧૪. કાતો ભારત આતંકવાદથી આતંકિત થયા કરે. અથવા તો ભારત આતંકવાદીઓને આતંકિત કરે. આના સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી.

૧૫. ભારતીય સૈનિકોનું કામ રક્ષા કરતા મરવાનું નથી. પણ દુશ્મનને મારી જીવતા રહેવાનું છે.

૧૬. જો ભારતના સૈનિકોના કટકા કર્યા બાદ પણ ભારત નહીં જાગે તો ભારતના કટકા થતા વાર નહીં લાગે.

૧૭. શાંતિની આશા રાખવી એ સારી વાત છે. પણ યુદ્ધ માટે હંમેશા તૈયાર રહેવું એ ફરજીયાત છે.

૧૮. ભારત દુશ્મનો સાથેના સંબંધો સારા થશે તેની આશા જરૂર રાખે. પણ વાસ્તવિકતા સામે આંખ આડા કાન ન કરે. ભારત તેની રણનીતિ આશાઓને નહીં પણ વાસ્તવિકતાઓને ધ્યાનમાં લઈને નક્કી કરે.

૧૯. શક્તિના અભાવમાં ક્યારેય શાંતિ નથી મળતી. ભારત જેટલો વધારે શક્તિશાળી થશે, ભારતની સરહદો પર અને ભારતમાં એટલી જ વધારે શાંતિ જળવાશે.

૨૦. જે અહિંસામાં માને છે તેની સાથે જ અહિંસાથી વર્તાય. પણ હિંસાની સામે અહિંસાના રગડા તાણ્યાં કરવા એ ભારતની સૌથી મોટી ભૂલ હશે.

For original article in English visit: 20 ways to knockout Pakistan and China

[adinserter block="13"]
Previous articleOn Aryan Migration Theory | Agni speaks
Next articleભગત સિંહ દેશભક્ત કે સામ્યવાદી?
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.