UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

વેદ વિષે આટલું જરૂરથી જાણો! – ભાગ ૩

This entry is part [part not set] of 5 in the series વેદ વિષે આટલું જરૂરથી જાણો!

સત્ય ૧૧

વૈદિક ઈશ્વર આકાશમાં બિરાજમાન નથી.

વૈદિક ઈશ્વર ચોથા કે સાતમાં આકાશમાં કોઈ સિંહાસન પર બિરાજમાન નથી. વેદમાં પૃથ્વી ગોળ હોવાથી અને વૈદિક ઈશ્વર સર્વવ્યાપી હોવાથી ચોથા કે સાતમાં આકાશ જેવી અતાર્કિક અને અવૈજ્ઞાનિક વાતોને વેદમાં કોઈ સ્થાન નથી.

આનાથી ઉલટું, વૈદિક ઈશ્વર દરેક જીવાત્માનો પ્રેરણાસ્ત્રોત અને શક્તિપ્રદાતા છે. વૈદિક ઈશ્વર એ સુનિશ્ચિત કરે છે કે દરેજ જીવાત્મા આ ભૌતિક જગતમાં અપરિવર્તનશીલ નિયમો અનુસાર કર્મ કરે. વૈદિક ઈશ્વર કોઈ તાનાશાહ કે ધર્મઝનૂની નથી. વૈદિક ઈશ્વર જીવાત્માની પ્રાર્થના અનુસાર તેના અપરિવર્તનશીલ નિયમોમાં ક્યારેય કોઈ ફેરફાર કરતો નથી. વૈદિક ઈશ્વર ક્યારેય કોઈ પક્ષપાત કરતો નથી. વૈદિક ઈશ્વર સર્વવ્યાપી હોવાથી તેનો કોઈ દેવદૂત નથી. વૈદિક ઈશ્વર કદી સ્વર્ગ કે નર્કનું નિર્માણ કરતો નથી. વૈદિક ઈશ્વર અવિકારી, અપરિવર્તનશીલ, અમર, અજન્મા, અને નિરાકાર છે.

હકીકતમાં, વૈદિક ઈશ્વર અલ્લાહ કે જિજસથી તદ્દન ભિન્ન છે. આ ત્રણેને એક માની બેસવું એ સૌથી મોટી ભુલ અને ભ્રાંતિનું કારણ છે.

સત્ય ૧૨

વેદમાં ઈશ્વર પ્રાર્થના એ કર્મકાંડની વિધિઓ નથી.

વેદ ઈશ્વરની ઉપાસના કરવાના મૂળભૂત સિદ્ધાંતો અને તર્કપૂર્ણ માળખું આપે છે. વેદમાં મૂર્તિપૂજાનો ઉલ્લેખ નથી. પણ વેદમાં મૂર્તિપૂજકો પ્રત્યે દ્વેષ પણ નથી.

વેદમાં કર્મકાંડનો નહીં, પણ યોગિક પદ્ધતિથી ઈશ્વરની ઉપાસના કરવાનો ઉલ્લેખ છે. યોગિક ઉપાસના પદ્ધતિ તન, મન અને આત્મા માટે એક ટોનિક તરીકેનું કામ કરે છે. ઈશ્વરની યોગિક પદ્ધતિથી ઉપાસના એ સ્વયમને ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ અને પ્રકૃતિના અપરિવર્તનશીલ નિયમો સાથે એકલય કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ઈશ્વરની ઉપાસનાની આ યોગિક પદ્ધતિ આપણાં આનંદ અને મનોબળમાં અનેક ઘણી વૃદ્ધિ કરે છે.

વૈદિક પ્રાર્થનાના કેટલાંક ઉદાહરણો:

  • હે ઈશ્વર! તું અમોને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જા.
  • હું જીવનની દરેક ક્ષણે સત્ય અને માત્ર સત્યનું પાલન કરવાનો સંકલ્પ કરું.
  • સમગ્ર માનવજાતિના ઉત્થાન માટે નિરંતર પ્રયત્નો કરતા રહેવા માટે મને જ્ઞાન, શક્તિ અને સમર્થ પ્રદાન કર.
  • ગાયત્રી મંત્ર – હે પ્રેમાળ ઈશ્વર! તારા નિશ્વાર્થ પ્રેમ, અસીમ કૃપા અને કરુણાનો બદલો અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. આથી – તારા દ્વારા અપાયેલી આ બુદ્ધિને હું તારા તરફ જ વળવાનો સંકલ્પ કરું છું.
  • શુદ્ધિ મંત્ર – હું મારા મનમાંથી બધાં જ પ્રકારના નકારાત્મક વિચારો અને ભાવનાઓ, તિરસ્કાર, દ્વેષ, લાચારી, વાસનાઓ અને લાલચને દુર કરી સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ કરું છું. સમાજની સેવા કરતી વખતે હું કોઈની સાથે તેની ધાર્મિક માન્યતાઓ, સત્તા, સામાજિક સ્તર, કે જાતિના આધારે પક્ષપાત ન કરું. મારું જીવન શુદ્ધ બુદ્ધિ અને વિશિદ્ધ મન સાથે વિશ્વ કલ્યાણ માટે સમર્પિત રહે. આમ છતાં જો મારા મનમાં ભૂલથી પણ ક્યારેય કોઈ સજ્જન પ્રેત્યે દ્વેષભાવ જાગે તો હું તે માટે ક્ષમા માંગી આવી ભૂલ ફરી ન કરવાનો સંકલ્પ કરું છું.

સત્ય ૧૩

 વેદમાં “વસુધૈવ કુટુંબકમ”

એક બાજુ ધર્મ સંપ્રદાયો માનવજાતિને ઊંચ-નીચ, નાત-જાત, આસ્તિક-નાસ્તિક વગેરેના આધારે તોડવાનું કામ કરે છે, જે અંતે નિરંતર ચાલતા સંધર્ષો અને યુદ્ધોનું મુખ્ય કારણ બને છે. જ્યારે બીજું બાજુ વેદ એક અને માત્ર એક સર્વવ્યાપી ઈશ્વરની છત્રછાયામાં સમગ્ર માનવજાતિને જોડાવાનું કામ કરે છે.

વેદ મનુષ્યને પક્ષપાત અને ભેદભાવોથી ઉપર ઉઠી સમગ્ર માનવજાતિને પોતાનું કુટુંબ માનવાની પ્રેરણાં આપે છે. વેદ સિવાય અન્ય કોઈપણ ધર્મગ્રંથમાં આવી વિશ્વ બંધુત્વની ભાવના જોવા મળતી નથી. વેદોએ વસુધૈવ કુટુંબક્મનું સુત્ર આપ્યું છે જેનો અર્થ “આખું વિશ્વ મારો પરિવાર છે” એવો થાય છે.

જો વેદ અનુસારની આવી વિશ્વ બંધુત્વની ભાવના અનુસાર આપણે જીવન જીવીએ તો આ વિશ્વના તમામ સંઘર્ષો, યુદ્ધો અને દુષ્કર્મોનો અંત આવે.

સત્ય ૧૪

વેદ પ્રકૃતિના સંરક્ષણનું મહત્વ સમજાવે છે.

વેદ મનુષ્યોને અન્ય જીવોની સાથે સાથે, પ્રકૃતિને પ્રેમ કરવાનો અને દયાભાવ રાખી તેનું સંરક્ષણ કરવાનો ઉપદેશ આપે છે. વેદ અનુસાર મનુષ્યોએ પ્રકૃતિ સાથે નિરંતર આદાન-પ્રદાન કરતા રહેવું જોઈએ. એટલે કે મનુષ્ય પોતાના જીવન નિર્વાહ માટે જેટલું પ્રકૃતિ પાસેથી લે, તેટલું તેણે પ્રકૃતિને પાછું આપવું જોઈએ.

આ જગતમાં આપણી ઉપસ્થિતિ માત્રથી પ્રકૃતિ પ્રદુષિત થાય છે. પ્રગતિ અને વિકાસના નામે આપણે પર્યાવરણને ઘણું મોટું નુકસાન પહોચાડ્યું છે. આથી વેદ અનુસાર પર્યાવરણ અને પ્રકૃતિનું સંરક્ષણ આપણું પરમ કર્તવ્ય છે. કારણ કે પર્યાવરણ બચશે તો જ આપણે બચીશું. આમ, વેદો ‘હરિયાળી ક્રાંતિ’ અને ‘પર્યાવરણ બચાવો અભિયાન’ના પ્રખર હિમાયતી અને સૌ પ્રથમ પ્રચારક છે.

સત્ય ૧૫

વેદ પર દરેક જાતિનો અધિકાર છે.

વેદ પર બધી જ જાતિના લોકોનો જન્મસિદ્ધ અધિકાર છે. શુદ્રોને પણ વેદોનું અધ્યયન કરવાનો હક છે. વેદમાં જન્મ પર આધારિત જાતિ વ્યવસ્થા કે પક્ષપાતને કોઈ સ્થાન નથી. વેદ પર એવો આરોપ મુકવામાં આવ્યો છે કે વેદમાં શૂદ્રોને વેદનું અધ્યયન કરવા પર પ્રતિબંધ છે. પણ આમાં સત્યનો એક છાટો પણ નથી. જે ‘શિક્ષાથી વંચિત’ રહે છે તે ‘શુદ્ર’ કહેવાય છે.

આમ જે અશિક્ષિત હોય છે તેણે સ્વાભવિક રીતે વેદોનું અધ્યયન પણ કર્યું ન હોય. પણ વેદનું અધ્યયન કરી જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તે શુદ્ર રહેતો નથી. કુળ કે વંશ ભલે ને ગમે તે હોય પણ દરેક વ્યક્તિને વેદનું અધ્યયન કરવાનો અને બીજાને વેદોની શિક્ષા આપવાનો અધિકાર છે.  

જન્મથી આપણે બધાં જ શુદ્ર (અજ્ઞાની અને અશિક્ષિત) છે. વેદમાં જન્મ પર આધારિત પક્ષપાત કે ભેદભાવને કોઈ સ્થાન નથી.

To read the full chapter proudly own this book : [mybooktable book=”/essence-of-vedas_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]

 

Series Navigation

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories