(યુગોથી વેદની અપરિવર્તનશીલતા કેવી રીતે સુનિશ્ચિત થઇ રહી તે જાણવા માટે આ લેખ ધ્યાનથી વાંચો. અમે એ વિદ્વાનોના ઘણાં આભારી છે કે જેમના મૂળ સ્ત્રોતનું તો જ્ઞાન નથી પણ, તેમની અદ્દભુત સિદ્ધિને આ લેખમાં પ્રસ્તુત કરવામાં આવી છે)

વેદને તેની અપરિવર્તિત અવસ્થામાં જ કેવી રીતે સંરક્ષિત કરી દેવામાં આવ્યાં તે સમજવા માટે અહીં કેટલાંક નિષ્પક્ષ, વિશ્લેષણાત્મક અને વસ્તુનિષ્ઠ સૂચનો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. આદિકાળથી વેદ કેવી રીતે તેના વિશુદ્ધ અને નિર્મળ સ્વરૂપમાં સચવાઈ રહ્યાં અને તેમાં એક શબ્દાંશનો પણ ફેરફાર કેમ ન થઇ શક્યો તેના કારણોની અહીં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. સંસારનો અન્ય કોઈ પણ ગ્રંથ સંરક્ષણની આટલી સુરક્ષિત પદ્ધતિનો દાવો કરી શકે તેમ નથી!

આપણાં પૂર્વજોએ (ઋષિઓ) અલિખિત વેદ મંત્રોને તેના મૂળ સ્વરૂપમાં હંમેશને માટે સંરક્ષિત કરી દેવા વિવિધ વિધિઓનો આવિષ્કાર કર્યો. જેમાં વેદ મંત્રોના સ્વર-સંગત અને ઉચ્ચારણની શુદ્ધતાનું રક્ષણ પણ થયું.

વેદનું સ્વર-રક્ષણ

વેદ મંત્ર જપનો પૂર્ણ લાભ લઇ શકાય એ હેતુથી આપણાં પૂર્વજોએ (ઋષિઓ) એવા નિયમો નિર્ધારિત કર્યા કે જેથી વેદ મંત્રોનો જપ કરતી વખતે એકપણ અક્ષર, સ્વર કે માત્રામાં સહેજ પણ ફેરબદલ ન થઇ શકે. તેઓએ વેદ મંત્રોના શબ્દોના પ્રત્યેક અક્ષરનું ઉચ્ચારણ કરવા માટે ચોક્કસ સમય નિર્ધારિત કર્યો. સમયના આ માપ અથવા તો સમયના આ અંતરાલને “મંત્ર” કહ્યો.    

વેદ મંત્રોના દરેક શબ્દના પ્રત્યેક અક્ષરનું શુદ્ધ ઉચ્ચારણ કરવા માટે વિધિવત શ્વસનક્રિયા દ્વારા શરીરના કોઈ ખાસ ભાગમાં ઇચ્છિત સ્પંદન ઉત્પન્ન કરવામાં આવે છે. ઇચ્છિત સ્પંદન નિર્માણની આ પ્રક્રિયાના વિજ્ઞાનને જે વેદાંગમાં સમજાવવામાં આવી છે તેને “શિક્ષા” કહે છે.

જો તમે વેદ મંત્ર સંહિતાને ઘ્યાનથી જોશો તો તમને અક્ષરોની પાછળ કેટલાંક ચિન્હો જોવા મળશે.

આ ચિન્હો “સ્વર ચિન્હ” કહેવાય છે. આ સ્વર ચિન્હ વેદ મંત્રોચ્ચારની પદ્ધતિ દર્શાવે છે. આ ચિન્હોના પ્રયોગથી વેદ મંત્રના અક્ષર, માત્ર, બિંદુ કે વિસર્ગમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થઇ શકતો નથી.

પરંપરાગત ગુરુકુળોમાં વિદ્યાર્થીઓ વેદ મંત્રોના પઠન-પાઠન દરમિયાન સ્વરોના આ નિશ્ચિત સ્થાનને પોતાના હાથ અને મસ્તિષ્કની વિશિષ્ટ ગતિવિધિ દ્વારા યાદ રાખતા હતા. આથી વેદ મંત્રોના પઠન-પાઠન દરમિયાન આપણે તેમને હાથ અને માથાની વિશિષ્ટ ગતિવિધિઓ કરતાં જોઈ શકીએ છીએ. આથી જો મંત્રોચ્ચાર દરમિયાન સ્વરમાં થોડી પણ ત્રુટી આવે તો તેને સરળતાથી પકડીને સુધારી શકાય છે.

આ ઉપરાંત અલગ-અલગ ગુરુકુળો પઠન-પાઠનની વિવિધ પદ્ધતિઓમાં પોતાની વિશેષતા રખાતા હોવા છતાં, બધાં જ ગુરુકુળોએ સ્વર-રક્ષણની એક સમાન પદ્ધતિઓ નિર્ધારિત કરી છે. આમ થવાથી પ્રત્યેક વૈદિક મંત્રની શુદ્ધતાની પરખ તેના અંતિમ અક્ષર સુધી થઇ શકે છે.

વેદનું પાઠ-રક્ષણ

વેદ મંત્રોના શબ્દ કે અક્ષરમાં સહેજ પણ પ્રક્ષેપ ન થઇ શકે તે માટે એક અનોખી વિધિ અવિસ્કૃત કરવામાં આવી. આ વિધિમાં વેદ મંત્રોના શબ્દોને વિવિધ પ્રકારે બાંધવામાં આવ્યાં. જેમ કે – “વાક્ય”, “પદ”, “ક્રમ”, “જટા”, “માલા”, “શિખા”, “રેખા”, “ધ્વજ”, “દંડ”, “રથ” અને “ધન”. આ બધાં જ એક વૈદિક મંત્રના શબ્દોને વિવિધ ક્રમ-સંચયોમાં ઉચ્ચારણ કરવાની અલગ-અલગ વિધિઓ દર્શાવે છે.

આપણે કેટલાંક વૈદિક વિદ્વાનોને “ધનપઠિન” કહીએ છીએ! આમ એટલા માટે કે તેઓએ વેદ મંત્રગાનની સૌથી ઉચ્ચ શ્રેણી “ઘન”નો અભ્યાસ કર્યો છે. “પઠિન”નો અર્થ છે ‘જેણે પાઠ શીખ્યો હોય તે’ જ્યારે આપણે ‘ધનપઠિન’ વૈદિક વિદ્વાનો પાસેથી ધનપાઠનું ગાન સાંભળીયે છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તેઓ વેદ મંત્રના કેટલાંક શબ્દોને જુદી-જુદી રીતે લયબદ્ધ, આગળ-પાછળ ગાઈ રહ્યાં છે.

આ ગાનનો ધ્વની અત્યંત કર્ણપ્રિય હોય છે. જાણે કે કાનોમાં અમૃતરસ રેડવામાં આવતો ન હોય! વૈદિક મંત્રોની શ્રુતિ ગમ્યતા ધનપાઠમાં ઘણી વધી જાય છે. “જટા”, “માલા”, “શિખા” જેવી મંત્ર ગાનની અન્ય વિધિઓમાં પણ ગાનનો ધ્વની કાઈ ઓછો દિવ્ય અને કર્ણપ્રિય નથી.

ઉપર જણાવ્યાં પ્રમાણે, આ વિધિઓનો મુખ્ય ઉદ્દેશ્ય વેદ મંત્રના શબ્દાંશમાં લેશમાત્ર પણ પરિવર્તન ન આવે તે સુનિશ્ચિત કરવાનો છે. વેદ મંત્રોના શબ્દોને એકબીજાની સાથે એવી રીતે ગૂંથવામાં આવ્યાં કે જેથી તેમનો પ્રયોગ ઉચ્ચારણમાં અને આગળ-પાછળ સ્વર-પઠન કરવામાં થઇ શકે.

હવે આપણે વિવિધ પાઠ વિધિઓને ઉદાહરણ સાથે ટુકમાં સમજીએ:

“વાક્યપાઠ” અને “સંહિતાપાઠ”!

“વાક્યપાઠ” અને “સંહિતાપાઠ” વિધિમાં પઠનવિધિની કોઈ ખાસ પદ્ધતિ અપનાવ્યાં સિવાય મંત્રોનું ગાન તેના મૂળ (પ્રાકૃતિક) ક્રમમાં જ કરવામાં આવે છે. “વાક્યપાઠ” માં મંત્રોના કેટલાંક શબ્દોને એકબીજા સાથે જોડી સંયુક્ત કરવામાં આવે છે. આ સંયુક્ત શબ્દને “સંધિ” કહેવામાં આવે છે.

તમિલ શબ્દોમાં સંધિ જોવા મળે છે. પણ અંગ્રેજી શબ્દોમાં આમ જોવા મળતું નથી. તમને તેવરમ્, તિરુવચ્ચક્મ્,  તિરુક્કુરલ, દિવ્યપ્રબંધન જેવા અન્ય તમિલ રચનાઓમાં સંધિઓના ઘણાં ઉદાહરણો જોવા મળશે. સંધિને કારણે તામિલની સરખામણીમાં સંસ્કૃતમાં અલગ શબ્દ સરળતાથી ઓળખી શકાતો નથી.

ઉદાહરણ:

ઈષાં પુરુષાણાં – ઈષાં પશૂનાં મ ભેર –મ રો –મો ઈષાં કિન્ચાન અમમત //

અર્થ: હે પરમેશ્વર! તું આ પુરુષો અને પશુઓને ભયરહિત કર. તેઓ ક્યારેય પીડિત ન થાય અને તેઓમાં ક્યારેય સ્વાથ્યનો અભાવ ન રહે.

સંહિતાપાઠ પછી આવે છે “પદપાઠ”!

પદપાઠમાં મંત્રના શબ્દોની સંધિ કરવામાં આવતી નથી. ઉલટાનું પદપાઠમાં શબ્દોનું સંધિ-વિચ્છેદન કરી તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે.

ઉદાહરણ:

ઈષાં/પુરુષાણાં/ઈષાં/પશૂનાં/મ/ભે:/મ/અરા:/મો-ઇતિ-મો/ઈષાં/કિં/ચન/અમમત/અમમદ-ઈત્ય-અમમત/

નોંધ: એ વાતની નોંધ લો કે અહીં નવમો અને અંતિમ અંતરાલ વેદમંત્ર પઠનની બારીકીને ધ્યાનમાં લઈને માત્ર વિદ્વાનો માટે જ મુકવામાં આવ્યો છે. જેને તમે અવગણી શકો છો.

પદપાઠ પછી આવે છે “ક્રમપાઠ”!

ક્રમપાઠમાં મંત્રના પહેલાં શબ્દને બીજા સાથે, બીજા શબ્દને ત્રીજા સાથે, ત્રીજા શબ્દને ચોથા સાથે, એમ અંતિમ શબ્દ સુધી જોડીઓ બનાવીને યાદ કરવામાં આવે છે.

દક્ષિણના ભારતના પ્રાચીન શિલાલેખોનું અવલોકન કરવાથી ખ્યાલ આવે છે કે કેટલાંક મહત્વપૂર્ણ વ્યક્તિઓ સબંધિત સ્થાનના ઉલ્લેખમાં “ક્રમવિત્ત્તાન” સંજ્ઞાને તેમના નામ સાથે જોડવામાં આવી. “ક્રમવિત્ત્તાન” એ “ક્રમવિદ”નું તમિલ સ્વરૂપ છે. આ જ પ્રમાણે “વેદવિત્ત્તાન” એ “વેદવિદ” નું તમિલ સ્વરૂપ છે. આ શિલાલેખોથી જ્ઞાન થાય છે કે પ્રાચીન સમયમાં આવા વૈદિક વિદ્વાનો દક્ષિણ ભારતમાં સર્વત્ર જોવા મળતા હતા.

(એ વાતની નોંધ લો કે વૈદિક પરંપરાના સંરક્ષણમાં દક્ષિણ ભારતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારતના લાંબા અંધકારમય યુગમાં જ્યાં એક તરફ ઉત્તર ભારત પશ્ચિમ એશિયાના ક્રૂર આક્રાન્તાઓ અને તેનાં વંશજોના બર્બર આક્રમણો સામે પોતાના અસ્તિત્વના રક્ષણ માટે સંઘર્ષ કરી રહ્યું હતું ત્યાં, બીજી તરફ દક્ષિણ ભારતે આ અંધકારમય યુગમાં વેદ મંત્રોનું સંરક્ષણ કર્યું. દક્ષિણ ભારતમાં વૈદિક ગુરૂકુળોની પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે!) 

ક્રમપાઠ પછી આવે છે “જટાપાઠ”!

જટાપાઠમાં મંત્રના પહેલાં શબ્દને બીજા શબ્દ સાથે ગાવામાં આવે છે. પછી તેનો ક્રમ બદલી મંત્રના બીજા શબ્દને પહેલાં શબ્દ સાથે ગાવામાં આવે છે. પછી ફરીથી મંત્રના પહેલાં શબ્દને બીજા શબ્દ સાથે ગાવામાં આવે છે. અને પછી બીજા શબ્દને ત્રીજા શબ્દ સાથે ગાવામાં આવે છે. આ પ્રમાણે શબ્દોનો ક્રમ આગળ-પાછળ કરતાં રહી સંપૂર્ણ મંત્રગાન કરવામાં આવે છે.

જટાપાઠ પછી આવે છે “શિખાપાઠ”!

શિખાપાઠમાં જટાપાઠનીઅપેક્ષાએ બે શબ્દોના સ્થાને ત્રણ શબ્દો સમ્મલિત થાય છે. અને શબ્દોનો ક્રમ આગળ-પાછળ કરતાં રહી સંપૂર્ણ મંત્રગાન કરવામાં આવે છે.

બીજી બધી પઠન વિધિઓની અપેક્ષાએ ઘનપાઠ વિધિ વધુ કઠીન છે. ઘનપાઠ વિધિના ચાર અલગ-અલગ પ્રકાર છે. આમાં મંત્રના શબ્દોના મૂળ ક્રમમાં વિશિષ્ટ પ્રકારે ફેરબદલ કરી તેમને વિવિધ ક્રમસંચયોમાં સુનિયોજિત કરી આગળ-પાછળ ગાવામાં આવે છે. આ બધાંને વિસ્તારપૂર્વક અંકગણિતની મદદથી સમજાવી શકાય છે.

વેદ મંત્રોનો નાદ વિશ્વની બધાં જ અનિષ્ટોથી રક્ષા કરે છે. જેવી રીતે જીવન રક્ષક ઔષધિઓને સુરક્ષિત રાખવા માટે પ્રયોગશાળામાં દરેક પ્રકારની સાવધાની વર્તવામાં આવે છે, તેવી જ રીતે આપણા પૂર્વજોએ વેદમંત્ર ધ્વનિમાં કોઈપણ પ્રકારનો પ્રક્ષેપ કે ફેરફાર થતો રોકવા માટે વેદમંત્ર ગાનની વિવિધ વિધિઓનો આવિષ્કાર કર્યો.

સંહિતાપાઠ અને પદપાઠ આ બંને વિધિઓ “પ્રકૃતિપાઠ” (પાઠની પ્રાકૃતિક વિધિ)તરીકે ઓળખાય છે. કારણ કે વેદ પાઠની આ વિધિઓમાં મંત્રોના શબ્દોનું ઉચ્ચારણ માત્ર એક જ વાર તેના પ્રાકૃતિક ક્રમમાં જ કરવામાં આવે છે. જ્યારે અન્ય પાઠ વિધિઓ “વિકૃતિપાઠ” (પાઠની કૃત્રિમ વિધિ)તરીકે ઓળખાય છે. ક્રમપાઠમાં શબ્દો તેના નિયમિત પ્રાકૃતિક ક્રમમાં (એક-બે-ત્રણ) ગવાતા ન હોવા છંતા આ વિધિમાં શબ્દનો ક્રમ બદલવામાં આવતો નથી. (૨-૧, ૩-૩ વગેરે). આથી આપણે ક્રમપાઠ વિધિને સંપૂર્ણપણે “વિકૃતિપાઠ” ન કહી શકીએ.

ક્રમપાઠ વિધિને છોડીને વિકૃતિપાઠના બીજા આઠ પ્રકાર છે. આ આઠ પ્રકારને નીચેના છંદ દ્વારા સરળતાથી યાદ રાખી શકાય છે.

જટા માલા શિખા રેખા ધ્વજ દંડો રથો ધન:

ઈત્યસ્તૌ-વિક્રતય પ્રોક્ત: ક્રમપુર્વ મહર્ષિભિ:

વેદ મંત્રોના પઠન-પાઠનની આ વિવિધ વિધિઓનો મુખ્ય ઉદ્દેશ વેદની સ્વર શૈલી અને ઉચ્ચરણની શુદ્ધતા સદૈવ માટે જાળવી રાખવાનો છે.

પદપાઠમાં વેદ મંત્રના શબ્દો તેના મૂળ ક્રમમાં જ રહે છે.

ક્રમપાઠમાં વેદ મંત્રના બે શબ્દોને એક સાથે ગવાય છે, જ્યારે

જટાપાઠમાં વેદ મંત્રના બે શબ્દોનો ક્રમ બદલી આગળ પાછળ ગવાય છે.

આમ કરવાથી મંત્રમાં એક પણ અક્ષરનો વધારો કે ઘટાડો થયો નથી તે સુનિશ્ચિત થતું રહે છે અને વેદ મંત્રો તેના મૂળ સ્વરૂપમાં જળવાઈ રહે છે.

વિવિધ ગાન વિધિઓના લાભને નીચેના છંદ દર્શાવવામાં આવ્યાં છે.

સંહિતાપાઠમાત્રેણ યત્ફલં પ્રોચ્યતે બુધૈ:

પદુ તુ દ્વિગુણં દ્વિયત ક્રમે તુ ચા ચાતુગુનં

વર્ણક્રમે સતગુનં તયન્તુ સાહસ્રકં

આપણાં પૂર્વજોએ ખુબ જ સાવધાનીપૂર્વક એ સુનિશ્ચિત કર્યું કે વેદની ધ્વનિમાં ક્યારેય લેશમાત્ર પણ ફેરફાર ન આવી શકે. આથી આધુનિક તથાકથિત સંશોધકો દ્વારા આપણાં ધર્મગ્રંથોની રચનાનો સમય નક્કી કરવા માટે શબ્દોની ધ્વનિમાં કેવી રીતે બદલાવ આવતા ગયા તે જાણવાનો પ્રયાસ તદ્દન નિરર્થક છે.

આ ઉપરાંત અગાઉ જણાવ્યાં પ્રમાણે આજે દક્ષિણ ભારતમાં એવી વિશિષ્ટ પાઠશાળાઓ છે કે જ્યાં વેદ મંત્રોને વિવિધ રીતે કંઠસ્થ કરાવવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે જો અલગ-અલગ પાઠશાળાઓમાં કંઠસ્થ કરાવવામાં આવેલા મંત્રોને તુલનાત્મક રૂપમાં જોવામાં આવે તો તેમાં એકપણ અક્ષર કે શબ્દાંશનું અંતર જોવા મળશે નહીં. યાદ રહે કે આપણે આવા લાખો શબ્દાંશની વાત કરી રહ્યાં છીએ અને તેમ છંતા કોઈપણ બદલાવ નહીં! આથી જ વૈદિક દર્શનનો તીખો આલોચક હોવા છંતા મેક્સ મુલરને પણ લાચારીથી સ્વીકારવું પડ્યું કે સંરક્ષણની આવી વિશ્વસનીય પદ્ધતિ શ્રુષ્ટીના મહાન આશ્ચર્યોમાનું એક આશ્ચર્ય છે.

હવે ઘનપાઠનું એક ઉદાહરણ પ્રસ્તુત છે:

(Reference Source: http://www.krishnamurthys.com/profvk/index.html)

આ ઉદાહરણથી માત્ર એક હલકી ઝલક મળે છે કે કેવી રીતે વેદમાં અનેક મંત્રો હોવા છંતા (ઋગ્વેદ અને યજુર્વેદમાં ક્રમશ: ૧૫૩૮૨૬ અને ૧૦૯૨૮૭ શબ્દો છે)તેઓ મૌખિક પ્રસારણથી પેઢી દર પેઢી સુરક્ષિત રખાયા.

અમે અહીં યજુર્વેદના એક વચનને સ્વર રહિત તેના મૂળ સંહિતા અને પદપાઠ સ્વરૂપમાં રજુ કર્યું છે. અને પછી શબ્દોના ક્રમને ધનપાઠમાં પણ રજુ કરવામાં આવ્યાં છે. જે પંડિતે કોઈ એક વેદના સંપૂર્ણ ધનપાઠનો અભ્યાસ કર્યો છે તે ‘ઘન-પાઠી’ કહેવાય છે. (આ સિદ્ધિ મેળવવા માટે પુરા ૧૩ વર્ષનો સમય જોઈએ છે.)

ઘન-પઠન પ્રક્રિયાનો નિયમ:

જો વાક્યમાં શબ્દોનો મૂળ ક્રમ આ પ્રમાણે હોય તો:

૧/૨/૩/૪/૫

ઘનપાઠ આ પ્રમાણે ગવાશે:

૧૨/૨૧/૧૨૩/૩૨૧/૧૨૩

૨૩/૩૨/૨૩૪/૪૩૨/૨૩૪

૩૪/૪૩/૩૪૫/૫૪૩/૩૪૫

૪૫/૫૪/૪૫

૫ ઇતિ ૫

અડધો વિરામ કે જેને “/” દ્વારા દર્શાવાય છે, તેના સિવાય ધન-પઠન(સ્વર રહિત; સ્વર સાથે સાંભળવાનું અત્યંત કર્ણપ્રિય અને આનંદદાયક હોય છે) એક નિરંતર ચાલતું પઠન છે. ધન-પઠન દરમિયાન બીજો કોઈ વિરામ હોતા નથી. સંયોગ ચિન્હો (-) માત્ર વ્યાકરણના જાણકારો માટે જ છે અને પઠન પર તેનો કોઈ જ પ્રભાવ પડતો નથી.

ઈષાં/પુરુષાણાં/ઈષાં/પશૂનાં/મ/ભે:/મ/અરા:/મો-ઇતિ-મો/ઈષાં/કિં/ચન/અમમત/અમમદ-ઈત્ય-અમમત/

ઈષાં-પુરુષાણાં-પુરુષાણાં-ઈષાં-ઈષાં પુરુષાણાં-ઈષાં-ઈષાં

પુરુષાણાં-ઈષાં-ઈષાં પુરુષાણાં-ઈષાં/

પુરુષાણાં-ઈષાં-ઈષાં પુરુષાણાં પુરુષાણાં-ઈષાં પશૂનાં

પશૂનાં-ઈષાં પુરુષાણાં પુરુષાણાં-ઈષાં પશૂનાં/

ઈષાં પશૂનાં પશૂનાં- ઈષાં-ઈષાં પશૂનાં–મ મ પશૂનાં-ઈષાં-ઈષાં પશૂનાં- મ/

પશૂનાં–મ મ પશૂનાં પશૂનાં -મ ભેર- ભેર-મ પશૂનાં પશૂનાં –મ ભે:/

મ ભેર- ભેર-મમ ભેર –મમ ભેર –મમ ભેર –મ/

ભેર-મમ ભેર- ભેર- મરો આરો મ ભેર- ભેર્મ અરા:/

મ રો આરો મમ રો મોમો આરો મ મ રો મો/

આરો મો મો આરો આરો મો ઈષાં-ઈષાં મો આરો આરો મો ઈષાં/

મો ઈષાં-ઈષાં મો મો ઈષાં કિં કિં- ઈષાં – મો મો ઈષાં કિં / મો ઇતિ મો /

ઈષાં કિં કિં – ઈષામેષ કિં –ચાન ચાન કિં– ઈષાં-ઈષાં કિં –ચાન /

કિં –ચાન ચાન કિં કિં ચાનમમદ-અમમત ચાન કિં કિં ચાનમમત /

ચાનમમત – આમમક્-ચાન ચાનમમત /

અમમદ-ઈત્યમમત /

અહીં એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે સંસ્કૃતમાં શબ્દોનો ક્રમ મહત્વનો નથી. પણ જો અંગ્રેજી શબ્દોને અલગ-અલગ ક્રમમાં કહેવામાં આવે, જેમ કે:

Rama vanquished Ravana

તો આનો પાઠ આ પ્રમાણે થશે:

Rama vanquished vanquished Rama Rama vanquished Ravana ‘Ravana vanquished Rama’ Rama vanquished Ravana … આવી રીતે

અહીં અંગ્રેજી ભાષામાં આપણે અર્થનો અનર્થ થતો જોઈ શકીએ છીએ. પરંતુ સંસ્કૃત ભાષામાં આવી અસંગતિ પેદા થતી નથી. ધનપાઠમાં પહેલો અને અંતિમ બે પદને છોડીને બાકીના પ્રત્યેક પદનું ઓછામાં ઓછું ૧૩ વાર પુનરાવર્તન થાય છે. આમ, વેદોનો ધનપાઠ વેદના પ્રત્યેક મંત્રનું ૧૩ વાર પાઠ કરવા બરાબર છે. આમ એનો લાભ પણ એટલો જ વધુ છે. (ઉપર “પશૂનાં” શબ્દથી તમને આ વાતનો ખ્યાલ આવી જશે.)

સંક્ષિપ્તમાં:

બધાં જ વેદમંત્રો તેના અલિખિત સ્વરૂપમાં આજ દિન સુધી(પશ્ચિમી ગણના અનુસાર ઓછામાં ઓછા ૩૦૦૦ વર્ષો) તેના નિર્મળ સ્વરૂપમાં સચવાય રહેલા છે. આ ભારતની ભાષા વિજ્ઞાનમાં મેળવેલી અસાધારણ સિદ્ધિ છે. આના માટે ભારતવર્ષ કાયદેસર રીતે ગર્વ અનુભવી શકે છે. વેદ સાહિત્ય “કાવ્ય” અને “ગદ્ય” ની વિવિધતાપૂર્ણ સંરચનાઓ યુક્ત હોય છે. જેને કંઠસ્થ કરીને યાદ રાખવામાં આવે છે. ગુરુ દ્વારા મૌખિત રૂપમાં દરેક શબ્દ અને શબ્દ સંયોજનોનું તેના શુદ્ધ સ્વરૂપમાં ઉચ્ચારણ (સસ્વર) કરવામાં આવે છે. શિષ્યો તેમના ગુરુ પાસેથી એક વાર સંભાળીને તેનું બે વાર યોગ્ય સ્વરૂપમાં પુનરાવર્તન કરી અવિરત મંત્ર પઠન કરવાનું શીખે છે. વૈદિક પાઠના અવિરત પઠનને સંહિતા પઠન કહે છે. સસ્વર ઉચ્ચારણની નવ વિભિન્ન પદ્ધતિઓના કૌશલનો પ્રયોગ કરી પઠનની શુદ્ધતાને સુરક્ષિત રખાઈ છે.

પહેલો છે પદપાઠ. ‘પદ’નો અર્થ છે ‘શબ્દ.’ ‘પાઠ’નો અર્થ છે ‘વાંચવું.’ પદપાઠમાં દરેક શબ્દને અલગ-અલગ વાંચવામાં આવે છે. મંત્રના સંહિતાપાઠને પદપાઠમાં પરિવર્તન કરતી વખતે સ્વરોમાં જે બદલાવ આવે છે તે અત્યંત જટિલ છે. પણ તેનું મહત્વ પણ એટલું જ વિશિષ્ટ છે. (અહીં સંસ્કૃત વ્યાકરણનું મહત્વ ઘણું વધી જાય છે.)

આ ઉપરાંત, બીજી સસ્વર પઠનની અન્ય આઠ પ્રવિધિઓ છે. આ આઠેય પ્રવિધિઓનો એક માત્ર ઉદ્દેશ મૂળ સંહિતાઓમાં એકપણ અક્ષર, માત્રા કે પછી સ્વરની વધ-ઘટ કે ફેરફાર ન થઇ શકે. વેદોની બધી જ પઠન વિધિઓમાં સ્વરનું ઘણું જ મહત્વ છે.

આ આઠ પઠન વિધિઓનો ક્રમ નીચે પ્રમાણે છે:

 “જટા”, “ધન”, “માલા”, “રથ”, “શિખા”, “દંડ”,“રેખા”

પ્રત્યેક વિધિમાં શબ્દોના પઠનની પ્રક્રિયાને મૂળ ક્રમમાં વિશિષ્ટ પ્રકારના પરિવર્તન દ્વારા ક્રમ સંચય કરી નિશ્ચિત કરવામાં આવી છે.

આ બધી જ વિસ્તૃત અને પ્રબુદ્ધ પદ્ધતિઓએ એ સુનિશ્ચિત કર્યું કે માનવતાનો સૌ પ્રથમ ગ્રંથ – વેદ સંહિતા –  આદિકાળથી આજ દિન સુધી કોઈપણ પ્રકારના પ્રક્ષેપ વગર તેના વિશુદ્ધ સ્વરૂપમાં યથાવત રહે.

Original post in English is available at http://agniveer.com/no-textual-corruption-in-vedas/

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer:  We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleમૂળ વેદ ગ્રંથો કયા?
Next articleવેદના રચયિતા કોણ?
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.
  • sanjeevkumar saras kam kro cho pan tame khud jivan mate karjo gani var Aamuk vat bijane samjaviae tyare Te vat Aapnne pacheli hoti nathi
    thanx