અવિદ્યાનો નાશ કરી મુક્તિ મેળવવી એ જ જીવનનું લક્ષ્ય.

હા ક્યારેક મારું ધ્યાન લક્ષ્યથી ર્થોડું વિચલિત થઇ જાય છે અને તે મારા જીવનમાં નિરાશાનો ભાર વધારે છે. લક્ષ્યથી વિચલિત કરતી દરેકેદરેક પ્રવૃત્તિ મગજ પર બિનજરૂરી ભાર લાદે છે. પણ પછી મુક્તિને પામવાનું લક્ષ્ય ફરીથી મનમાં ઉપસ્થિત થાય છે, જે મુક્તિ મેળવવાના મારા સંકલ્પને પહેલાથી વધુ દ્રઢ બનાવે છે.

અવિદ્યા પ્રેરિત ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા નિર્ધારિત કરેલા સફળતાના માપદંડોને આધારે બહારની દુનિયા જીતી લેવી એ મારા જીવનનું લક્ષ્ય નથી. (અવિદ્યાનો અર્થ છે નિત્યને અનિત્ય અને અનિત્યને નિત્ય સમજવું. જડને ચેતન અને ચેતનને જડ સમજવું. શુદ્ધને અશુદ્ધ અને અશુદ્ધને શુદ્ધ સમજવું. સત્યને અસત્ય અને અસત્યને સત્ય સમજવું.)

મારું લક્ષ્ય તો યોગી બનવાનું છે. એવો યોગી કે જેનો સ્વયંના મન અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ સંયમ હોય. એવો યોગી કે જે સ્વયંની અંદરની દુનિયા પર રાજ કરતો હોય. એવો યોગી કે જેનો પ્રેરણાસ્ત્રોત્ર સ્વયં સર્વજ્ઞ પરમાત્મા હોય.  

આ સિવાય બાકીનું બધું હું ઈશ્વર પર છોડું છું.

મારો ઉદ્દેશ્ય ઉત્તમ સંસ્કારોનું નિર્માણ કરવાનો અને અવિદ્યાથી વિદ્યા તરફ આગળ વધવાનો છે.

એનો અર્થ એ થયો કે:

જે પ્રવૃત્તિઓ કુસંસ્કારોનું નિર્માણ કરે અથવા તો ઉત્તમ સંસ્કારોને નબળા કરે તેવી પ્રવૃત્તિઓનો સંપૂર્ણ ત્યાગ.

ઉત્તમ સંસ્કારોનું નિર્માણ અને વિદ્યામાં વૃદ્ધિ કરતી પ્રવૃત્તિઓમાં સદા પ્રવૃત્ત રહેવું.

મારા જીવનનું અંતિમ લક્ષ્ય મુક્તિ મેળવી ઈશ્વરના સાનિધ્યમાં રહેવાનું છે, કે જેથી કરીને આ જન્મ બાદ મારે બીજો એક પણ જન્મ લેવો ન પડે.   

એનો અર્થ એ થયો કે હું ઉત્સાહપૂર્વક ઉત્તમ કર્મો કરવામાં જરા પણ મોડું ન કરું. મેં ઘણો સમય વેડફી દીધો છે, હવે વધુ સમય વેડફવા માટે સમય નથી. 

એનો અર્થ એ પણ થયો કે મારે મારા શારીરિક આરોગ્ય તરફ વધુ સાવચેતી રાખવાની રહેશે. હું મારા આરોગ્ય તરફ બેદરકાર બની નિરંતર સ્વયંને નષ્ટ ન કરી શકું.  

વધુમાં એનો અર્થ એ પણ થયો કે સ્વયંના મન અને ઇન્દ્રિયો પર મારે સંપૂર્ણ સંયમ રાખવા માટે વિશેષ પ્રયત્નો કરવાના રહેશે.

મારે મન પર નિયંત્રણ, બ્રહ્મચર્ય અને ધ્યેય પ્રાપ્તિમાં સ્વામી દયાનંદ સરસ્વતી સમાન આદર્શ વ્યક્તિત્વનો વિકાસ કરવાનો રહેશે.

Original post in English is available at http://agniveer.com/pursuit-vidya/

READ ALSO:  મનુસ્મૃતિ અને શૂદ્ર

 

Facebook Comments

Disclaimer: By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. For full disclaimer, visit "Please read this" in Top and Footer Menu.

Previous articleયોગીની નોંધપોથી – યોગી
Next articleયોગીની નોંધપોથી – વ્યસ્ત જીવન અને ધ્યાન
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.

Join the debate

2 Comments on "યોગીની નોંધપોથી – વિદ્યા પ્રાપ્તિ"

Notify of
avatar
500

trackback
4 months 1 day ago

[…] This article is also available in Gujarati at http://agniveer.com/pursuit-vidya-gu/ […]

Nikunj
1 year 2 months ago
aap acha kam kar rhe ho and karte rho……mera ek question hai ? mene swami viveka nanad ki ” Rajyog ” book padhi hai usme likha gaya hai ki YOG ke dwara hum mukti pa sakte jabki usme ye bhi likha hai ki swami vivekanand ki mot yog ka sakhat… Read more »
wpDiscuz