UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

વેદમાં વિજ્ઞાન

“વેદમાં સર્વ પ્રકારનું ભૌતિક અને આધ્યાત્મિક જ્ઞાન તેના મૂળ રૂપમાં વિદ્યમાન છે”. આ “સનાતન સત્ય” હિન્દુ માન્યતાઓનો આધારસ્તંભ છે. પરતું આધુનિક વિજ્ઞાને કરેલી પ્રગતિ અને આવિષ્કારોને કારણે છેલ્લા લગભગ ૧૦૦ વર્ષોમાં આ સનાતન સત્યને શંકાની દ્રષ્ટીએ જોવામાં આવે છે.

“વેદ આધુનિક વિજ્ઞાન સાથે સુસંગત નથી” તેમ સાબિત કરવા માટે તથાકથિત વૈદિક વિદ્વાનોનો આખો વર્ગ ઉભો થયેલ છે. આ વર્ગમાં મેક્સ મૂલર અને ગ્રીફીથ જેવા પશ્ચિમી ભારત-વિદ્યા વિશારદ વિદ્વાનોના વેદ ભાષ્યોથી પ્રેરિત થયેલા સામ્યવાદી ઈતિહાસકારો અગ્રેસર છે. આ વર્ગમાં “જેટલું પ્રાચીન એટલું જ ખામીયુક્ત” તેવી પૂર્વધારણા સાથે પોતાની શોધ શરુ કરનાર “બુદ્ધિજીવીઓ”ની એક નવી જાતિનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત આધુનિક યુગના ધર્મબજારમાં એક એવો વર્ગ પણ પેદા થયેલ છે કે જે પોતાનો ધર્મ સંપ્રદાય સર્વ શ્રેષ્ઠ છે તેમ સાબિત કરવા માટે વેદમાં વૈજ્ઞાનિક ભૂલો શોધી કાઢવા ગમે તે હદ સુધી જઈ શકે છે. આ આખા વર્ગનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે ભારતના ૮૦ કરોડ હિન્દુઓ હિન્દુધર્મ અને વેદમાં પોતાની દ્રઢ આસ્થા ગુમાવી બેસે અને પોતાના ધર્મ સંપ્રદાયને જ એક માત્ર ઈશ્વરીય ધર્મ માની તેનો સ્વીકાર કરે. હા મારો ઇસારો ઇસ્લામી અને ઈસાઈ ધર્મપ્રચારકો તરફ છે.

આમ તો ઇસ્લામી અને ઈસાઈ ધર્મપ્રચારકોનો આ આખો સમુદાય દુનિયાનો દરેક વ્યક્તિ તેમના “પવિત્ર” ગ્રંથનો અનુયાયી બની જાય તે ઉદ્દેશ્યથી પ્રેરિત થયેલ છે, પરંતુ જ્યાં કુરાન કટ્ટરવાદીઓની વાત આવે છે ત્યાં તો સ્થિતિ અતિઉગ્ર છે. કારણ કે કેટલાંક ઇસ્લામી ધર્મપ્રચારકોની એવી માન્યતા(અંધવિશ્વાસ) છે કયામતના દિવસે ઇસુનું આગમન થશે અને ત્યાર બાદ જ તેઓ હંમેશના માટે સ્વર્ગમાં જશે. અને ઈસુના આગમનનો મહત્વનો સંકેત ઇસ્લામનો “ભારત પર વિજય” છે. આવી ખોટી માન્યતા ક્યાંથી પેદા થઇ તેનું તો મને જ્ઞાન નથી, પણ આ પ્રમુખ માન્યતા આજના મોટાભાગના કટ્ટરવાદી ઇસ્લામી ધર્મપ્રચારકોને તેમના દુષ્કર્મો માટે પ્રેરિત કરે છે.

આથી સમય સમય પર આપણે “વેદમાં વૈજ્ઞાનિક ભૂલો” ને સંલગ્ન સંદર્ભો જોઈએ છે. આવા સંદર્ભોને આપણે મોટેભાગે વેદ મંત્રોના અંગ્રેજી અનુવાદના રૂપમાં જોઈએ છીએ. ઉદાહરણ તરીકે:

“પૃથ્વી સપાટ છે” – યજુર્વેદ ૩૨.૮

મોટેભાગે આવા સંદર્ભ અને અંગ્રેજી અનુવાદ, લેખકને જ્ઞાત હોય તેવા મૂળ સાહિત્યો તરફ નિર્દેશ કરતા જોવા મળે છે. પરંતુ આમ થવાથી સામાન્ય માણસ માટે બહુ મોટી મૂંઝવણ પેદા થાય છે અને તેને વેદની પ્રાસંગિકતા પર શંકા જાગે છે. અહીં વેદ પરના મારા અતુટ વિશ્વાસને પ્રગટ ન કરતા, આ લેખમાં મેં માત્ર ગહન વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો સંકેત કરતા વેદમાંના કેટલાંક અવતરણનો જ ઉલ્લેખ કરેલ છે.

દુર્ભાગ્યવશ, વિદેશીઓની હજારો વર્ષોની ગુલામી, ક્રૂર આક્રાન્તાઓ દ્વારા આપણાં વિશ્વ વિદ્યાલયો અને પુસ્તકાલયોને અગ્નિદાહ આપવાથી અને જીવિત રહેવાની લડાઈની પ્રાથમિકતાને કારણે વૈદિક વિજ્ઞાનને પુન:પ્રકાશમાં લાવવા માટેનું ઘણું કામ બાકી રહી ગયું છે. જો કે વૈદિક વિજ્ઞાનને પુન:પ્રકાશમાં લાવવું કેમ અનિવાર્ય અને લાભપ્રદ છે, તેના પુરતા સંકેત ઉપલબ્ધ છે. આ લેખમાં મેં આ સંકેતોની નાનકડી ઝાંખી આપેલ છે.

નોંધ: વેદ એ કોઈ કટ્ટરપંથી કે રૂઢીવાદી ગ્રંથ નથી. વેદમાં તો સનાતન સત્ય સિદ્ધાંતો વિદ્યમાન છે. વેદમાં સર્વ સત્ય વિદ્યાઓના બીજ રોપાયેલ છે. આથી વેદ જરૂર કરતા વધુ જ્ઞાન ન આપતા, મનુષ્યોને પ્રયત્નો કરી પોતાના સર્વાંગી વિકાસ માટે વેદમાંથી જ્ઞાન પ્રાપ્તિ કરવાનું વિશેષ સુચન કરે છે. કારણ કે વૈદિકજ્ઞાન માળખામાં પ્રયત્ન(કર્મ) જ આનંદ પ્રાપ્તિનો એક માત્ર માર્ગ છે.

મૂળ મંત્રો માટે: http://www.aryasamajjamnagar.org

પૃથ્વીની ગતિ:

ઋગ્વેદ ૧૦.૨૨.૧૪

“હસ્ત અને પગ રહિત પૃથ્વી, સૂર્ય આદિ દેવોની ગતિવિધિઓથી વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. પૃથ્વી પરના સર્વ પદાર્થો પણ પૃથ્વીની સાથે ગતિ કરે છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે.

ક્ષા: = પૃથ્વી (નિઘંટુ ૧.૧)

અહસ્તા = હસ્ત રહિત

અપદી = પગ રહિત

વર્ધત = વૃદ્ધિને પ્રાપ્ત થાય છે

શુષ્ણમ્પરિ = સૂર્યની ચોતરફ

પ્રદક્ષિણિત્ = પરિક્રમા કરવી

ઋગ્વેદ ૧૦.૧૪૯.૧

“સૂર્યએ પૃથ્વી અને અંતરીક્ષના અન્ય ગ્રહોને પોતાની નિયંત્રણ શક્તિ દ્વારા બાંધી રાખ્યા છે. જેમ ઘોડાને તાલીમ આપનાર ઘોડાની લગામ પકડી તેઓને પોતાની ચોતરફ ધુમાવે છે, તેમ સૂર્ય પણ પૃથ્વી અને અંતરીક્ષના અન્ય ગ્રહોને પોતાની ચોતરફ ઘુમાવે છે.”

સવિતા = સૂર્ય

યન્ત્રે: = નિયંત્રણ શક્તિ દ્વારા

પૃથિવીમ્ = પૃથ્વી

અરમ્ણાત્  = સ્થાપિત કરી રાખે છે

દ્યામ્ અદ્દંહત્ = અંતરીક્ષના અન્ય ગ્રહો

અતૂર્તે = નિરંતર અતુટ ફેલાયેલ

બદ્ધમ્ = બાંધી રાખે છે

અશ્વમિવ અધુક્ષત્ = અશ્વ સમાન

ગુરુત્વાકર્ષણ બળ:

ઋગ્વેદ૮.૧૨.૨૮

“હે ઇન્દ્ર ! તું આકર્ષણ,ગુરુત્વાકર્ષણ, તેજ અને ગતિ ગુણયુક્ત તારા અતિપ્રબળ કિરણો દ્વારા સમગ્ર લોક-લોકાંતરને તારી આકર્ષણ શક્તિથી નિયમમાં બાંધેલા રાખે છે.

ઋગ્વેદ૧.૬.૫ અને ઋગ્વેદ૮.૧૨.૩૦

“હે પરમેશ્વર! આકાશમાં દુરથી દ્રશ્યમાન સૂર્યનો તું જ રચયિતા છે. તું અનંત શક્તિવાન છે. તે જ સૂર્ય જેવા અન્ય ગ્રહોને ધારણ કરી રાખેલ છે. તારા જ નિયમબદ્ધ આકર્ષણ બળથી આ ગ્રહો દ્રઢતાપૂર્વક સ્થિર સ્થિતિમાં વર્તમાન છે.

યજુર્વેદ ૩૩.૪૩

સૂર્ય આકાશમાં સ્વપરિધિમાં ઘૂમતો રહે છે. સૂર્ય પૃથ્વી આદી અન્ય નશ્વર લોકને આકર્ષણ શક્તિથી પોતાની ચોતરફ ઘુમાવતો રહે છે.

ઋગ્વેદ૧.૩૫.૯

સૂર્ય પૃથ્વી સહીત અન્ય પ્રકાશરહિત ગ્રહોની માધ્યમમાં ગતિ કરે છે. સૂર્ય દ્યુલોક અને પૃથ્વી લોકની મધ્યમાં આકર્ષણ સંબંધથી એવી રીતે વર્તમાન રહે છે કે આકર્ષણ બળને કારણે આ ગ્રહો કદી પણ પરસ્પર ટકરાતા નથી.

ઋગ્વેદ૧.૧૬૪.૧૩

સૂર્ય આકાશમાં સ્વપરિધિમાં ઘૂમતો રહે છે. સૂર્ય અન્ય ગ્રહોથી ભારી હોવાથી, આકર્ષણ બળને કારણે પૃથ્વી સહીત અન્ય પ્રકાશરહિત ગ્રહો સૂર્યની પરિક્રમા કરતા રહે છે.

અથર્વવેદ ૪.૧૧.૧

“સૂર્યએ પૃથ્વી અને અન્ય ગ્રહોને ધારણ કરેલ છે.”

ચંદ્રનો પ્રકાશ:

ઋગ્વેદ૧.૮૪.૧૫

“જેમ સૂર્યનો પૃથ્વી સાથે આકર્ષણનો સંબંધ છે, જેમ પૃથ્વી સૂર્યના તેજથી પ્રકાશમાન છે તેમ ગતિમાન ચંદ્ર પણ સૂર્યના તેજથી પ્રકાશમાન છે.

ઋગ્વેદ૧૦.૮૫.૯

“સોમ (ચંદ્ર) વધૂની કામના કરે છે. સૂર્ય પોતાની પુત્રી “પ્રકાશ કિરણ – વધૂ” ચંદ્રને દાન કરે છે. અને દિવસ અને રાત્રી આ વિવાહના સાક્ષી રહે છે.”
ગ્રહણ:

ઋગ્વેદ૫.૪૦.૫

“હે સૂર્ય ! જ્યારે તારા તેજથી પ્રકાશમાન રહેનાર ચંદ્રથી પૃથ્વી પર પડતો તારો પ્રકાશ અવરોધાય છે, ત્યારે પૃથ્વી આકસ્મિક પ્રવર્તેલા અંધકારથી ભયભીત થઇ ઉઠે છે.

જહાજ અને વિમાન વિજ્ઞાન:

સ્વામી દયાનંદ સરસ્વતીએ આ વિષય પર વૈદિક ભાષ્યો અને ઋગ્વેદાદિ ભાષ્યભુમિકામાં (૧૮૭૬) મંત્રોનું વિવરણ કરું છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાના (Indian Institute of Science –IISc) વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર આવ્યાં છે કે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સૂચિત કરાયેલી વિમાનની ક્રિયાવિધિ વ્યવહાર્ય છે. સ્વામી દયાનંદ સરસ્વતીના મૃત્યુના ૨૦ વર્ષ બાદ પહેલું વિમાન બનાવવામાં આવ્યું.

આ વિષય પર વધુ જાણકારી માટે વાચક સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા રચિત ઋગ્વેદાદિ ભાષ્યભુમિકા અથવા તો નીચેના મંત્રોની વ્યાખ્યાનું અધ્યયન કરી શકે છે: ઋગ્વેદ ૧.૧૧૬.૩, ૧.૧૧૬.૪, ૧૦.૬૨.૧, ૧.૧૧૬.૫, ૧.૧૧૬.૬, ૧.૩૪.૨, ૧.૩૪.૭, ૧.૪૮.૮ વગેરે

તારયંત્ર વિજ્ઞાન

 ઋગ્વેદ૧.૧૧૯.૧૦

દ્વિઘ્રુવીય બળથી (અશ્વિના) તાર વિદ્યાથી પ્રેરિત વિદ્યુત વાહક ઉપકરણને પ્રયોગમાં લાવી શકાય છે. આ વિદ્યા કાર્યક્ષમ સૈનિક કાર્યવાહી માટે અત્યંત આવશ્યક છે. આથી પ્રયત્નપૂર્વક વિદ્યુત (તાર) વિદ્યા અવશ્ય સિદ્ધ કરવી અને તેને સાવચેતીથી પ્રયોગમાં લાવવી.

મને આશા છે કે આ લેખ આપણી વૈદિક વૈજ્ઞાનિક ધરોહરની વધુ ઊંડાણમાં શોધ કરવાની ઈચ્છાશક્તિ જગાવવા માટે પુરતો છે.

“વેદમાં” વિજ્ઞાન વિષય પર વધુ જાણકારી માટે:

We claim these are indian discoveries

Scientific And Technological Heritage

FOR AGNIVEER LECTURE AND PRESENTATION ON SCIENCE IN VEDAS, VISIT

http://agniveer.com/science-in-vedas-session-with-agniveer/

Original post in English is available at http://agniveer.com/science-in-vedas/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories