હિન્દુધર્મમાં આત્મજ્ઞાન

Understanding-Self-in-Hinduism
This translation in Gujarati has been contributed by Ronak and kruti. Original post in English is available at
આપણે વૈદિક જ્ઞાનની શ્રેણી ચાલુ રાખીશું  અને આત્મા અને આત્માના ઈશ્વર સાથેના સબંધ વિષે કહીશું. ઈશ્વરને સમજવા માટે વૈદિક શ્રેણીના પહેલા ત્રણ લેખ વાંચો.
પ્રશ્ન: “હું” કોણ છુ?

તમે એક આત્મા છો. તમે તમારા મન અને શરીરથી અલગ છો. જયારે શરીરનો નાશ થાય છે ત્યારે તમારો નાશ થતો નથી. કારણકે સમસ્ત ભ્રમાંડમાં એવી કોઈ વસ્તુ નથી કે જે તમારો નાશ કરી શકે.

પ્રશ્ન:હું કેવી રીતે જાણી શકું કે હું મન અને શરીરથી અલગ છું?  શું હું કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી?

એકદમ સરળ વાત છે. જન્મનાં સમયથી તમારા શરીર અને વિચારોમાં પરિવર્તન આવતું રહયું છે. પણ તમે તો એ ના એ જ રહ્યા છો. અરે નિત્યક્રમમાં પણ તમે અનુભવ કરશો કે તમારા શરીર અને વિચારોમાં પરિવર્તન આવતુ જ રહે છે. આ રીતે તમે શરીર અને મનથી જુદા છો. આ ચેતના અથવા તો હું ની અનુભૂતિ એ જ તમારું ખરું સ્વરૂપ છે. આ હું  જ અત્યારે પ્રશ્ન પૂછી રહયો છે અને આ લેખ વાંચી રહયો છે  અને જાણે છે કે “હું” નું અસ્તિત્વ છે. આ “ચેતના” જ  હાલમાં “હું કોણ છું?”  તે  જાણવા માટે ઉત્સુક છે. જયારે તમે સ્વપ્ન રહિત નિંદ્રા માંથી જાગો છો ત્યારે પણ કહો છો કે “મને” સરસ નિંદ્રા આવી. આ ચેતનાએ જ નિંદ્રાની શાંતિની મજા માણી.
આ ચેતનાને સમજવા માટે આગળ વાંચો.

કેટલાક લોકોના કહેવા પ્રમાણે આ “ચેતના” એ બીજું કઈ નહિ પણ “મગજમાં રહેલું રસાયણ” છે અને આત્માનું અસ્તિત્વ જ  નથી. તેઓ કહે છે કે બધી જ લાગણીઓ અને સુખ-દુઃખની અનુભૂતિ એ માત્ર રાસાયણિક પ્રક્રીયા જ છે. આ વાતને સાચી માનવી એ તો મૂર્ખતાની પરાકાષ્ટા છે. સામાન્ય રીતે આ પ્રકારની માન્યતાઓ એવી જ વ્યક્તિઓ ધરાવે છે કે જેમણે  પોતાની સાચી સમજશક્તિ વિવિધ પ્રકારના અનૈતિક કાર્યોમાં રચ્યાપચ્યા રહીને દબાવી દીધી છે. આ પ્રકારની વ્યક્તિઓ પોતાના અંતરઆત્માના અવાજને અવગણતી હોય છે અને નિરર્થક વાતોમા પોતાનો સમય વેડફતી હોય છે.

પણ જરા વિચારોજયારે કોઈ તમને તમાચો મારે તો એના પરિણામ સ્વરૂપે શરીર પ્રતિક્રિયા કરે છે અને મજ્જાતંતુઓ પીડાની લાગણી ઉત્પન્ન કરે છે.  પણ આ પીડા “કોણ” અનુભવે છેઅને જયારે તમારા વખાણ થાય છેત્યારે મજ્જાતંતુઓ બીજી પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે અને તમને આનંદની અનુભૂતિ થાય છે. પણ આ આનંદ “કોણ” અનુભવે છેસત્ય તો એ છે કે કંઈક અનુભવાય છે એ  સૂચવે છે કે કોઈક અનુભવે છે.” દેખીતી રીતે આ ઈલેક્ટ્રોનપ્રોટોન,  ન્યુટ્રોનહાઈડ્રોજનનાં અણુઓપાણીના અણુઓ કે આ રીતનું બીજું કંઈપણ,  આ “હું” કે જે અનુભવે છે,  તે ન હોય શકે. આ “હું” કે જે અનુભવે છે અને નિર્ણય લે છે એ જ આપણા શરીરમાં વસેલી આત્મા – આપણી સાચી ઓળખ. આત્મા જડ પદાર્થ  હોવાથી એના ઉપર પાણીઅગ્નિ જેવા જડ પદાર્થોની અસર થતી નથી. આમ આત્મા અવિનાશી છે. આમેય વિનાશ એટલે વિવિધ ઘટકોમાં થતું વિભાજન. અને જેના કોઈ ઘટકો   હોય એનું કઈ રીતે વિભાજન થઇ શકેસ્થૂળ વસ્તુ સુક્ષ્મ વસ્તુને તોડી ન શકે. જેમ કે તલવાર અણુને તોડી ન શકે. આમ બધા ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે આત્મા અવિનાશી છે.    

આગળ આ નાદાન “રાસાયણિક  બુદ્ધિજીવીઓ” ને પૂછીએ કે જો આ બધી માત્ર  રાસાયણિક પ્રક્રિયાઓ જ હોય તો જયારે એમની માન્યતાઓનું ખંડન થાય છે ત્યારે તેઓ વિરોધ શા માટે કરે છે? આવી જ રીતે તેઓ પણ રાસાયણિક પ્રક્રીયા જ છે તો પછી શા માટે તેઓ પ્રેમ કરે છે? શા માટે લાગણીઓ દુભાવાનો અનુભવ કરે છે? શા માટે તેઓ ભણે છે?  શા માટે તેમને તેમના જ્ઞાનનો પ્રચાર કરવાની અને અંધશ્રદ્ધાનો  વિરોધ કરવાની તીવ્ર  ઈચ્છા હોય  છે? શા માટે તેઓ ગુન્હા વિરોધી કાયદાઓનો વિરોધ નથી કરતા? જો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ જ હોય તો શા માટે રાસાયણિક પ્રક્રિયાઓને સજા કરવી જોઈએ? જયારે કોઈ કોઈના મોઢાં ઉપર એસીડ ફેંકે તો શું તમે એસીડને સજા કરો છો? અને જો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ જ હોય તો એને શા માટે આટલું બધું મહત્વ આપવું જોઈએ? તેઓ જે બોલે છે, લખે છે  અથવા તો જેના પર તર્ક કરે છે એ ખલેલ ઉત્પન્ન કરતી કોઈ રાસાયણિક પ્રક્રિયા જ હોવી જોઈએ, જેમ કે પ્રયોગશાળામાં બે એસીડ ભેગા કરવાથી ખલેલ ઉત્પન્ન થાય છે.

ટૂંકમાં, જો આ બધું રાસાયણિક પ્રક્રિયા અથવા તો વિનાશી હોય તો કાયદો, વ્યવસ્થા, પ્રેમ, લાગણીઓ, ભણતર, ચરિત્ર, ગુન્હાઓ, સજા, રમત-ગમત, મનોરંજન, દયા-કરુણા વગેરે અર્થવિહીન બની જશે. આપણું આખું જીવન અર્થવિહીન બની જશે. આમ આવી માન્યતાઓ એવા અર્થવિહીન બુદ્ધિજીવીઓ માટે જ છે કે જેઓ પોતાની હત્યા સામે પણ વાંધો ઉઠાવતા નથી કારણકે એમનું  જીવન જ  અર્થવિહીન છે અને એમને માટે હત્યા પણ એક રાસાયણિક પ્રક્રિયા જ  છે.

તો ચાલો આ અર્થવિહીન વાતો અને તર્કને બાજુ પર મુકી આ અવિનાશી આત્માના સત્યને આગળ શોધીએ.

પ્રશ્ન: શું આત્મા કાર્ય કરવા માટે સ્વતંત્ર છે કે પછી ઈશ્વરને આધીન છે?  

એ તો સંજોગો પર આધાર રાખે છે. જયારે શ્રુષ્ટિનો નાશ થાય છે (પ્રલય સમયે) ત્યારે આત્મા (જે આત્માઓને મોક્ષ મળી ચૂકયો છે એ સિવાયની બધીજ આત્માઓ) અચેત અવસ્થામાં, ઈચ્છા-સ્વાતંત્ર્ય (free-will)  વિના રહે છે. શ્રુષ્ટિના સર્જન સમયે જયારે આત્મા પોતે કરેલા કર્મ પ્રમાણે જન્મ લે છે ત્યારે તેમને કર્મ કરવા માટે મર્યાદિત સ્વતંત્રતા આપવામાં આવે છે. તેમ છતાં આત્મા કેટલી સ્વતંત્રતા મેળવી શકે છે તે આત્માએ પોતે કરેલા કર્મો પર આધારિત છે.  

ઉદાહરણ તરીકે,  મોટાભાગના ભારતીયો  પોતાની પ્રખ્યાત એવી ગુલામી ભરેલી માનસિકતાને કારણે દાયકાઓ સુધી વિદેશીઓના ગુલામ બની રહવાનું  નક્કી કરે છે. જેથી કરીને તેમની પાસે મર્યાદિત  પ્રમાણમાં સ્વતંત્રતા હોય છે અને એમના પોતાના જ  દેશમાં તેઓ માનભંગ નો  સામનો કરતા રહે છે.આવી મર્યાદિત સ્વતંત્રતા કોઈ આપતું નથી પરંતુ તે આપણાં સમાજે કરેલી સામુહિક પસંદગી જ છે. આ જ વાત પ્રત્યેક આત્માને પણ લાગુ પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આત્માની ક્ષમતા પ્રમાણે ઈશ્વર પ્રત્યેક આત્માને કાર્ય કરવા માટે એક સ્વતંત્રતાનું  ક્ષેત્ર (domain of freedom) આપે છે અને સમયાંતરે આ ક્ષેત્રને બદલતો રહે છે.

આપણે આપણાં બાળકોને જે રીતે સ્વતંત્રતા આપીએ છીએ તેની સાથે આ વાત ને સરખાવી શકાય. જન્મ પછીના અમુક સમય સુધી આપણે બાળકને પારણાં સુધી મર્યાદિત રાખીએ છીએ. જયારે બાળક ઘૂંટણ ટેકવીને ચાલતું થાય ત્યારે આપણે તે ઊંચા સ્થાનેથી પડી ન જાય તેની કાળજી લઈ બાળકનું હલનચલન મર્યાદિત રાખીએ છીએ. આ જ રીતે બાળક યુવાન અવસ્થામાં પહોચે ત્યાં સુધીમાં  એને વધારે અને વધારે સ્વતંત્રતા આપતા રહીએ છીએ. આ સમય દરમિયાન, જો બાળક જમીન પર પડેલ ગંદી વસ્તુ ખાવા જેવી કોઈ ખરાબ આદત કેળવે તો માતા એને રોકવાના નવીન પ્રકારના રસ્તાઓ શોધે છે. આમ બાળકની સ્વતંત્રતા મર્યાદિત કરવામાં આવે છે. આનાથી ઊલટું, જો બાળક સારું  વર્તન કરે, માતા-પિતાની આજ્ઞાનું પાલન કરે અને વસ્તુઓ અવ્યવસ્થિત ન કરે તો બાળક ઝડપથી વધુ  સ્વતંત્રતા મેળવે છે.

ઈશ્વર, આપણાં માતા-પિતાની જેમજ, સતત ક્ષમતા આધારિત માપદંડ પ્રમાણે આવુ જ કરતો રહે છે. અને ઈશ્વર આવું, આપણાં માતા-પિતાની જેમ આપણાં પોતાના ભલા માટે જ  કરે છે.

ટૂંકમાંઆત્મા પોતાના માટે કેટલી સ્વતંત્રતા મેળવશે તે નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે.

બીજા શબ્દોમાં કહીએ તો, આત્મા પોતાનું કર્મ કરવા માટે સ્વતંત્ર છે પરંતુ  કર્મના ફળ માટે  ઈશ્વર પર આધાર રાખે  છે.

પ્રશ્ન: તમારા મતે “સ્વતંત્ર” અને “કર્મના ફળ” નો શો અર્થ થાય છે?

એવી વ્યક્તિ કે જેનું  શરીરઇન્દ્રિયો અને જીવનશક્તિ તે વ્યક્તિની “ઈચ્છા” ના કાબુમાં હોય એને સ્વતંત્ર કહેવામાં આવે છે.  જો આત્મા સ્વતંત્ર ન હોય તો તેણે કરેલા સત્કર્મો  અને પાપકર્મોના ફળ ભોગવવાનો પ્રશ્ન જ ઉભો ન થાય. કારણકે જો આત્મા ઈશ્વરના હાથની કઠપૂતળી  જ હોય  તો આત્માના સત્કર્મો  અને પાપકર્મોના ફળ ઈશ્વરે ભોગવવા પડે કારણકે જો તમે કોઈ ને તલવાર વડે મારી નાંખો તો તમને સજા થાય છે, તલવારને નહિ.

આથી જે ધાર્મિક સંપ્રદાયો એવું માને છે કે ઈશ્વરે, જન્મ લેતા પહેલા જ, બધાનું ભવિષ્ય પુસ્તકમાં લખેલું  છે ( like Lohe Mehfooz of Muslims under throne of Allah ) એ વાસ્તવમાં એમ કહી રહ્યા છે કે ઈશ્વર/અલ્લાહને દુનિયામાં થતી બધી જ ખોટી વસ્તુઓ માટે સજા થવી જોઈએ. બધી જ સમજુ વ્યક્તિઓએ આ પરસ્પર વિરોધી સિદ્ધાન્તનો અસ્વીકાર કરવો જોઈએ.

વેદોના મતે આત્મા પોતાની મર્યાદાઓના ક્ષેત્રમાં રહીને શરીર, ઇન્દ્રિયો અને જીવનશક્તિનું સંચાલન કરવા માટે સ્વતંત્ર છે અને પોતાના કર્મફળ પ્રમાણે આત્માનું  મર્યાદાક્ષેત્ર (domain of limitations) નાનું કે મોટું થતું રહે છે. જયારે આ મર્યાદાક્ષેત્ર  સંપૂર્ણપણે તૂટી જાય છે ત્યારે આત્મા સંપૂર્ણ સ્વતંત્ર થઈ જાય છે (મુક્તિ પામે છે) અને ઈશ્વરમાં સમકાલીન થઈ કાર્ય કરે છે.

આ જ વાત બીજા ઉદાહરણ દ્વારા સમજવા બાળક પાસે જે સ્વતંત્રતા હોય છે એનો વિચાર કરીએ. હવે જયારે બાળકે તબીબીશાસ્ત્રનો  અભ્યાસ નથી કર્યો એટલા માટે એ તબીબ (Doctor) નહિ બની શકે. અને એટલા માટે તેને શસ્ત્રક્રિયા (surgery) કરવાની સ્વતંત્રતા નથી. પણ જો એણે અભ્યાસ  કર્યોહોત અને તબીબ બન્યો  હોત તો તેને શસ્ત્રક્રિયા (surgery) કરવાની સ્વતંત્રતા મળી શકી હોત. આ સ્વતંત્રતા તેની પોતાની જ પસંદગી છે. મનુષ્યોએ બનાવેલા કાયદા પ્રમાણે અમુક ઉંમર વીતી ગયા પછી કોઈ વ્યક્તિ તબીબ ન બની શકેએનાથી ભિન્ન એવા ઈશ્વરના કાયદા પ્રમાણે  દરેક આત્મા,દરેક  ક્ષણ પોતાનામાં પરિવર્તન લાવવાનો,  પરમ આનંદની પરાકાષ્ઠાએ પહોંચવાનો અને સર્વોત્તમ  કાર્યક્ષમતા મેળવવાનો  અવસર ધરાવે છે.  

આદીકાળથી  (beginninglessness) અત્યારની ક્ષણ સુધી, બધા જ જન્મોમાં આપણે કરેલા કર્મોના ફળની  સામુહિક અસર આપણું વર્તમાન નક્કી કરે છે.

આ “કર્મોના ફળ” આપણને  શ્રેષ્ઠ રીતે અને ઝડપથી  સંપૂર્ણ આનંદ સુધી પહોચાડે એવા હોય છે.  કર્મોના ફળ” નક્કી કરવાનો વિભાગ ઈશ્વર દ્વારા સંચાલિત થાય છે અને આત્માનું કર્મના ફળ પર કોઈ નિયંત્રણ કે કાબુ હોતો નથી.

“કર્મોના ફળ” આ બે શબ્દો આપણાં આખા મર્યાદાક્ષેત્ર (domain of limitations) અને સુખ-દુઃખની અનુભૂતિ દર્શાવવા માટે વપરાયા છે.  સામાન્ય રીતે આ બધુ સત્ય જેને કારણે ઉદ્દભવે છે  તેને  આપણે “સંસ્કાર” કહીએ છીએ – આપણી સહજવૃત્તિ

આમ એકદમ સરળ શબ્દોમાં કહીએ તો:

The 4 Vedas Complete (English)

The 4 Vedas Complete (English)

Buy Now

આત્મા કર્મ કરવા માટે સ્વતંત્ર છે પણ તેણે કરેલા કર્મના ફળ મેળવવા માટે સંપૂર્ણપણે ઈશ્વર પર નિર્ભર છે.

પ્રશ્ન: જો ઈશ્વરે આત્માનું સર્જન ન કર્યું હોત અને આત્માને કાર્ય કરવાની ક્ષમતા ન આપી હોત તો આત્મા કશું જ ન કરી શકી હોત. શું આનો અર્થ એ થયો કે  ઈશ્વરની આત્મા પર સત્તા છે?

આ એક  પ્રસંગાનુરૂપ પ્રશ્ન છે, પરંતુ આ પ્રશ્ન એ પાખંડી  ધાર્મિક સંપ્રદાયો – ઈશાઈ અને ઇસ્લામ – સાથે સબંધિત છે કે જેઓ એવું માને છે કે ઈશ્વરે આત્માનું સર્જન કર્યું છે.

વેદો પ્રમાણે આત્માનું સર્જન થતું  નથી કે એનો નાશ થતો નથી. જેમ ઈશ્વર શાશ્વત (eternal) છે તેમ આત્મા પણ શાશ્વત છે.  ભૌતિક જગત (material world) નું મૂળ કારણ છે – પ્રકૃતિ (nature) – અને તે પણ ઈશ્વર અને આત્માની જેમ જ શાશ્વત છે.

ન તો એવો કોઈ સમય હતો કે જયારે આ ત્રણ વસ્તુઓનું અસ્તિત્વ   હતું અને ન તો એવો કોય સમય આવશે કે જયારે આ ત્રણ વસ્તુઓનું અસ્તિત્વ નહિ હોય.

ઈશ્વરની ભૂમિકા આ અચેત (unconscious) પ્રકૃતિ અને સચેત (conscious ) આત્માને એવી રીતે એકીકૃત (integrate) કરવાની છે કે જેથી આત્મા પસંદગી પ્રમાણે કર્મ  કરી શકે અને પરમ આનંદ સુધી પહોચી શકે. આમ ઈશ્વર કોઈ ઇજનેર (engineer) ની જેમ ઉપલબ્ધ વસ્તુઓ માંથી વિવિધ રચનાઓનું સર્જન કરે છે. ઈશ્વર, સત્ય સાઈબાબા કે અલ્લાહની જેમ હવામાંથી  (nothingness) માંથી lollypop નું સર્જન કરતો નથી.

આત્મા અને પ્રકૃતિ ને એકીકૃત કર્યા પછી, ઈશ્વર મન અને શરીરનું સંચાલન (ઉપરના ભાગમાં સમજાવ્યા મુજબ ક્ષમતા આધારિત માપદંડ પ્રમાણે) આત્માને આપે છે. આમ આત્મા કાર્ય કરવાની ક્ષમતા મેળવે છે અને તેથી “કર્મોના ફળ”  પણ ભોગવે છે.

જયારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની હત્યા તલવાર વડે કરે છે ત્યારે તે હત્યારાને સજા થાય છે. તલવાર બનાવનારને, તલવાર વેચનારને કે પછી ખાણિયો કે જેણે તલવાર બનાવવા માટેનું લોઢું (iron) ખોદકામ કરીને બહાર કાઢયું એને સજા થતી નથી. કારણકે હત્યા કરનાર વ્યક્તિ આ ગુન્હા માટે જવાબદાર છે. આવી જ રીતે  ઈશ્વર ન તો “કર્મોના ફળ”  ભોગવે છે અને ન તો આત્માના કોઈ સત્કર્મ કે પાપકર્મ માટે જવાબદાર હોય છે.

જો ઈશ્વર આત્માને કર્મ કરાવતો હોય તો કોઈએ એકપણ પાપ કર્મ કર્યું જ ન હોત કારણકે ઈશ્વર પાપમુક્ત  અને ખુબ જ પવિત્ર છે. જે  બધી ઉન્નત આત્માઓએ અજ્ઞાનતાના બધા જ બીજ બાળી દીધા હોય તેમની સાથે આવુ જ બને છે અને તેઓ ઈશ્વર સાથે એકરૂપ થઇ કર્મ કરે છે અને મોક્ષ મેળવે છે.

પ્રશ્ન: ઈશ્વર અને આત્માની લાક્ષણિકતાઓ કઈ છે?

આત્મા અને ઈશ્વર ચેતન (conscious) અને શુદ્ધ છે. બન્ને અવિનાશી, અજન્મા (જે કદી જન્મ લેતા નથી) અને અમર (જે કદી મૃત્યુ પામતા નથી ) છે.

પણ પહેલાના   લેખોમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વર કેટલીંક વધારાની લાક્ષણિકતાઓ ધરાવે છે જેવી કે: શ્રુષ્ટિનો સર્જનહાર, શ્રુષ્ટિનો પાલનહાર, શ્રુષ્ટિ નાશક, સર્વ શક્તિમાન, અનંત જ્ઞાન ધરાવનાર, પરમ આનંદ ધરાવનાર વગેરે..

ન્યાયસૂત્ર – Nyaya Sutra – (૧.૧.૧૦) પ્રમાણે આત્માની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે.

૧. ઈચ્છા – કંઈક   મેળવવાની ઈચ્છા ધરાવનાર  – (Ichha)

૨. તીવ્ર અણગમો – તિરસ્કાર કરવાની વૃત્તિ ધરાવનાર – (Dwesha)

૩. પ્રયત્ન – પ્રયત્ન કરવાની ઈચ્છા ધરાવનાર – (Prayatna)

૪. સુખ – સુખ અનુભવનાર  – (Sukha)

૫. દુઃખ – દુઃખ અનુભવનાર – (Dukha)

૬. જ્ઞાન – જ્ઞાન  ધરાવનાર – (Jnana)

વૈશેશીકસૂત્ર – Vaisheshik Sutra  – (૩.૨.૪) પ્રમાણે નશ્વર શરીર (mortal body) માં હોય છે ત્યારે આત્માની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે હોય છે.

૧. શ્વાસ અંદર લેનાર - Inhalation

૨. શ્વાસ બહાર છોડનાર  –  Exhalation

૩. સંકોચન અનુભવનાર  – Contraction

૪. આરામ કરવાની વૃત્તિ ધરાવનાર  – Relaxation

૫. મગજ અને સ્વયમની અનુભૂતિ કરનાર – Mind and feeling of self

૬. હલન-ચલન કરનાર – Movement

૭. ઈન્દ્રીયો અને કાર્ય કરતા અંગોનું સંચાલન કરનાર – Sense and work organs under control

૮. ભિન્નતા અનુભવનાર - Variations

જયારે આત્મા શરીરમા હોય છે ત્યારે આ લાક્ષણિકતાઓ દેખાય છે અને જયારે આત્મા શરીરનો ત્યાગ કરે છે ત્યારે આ લાક્ષણિકતાઓનુ અસ્તિત્વ રહેતું નથી. આના પરથી આત્માનાં અસ્તિત્વનો નિષ્કર્ષ નીકળે છે.

પ્રશ્ન: આત્માનું કદ કેટલું હોય છે?  શું તે આખા શરીરમાં પ્રસરેલી હોય છે?

આત્મા અવકાશમાં રહેલા એક બિંદુ જેટલી હોય છે. આત્મા એક બિંદુ જેટલી હોય છે અને તે મર્યાદિત જ્ઞાન ધરાવે  છે. ઈશ્વર આત્માથી પણ સુક્ષ્મ હોય છે અને અમર્યાદિત જ્ઞાન ધરાવે છે.

ઈશ્વર શરીરની બધીજ કાર્યપ્રણાલીનું સંચાલન કરે છે અને આત્મા ઓફીસનાં કોઈ CEO ની જેમ તેનું નિયંત્રણ કરે છે.

કેટલાક લોકોનું એવું માનવું છે કે હાથીની આત્માનું કદ કીડીની આત્માના  કદ કરતા મોટું  હોય છે. પરંતુ  આ સત્ય નથી. દરેકે દરેક આત્મા તેની ક્ષમતા અને કદમા સરખી હોય છે. જુદી જુદી આત્માઓ વચ્ચે ફરક માત્ર કર્મોના ભોગવવામાં આવતા ફળને લઇને જ હોય છે.  આથી આત્મા જયારે એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે છે ત્યારે તેનું કદ બદલાતું નથી પણ માત્ર નિયંત્રણનું સ્થાન બદલાય છે.

પ્રશ્ન: તો શું તમારું એવું કહવું છે કે ઈશ્વર આત્માની અંદર અને બહાર બન્ને સ્થાને છેપણ જો એક વસ્તુ કોઈ એક જગ્યાએ હોય તો તે જ વસ્તુ બીજી કોઈ જગ્યાએ કેવી રીતે હોઈ શકેઆમ જ્યાં આત્માનું અસ્તિત્વ છે ત્યાં ઈશ્વરનું અસ્તિત્વ ન હોય શકે. ઈશ્વર અને આત્મા કદાચ એકબીજાની ખુબ જ નિકટ હોય શકે પણ ઈશ્વર આત્માની અંદર ન હોય શકે.

બે  એક સરખા કદની વસ્તુઓ  એક સ્થાને એક સાથે અસ્તિત્વમાં ન રહી શકે. પરંતુ લોખંડમાં સુક્ષ્મ સ્વરૂપે રહેલી  વિદ્યુત શક્તિની જેમ ઈશ્વર દરેકેદરેક આત્મા અને સૃષ્ટિનાં દરેક કણમાં  રહેલો છે.

આમ ઈશ્વર અને આત્મા વચ્ચે વ્યાપ્ત-વ્યાપક, ચલાવનાર-ચાલનાર અને માતાપિતા-બાળક વગેરેના જેવો સબંધ છે.

પ્રશ્ન: શું આત્મા અને ઈશ્વર ક્યારેય એક બીજામાં ભળે છેકે પછી હંમેશા અલગ જ રહે છે?

આત્મા અને ઈશ્વર ક્યારેય  એકબીજાથી અલગ હોતા નથી. કારણકે, અગાઉ ચર્ચા કર્યા પ્રમાણે, ઈશ્વર આત્માની અંદર અને બહાર વ્યાપેલો છે. આમ આત્મા ક્યારેય પણ ઈશ્વરથી અલગ નથી.

પણ એનો અર્થ એ નથી કે આત્મા ઈશ્વર જ બની જાય છે. જો આવું થતું હોત તો તે ક્યારનુંય  થઈ ચુક્યું  હોત.  છેવટે તો આત્મા અને ઈશ્વર અનંતકાળથી અસ્તિત્વમાં છે.

જયારે આત્મા અજ્ઞાનતાના બધા બીજ બાળી નાંખે  છે ત્યારે તે ઈશ્વર સાથે સુમેળ  થઈ  ને કાર્ય કરે છે. આવી સ્થિતિમાં,  જે રીતે મોટી અગ્નિની જવાળામાં  લોખંડનો ગરમ ટુકડો નાની અગ્નિની જવાળા બની જાય છે, તે રીતે આવી પરિસ્થિતિમાં આત્મા સંપૂર્ણપણે  ઈશ્વરનાં અનુસંધાનમા રહે છે. આ જ મુક્તિ અથવા પરમ આનંદની અવસ્થા છે.

આના ઉપર વધુ માહિતી મેળવવા માટે  More of Vedic God. વાંચો.

પ્રશ્ન: બરાબર છે. આત્મા શું છે અને આત્માનો ઈશ્વર સાથે કેવો સબંધ છે તે સમજ પડી. પણ મારે આ જીવનમાં શું કરવાની જરૂર છેજીવનનો ઉદેશ શું છે?

આપણે પાછળથી  આના ઉપર ફરીથી  ચર્ચા કરીશું. તેમ છતાં  ટૂંકમાં, જીવનનો ઉદેશ સત્કર્મો કરીને મુક્તિ એટલે કે પરમ આનંદ મેળવવાનો છે.

પ્રશ્ન: હું કેવી રીતે જાણી  શકું કે સત્કર્મો કયા છે?

સત્કર્મો એ છે કે જે ધર્મ પ્રમાણેના હોય. ધર્મ  કોઈ સંપ્રદાય (religion) નથી. ધર્મ એટલે પ્રાકૃતિક લક્ષણો (natural traits). દાખલા તરીકે બાળવું એ અગ્નિનો ધર્મ છે. ભીનું કરવું એ પાણીનો ધર્મ છે. આવી જ રીતે આત્માનો પણ ધર્મ હોય છે. તેમ છતાં  અજ્ઞાનતાના કારણે ધર્મ પ્રમાણે કાર્ય કરવાની સમજ આપણામાં ઝાંખી થતી જાય છે. પરંતુ જો તમે ધ્યાન આપો તો આત્માનો અવાજ (inner voice) આપણને હંમેશા માર્ગદર્શન આપતો રહે છે.  જયારે તમે આ આત્માના અવાજને અનુસરવાનું શરૂ કરશો ત્યારે બાકીની બધી જ વસ્તુઓ આપમેળે બરાબર થઈ જશે.

તમને એનો ખ્યાલ આવી જશે કે કોઈ સાથે દગો કરવો, નિર્દય બનવું, ચરિત્રહીન બનવું, દેશભક્ત ન રહેવું,  આળસુ બની  વગેરે તમારા માટે અસ્વાભાવિક છે. તમે જયારે સ્વાભાવિક બની જશો ત્યારે તમને વધારે અને વધારે પ્રાકૃતિક કર્મો કરવાનું પ્રોત્સાહન મળશે –  જેમકે શિસ્તબદ્ધ રહેવું, શ્રમ કરવો, દયાળુ બનવું, સત્યનું આચરણ કરવું, દેશભક્ત બનવું, વેદોનું જ્ઞાન મેળવવું, જીવનને આદર્શરૂપ બનાવવું અને પરમ આનંદ તરફ ઝડપથી આગળ વધવું.  આમ આ બધા જ પ્રાકૃતિક ધર્મો છે. આ ક્રિયા માટે એક કરતા વધારે જન્મ પણ લેવા પડે છે  અને ઈશ્વર હંમેશના માટે ધ્યાન રાખશે કે આ યાત્રા ક્યારેય તૂટે નહિ.

આપણે પાછળથી આ ચર્ચા વધારે ઊંડાણમાં કરીશું. પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે વેદોનું જ્ઞાન એ સ્વયંસ્ફુરિત (intuitive) છે. આ જ્ઞાન આપણામાં ઈશ્વર સ્વરૂપે વસેલું છે.  આથી ખોટી માન્યતાઓનો  તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. આ વાત વેદોને પણ લાગુ પડે છે. સામ્યવાદીઓ  (communists) ની આપણી સંસ્કૃતિ તરફની શંકાસ્પદ મનોવૃત્તિ, આપણી સંસ્કૃતિ સામે કરવામાં આવતી જરૂર વગરની ટીકાઓ અને બધી જ વસ્તુઓનું જરૂર વગર ખંડન કરવાની વૃતિ આ બધા અધોગતિના કારણો છે.

એ બધા જ ધર્મ સંપ્રદાયો કે જે ડર બતાવીને અથવા તો લાલચ આપીને કોઈ પુસ્તક, પેગંબર, દેવદૂત સ્વર્ગ, નર્ક વગેરેમાં આંધળો વિશ્વાસ રાખવાની માંગણી  કરે છે તે  નિશ્ચિતપણે તમને ખોટા કર્યો કરવાનું કહે છે. તેમનાથી દૂર રહો.

પ્રશ્ન: આ બધી વિગતો જાણવી એ સારી વાત છે.  પરંતુ મને હજુ પણ ખાતરી થતી નથી. આ કલ્પના જેવી લગતી વાતોને તમે સાચી કેવી રીતે પુરવાર કરશો?

૧. અમે ક્યારેય એવું કહેતા નથી કે અમે તમને ખાતરી આપીશું. અમે તો બસ વેદોમાંનું જ્ઞાન તર્કપૂર્વક અને સારા હેતુથી અમારી ક્ષમતા પ્રમાણે અહી પ્રસ્તુત  કર્યું  છે. ખાતરી આપણા પોતાના પ્રયત્નોથી જ મળે છે અને અમે એ પ્રક્રિયામાં દખલગીરી કરતા નથી.

અમે માત્ર  એ જ ભલામણ કરીએ છીએ કે વર્તમાનમાં ઉપલબ્ધ બધી જ  વિચારસરણીનું  મૂલ્યાંકન કરો, તેમને ઝીણવટથી ચકાસો અને વિચાર કરો કે આપણે આ વિચારસરણીઓને  કેમ માનવી જોઈએ. આમાં નાસ્તિકતાનો પણ સમાવેશ કરો  અને

નક્કી કરો કે વેદો (શ્રુષ્ટિના સૌથી પૌરાણિક સચવાયેલા લેખ ) જે આપણને કહે  છે તેના કરતા આ વિચારસરણીઓ શા માટે  ઉત્તમ છે. એ પણ વિચારો  કે જો કોઈ એક વિચારસરણી વધારે સાર્થક છે તો બીજી  વિચારસરણી કેમ સાર્થક નથી? શું એ  સાર્થક લાગતી વિચારસરણી  વ્યક્તિગત પસંદગી છે કે પછી વધારે તર્કમય  છે?

૨. અહી જે કઈ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે તે આંતરિક પ્રેરણાં અને દુનિયાનાં અવલોકન પરથી કરેલું છે. આપણે જાણીએ છીએ કે આપણું અસ્તિત્વ છે, આપણે જાણીએ છે કે આપણા શરીર સહીત આ આખી દુનિયાનું ખુબ જ વ્યવસ્થિત રીતે સંચાલન થઇ રહયું છે, આપણે જાણીએ છીએ કે સત્કર્મો કરવાથી આનંદ મળે છે, આપણે કંઇક સાર્થક કરવાની આપણી સ્વભાવિક ઈચ્છાને અનુભવી શકીએ છીએ વગેરે વગેરે.. અને જયારે જયારે આપણે ખરાબ સંસ્કારોને દૂર કરીએ છીએ અને મન પર કાબુ મેળવીએ છીએ ત્યારે આ જ્ઞાન વધારે અને વધારે સ્વયંસ્ફુરિત બને છે.

૩. અને છેલ્લે, તર્ક વગર કે આંધળી રીતે કઈ પણ માની  લેવાની  જરૂર નથી. આમ સત્યનો સ્વીકાર કરોઅસત્યનો ત્યાગ કરો અને આગળ વધો!

હવે પછીના લેખોમાં આપણે સર્જન, મુક્તિ અને મુક્તિ કેવી રીતે મેળવવી તે અને કર્મના સિધ્ધાંતને સમજીશું.

સમાપ્તિ પહેલાઋગ્વેદના ઐત્રીય બ્રાહ્મણ (Aitreya Brahman ) ૭.૧૫ માંથી બધી જ આત્માઓ માટે એક સરસ સંદેશ.

“જે વ્યક્તિ ઉમદા કર્મો કરવા અથાગ અને કઠોર પ્રયત્ન નથી કરતો એ કીર્તિ અને સમૃધ્ધતાને નથી પામતો. આળસુ વ્યક્તિ જે માત્ર વિચાર જ કરે છે અને કઈ મહત્વનું કાર્ય નથી કરતો એ અંતમા તેના પાપને કારણે નાશ પામે છે. ઈશ્વર એને જ મદદ કરે છે કે જે ઉત્તમ પ્રયત્નો કરે છે. આથી ચાલતા રહો, ચાલતા રહો. મહેનતુ માણસ પોતાનું  શરીર મજબૂત બનાવે છે અને તેની આત્મા કર્મના ઉત્તમ ફળ મેળવવાને લાયક બને છે. પ્રયત્ન રસ્તામાં રહેલા બધાજ અવરોધોને દુર કરે છે. એટલા માટે ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહો. નિયતિ અથવા તો ભાગ્ય (destiny) શું છે?  જે બેઠેલો રહે છે એનું ભાગ્ય પણ બેઠેલું રહે છે. જે ઊંઘતો  રહે છે એનું ભાગ્ય પણ ઊંઘતું રહે છે. પણ જે ચાલતો રહે છે એ તેના ભાગ્યને પણ આગળ ધપાવતો  રહે છે. એટલા માટે ચાલતા રહો, ચાલતા રહો , ચાલતા રહો.  જયારે કોઈ ઊંઘતો  રહે છે  ત્યારે એ કળીયુગ છે, જયારે તે જાગે છે ત્યારે એ દ્વાપરયુગ છે,  જયારે તે ઉભો થાય છે  ત્યારે એ ત્રેતાયુગ છે અને જયારે એ કાર્યરત બને છે ત્યારે સતયુગનું સર્જન કરે છે.  એટલા માટે ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહો.  જે કાર્યરત રહે છે તેને  જ આનંદ અને કર્મના મીઠા ફળ મળે છે. સૂર્યને જુવો તે કયારેય થોભતો નથી. એટલા માટે ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહો.”મારો દેશ અને સમગ્ર માનવજાત સાચી દિશામાં ચાલતી થાઓ,  સૂરજની જેમ ઝગમગતી થાઓ અને ઝડપથી સતયુગ લાવો. હે ઈશ્વર! અમારી આ ઈચ્છા ઝડપથી પરિપૂર્ણ કરવા અમને કાર્યક્ષમ બનાવો.ચાલો કેટલાક ભજનોનો આનંદ માણીએ:

 

The 4 Vedas Complete (English)

The 4 Vedas Complete (English)

Buy Now
Print Friendly

More from Agniveer

 • યોગીની નોંધપોથી – મુક્તિ માર્ગયોગીની નોંધપોથી – મુક્તિ માર્ગ યોગીના આદર્શ જીવનરૂપી નોંધપોથીમાંના કેટલાંક અનમોલ રત્નો!
 • યોગીની નોંધપોથી – યોગીયોગીની નોંધપોથી – યોગી યોગીના આદર્શ જીવનરૂપી નોંધપોથીમાંના કેટલાંક અનમોલ રત્નો!
 • ભાગ ૫ – ત્રીજો સિદ્ધાંતભાગ ૫ – ત્રીજો સિદ્ધાંત વૈદિક સાર સ્પષ્ટ છે – મૂળભૂત પ્રશ્નોના જવાબ શોધવા એ જ જીવનનું પ્રમુખ લક્ષ્ય છે. અને આ મૂળભૂત પ્રશ્નોના જવાબોની અનુભૂતી થતા જ ચિંર આનંદની અવસ્થાનો અનુભવ થવા માંડે […]
 • યોગીની નોંધપોથી – અશાંતિયોગીની નોંધપોથી – અશાંતિ યોગીના આદર્શ જીવનરૂપી નોંધપોથીમાંના કેટલાંક અનમોલ રત્નો!
 • ભાગ ૬ – બીજી રીતો કેમ નિષ્ફળ નીવડે છે? ભાગ ૬ – બીજી રીતો કેમ નિષ્ફળ નીવડે છે? જ્યાં મૂળ પ્રશ્નોના જવાબ આપવામાં બધા જ રસ્તાઓ નિષ્ફળ નીવડે છે ત્યાં વેદો સફળ પુરવાર થયા છે. વેદો આ પ્રશ્નોના જવાબમાં એવું તાર્કિક અને વૈજ્ઞાનિક માળખું આપે છે કે જે માળખાને એક વાર સમજી લીધા […]
 • વેદના રચયિતા કોણ? વેદના રચયિતા કોણ? વેદ મનુષ્યકૃત છે તેમ પ્રમાણિત કરવાના ખોટા આરોપોનો વળતો જવાબ! આ લેખ વાંચો અને જાણો કે સમસ્ત વિદ્યાઓના સ્ત્રોત વેદના રચયિતા પરમ પિતા પરમેશ્વર સિવાય બીજું કોઈ ન હોય […]

Comments

 1. Kushal Aary says

  નમસ્તે અગ્નિવીર જી , ધન્યવાદ ,
  ગુજરાતી માં લેખ વાંચવામાં ખૂબ જ આનંદ આવ્યો .મને આ સમગ્ર લેખ માં જે તમે આ વાત ઉપર પ્રકાશ નાખ્યો છે તે ખરેખર સુંદર વાત નું ઉલ્લેખન છે , જો બાળક સારું વર્તન કરે, “માતા-પિતાની આજ્ઞાનું પાલન કરે અને વસ્તુઓ અવ્યવસ્થિત ન કરે તો બાળક ઝડપથી વધુ સ્વતંત્રતા મેળવે છે”. અહીં અપણને સૌને એક સુવર્ણ તક ઈશ્વર દ્વારા સમય ના દરેક પડાવ પર જે આપવા માં આવે છે , કે જો અપને આ ઘડી થી સુકર્માં કરીશું તો ઈશ્વર અપને એટલી વધુ ઝડપે સ્વતંત્રતા આપશે. આ અતિ સુન્દર લેખ મારા સહિત ના ગુજરાત ના અને અર્યાવર્ત ના દરેક યુવાન માટે ખૂબ જ પ્રેરણા દાયી બનશે.

Trackbacks

Please read "Comment Policy" and read or post only if you completely agree with it. You can share your views here and selected ones will be replied directly by founder Sri Sanjeev Agniveer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 characters available

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>