અગ્નિવીર વેબસાઈટ પર આજે જુદાં- જુદાંવિષયો પર ઘણાંલેખ ઉપલબ્ધ છે. આથી કોઈના માટે માત્ર થોડા લેખ વાંચીને અગ્નિવીરના દ્રષ્ટિકોણનું અનુમાન લગાવવું ખુબ જ મુશ્કેલ છે. આમ તો અમે અમારું સ્વપ્ન અને લક્ષ્ય વેબસાઈટના વિવિધ ભાગો (Site Name, Tag Line, Footer Statement, About page અને Disclaimer section) દ્વારા સ્પષ્ટ કરી દીધું છે, પણ તેમ છતાં અમને એવું લાગે છે કે કોઈપણ પ્રકારના ગૂંચવાડા કે ગેરસમજથી દૂર રહેવા માટે વિવિધ વિષયો પરની અગ્નિવીરની માન્યતાઓનું સ્પષ્ટીકરણ કરી દેવું વધુ યોગ્ય રહેશે.

૧. અગ્નિવીર વેદોક્તધર્મ વિષય લેખમાં વિગતવાર સમજાવવામાં આવેલ વૈદિક ધર્મમાં પૂર્ણ વિશ્વાસ રાખે છે. સાથે સાથે અગ્નિવીર શાંતિ, સહનશીલતા અને જેના મૂળમાં સત્ય અને પ્રમાણિકતા હોય એવા ચરિત્રમાં અને એકતામાં વિશ્વાસ રાખે છે. જો કોઈને આ વિષે કોઈપણ પ્રકારનો વાંધો કે વિરોધ હોય તો અગ્નિવીર આના ઉપર ચર્ચા કરવા માટે હંમેશા ઉત્સુક છે. અને જો જરૂર લાગે તો અગ્નિવીર તેની માન્યતામાં સુધારો કરવા માટે પણ તૈયાર છે. પરંતુ હજુ સુધી કોઈએ આમાં એકપણ ખામી શોધી નથી.

૨. અગ્નિવીરઈશ્વર્કૃત અને માનવજાતિના સૌ પ્રથમ ગ્રંથવેદમાં માને છે. અગ્નિવીર માને છે કે વેદોનું જ્ઞાન ઈશ્વરની પ્રેરણાંથી મેળવી શકાય છે. અગ્નિવીર બીજા કોઈપણ ગ્રંથને શ્રેષ્ઠ ગણાતો નથી. માત્ર વેદો જ શ્રેષ્ઠત્તમ ગ્રંથો છે એવાં નિષ્કર્ષ પર આવવા પાછળ અગ્નીવીર પાસે ઘણાં તાર્કિક કારણો છે.

૩. અગ્નિવીર વેદો જ શ્રેષ્ઠત્તમ ગ્રંથો માનતો હોવા છતાં અગ્નિવીર કોઇપણ વ્યક્તિને આંધળી રીતે વેદોનો સ્વીકાર કરવા માટે દબાણ કરવામાં માનતો નથી. પોતાની માન્યતા બીજા પર બળજબરીથી થોપવી એ વેદોના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ છે. માત્ર વેદો જ શ્રેષ્ઠ છે એનો નિર્ણય ચર્ચાના નિષ્કર્ષ રૂપે થવો જોઈએ, અને નહીં કે પૂર્વાગ્રહથી. આ પણ વેદોનો જ એક સાર છે. આથી જે લોકો હજી એ વાત સાથે સહમત નથી કે વેદો જ શ્રેષ્ઠછે પરંતુ જો તેઓ “સત્યનો સ્વીકાર અને અસત્યનો પરિત્યાગ”જીવનસૂત્રને અનુસરતા હોય અને સમગ્ર વિશ્વને તેમનું પોતાનું જ કુટુંબ ગણતા હોય, તો એ બધાં જ લોકો અગ્નિવીરની દ્રષ્ટિએ સજ્જન અને નેક છે.

૪. વ્યકિતના મંતવ્ય ભિન્ન ભિન્ન હોય શકે છે. આથી જ અગ્નિવીરના મત અને બીજા લોકો, વર્ગો કે ધર્મ સંપ્રદાયોના મત એકબીજાથી અલગ પડે તે સ્વાભાવિક છે. અગ્નિવીર એક જ કુટુંબના કોઈ સભ્યોની જેમ કોઈપણ પ્રકારના મતભેદોનું સમાધાન કરવા માટે બૌદ્ધિક ચર્ચાનો માર્ગ અપનાવવામાં વિશ્વાસ રાખે છે. વૈદિકધર્મ એ સમગ્ર માનવજાતિ માટે છે. આથી જો કોઈ વ્યક્તિ અમારી સાથે સહમત ન હોય તો પણ એ વ્યક્તિ સાથેનો અમારો વ્યહવાર પરિવારના એક સદસ્ય જેવો જ રહેશે.

વૈદિક ધર્મ મનુષ્યોની જાતિ, પંથ, જન્મ, લિંગ, દેશ કે માન્યતાઓને ધ્યાનમાં ન લેતા બધાંને માટે એક સમાન છે. પરંતુ આ સત્ય ત્યાં સુધી જ લાગુ પડે છે જ્યાં સુધી લોકો બધાં માટે શાંતિ અને આનંદની કામના કરે અને પોતાનો મત કે માન્યતાઓ અન્યો પર બળજબરીથી કે છેતરપિંડીથી થોપવાનો પ્રયત્ન ન કરે.

૫. અગ્નિવીરઈશ્વરની ખરી પૂજા કરવા માટે, આધાત્મિક ઉન્નતિ કરવા માટે અને જીવનમાં સાચી સફળતા અને આનંદ પ્રાપ્ત કરવા માટે અષ્ટાંગયોગમાં વિશ્વાસ રાખે છે.

૧. યમ– અહિંસા, સત્ય, અસ્તેય અર્થાત ચોરી ન કરવી, અપરિગ્રહ અર્થાત અનાવશ્યક વસ્તુ કે વિચારોનો સંગ્રણ ન કરવો અને આત્મસંયમ

૨. નિયમ –શુદ્ધિ અર્થાત વિચાર અને મનની શુદ્ધતા, આત્મસંતોષ, તપ અર્થાત ધર્માચરણરૂપ ઉત્તમ કર્મો કરતા કરતા ભૂખ-તરસ, સર્દી-ગરમી, હાની-લાભ, માન-અપમાન આદિ ને પ્રસન્નતાપુર્વક સહન કરવા, સ્વાધ્યાય અર્થાત મોક્ષની પ્રાપ્તિ માટે વેદાદિ સત્ય શાસ્ત્રોનો અભ્યાસ, અને ઈશ્વર પ્રણિધાન અર્થાત શરીર, બુદ્ધિ, બળ, જ્ઞાન ધન આદિ સાધનોને ઈશ્વરપ્રદ્દ્ત માની તેમનો પ્રયોગ લૌકિક ઉદ્દેશ માટે નહીં પણ ઈશ્વર પ્રાપ્તિ માટે કરવો એ ઈશ્વર પ્રણિધાન કહેવાય છે. ઈશ્વર મને જોઈ, સંભાળી અને જાણી રહ્યો છે તે ભાવના સદા મનમાં બનાવી રાખવી ઈશ્વર પ્રણિધાન કહેવાય છે.

૩. આસન–ઈશ્વરનું ધ્યાન કરવા માટે જે સ્થિતિમાં સુખપૂર્વક અને સ્થિર બેસવામાં આવે તે સ્થિતિ

૪. પ્રાણાયમ–આસન પર સ્થિરતાપૂર્વક બેઠા પછી મનની અસ્થિરતા અને ચંચળતાને રોકવા માટે કરવામાં આવતું શ્વાસોચ્છવાસની ક્રિયાનું નિયંત્રણ

૫. પ્રત્યાહાર–મનને બાહ્ય ખલેલ અને અશાંતિથી અલગ કરી નિયંત્રણમાં લાવ્યાં બાદ જ્યારે ઇન્દ્રીઓ પોતાનું કામ કરવાનું બંધ કરે તે અવસ્થા

૬. ધારણા –ઈશ્વરનું ધ્યાન કરવા માટે આખો બંધ કરીને મનને હૃદય કે મસ્તક જેવા કોઈ એક સ્થાન પર સ્થિર કરવું.

૭. ધ્યાન –કોઈ એક સ્થાન પર મનને સ્થિર કર્યા બાદ ઈશ્વરની અનુભૂતિ કરવા માટે વેદ મંત્રો કે અન્ય કોઈ શબ્દોના માઘ્યમથી ઈશ્વરના ગુણોનું ચિંતન કરવું.

૮. સમાધી – નિરંતર ઈશ્વરનું ચિંતન કરતા રહેવાથી જયારે ઈશ્વર અનુભવાય છે તે અવસ્થા.

૬. અગ્નિવીરલાગણીભર્યા અને પરિવર્તનશીલ અભિગમમાં વિશ્વાસ રાખે છે અને માને છે કે લાગણીશૂન્ય અને દ્વેષપૂર્ણ અભિગમ અપનાવવાથી દ્વેષનો જ સામનો કરવો પડે છે. આથી અગ્નિવીરનો અભિગમ ખુબ જ પ્રમાણિક રીતે બૌદ્ધિક અને ભાવાત્મક જાગૃતતા ફેલાવવાનો છે.

૭. અગ્નિવીર જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થાનાં સખત વિરોધમાં છે. અગ્નિવીર જન્મ પર આધારિત આ જાતિ-વ્યવસ્થાનું સમર્થન કરનારાઓનો પણ સખત વિરોધ કરે છે. અગ્નિવીર માને છે કે જે લોકો આ જાતિ-વ્યવસ્થાની આડમાં રહીને સામાજિક અને રાજકીય હકની સમાનતાનો લાભ માત્ર અમુક વર્ગના લોકો સુધીજ માર્યાદિત રાખવામાં માને છે તે બધાં જ માનવતાના સૌથી મોટા શત્રુ છે. એવા બધાં જ લોકો અને ખોટા ગ્રંથો અને પુસ્તકો કે જે આ શરમજનક જાતિ-વ્યવસ્થાને સમર્થન આપે છે તે બધાંને અગ્નિવીર નકારે છે.

૮. અગ્નિવીર એવા બધાં જ વિકૃત લોકો અને તેમના વિકૃતગ્રંથોના ખુબજ વિરોધી છે કે જેમના મતે સ્ત્રીઓના અધિકારો પુરુષોની સરખામણીમાં ઉતરતી કક્ષાના હોવા જોઇએ. વેદો સ્ત્રીઓને ખુબજ ઉચું સ્થાન આપે છે અને જેઓ આ વાતને માનતા નથી તેઓ માનવતાના સૌથી મોટા શત્રુ છે.

૯. અગ્નિવીર ”માતૃવત પરદારેષુ”ના સિદ્ધાંતને દ્રઢપાને માને છે. આ સિદ્ધાંત અનુસાર “ પત્ની સિવાયની બધીજ સ્ત્રીઓ માતા સમાન છે.”અગ્નિવીર કોઈપણ સંપ્રદાય, જાતિ, સમાજ કે આવી બીજી કોઈ માનવ દ્વારા નિર્મિત હદોને ધ્યાનમાં લીધા વિના એ બધાં જ લોકોને અપરાધી ગણે છે કે જેઓ “માતૃવત પરદારેષુ”નાસિદ્ધાંતને માનતા નથી. અગ્નિવીર આજના એવા બધાં જ વિજ્ઞાપનો, પ્રકાશનો, વ્યવસાયો, ફિલ્મો, રમતો અને ગુન્હેગારોના રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંગઠિત જૂથનો સખત વિરોધ કરે છે કે જેઓ સ્ત્રીને માત્ર વાસનાની વસ્તુ ગણી તેનું પ્રદર્શન કરે છે. અગ્નિવીરગુન્હેગારોને આવા સંગઠિત જૂથોને સમાજમાં વ્યાપેલો રોગ ગણે છે.

વેદો કહે છે કે જે લોકો સ્ત્રીઓનું શોષણ કરીને પોતાની આવક પેદા કરે છે તેઓને સખત સજા થવી જોઈએ. અમે પડદા અને બુરખા દ્વારા સ્ત્રીઓને કેદમાં રાખવાની પ્રથાનો અને મનોરંજનના નામ પર થતા સ્ત્રીઓના(માતૃશક્તિ) વ્યાપારીક શોષણનો સખત વિરોધ કરીએ છીએ.

૧૦. અગ્નિવીરગ્રીફીથ અને મેક્સ મૂલર દ્વારા કરાયેલા વેદોના ખોટા અનુવાદોને સંપૂર્ણપણે નકારે છે. અમે ડાઉનલોડ સેક્શન દ્વારા વેદોને સમજવા માટે ઉપયોગી પુસ્તકો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. પણ એમે એ વાત સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે વેદોનું અર્થઘટન ખાલી આધુનિક ભાષાના પ્રયોગથી શક્ય બની જતું નથી. વૈદિક મંત્રો એ સૂત્રો જેવા હોય છે અને એ મંત્રોમાં ખુબ જ ગહન સંદેશ અને સાર છુપાયેલા હોય છે. આ સારને સમજવા માટે ગહન અંત:અવલોકન, થોડું પ્રાચીન ભાષાનું (સંસ્કૃત) જ્ઞાન અને મંત્રોની “અનુભૂતિ”ની જરૂર પડે છે. મંત્રોનું અર્થઘટન યાંત્રિક રીતે શક્ય નથી. વેદોમાં કોઈ ઇતિહાસનો કે કોઈ ચોક્કસ સમય સાથે જોડાયેલી ઘટનાઓનો સમાવેશ નથી. વેદોમાં માત્ર મૂળ જ્ઞાન એન મૂળભૂત સિદ્ધાંતોનો જ સમાવેશ થયેલ છે.

૧૧. ઘણાં લોકો એવું માને છે કે અગ્નિવીરએ આર્ય સમાજ જેવી કોઈ એક સંસ્થા છે. પરંતુ તે સત્ય નથી. આર્ય સમાજનું પ્રતિનિધિત્વ કરનારાઓના વિમાર્ગી રસ્તાઓને કારણે આજે “આર્ય સમાજ” શબ્દ તેનો મૂળ અર્થ અને સાર ખોઈ ચુક્યો છે. તેમ છતાં અમારી પ્રેરણા અને અમારા આદર્શ, સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા વિસ્તારપૂર્વક વર્ણવામાં આવેલા આર્ય સમાજના “પ્રાથમિક લક્ષ્ય” સાથે અમે સંપૂર્ણપણે સહમત છીએ. આથી જો તમે ખાલી આર્ય સમાજના “પ્રાથમિક લક્ષ્ય”ને જ ધ્યાનમાં લેતા હોય તો હા અમે આર્ય સમાજી છીએ, પરંતુ જો તમે અમને આર્ય સમાજ જેવી કોઈ “સંસ્થા” તરીકે જોતા હોય તો અમે આર્ય સમાજી નથી. આથી આ ગૂંચવાડો ટાળવા માટે, અમે “આર્ય” અથવા તો “વૈદિક” અથવા તો “અગ્નિવીર”ના નામથી ઓળખાવાનું વધારે પસંદ કરીએ છીએ.

૧૨. અગ્નિવીર સંકુચિત મનોવૃત્તિમાં માનતો નથી. અમે એવો દાવો ક્યારેય નથી કરતા કે અમારા શબ્દો એ ઈશ્વરના અંતિમ શબ્દો છે. આથી અમે ખુલ્લા મને બધાં જ સત્યનિષ્ઠ બુદ્ધિજીવીઓને ચર્ચા કરવા આવકારીએ છીએ.પણ અમારા માટે જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થાનું સમર્થન, સ્ત્રી હીનતાનું સમર્થન અને અપમાનજનક ટિપ્પણીઓ, આ ત્રણ વિષય પર ચર્ચા કરવાનો અર્થ છે સમયની બરબાદી.

૧૩. ટીકાનો અર્થ દ્વેષ કે તિરસ્કાર નથી. આપણે આપણાં માતા-પિતા અને ભાઈબહેનો સાથે વાદવિવાદ કરતા જ રહીએ છીએ અને આપણી વચ્ચે મતભેદ પણ હોય છે. પણ આનો અર્થ એ નથી કે આપણે આપણાં માતા-પિતા અને ભાઈબહેનોનો તિરસ્કાર કરીએ છીએ. આ જ રીતે, અમારી પાસે ઘણી મોટી સંખ્યામાં એવા લેખો છે કે જે આજના સમયના પ્રચલિત વિચારો અને માન્યતાઓ સામે વાંધો ઉઠાવે છે. પણ આ લેખો લખવા પાછળનો અમારો ઉદ્દેશ તિરસ્કાર છે એવું ન માનવા અમે દરેક ને વિનંતી કરીએ છીએ.

૧૪. હા, અમે સુધાર અને પરિવર્તનના માર્ગ પર છીએ. અમે આને અમે “શુદ્ધિ આંદોલન” કહીએ છીએ. અગ્નિવીરશક્ય તેટલા બધાં લોકો પાસેથી વેદોક્તધર્મ વિષય લેખમાં વિગતવાર સમજાવવામાં આવેલ વૈદિક ધર્મ અનુસારનું આચરણ કરવાનું વચન માંગે છે. અમે વૈદિક ધર્મનું આચરણ કરીએ જ છીએ અને હજી વધુ એકગ્રથી અને દૃઢતાથી કરીશુ! વૈદિક ધર્મ અપનાવવા માટે જાતિ, સંપ્રદાય કે લીંગના કોઈ બંધન નથી. અમે હિંદુ, મુસ્લિમ, ઇસાઇ એ બધાં જ ધર્મોના લોકોને સમગ્ર માનવજાતિના કલ્યાણ અને શાંતિ, એકતા, ચરિત્ર અને કર્તવ્ય પાલનના આદર્શ બનવા માટે વૈદિક ધર્મ અપનાવાવા આમંત્રિત કરીએ છીએ. આ પ્રક્રિયા સફળતા, આનંદ, ઉત્સાહ, સમૃદ્ધિ અને જીવનના લક્ષ્યનો દ્વાર ખોલશે.

૧૫. અને અંતમાં, અગ્નિવીર એ કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓનો સમુદાય નથી.અગ્નિવીર એક વિચારધરા છે. અમે વારંવાર “હું” અને “આપણે” ને ભેગા કરતા રહીએ છીએ. કારણ કે અમે મનમેળ અને વિચારધારાઓના મેળમાં માનીએ છીએ. “હું” અને “આપણે”  એક જ છીએ તેમાં માત્ર શાબ્દિક ભિન્નતા જ છે.જો તમે અમારા સ્વપ્ન અને લક્ષ્ય સાથે સહમત હો તો તમે પણ અમારા માટે અગ્નિવીરછો.

હું દરેકને વિનંતી કરું છું કે અગ્નિવીરના વિષયોને તેના સંપૂર્ણ સંદર્ભમાં જુવે. તમે અમારી સાથે વત્તાઓછા પ્રમાણમાં સહમત કે અસહમત હોય શકો છોપણ આથી બૌદ્ધિક મતભેદોને લાગણીના મતભેદોમાં બદલાવા ન દો.અમારા માટે સમગ્ર માનવજાતિએક પરિવાર સમાન છે.

આપણે કદી પરસ્પર દ્વેષ ન રાખીએ.

આપણે કદી એકબીજાનું અહિત ન ઈચ્છીએ

આપણે કદી કોઈની નિંદા ન કરીએ અને અન્યો પર દ્વેષ ન લગાવીએ.

આપણે ભલે એકબીજાથી ભિન્ન હોય પણ હંમેશા એકબીજાના કલ્યાણની કામના કરીએ.

શત્રુતા વિના મંતવ્યોને મુક્તપણે અભિવ્યક્ત કરવામાં આપણે પરિપક્વ બનીએ.

આપણે એક પરીવારની જેમ હળીમળીને રહીએ અને તેનો આનંદ માણીએ.

જેમ ગાય તેના વાછરડાને પ્રેમ કરે છે તેમ આપણે પણ એકબીજાને પ્રેમ કરતા રહીએ.

શાંતિ, સહનશીલતા, સત્ય અને પરસ્પર સહયોગ આપણાં શસ્ત્ર બને.

સર્વત્ર શાંતિ સ્થપાય.

શાંતિ શાંતિ શાંતિ

Original post in English is available at http://agniveer.com/agniveer-stand/

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer: We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleLearn Sanskrit Month 12
Next articleजाति प्रथा की सच्चाई
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.
 • નમસ્તે અગ્નિવીર જી , અગ્નિવીર એ અત્યાર સુધી એક સફળ રહેલ આંદોલન છે . અગ્નિવીર ના માત્ર સફળ રહ્યો છે સનાતન વેદ ધર્મ ને વિશ્વ ની સમક્ષ રજૂ કરવામાં , પરંતુ અગ્નિવીર ની સામે કોઈ મલેચ્ય તેના મજહબ ની બડાઈ ના હાંકી શકે , કોઈ પણ અન્ય મજહબ જો “God” ની ખોટી રીતે વ્યાખ્યા આપવા માંગતું હોય પોતાના શબ્દો માં તો તે અગ્નિવીર ની ઉપસ્થિતિ માં ક્યારેય શક્ય નહિ બને. અગ્નિવીર ની દરેક યોજના અને દરેક નવો લેખ ભારત ના નવ યુવાનો માં અલગ રીતે પ્રાણ ફુન્કનારો છે . જયારે પણ કોઈ વિધર્મી અગ્નિવીર ની વેબ સાઈટ જોવે છે એના પશ્ચાત તેના મન માં હિંદુ ધર્મ પ્રત્યે નો ખ્યાલ બદલાય છે અને તે પછી એ હિંદુ ધર્મ વિષે જાહેર માં ખરાબ બોલતા જેવી કે યાહૂ ચાટ જેવી જગ્યાએ કે વિચારતા પહેલા પણ સો વાર વિચાર કરશે. અગ્નિવીર ભવિષ્ય માં પણ આજ રીતે સફળતા મેળવતા રહે તેવી શુભ કામનાઓ.

  રોનક ત્રિવેદી અને કૃતિ ત્રિવેદી ગુજરાતી માં તમે અત્યંત સુંદર અનુવાદ કરેલ છે. તમારા બંને નો અભાર.

  • Thank you for your comment.
   We are very much thankful to Agniveer for his great work.
   I am hoping more gujarati people become aware about Mission Agniveer and bring transformation in their lives.

 • આ ગુજરાતી લેખની ભાષા ઘણી સારી છે. જેમણે પણ અનુવાદ કર્યો છે તેમને ધન્યવાદ !