આ લેખમાં આપણે માનવજાતિના એક માત્ર ઘર્મ એવા “વૈદિક ધર્મ”ના મુખ્ય લક્ષણોને સમજીશું. (અહી “ધર્મ”નો અર્થ મત, પંથ કે સંપ્રદાય થતો નથી.)

વૈદિક ધર્મ ઈશ્વરનો ઉપદેશ છે જે આદિકાળથી અસ્તિત્વમાં છે. જે કાળમાં  “માનવતા(મનુષ્યતા)” એ જ સમગ્ર માનવજાતિનો એક માત્ર ધર્મ, પંથ કે સંપ્રદાય હતો તે કાળથી વેદોનું અસ્તિત્વ છે.

આમ તો વેદોમાં વિવિધ વિષયો પરના ઊંડા જ્ઞાનની સાથે સાથે સત્ય ગ્રહણ કરી પરમ આનંદ મેળવવાની સંપૂર્ણ પદ્ધતિ પણ સમવિષ્ટ છે. પણ નીચેના ઉપદેશોમાં આપણે ખરા અર્થમાં વૈદિક ધર્મના આચરણકર્તા કેવી રીતે બની શકીએ તેની સાચી સમજ આપી છે. વ્યક્તિનું જ્ઞાન, મત, વિચારધારા કે બૌદ્ધિક સ્તર ભલેને ગમે તેટલું હોય, અને ભલેને તે કર્મકાંડ, ધાર્મિક વિધિ, રીવાજ કે પરંપરાને અનુસરતો ન હોય, પણ જો તે નીચે વર્ણવેલા ઉપદેશો પ્રમાણેનું વર્તન કરતો હોય તો તે વ્યક્તિ વૈદિક ધર્મનું આચરણ કરી રહ્યો છે તેમ કહી શકાય.  

ઈશ્વર ઉપદેશરૂપી આ વૈદિક ધર્મ એ જ એક માત્ર સાચો ધર્મ છે. વૈદિક ધર્મનું આચરણ એ જ પરમ આનંદનો એક માત્ર માર્ગ છે. અગ્નિવીર આ જ વૈદિક ધર્મનો ઉપદેશ અને પ્રચાર કરે છે. નીચેના ઉપદેશોમાંથી કેટલાક ઉપદેશો તમને અન્ય મત કે સંપ્રદાયમાં પણ જોવા મળશે. આનું કારણ છે કે વેદ સર્વ પ્રકારના સત્ય અને સત્ય વિદ્યાઓ તથા સદાચારી અને ગુણકારી ઉપદેશોનો મૂળ સ્ત્રોત્ર છે. અન્ય મત કે સંપ્રદાયમાં જે કાઈ પણ સદાચારી કે ગુણકારી ઉપદેશો જોવા મળે છે તે બધાં જ વેદોમાંથી લેવાયા છે. આમ વ્યક્તિ ભલેને ગમે તે સંપ્રદાયનો હોય પણ તે ઓછા વત્તા પ્રમાણમાં વૈદિક ધર્મનું આચરણ કરતો જ હોય છે. આમ ઓછા વત્તા પ્રમાણમાં વૈદિક ધર્મનું આચરણ કર્યા વગર એક પણ ક્ષણ રહેવું શક્ય નથી. આથી જે કાઈ પણ અવૈદિક છે તેને જીવનમાંથી દુર કરવા માટે સતત પુરુષાર્થ કરતા રહેવું જોઈએ.

આ લેખમાં વૈદિક ધર્મનો સાર આપેલો છે. વૈદિક ધર્મનું આચરણ કરો અને અકલ્પનીય આનંદયુક્ત જીવન જીવો! (મૂળ હિન્દી આવૃત્તિ માટે  Introduction to Vedas (Hindi) નો સંદર્ભ કરો અને તેનું વેદોક્તધર્મ વિષય પ્રકરણ વાંચો.)

૧. વેદોના જ્ઞાનને આત્મસાત્ કરવા માટે મનુષ્યોએ જીવનમાં કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ તેનો સંપૂર્ણ સાર ઋગ્વેદ ૧૦.૧૬૧ ના છેલ્લા સૂક્તામાં આપેલો છે. વૈદિક ધર્મની સંપૂર્ણ સમજ આ સૂક્તાને કેન્દ્રમાં રાખી મળી શકે છે. આ સૂક્તા મનુષ્યને અન્ય જીવોથી અલગ પડતા એવા વિશિષ્ટ લક્ષણ – લક્ષ્ય, અભિગમ અને કાર્ય પદ્ધતિની એકતા – પર ભાર મુકે છે.

આ સૂક્તામાંના વૈદિક ધર્મના કેટલાક ઉપદેશો નીચે પ્રમાણે છે:

ઋગ્વેદ ૧૦.૧૬૧.૨

–     જે સત્ય લક્ષણોથી યુક્ત ધર્મ છે તેના ગ્રહણ માટે પક્ષપાત અને અન્યાયને ત્યજી દઈને એક મત થાઓ, કે જેથી સર્વ દુ:ખોનો નાશ થઇ સુખની પ્રાપ્તિ થાય.

–     પરસ્પર વિરુદ્ધવાદને છોડી દઈને પ્રિતીપૂર્વક પ્રશ્નોત્તરીથી જ્ઞાન, પ્રેમ, વિદ્વતા અને સદ્દગુણોની વૃદ્ધિ માટે સંવાદ કરો.

–     પરસ્પર એકઠા મળીને જ્ઞાન અને નિત્ય આનંદ વધારવા માટે સતત કાર્યરત રહો.

–     વિદ્વાનો અને મહાપુરુષોની જેમ સત્ય અને પરોપકારીતાના માર્ગ પર આગળ વધો.

ઋગ્વેદ ૧૦.૧૬૧.૩

–     સત્ય અને અસત્યનો નિર્ણય કોઈપણ પ્રકારના પક્ષપાત વિના અને કોઈની તરફેણ કર્યા સિવાય કરો.

–     તમારી સામાજિક નિયમ વ્યવસ્થા સર્વ મનુષ્યોના માન, જ્ઞાન, બુદ્ધિ, આરોગ્ય અને સમૃદ્ધિ વધારે તેવી બનાવો.

–     તમારા મનમાંથી અપ્રિતી અને દ્વેષને બહાર કાઢી તમારું સર્વ સામર્થ્ય પરસ્પર એક બીજાની સુખ- સમૃદ્ધિ વધારવા અને પરોપકાર કરવા માટે વાપરો. બીજાની સુખ-સમૃદ્ધિમાં પોતાની સુખ-સમૃદ્ધિ જુવો.

–     અસત્યનો નાશ અને સત્યની શોધ માટે સદૈવ પરસ્પર હળીમળીને કાર્ય કરતા રહો.

–     સત્ય અને એકતાના માર્ગ પરથી ક્યારેય વિચલિત ન થાઓ.

ઋગ્વેદ ૧૦.૧૬૧.૪

–     સર્વ લોકોના આનંદ અને સુખ વધારવા માટે સર્વદા તત્પર રહી ઉત્સાહપૂર્વક કાર્ય કરો.

–     બધાં માટે એક સમાન પ્રેમયુક્ત લાગણી ભાવ રાખો. તમારા અંતઃકરણ પ્રેમથી પૂર્ણ રાખી બીજાઓને પણ તમારી જાત જેટલો જ પ્રેમ કરો.

–     તમારી ઇચ્છા, સંકલ્પ, શ્રદ્ધા, સહિષ્ણુતા, લક્ષ્ય, વ્યગ્રતા ઈત્યાદી અસત્યથી દુર લઇ જવા માટે, સત્યના સ્વીકાર માટે અને સર્વ લોકોના સુખ માટે જ રાખો.

–     સદૈવ એક બીજાના સહાયક બની રહી એક બીજાના જ્ઞાન અને સુખની વૃદ્ધિ માટે કાર્ય કરતા રહો. બીજાના દુઃખમાં પોતાનું દુ:ખ અને બીજાના સુખમાં પોતાનું સુખ જુવો.

૨. યજુર્વેદ ૧૯.૭૭

સર્વદા સત્યના સ્વીકાર અને અસત્યના અસ્વીકાર માટે તત્પર રહો. હંમેશા વિશ્લેષણ, તર્ક અને પ્રમાણોથી સિદ્ધ થતા એવા પક્ષપાત રહિત અને ન્યાયયુક્ત સત્ય પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખો અને અસત્ય, કે જે અધર્મ છે, પર અશ્રદ્ધા રાખો. બીજા શબ્દોમાં, પોતાના મનને અધર્મમાંથી પાછું ખેંચીને ધર્મમાં લગાડો.

૩. યજુર્વેદ ૩૬.૧૮

–       સર્વ મનુષ્યોએ બધાં જ જીવ સાથે પ્રેમપૂર્ણ અને લાગણીપૂર્ણ વર્તન કરવું અને કોઈની પણ સાથે નિષ્કારણ વૈર ન રાખવું.

–       સર્વ મનુષ્યોએ બધાં જ જીવ સાથે સૈદવ મિત્રભાવ રાખી હળીમળીને એક બીજાના સુખની વૃદ્ધિ કરવી.

૪. યજુર્વેદ ૧.૫

દરેક મનુષ્યએ સદા સત્યાચરણ કરવું અને સત્યધર્મની સ્થાપના અને અસત્યના નાશ માટે તત્પર રહેવાનો સંકલ્પ કરવો. મનુષ્યએ ઈશ્વરની ઉપાસનામાં પણ સત્યની સ્થાપના અને અસત્યના નાશ માટે શક્તિ મેળવવા માટે ઈશ્વરની સહાયની ઈચ્છા રાખવી.

 

૫. યજુર્વેદ ૧૯.૩૦

જે મનુષ્ય ધર્મ અને સત્યનો જિજ્ઞાસુ હોય છે તેને જ સત્યનું જ્ઞાન થાય છે. આથી સત્ય ઉપર જ વિશ્વાસ રાખવો. જયારે મનુષ્ય સત્યનું પાલન કરતો થાય છે ત્યારે જ્ઞાન અને સંતોષ રૂપી ફળ પ્રાપ્ત થાય છે. આમ થવાથી સત્યાચરણ અને સત્યધર્મની સ્થપાના કરવાનો તેનો સંકલ્પ વધુ દ્રઢ બને છે અને સત્યમાં તેની શ્રદ્ધા વધે છે. અને સત્યમાં શ્રદ્ધા વધવાથી તેના જ્ઞાન અને આનંદમાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે અને અંતે તેને પરમ આનંદ(મુક્તિ) પ્રાપ્ત થાય છે.  

૬. અથર્વવેદ ૧૨.૫.૧,૨

–       શ્રમ – સખત પુરુષાર્થ અને  તપ – ઉત્તમ કર્તવ્ય કર્મોને કરતા માન-અપમાન, હાનિ-લાભ વગેરે પ્રસન્નતાપૂર્વક સહન કરવા. મનુષ્યે આ બે મુખ્ય લક્ષણોનો કદાપી ત્યાગ ન કરવો જોઈએ.

–       પુરુષાર્થ કરી મનુષ્યે આ શ્રુષ્ટિના અદભુત રહસ્યોને ઉકેલવા અને બ્રહ્મ જ્ઞાનને આત્મસાત્ કરવું.

–       સત્યના પ્રમાણો મેળવવા માટે પુરુષાર્થ કરી વૈદિક જ્ઞાનરૂપી સાધન વડે જ્ઞાની થવું.

–       પુરુષાર્થ અને તપ વડે મનુષ્યે રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવો.

–       શ્રમ અને તપથી મનુષ્યે ઉત્કૃષ્ટ ગુણ ગ્રહણ કરવા અને સત્યના આચરણ દ્વારા યશ પ્રાપ્તિ કરવી.

૭. અથર્વવેદ ૧૨.૫.૩

–       મનુષ્યે સદા પોતાના પદાર્થો અને વસ્તુઓથી સંતુષ્ટ રહેવું. બીજાની માલિકીની વસ્તુઓની ચોરી ન કરવી કે તેના પર હક ન જતાવવો.

–       મનુષ્યે સદા એક બીજાને સહાય કરતા રહી એક બીજા પર દ્રઢ વિશ્વાસ રાખવો. જ્યાં સત્ય હોય ત્યા જ વિશ્વાસ હોય છે. આથી મનુષ્યે હંમેશા સત્યનું જ આચરણ કરતા રહેવું.

–       સત્યજ્ઞાન, સત્પુરુષ, વિદ્વાનો અને નિર્દોષ લોકોની રક્ષા કરવા હંમેશા કાર્યરત રહેવું.

–       પરોપકાર માટે સત્યજ્ઞાનનો પ્રચાર અને પ્રયોગ કરવો. અશ્વમેઘ, ગૌમેઘ જેવા યજ્ઞો દ્વારા સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ કરવી.

–       મનુષ્યે આળસ છોડી સત્કર્મ અને પરોપકાર માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.

૮. અથર્વવેદ ૧૨.૫.૭-૧૦

(આ મંત્ર વૈદિક ધર્મનું સંપૂર્ણ ચિત્ર દર્શાવે છે.)

ઓજ્: – ન્યાય પાલન યુક્ત પરાક્રમ કરી સત્ય તરફ આગળ વધતા જવું.

તેજ્: – ધૈર્ય, નિર્ભયતા ઈત્યાદી ગુણો સાથે સત્યને વ્યવહારમાં લાવવું.

સહ:  – સુખ-દુ:ખ, હાનિ-લાભ ઈત્યાદી ક્લેશો આવતા તેનો હર્ષ કે શોક ન કરતા સત્યને ગ્રહણ કરવું.

બલ – બ્રહ્મચર્ય, વ્યાયામ, અભ્યાસ જેવા ઉત્તમ નિયમો વડે શરીર અને બુદ્ધિનું આરોગ્ય વધારી સતત સાહસી કામ કરતા રહેવું.

બધાંએ આવા ગુણો ગ્રહણ કરી શારીરિક અને અધ્યાત્મિક ઉન્નતિ કરવી કે જેથી સામાજિક ઉન્નતિ આપોઆપ થાય.

વાક્  –  વિદ્યાની પ્રાપ્તિ કરીને મધુર અને ગુણયુક્ત વાણી બોલીને સત્યનો પ્રચાર કરવો.

ઇન્દ્રિયમ્  – જ્ઞાન ઇન્દ્રીયો અને કર્મ ઇન્દ્રિયોને પાપથી દુર લઇ જઈ સત્ય ધર્મના આચરણ માટે રાખવી.

 શ્રી:  પરમ પુરુષાર્થ કરીને, સત્ય, ન્યાય અને પ્રમાણિક રાષ્ટ્રરૂપી લક્ષ્મી મેળવવી અને ભ્રષ્ટ, નિષ્ક્રિય, નબળા અને સ્વાર્થી શાસનનો નાશ કરવો.

ધર્મ  – વેદોક્ત ધર્મને ગ્રહણ કરવું. સત્યના આચરણ અને પરોપકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું.

બ્રહ્મ – ઉત્તમ વિદ્યા મેળવવી, ઉત્તમ ગુણો ગ્રહણ કરવા, ઉત્તમ કર્મો કરવા અને સદા સદ્દગુણોનો પ્રચાર કરતા રહેવું.

ક્ષત્રમ્  – વિદ્યા, ચાતુર્ય, શૌર્ય જેવા ગુણોથી દેશ અને દેશના લોકોની રક્ષા કરવી. દેશને બદનામ કરનારાઓ અને નિર્દોષ લોકોને નુકસાન કરનારાઓને સખત સજા કરવી.

વિશ:  – વૈશ્યોના વેપારને ઉત્તેજન આપી આખી પૃથ્વી પર તેમનો વેપાર સરળતાથી ચાલે અને ધનની વૃદ્ધિ થાય તેમ કરવું.

ત્વિષિ  – ઉત્તમ ગુણો અને સત્યનો પ્રચાર ચારે દિશાઓમાં કરવો.

યશ:  –  સદ્દગુણો, ધર્મ અને સત્યનું આચરણ કરીને વિશ્વ કીર્તિ મેળવવી.

વર્ચ:  –  દરેક સ્ત્રી અને પુરુષ માટે યોગ્ય શિક્ષણ પદ્ધતિનો વિકાસ કરવો.

દ્રવિણમ્ – ઉપર જણાવેલા ગુણોને આધારે ધન ઘાન્ય મેળવીને સદૈવ ઉન્નતિ કરતા રહેવું, ધનની રક્ષા કરવી, એ ધનને ન્યાયના રસ્તે, જ્ઞાનના પ્રચારમાં અને સત્કર્મોમાં વાપરવું.

આયુ:  – નિયમિત દિનચર્યા રાખીને, યોગ્ય ભોજન મેળવીને, શરીરને રોગ મુક્ત રાખવું અને આયુષ્યની વૃદ્ધિ કરવી.

રૂપમ્  – સભ્ય, સ્વચ્છ અને માન ઉપજાવે તેવા વસ્ત્રો પહેરવા.

નામ  – ઉત્તમ કર્મો કરીને નામ મેળવવું, કે જેથી કરીને બીજા લોકોને પણ ઉત્તમ કર્મો કરવાની પ્રેરણા મળે.

કીર્તિ: – સદ્દગુણોનો પ્રચાર કરી પોતાની કીર્તિ પણ વધારવી.

પ્રાણ: અપાન: – શરીરમાંથી જે વાયુ બહાર નીકળે છે તે પ્રાણ અને બહારથી અંદર જાય છે તેણે અપાન કહે છે. આમ પ્રાણાયામ કરીને શરીર રોગ મુક્ત કરવું અને લાંબુ આયુષ્ય મેળવવું.

ચક્ષુ: શ્રોત્રમ્  – ઇન્દ્રિયોના ઉપયોગથી સદૈવ સત્યનો સ્વીકાર અને અસત્યનો અસ્વીકાર કરતા રહેવું.

પય: રસ:  – પાણી, દૂધ વગેરે દ્રવ્યોનું સેવન કરી શરીરને નીરોગી રાખવું.

અન્નમ્ અન્નાદ્યમ્  – જુદી જુદી જાતના ધાન્યને ઉત્તમ રીતે તૈયાર કરી શારીરિક અને માનસિક પોષણ માટે સેવન કરવું.

ઋતમ્ – વેદોનું અધ્યયન અને એક અને માત્ર એક ઈશ્વરની ઉપાસના કરવી.

સત્યમ્ – પ્રમાણો મેળવી સત્યનો નિર્ણય કરી જે સત્ય છે તે જ બોલવું અને માનવું. અને તે જ પ્રમાણે વર્તવું.

ઇષ્ટમ્  – માત્ર એક જ ઈશ્વરની ઉપાસના કરવી.

પૂર્તમ્  – ઈશ્વરની ઉપાસનાને મન, વચન અને કર્મમાં લાવી પરમ આનંદ મેળવવો.

પ્રજા  – આ પેઢીના અને નવી પેઢીના બધાં જ લોકોને જ્ઞાન અને કર્મની ઉત્તમ વિદ્યા આપીને તેમની ઉન્નતિ કરવી.

પશવ:  – પ્રાણીઓની ઉત્તમ રીતે દેખરેખ રાખી તેમની પાસેથી કાળજીપૂર્વક કામ લેવું.

 આ મંત્રોમાં અનેક વાર “ચ” નો પ્રયોગ થયો છે. અહી “ચ” નો અર્થ થાય છે “અને”. એટલે કે આ મંત્રોમાં બીજા અનેક ઉત્તમ ગુણોનો પણ બોધ થાય છે. આથી આ ગુણોને પણ જીવનમાં આત્મસાત્ કરવા જોઈએ. 

આ પ્રમાણે અનેક મંત્રોમાં પરમેશ્વરે ધર્મનો ઉપદેશ કર્યો છે. અન્ય વૈદિક ગ્રંથો પણ વૈદિક ધર્મનું અદભુત વર્ણન આપે છે. તૈત્તિરીય આરણ્યક ૭.૯.૧૧; ૧૦.૮; ૧૦.૬૨.૬૩; મુંડક ઉપનિષદ ૩.૧.૫,૬ અને પૂર્વ મીમાંસા ૧.૧.૨ કહે છે કે પરમપિતા પરમાત્માનો ઉપદેશ એ જ ધર્મ છે.

(વૈદિક ધર્મને સારી રીતે સમજવા ઇચ્છુક એવા બધા જ ધર્મ પ્રેમીઓ માટે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા રચિત ઋગ્વેદાદિ ભાષ્યભુમિકાનું “વેદોક્ત ધર્મ વિષય” પ્રકરણ વાંચવું ઘણું જ આવશ્યક છે.)

વૈશેષિક દર્શન ૧.૧.૨: જે સમગ્ર વિશ્વને પરમ આનંદ (મોક્ષ) તરફ દોરી જાય છે માત્ર તે જ ધર્મ છે.

આ ઈશ્વર ઉપદેશ રૂપી ધર્મ એ જ સાચો ધર્મ છે. વૈદિક ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ નથી. વૈદિક ધર્મ પ્રમાણે આચરણ કરી પારલૌકિક સુખ મેળવવું તે પ્રત્યેક મનુષ્યનું આવશ્યક કર્મ છે. આથી મનુષ્યે વેદ વિરુદ્ધની બધી જ પ્રવૃતિઓનો ત્યાગ કરી માત્ર વૈદિક ધર્મનું જ આચરણ કરવું જોઈએ.

સત્યમેવ જયતે!

Original post in English is available at http://agniveer.com/religion-vedas/

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer:  We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleMeditation in busy times
Next articlePursuit of Vidya
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.
  • Harmony between all living and non living things with nature has to be established. This is aim of universal religion. It is this religion which is thought in Vedas. Follow them and get the bliss