[adinserter block="6"]

વેદો સ્ત્રીઓને જ્ઞાનનો સ્ત્રોત્ર અને ભવિષ્યની આશા ગણે છે. અને એ યોગ્ય પણ છે! સ્ત્રી એ માતાના સ્વરૂપમાં રહેલ પ્રથમ શિક્ષક જ  નહિ પણ સહનશીલ, દ્રઢ મનોબળ વાળી અને પોતાની વિચાર શક્તિઓનો સંપૂર્ણ ઉપયોગ કરીને સમગ્ર સમાજને એકનિષ્ઠ (સતત અને સ્થાયી) જ્ઞાન અને સમજણથી પોષણ આપનારી પણ છે.

વેદો સ્ત્રીશક્તિનેઉષાએટલે કેપરોઢ અથવા સૂર્યોદય સાથે સરખાવે છે. વેદોમાં એવા ઘણા મંત્રો છે કે જે સ્ત્રીની (ઉષાની) કીર્તિના ગુણગાન ગાય છે. પરોઢ અને સ્ત્રી વચ્ચેની સમાનતા એકદમ સ્પષ્ટછે. જે રીતે પ્રભાત આપણા જીવનમાં પ્રકાશ અને વિચારોમાં શુદ્ધતા લાવે છે એ જ રીતેસ્ત્રી મમતાના સ્વરૂપમાંનવજોત બાળકના જીવનમાં પ્રકાશ લાવે છે.  હકીકતમાંદરેક સ્ત્રીમાં એક માતા વસેલી જ હોય છે અને તે માતા સ્ત્રી માં રહેલા સાર-સંભાળ, કોમળતા, સ્નેહ,ધીરજ અનેનિઃસ્વાર્થવૃતિ જેવા ગુણોથી પ્રગટ થાય છે.  અને આ જ કારણે વેદો સ્ત્રીનાસબંધ અને ઉમર ને ધ્યાનમાં ન લેતા દરેક સ્ત્રીને માતા સમાન ગણે છે. જે વ્યક્તિ પ્રભાતનું (સ્ત્રી) સ્વાગત કરે છે તેની સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય  નિશ્ચિત છે. આ જ પ્રમાણે જેસમાજ સ્ત્રીનું સન્માન કરશે તેનું આનંદમય અને સમૃદ્ધ હોવું નિશ્ચિત છે. જેઓ પરોઢદરમિયાન નિંદ્રા અવસ્થામાં રહે છે અને દુષ્કર્મો કરતા રહે છે તેઓ પોતાના ભવિષ્ય અનેઆનંદનો નાશ કરે છે. જે સમાજ સ્ત્રીની માનહાની કરે છે અને સ્ત્રીને જડ વસ્તુ ગણે છે તે સમાજનું ભારે દુઃખ, શોક અને નિષ્ફળતાથી પીડાવાનું નિશ્ચિત છે.સ્ત્રીનેસન્માન આપવાનો માત્ર એક જ રસ્તો છે – માતૃસ્વરૂપ – શુદ્ધ સ્નેહ, જ્ઞાન, માર્ગદર્શન, નેતૃત્વ અને તેજસ્વીતાનું પ્રતિક.

આ માતાના ગુણગાન  વેદોમાં ઘણા સ્વરૂપોમાં ગાવામાં આવ્યા છે.

કોઈકવાર સરસ્વતી તરીકે – જ્ઞાનનો સ્ત્રોત્ર,

કોઈકવાર સહર્ત્રવીર્ય તરીકે – ધીરજ અને શૌર્યનું પ્રતિક અને

કોઈકવાર ઉષા તરીકે – જ્ઞાન અને આશાનું પ્રથમ કિરણ.

અહી ઋગ્વેદમાંના કેટલાક મંત્રો પ્રસ્તુત છેકે જે માતા (ઉષા)ને નમ્રપણે નમન કરે છે:

ઋગ્વેદ ૪.૧૪.૩:

હે કીર્તિવાન સ્ત્રી! તું તેજસ્વીતાથી ભરપુર છે અને આ સમાજને અજ્ઞાન રૂપી અંધકારથી દૂર લઇ જવા માટે એક પ્રકાશી પ્રભાતનાસ્વરૂપમાં તારું આગમન થયું છે.

ઋગ્વેદ ૭.૭૮.૩:

ઘણી કીર્તિવાન સ્ત્રીઓને આપણે તેમનાઆદર્શ ગુણો દ્વારા આ સમાજને પ્રકાશિત કરતી જોઈ શકીએ છીએ. સ્ત્રીએ જ્ઞાનરૂપીસૂર્યને અને આદર્શ કર્મોરૂપી અગ્નિને જન્મ આપ્યો છે. તેઓની કીર્તિને કારણે અજ્ઞાન રૂપી અંધકાર, પાપ અનેનકારાત્મકતાનો નાશ થાય છે.  

ઋગ્વેદ ૧.૧૨૪.૩:

આપણે કીર્તિવાન સ્ત્રીને આદર્શકર્મો કરતી જોઈ શકીએ છીએ. સ્ત્રી એ તેજસ્વીતાની પુત્રી અને મનોશક્તિની પર્યાયછે. તે સંપૂર્ણપણે માત્ર સત્ય અને સત્કર્મોનો માર્ગ અનુસરે છે. તે તેનુંલક્ષ્ય જાણે છે અને કદાપી શિસ્તતાનો ભંગ કરતી નથી.

ઋગ્વેદ ૧.૪૮.૮:

આદર્શ વ્યક્તિઓનું સમગ્ર જગતકીર્તિવાન સ્ત્રીની કીર્તિને નમન કરે છે કે જેથી કરીને તે આપણને જ્ઞાન અનેદૂરંદેશીથી(foresight) પ્રકાશિત કરે. તે સમાજનો આગેવાન છે અને દકેકવ્યક્તિને જ્ઞાન પ્રદાન કરે છે. તે સમૃધ્ધતાનું પ્રતિક અને તેજસ્વતાની પુત્રીછે.આપણે સ્ત્રીને માન આપીએ કે જે થી કરીને તે સમાજમાંથી અનિષ્ઠ વલણોઅને ધ્રુણાનો નાશ કરે.

ઋગ્વેદ ૧.૯૨.૫:

સંપૂર્ણ સમાજ કીર્તિવાનસ્ત્રીને માન આપનારો થાઓ.સ્ત્રીએ સત્ય, શુદ્ધ ચરિત્ર, આદર્શ કર્મો, નિઃસ્વાર્થવૃતિ, જ્ઞાનરૂપી પ્રકાશ અને ગુણવાન કર્મોનું આદર્શ ઉદાહરણ છે. તેપોતાના તેજસ્વી પ્રકાશથી ધૃણા, હિંસા, અનિષ્ઠતા અને અજ્ઞાનતા જેવા શક્તિશાળીઅવરોધોનો (obstacles) નાશ કરી શકે છે.

ઋગ્વેદ ૧.૧૧૩.૫:

કીર્તિવાન સ્ત્રી પોતાની તેજસ્વીતાનાપ્રસારથી ધૃણા, હિંસા, અનિષ્ઠતા અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે.તેઆદર્શ કર્મોનો આધારસ્થંભ છે.તે પ્રકાશની એ પુત્રી છે કે જે સમાજમાંસદગુણો અને જ્ઞાનરૂપી સૂર્યને પ્રજવલિત કરે છે.

ઋગ્વેદ ૧.૧૧૩.૧૨:

કીર્તિવાન સ્ત્રી એ સમૃદ્ધિનું પ્રતિક છે. તે પોતાનું તેજ સમગ્ર સમાજમાં પ્રસારીને આપણને સુસ્તીનો ત્યાગકરીને ક્રિયાશીલ બનવા, આદર્શ કર્મો કરવા અને પરોપકારી બનવા પ્રેરણા આપે છેઅને આપણને સમૃદ્ધિ અને આનંદ આપે છે.

ઋગ્વેદ ૧.૧૨૩.૧૩: 

હે તેજસ્વી સ્ત્રી, તું સત્યઅને સદગુણો ધરાવે છે. તું અમને સર્વને સુવિચારો, સત્ વચનો અને સત્કર્મો કરવાની પ્રેરણાના આશીર્વાદ આપ.તું અમને કેળવણી આપીને અમારા અજ્ઞાનને દૂર કર કે જેથીઅમે ભૌતિક (સંસારિક) અને આધ્યાત્મિક આનંદ મેળવી શકીએ.

વેદોનો સંદેશ સરળ અને  સ્પષ્ટ છે – જો સમાજનેસમૃદ્ધ અને આનંદમય બનવું હોય તો સ્ત્રીને ફરીથી સમાજનો આધાર તરીકે સ્થાપિત કરવાજેવી અત્યંત આવશ્યક જરૂરીયાતને  ગૌણ ગણી શકાય નહિ. સ્ત્રીને સામાજિક જાગૃત્તાનીઆગેવાન બનાવો અને આ માતૃશક્તિની કીર્તિની શરણે થાઓ.

આપણે હંમેશા સ્ત્રીને માન આપીએ અને સ્ત્રીહંમેશા ઉષા – સૂર્યોદય –ના સ્વરૂપમાં આપણને આનંદ તરફ જવા માટે માર્ગદર્શન આપે.

Original post in English is available at http://agniveer.com/woman-sunrise/

[adinserter block="13"]
Previous articleAkhand Kirtan and Blanket Distribution in Kolkata
Next articleनारी – अदम्य साहस की प्रतिमा
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.
 • wonderful work on indian philosophy and culture.
  heartily congrates for carrying out such tremendous work.
  hates off to all team members.
  I am always available for such social work, please don”t hesitate.
  sunil c patel
  9998008832
  [email protected]

 • he was very nice with me till 3/4 days and she and her disciple, used to talk with me, once they took the whole money it was 9000 INR, they vanished like anything.
  now none of them pick up the call, and if they pick up by default then they disconnect it . even though Mr Vikas Jha who have mentioned that he is her client i too request him to solve this matter, but now he too vanished. it seems they are working as a gang.
  plz help me to get at least my money back if possible

  • Any baba, fakir etc who promises miracles is a fake, no question about it. Its pity that people still throng them and waste their time and money. We get as per our deeds and no middleman can do anything about it. All we can do is to improve our own actions and thoughts. We recommend that such matters be reported to police and media.

 • CHEATER AND CRIMINAL
  Bangali Baba: 91-9680153118
  http://WWW.LOVEMARRIAGESPECIALISTBABA.COM

  He said he take money after work is done. and work will be done 48 to 72 hours. But after given specific time he said there is some other problem and you have to pay me. He took 4000 from me and said your work will be done in 3 hours.And when i called him after 3 hours he didn’t received my call. i called him 5-6 days but didn’t answer my call. And when i called him other number he received my call but when i asked him about my work he cut the call. He is Fake person..