UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

“બીજ્યા” મંદિર બન્યું “બીજામંડળ” મસ્જીદ

મૂળ નામ : બીજામંડળ અથવા બીજ્યા મંદિર (હિન્દુ દેવીને સમર્પિત)

સ્થળ : વિદિશા, મધ્ય પ્રદેશ

ઇસ્લામિક ક્રૂરતાના પ્રતિક બન્યા પછીનું નામ : બીજામંડળ મસ્જીદ

મધ્ય પ્રદેશ રાજ્યની રાજધાની ભોપાલથી લગભગ ૬૦કિ.મી દૂર વિદિશા નામનું શહેર વસેલ છે. આ શહેર એની બીજામંડળ મસ્જીદ માટે પ્રખ્યાત છે જેનો ઈતિહાસ ઘણો જ રસપ્રદ છે.

ભારતના ઘણાં સમૃદ્ધ અને અદ્દભુત મંદિરોને મુસ્લિમ શાસનકાળ દરમ્યાન વિધ્વંશ કરી મસ્જિદોમાં બદલી દેવામાં આવ્યા હતા. બીજામંડળ મસ્જીદ મુસલમાનોના આતંકનું જ એક ઉદાહરણ છે કે જેમાં હિન્દુ મંદિરોને લૂંટી, તોડી-ફોડી અને એનો વિનાશ કરી, ફરીથી એ જ તૂટેલા મંદિરોની સામગ્રીનો ઉપયોગ કરી મંદિરના સ્થાને મસ્જીદ ઉભી કરી દેવામાં આવે છે.

બીજામંડળ મસ્જીદમાં સમય સાથે વિલુપ્ત થયેલા પ્રાચીન વૈભવશાળી મંદિરના અવશેષો આજે પણ જોવા મળે છે. આ અવશેષો મુઘલો અને મુસ્લિમ આક્રાન્તાઓની કઠોર, કડવી, દર્દનાક અને દુઃખભરી ઘુસણખોરીની યાદ તાજી કરે છે.

નાશ કરાયેલા હિંદુ મંદિરની સામગ્રીમાંથી બનેલી આ બીજામંડળ મસ્જીદ ખરી રીતે તો દેવી ચર્ચીકાને સમર્પિત મંદિર હતું. એનું નિર્માણકાર્ય પૂર્વકાલીન પરમાર રાજાઓ દ્વારા થયું હતું.

ઈમારતના એક શિલાલેખ અનુસાર, અહીં મૂળરૂપે વિજયશ્રી પ્રદાન કરનાર દેવી વિજયાનું મંદિર હતું જે માલવાના રાજા નરાવરમાન દ્વારા નિર્માણ કરાયું હતું. “ASI” દ્વારા આ વાતનો અહીં સ્પષ્ટ ઉલ્લેખ છે.

‘વિજયા રાની’ના મુળનામ પરથી જ ‘બીજ’ કે ‘બીજ્યા’ શબ્દની વ્યુત્પત્તિ થઇ છે. બીજામંડળ અથવા બીજ્યા મંદિર હિન્દુ દેવીને સમર્પિત મંદિર જ હતું.

૧૬૫૮-૧૭૦૭માં ઔરંગઝેબે આ મંદિરમાં લૂંટ-ફાટ મચાવી અને એનો વિનાશ કર્યો. મંદિરની બધી જ વૈભવી મૂર્તિઓને એણે મંદિરની ઉત્તર દિશામાં જમીનમાં દાટી, મંદિરના સ્થાને મસ્જીદ ઉભી કરી દીધી.

ASI દ્વારા સુરક્ષિત આ સ્મારક લગભગ ૩૦૦વર્ષો સુધી મસ્જીદ તરીકે નમાઝ માટે અને ધાર્મિક સભાઓ માટે, ખાસ કરીને ઈદ વખતે, વપરાતું રહ્યું

૧૯૯૧માં ચોમાસાની મુશળધાર વરસાદની રાતે બીજામંડળ મસ્જિદની ઉત્તર તરફની દીવાલ ભારે વરસાદને કારણે તૂટી પડી. આને કારણે ૩૦૦વર્ષથી જમીનમાં દટાયેલો બીજ્યા રાની મંદિરનો વૈભવ પ્રકાશમાં આવ્યો. ઘણી મોટી સંખ્યામાં સ્થાપત્યો અને વૈભવી શિલ્પોના ભંડારને ASI (Archeological Survey of India) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા.

આ અમૂલ્ય કોષ આજે સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયો છે જેમાં હિન્દુ ધર્મના મહાન ધર્મગ્રંથો જેવા કે રામાયણ અને મહાભારતના સંસ્કૃત શિલાલેખો અહીંની દીવાલો અને સ્થંભો પર પુરાવા તરીકે સ્પષ્ટ રીતે જોય શકાય છે. 

This article is available in English: “BIJAYA” TEMPLE TURNED INTO “BIJAMANDAL” MOSQUE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories