આ વિશ્વમાં નજરે પડતી અદ્દભુત નિયમિતતા તરફની દ્રષ્ટિ માત્ર એક મહાન આયોજકનું અસ્તિત્વ અને સત્તા પુરવાર કરવા માટે પુરતી છે. આ આયોજક એટલી પરિપૂર્ણ રીતે કાર્ય કરે છે કે વૈજ્ઞાનિકો ગણિતીય સુત્રો અને સમીકરણોમાં તેના અપરિવર્તનશીલ નિયમોનું પરિમાણ આપી શક્યા.

આ સત્તા પ્રકાશવર્ષના અંતર પર સ્થિત થયેલા બે અલગ-અલગ અણુઓને એવી સુનિશ્ચિત રીતે ગતિ આપે છે કે જેથી ગુરુત્વાકર્ષણના વિશ્વવ્યાપક સિદ્ધાંતનું ક્યારેય ઉલ્લંઘન થતું નથી. વૈજ્ઞાનિકો જાણે છે કે આ દુર ર્સ્થિત થયેલા અણુઓ ગુરુત્વાકર્ષણના નિયમને લીધે એકબીજાની નજીક આવે છે. પરંતુ બે અલગ-અલગ અણુઓનું એકબીજાની નજીક લાવવા અને તેમની લયબદ્ધ ગતિ આપવાની પ્રેરણા પાછળનું કારણ વૈજ્ઞાનિકો સમજાવી શકતા નથી. આ જ પ્રમાણે આ બ્રહ્માંડને ચલાવવા માટે જવાબદાર એવા ઘણા સિદ્ધાંતો છે કે જેમના ગણિતીય સમીકરણો આધુનિક વિજ્ઞાન બનાવી શક્યું છે. પરંતુ હજુ પણ એવા ઘણા બધા રહસ્યો છે કે જેમનો વિસ્તારથી ખુલાસો કરવાનો બાકી છે.

જુદા-જુદા લોકો આ સર્વોપરી સત્તાને જુદા-જુદા નામથી બોલાવે છે. વૈજ્ઞાનિકો માટે આ “સૃષ્ટિનો નિયમ” છે, મુસ્લીમો માટે આ “અલ્લાહ” છે અને ઈશાઈ લોકો માટે આ “ગોડ” છે. અને વેદો – પ્રાચીનત્તમ ગ્રંથો – બીજા અનેક નામોની સાથે આ સત્તાને “ॐ” અથવા તો ”ઈશ્વર” કહે છે.

કોઈ સંકીર્ણ મનોવૃત્તિવાળા અને ટૂંકી દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિને આ સમગ્ર વિશ્વ નિરર્થક અને માત્ર ઘટનાઓના આકસ્મિત સંયોગથી ઉત્પન્ન થયેલું લાગતું હશે. (હવે એ અલગ વાત છે કે આવી વ્યક્તિના આવા નિષ્કર્ષ પર આવવું એ વાત સાબિત કરે છે કે આ વ્યક્તિ આવી આકસ્મિકતામાં પણ નિયમિતતા અને ઉદ્દેશ શોધી રહ્યો છે.) પણ આપણે આ લેખમાં આવા અવાસ્તવિક વિચારો પર વધારે ચર્ચા નહિ કરીએ.

આ લેખમાં આપણે એ મૂળભૂત અને મૌલિક પ્રશ્નનો વધારે ઊંડાણમાં વિચાર કરીશું કે જે આ વિશ્વનું અદ્દભુત સૌન્દર્ય અને વિચિત્રતાઓ જોઈને મોટા ભાગના (અજ્ઞેયવાદી + આસ્તિક) લોકોના મનમાં ઉદ્દભવે છે – ઈશ્વરે/અલ્લાહએ/ગોડએ આપણને કેમ બનાવ્યા?

મોટા ભાગના ધર્મ-સંપ્રદાય આ મૂળભૂત પ્રશ્નનો જવાબ આપવા પ્રયાસ કરે છે. અને મોટા ભાગના લોકો આ પ્રશ્નના જવાબની શોધમાં એક ધર્મ-સંપ્રદાય છોડી બીજા ધર્મ-સંપ્રદાયમાં જોડાય છે.

અવધારણા ૧: ઈશ્વરે આપણને બનાવ્યા કારણ કે આપણે તેની પૂજા કરી શકીએ.

ઘણા ધાર્મિક વિદ્વાનો એવો દાવો કરે છે કે ઈશ્વરે આપણને એટલા માટે બનાવ્યા કે જેથી આપણે તેની પૂજા કરી શકીએ. જો આમ હોય તો:

૧. ઈશ્વર એક દંભી, ચાપલુસી પસંદ, સરમુખત્યારથી વધારે બીજું કશું જ ન હોય.

૨. એ સિદ્ધ થાય કે ઈશ્વર અસ્થીર છે. તે પોતાની આદતો બદલાતો રહે છે. આથી તે અનંતકાળથી એકલો હતો પણ પછી અચાનક જ આપણને બનાવવાનો તેના મનમાં વિચાર આવ્યો.

હવે માનીલો કે, આપણે એમ કહીએ કે ઈશ્વરે કોઈ સમય બિંદુ T1 પર આપણને બનવાનું નક્કી કર્યું હતું. હવે જયારે સમય અનાદી છે અને ઈશ્વરનું અસ્તિત્વ પણ હંમેશાથી જ હતું, આથી આ સમય બિંદુ T1 અથવા તો બીજો કોઈપણ સમય T2, T3 વગેરે સમયની ઉત્પત્તિ કે તેના મૂળથી (કે જે અનંત દૂરી પર છે) એક સરખા અંતરે હશે. આથી ઈશ્વર T1 સમય બિંદુ પર તેની મરજી બદલી શકે તો T2, T3 જેવા બીજા સમય બિંદુ પર પણ તેની મરજી બદલી શકે છે. અને એ વાત પણ નિશ્ચિત થતી નથી કે ઈશ્વરે T1 સમય પહેલાં પણ ક્યારેક આપણને કે બીજી કોઈ પ્રજાતિને ઉત્પન્ન કે નષ્ટ ન કરી હોય.

જે ધર્મ સંપ્રદાયો એવો દાવો કરે છે કે અલ્લાહએ આપણને એટલા માટે બનાવ્યા કે આપણે તેની પૂજા કરી શકીએ, તે જ ધર્મ સંપ્રદાયોને એવો વિશ્વાસ છે કે અલ્લાહ પરીપૂર્ણ છે. હવે જો અલ્લાહ પરીપૂર્ણ હોય તો આનો અર્થ એ થાય કે તે બધા જ સમય બિંદુઓ પર પોતાનું કામ એક સમાન નિપૂર્ણતાથી અને એક સમાન નિયમોથી કરશે. પરિપૂર્ણતાનો અર્થ એ થાય કે ઈશ્વર તેની આદતોમાં જરા પણ અસમાનતા કે બદલાવ નહિ લાવે.

આમ, જો ઈશ્વરે કોઈ સમય બિંદુ T1 પર આપણને બનાવ્યા હોય તો ઈશ્વરને તેની પરિપૂર્ણતા જાળવી રાખવા માટે સમયાંતરે આવી જ રીતે આપણને બનાવતા જ રહેવું પડશે. હવે ઈશ્વર આપણને બે વાર તો બનાવી ન શકે, આથી બીજી વાર આપણને બનાવવા માટે ઈશ્વરે પહેલાં આપણને નષ્ટ કરવા પડશે.

હવે જો ઈશ્વર આપણને આવી જ રીતે બનાવતો અને નષ્ટ કરતો રહે તો એ કેવી રીતે સુનિશ્ચિત થશે કે આપણે નષ્ટ થઇ ગયા પછી પણ ઈશ્વરની પૂજા કરતા રહીશું. આનો અર્થ એ થાય કે ઈશ્વર પરિપૂર્ણ નથી અને તેની મરજી બદલતો રહે છે અથવા તો ઈશ્વરે આપણને તેની પૂજા કરવા માટે નથી બનાવ્યા.

મુંઝવણ: હવે જો ઈશ્વરે જ આપણને બનાવ્યા હોય તો પછી તે આપણને દુ:ખ ભોગવા માટે લાચાર કેમ કરે છે.

આ મુંઝવણમાં પાડે એવો એક પ્રશ્ન છે કે જેનો જવાબ કોઈપણ ધર્મ-સંપ્રદાય સંતોષકારક રીતે આપી શક્યા નથી. અને આથી જ આ પ્રશ્ન નાસ્તિકતાનું મૂળ કારણ છે. મુસ્લીમો એવું માને છે કે અલ્લાહની પાસે તેના સિંહાસનની નીચે “Lohe Mahfooz” નામની પુસ્તક છે જેમાં બધા જ લોકોના ભવિષ્યના કાર્યોની જાણકારી વિસ્તારપૂર્વક આપેલી છે. પરંતુ આ તો ઈચ્છા-સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ છે. હવે જો મારા બધા જ કર્મો પહેલેથી જ લખાયેલા છે તો પછી મને કાફિર(Kafir) બનવાની સજા કેમ મળે છે? અને અલ્લાહએ પહેલેથી “Lohe Mahfooz” માં બધા કાફિરો માટે સજા કેમ નક્કી કરી રાખી છે?

મુસ્લિમ ધર્મ પ્રચારક આ વિરોધાભાસનો જવાબ બહું ચતુરાઈથી આપે છે. ઉદાહરણ તરીકે, નવ-પેગંબર ઝાકીર નાઈક આનો જવાબ નીચે મુજબ આપે છે:

“એક વર્ગમાં બધા જ પ્રકારના વિધાર્થીઓ હોય છે. કેટલાક વિધાર્થીઓ તેજસ્વી હોય છે અને પહેલો ક્રમાંક લાવે છે અને કેટલાક વિધાર્થીઓ નાપાસ થાય છે. હવે હોશિયાર શિક્ષક પહેલેથી જ જાણી શકે છે કે કયો વિધાર્થી કયો ક્રમાંક મેળવશે. પણ એનો અર્થ એ નથી કે શિક્ષક પોતાના વિધાર્થીઓને કોઈ ચોક્કસ રીતે કાર્ય કરવા માટે દબાણ કરશે. પરંતુ એનો અર્થ એ છે કે એક હોશિયાર શિક્ષક કયો વિધાર્થી કયો ક્રમાંક મેળવશે તે પહેલેથી જ જાણી લેવા માટે સક્ષમ હોય છે. હવે અલ્લાહ સર્વાધિક બુદ્ધિમાન હોવાથી એ ભવિષ્યમાં ઘટનારી બધી જ ઘટનાઓને જાણે છે.

બહુ સ્વાભાવિક લાગતા આ જવાબમાં એક બહુ મોટી ખામી છે. વિધાર્થીઓના પહેલાંના અને વર્તમાનના કાર્યોનું મૂલ્યાંકન કર્યા પછી જ શિક્ષક તેઓના ક્રમાંકનું અનુમાન લગાવી શકે છે. પરંતુ અહીંયાં તો અલ્લાહએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું છે કે કયો વિધાર્થી હોશિયાર જન્મશે અને કયો વિધાર્થી મૂર્ખ!

દાખલા તરીકે, હવે જયારે મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ થયો હતો, અલ્લાહએ ગાંધીજીના જન્મના લાખો વર્ષો પહેલાં જ એ નક્કી કરી લીધું હતું કે આ બાળક હિંદુ રહેશે પરંતુ મુસ્લીમો પ્રત્યે શાંત વલણ રાખશે અને તેમના સંતોષ માટે પણ કામ કરશે. પણ તેમ છતાં તે કાફિર કહેવાશે અને નર્કમાં જવા માટે જ યોગ્ય હશે, ચુસ્ત મુસ્લિમ મોહમ્મદ અલીની જેમ. આથી જન્મથી જ ગાંધીજી પાસે વર્ષો પહેલાં નક્કી થઈ ચુકેલા માર્ગ ઉપર ચાલવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.

શિક્ષક-વિધાર્થીનું તર્ક ત્યારે જ વ્યાજબી હોય શકે કે જયારે અલ્લાહ આત્માના કાર્યોનું અનુમાન આત્માનું સર્જન કર્યા પછી જયારે આત્મા પોતાના માટે સાચા નિર્ણયો લેવા માટે પુરતી સક્ષમ અને વિકસિત થઇ જાય પછી જ લગાવે. આથી “Lohe Mahfooz” માં અલ્લાહએ બધી જ આત્માઓનું ભવિષ્ય તેમના જન્મ પહેલાં જ લખી રાખ્યું છે તે એ વાત સાબિત કરે છે કે અલ્લાહ અન્યાયી છે.

વધુ વિગત માટે “Helpless destiny in Islam” અને  ”God must be crazy” લેખ વાંચો.

અવધારણા ૨: તેણે આપણી કસોટી કરવા માટે આપણને બનાવ્યા.

અમે અગાઉ ”God must be crazy” લેખમાં આ ધારણાને ઘણા બધા ઉદાહરણો દ્વારા ખોટી પુરવાર કરી ચુક્યા છીએ. હવે જો આપણે એમ માનીએ કે અલ્લાહ આપણી કસોટી કરી રહ્યો છે તો તેની પાસે Lohe Mahfooz પુસ્તક હોવું જ ન જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો અલ્લાહ પહેલેથી જ આપણું ભવિષ્ય જાણી ન શકે. જો તે પહેલેથી જ આપણું ભવિષ્ય જાણતો હોય તો પછી આપણી કસોટી કરવાનો કોઈ અર્થ નથી. અને જો તે આ બંને કરતો હોય તો અલ્લહનો આ વર્તાવ એક એવા સરમુખત્યાર જેવો હશે કે જેને નાટક કરવું બહુ ગમતું હોય.

તો પછી ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?

અમે મુંઝવણમાં નાખે તેવા આ પ્રશ્નના જવાબના રૂપમાં અપાતી બધી જ અવિશ્વસનીય સ્પષ્ટતાઓને બાકાત કરી ચુક્યા છીએ. તો જો પૂજા માટે નહિ અને કસોટી માટે પણ નહિ, તો પછી આપણને બનાવવા પાછળ બીજું કયુ કારણ હોય શકે? આપણને સુખ કે આનંદ આપવા માટે ન હોય શકે કારણ કે આ વિશ્વમાં આપણે ઘણી બધી ક્રૂર અને નિર્દયી ઘટનાઓ થતી જોઈએ છીએ. એટલી હદ સુધી કે લોકો જીવનના દુ:ખોથી કંટાળીને આત્મહત્યા પણ કરી લે છે.

તેણે આપણને બનાવ્યા જ કેમ? ભલે ને તે પછી સુખ આપવા માટે હોય, દુ;ખ આપવા માટે હોય કે પછી આપણી કસોટી કરવા માટે હોય. શું ઈશ્વર તેની એકલતાથી ખુશ ન હતો કે જેથી કરીને પહેલાં તેણે આપણને બનાવ્યા અને પછી તેના ઈશારા પર આપણને નચાવવાનું શરુ કર્યું? વિવશ થઈને આવું કહેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી બચતો કે: “અલ્લાહ બહેતર જાનતા હે”, “ખુદા જાને”, કે પછી “ગોલી માર ભેજે મે!”

બોદ્ધ ધર્મ પ્રયોગાત્મક છે અને આ પ્રશ્નને સહેજ પણ મહત્વ આપતો નથી. તે કહે છે કે આવા પ્રશ્નોના જવાબ વિચારતા પહેલાં મન અને ઇન્દ્રિયોના નિયંત્રણ દ્વારા તમારી બુદ્ધિમત્તાનું સ્તર ઉચું લાવો. જે લોકો આ દુનિયાની ચમક દમક અને મોહજાળમાં ફસાયેલા છે અને આનાથી પરે બીજું કાંઈ જોવા કે સમજવા અસમર્થ છે તેવા લોકો માટે આ ખુબ જ વ્યવહારિક સલાહ છે. આમ છતાં આપણી અંદર આ પ્રશ્ન સળગતો જ રહે છે કે – ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?

અને જ્યાં સુધી આ પ્રશ્નનો સંતોષકારક જવાબ નહિ મળે ત્યાં સુધી કોઈપણ વસ્તુનું મહત્વ નથી લાગતું અને અને બધું જ ઉદ્દેશ્યહીન અને નિરર્થક લાગે છે. 

એ વાત સાચી છે કે આ પ્રશ્નનો સાચો જવાબ માત્ર ઈશ્વર જ જાણે છે. પરંતુ વેદો – માનવજાતિના સૌપ્રથમ ગ્રંથો – આ પ્રશ્ન પર પુરતો પ્રકાશ પાડે છે કે જેથી કરીને આપણે આની ઊંડાણમાં ઉતારી શકીએ. વેદો સ્પષ્ટ અને નિર્ણાયક રીતે કહે છે કે:

ઈશ્વરે આપણને નથી બનાવ્યા.

અને ઈશ્વરે આપણને બનાવ્યા ન હોવાથી તે આપણને નષ્ટ પણ નથી કરતો. આત્માનું સર્જન અને વિનાશ એ ઈશ્વરના કાર્યક્ષેત્રમાં નથી આવતા. આમ, જેમ ઈશ્વર અનાદી અને અવિનાશી છે તેમ આપણે પણ અનાદી અને અવિનાશી છીએ. આપણું અસ્તિત્વ ઈશ્વરની સાથે હંમશાથી જ છે અને આગળ પણ હંમેશા રહેશે.

પ્રશ્ન: જો ઈશ્વર આપણને બનાવતો નથી તો ઈશ્વર શું કરે છે?

ઈશ્વર એ જ કરે છે જે તે અત્યારે કરી રહ્યો છે. તે આપણું વ્યવસ્થાપન એટલે કે સંચાલન કરે છે.

પ્રશ્ન: તો પછી તેણે આ વિશ્વ અને બ્રહ્માંડ કેમ બનાવ્યા?

ઈશ્વરે આ વિશ્વ અને બ્રહ્માંડના મૂળ કારણનું નિર્માણ નથી કર્યું. આ વિશ્વ અને બ્રહ્માંડનું મૂળ કારણ – પ્રકૃતિ – હંમેશાથી હતી અને હંમેશા રહેશે.

પ્રશ્ન: આ મુંઝવણમાં મુકે તેવું છે. ઈશ્વરે આ વિશ્વ નથી બનાવ્યું અને ઈશ્વરે આપણને નથી બનાવ્યા, તો પછી ઈશ્વર કરે છે શું?

અગાઉ જણાવ્યા મુજબ ઈશ્વર આપણો પ્રબંધક કે સંચાલક છે. વિસ્તારમાં સમજાવીએ તો જેમ કુંભાર માટી અને પાણીથી વાસણો બનાવે છે તેમ ઈશ્વર આ મૂળ નિર્જીવ પ્રકૃતિનું રૂપાંતર કરી વિશ્વ/બ્રહ્માંડ બનાવે છે. અને પછી ઈશ્વર આ બ્રહ્માંડમાં આત્માઓનું સંયોજન કરે છે.

પ્રશ્ન: પણ તે આ બધું શા માટે કરે છે?

જો ઈશ્વર આમ ન કરે તો આત્માઓ આનંદ પ્રાપ્ત કરવા માટે કર્મ ન કરી શકે. આથી ઈશ્વર આત્માઓને બ્રહ્માંડમાં એવી રીતે સયુંકત કરે છે કે જેથી કર્મનો સિદ્ધાંત હંમેશા પરિપૂર્ણ બની રહે. આમ, હવે આત્માઓ તેના કર્મો દ્વારા તેના આનંદને વધારી કે ઘટાડી શકે છે.

પ્રશ્ન: પણ આપણને આનંદ આપવા ઈશ્વરને આ બધું નાટક કરવાની કેમ જરૂર પડે છે? શું તે આપણને સીધો જ આનંદ નથી આપી શકતો?

ઈશ્વર પોતાની લાક્ષણીકતાની વિરુદ્ધ કશું જ નથી કરતો. ઉદાહરણ તરીકે, તે પોતાને ક્યારેય નષ્ટ નહિ કરે અને બીજો ઈશ્વર નહિ બનાવે. હવે આત્માઓની પણ લાક્ષણીકતાઓ હોય છે – તે ચેતન છે, અસ્તિત્વ ધરાવે છે પરંતુ આનંદથી વંચિત છે. આત્મા પોતાની જાતે કશું જ કરી નથી શકતી. તે એક માઈક્રોપ્રોસેસર જેવી હોય છે જે માત્ર મધરબોર્ડ અને પાવર સપ્લાય સાથે જોડાવાથી કાર્ય કરી શકે છે. આમ ઈશ્વરે કોમ્પુટર-સિસ્ટમ(બ્રહ્માંડ) બનાવ્યું કે જેથી માઈક્રોપ્રોસેસર(આત્મા) કાર્ય કરી શકે અને તેના સામર્થ્ય દ્વારા આનંદ મેળવી શકે.

પ્રશ્ન: કર્મનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે?

આ માટે  હિન્દુધર્મમાં કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી લેખ વાંચો. મૂળ રીતે આત્માના ૬ ગુણ હોય છે. – ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુ:ખ અને જ્ઞાન. આ બધાના મૂળમાં ઈચ્છા-શક્તિ અને પરમ આનંદ (મોક્ષ) મેળવવાનો ઉદ્દેશ હોય છે. જયારે પણ આત્મા તેના સ્વાભાવિક ગુણો પ્રમાણે કાર્ય કરે છે ત્યારે તેના આ ગુણો વધારે અભિવ્યક્ત થાય છે અને તે તેના લક્ષ્યની વધારે નજીક પહોંચે છે. પણ જો તે તેના સ્વાભાવિક ગુણોની વિરુદ્ધ કર્યો કરે તો તેના ગુણોની અભિવ્યક્તિ ઓછી થતી જાય છે અને તે તેના લક્ષ્યથી દુર જાય છે. આમ પોતાના કાર્યો પ્રમાણે આત્મા ચિત્તની(આ પણ આત્માનું એક લક્ષણ છે) વિવિધ અવસ્થાઓ પ્રાપ્ત કરે છે.

ઈશ્વર આત્માનાં લક્ષણો અનુસાર આત્માને એવું વાતાવરણ પ્રદાન કરે છે કે જેથી કરીને આત્મા તેની ઈચ્છાશક્તિનો ઉપયોગ કરી તેના લક્ષ્ય તરફ આગળ વધતી રહે. આમ આનંદ એ કાર્યોનું પરિમાણ છે. કાર્યો એ વિચારોનું પરિમાણ છે. વિચારો એ જ્ઞાનનું પરિમાણ છે અને જ્ઞાન એ ઈચ્છાશક્તિનું પરિમાણ છે. આનાથી ઉલટું પણ સત્ય છે. જો કાર્યો ખરાબ હશે તો જ્ઞાન ઓછું થશે અને તેના પરિણામે ઈચ્છાશક્તિ પણ ઓછી થશે. અને જયારે કોઈ ખુબ જ ખરાબ કર્મો કરે છે ત્યારે ઈશ્વર તે આત્માને મનુષ્ય સિવાયની બીજી પ્રજાતિમાં જન્મ આપે છે કે જેથી કરીને આત્મા તેની ઈચ્છાશક્તિનો પ્રભાવપૂર્વક ઉપયોગ ન કરી શકે. આમ કરવું એ આત્માના ચિત્તમાં જામેલા મેલની શુદ્ધિ માટે જરૂરી છે.

આ પ્રક્રિયામાં મૃત્યુથી કોઈપણ બાધા આવતી નથી. મૃત્યુ આ મુસાફરીમાં એક નાનો વિરામ છે, કે જ્યાં આપણે વાહનમાંથી ઉતરી ભોજન પાણી કરી પાછી નવેસરથી મુસાફરીની શરૂઆત કરીએ છીએ.

પ્રશ્ન: આને એક સાથે સમજવું ખુબ જ મુશ્કેલ છે. તમે આને સંક્ષિપ્તમાં કહી શકશો.

૧. ઈશ્વર, પ્રકૃતિ અને આત્મા આ ત્રણેય શાશ્વત છે. તે હંમેશાથી હતી અને હંમેશા રહેશે. આ Trinity નો સિદ્ધાંત છે.

૨. ઈશ્વર કદી પ્રકૃતિ કે આત્માનું સર્જન કે વિનાશ કરતો નથી. ઈશ્વર માત્ર એક ઉત્કૃષ્ઠ પ્રબંધકની જેમ કાર્ય કરે છે કે જેથી આત્મા અને પ્રકૃતિનું સંયોજન એવી રીતે થાય કે જેથી આત્મા પોતાના કર્મો દ્વારા પરમ આનંદ(મોક્ષ) પ્રાપ્ત કરી શકે.

૩. આપણી સાથે જે કઈપણ થઇ રહ્યું છે એ આપણા પ્રયત્નોના ફળ સ્વરૂપ હોય છે કે જેમને આપણે અંતિમ સમય સુધી કરતા રહીએ છીએ. અને આપણે આપણા વર્તમાન અને ભવિષ્યના કર્મો દ્વારા આપણું ભવિષ્ય બદલી શકીએ છીએ.

૪. મૃત્યુ ક્યારેય અંતિમ વિરામ નથી. મૃત્યુ માત્ર એક અલ્પ વિરામ છે કે જેના પછી મુસાફરી પાછી શરું થાય છે.

૫. જયારે આપણે ઈશ્વરને સર્જક કહીએ છીએ તો તેનો અર્થ એ છે કે ઈશ્વર આત્માને અને પ્રકૃતિનું સંયોજન કરીને તેમને વ્યવસ્થિત આકાર આપે છે. પછી તે આત્માઓની મદદ માટે જ બ્રહ્માંડની વ્યવસ્થા કરે છે. અને અંતે તે શ્રુષ્ટિનો વિનાશ કરી શ્રુષ્ટિ સર્જનની પ્રક્રિયા ફરીથી શરું કરે છે. જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે તેમ આ શ્રુષ્ટિમાં સર્જન, પાલન અને વિનાશનું ચક્ર ચાલતું જ કરે છે. એવો કોઈ સમય ન હતો કે જયારે આ પ્રક્રિયા થતી ન હતી અને આ પ્રક્રિયા થતી બંધ થઇ જશે એવો કોઈ સમય આવશે પણ નહિ. આ જ કારણે તે બ્રહ્મા (સર્જક), વિષ્ણુ (પાલનહાર) અને મહેશ (પ્રલયકર્તા) કહેવાય છે.

૬. ઈશ્વરનો કોઈપણ ગુણ બદલાતો નથી અને તે હંમેશા આત્માઓના કલ્યાણ માટે જ કાર્ય કરે છે.

૭. આત્મા માટે ઈચ્છાની સ્વતંત્રતા હોય છે. પરંતુ આ સ્વતંત્રતા તેના જ્ઞાન પર આધારિત છે અને આ જ્ઞાન તેના કર્મો પર આધારિત છે. અને આ જ કર્મના સિદ્ધાંતનો મૂળ આધાર છે.

૮. ઈશ્વર હંમેશા આપણી સાથે જ રહે છે અને આપણી મદદ કરતો રહે છે. આપણે હંમેશા આત્માના અવાજને અનુસરવો જોઈએ અને દરેક ક્ષણે સત્યનો સ્વીકાર અને અસત્યનો અસ્વીકાર કરવો જોઈએ. સત્યની શોધ એ જ દરેક આત્માનું લક્ષ્ય અને આ સર્જનનો ઉદ્દેશ છે. જયારે આપણે આ પ્રમાણે કર્મો કરીએ છીએ ત્યારે આપણે પરમ આનંદ – મોક્ષ – તરફ ઝડપથી વધીએ છીએ.

૯. આમ, ઈશ્વરે આપણને અભાવમાંથી(nothingness) નથી બનાવ્યા. પણ તેણે આ અદ્દભુત સંસારની રચના આપણી મદદ માટે જ કરી છે. અને આપણે સત્યની શોધ કરીને આપણા ભાગ્ય અને આ સર્જનના ઉદ્દેશની પૂર્તિ કરી શકીએ છીએ. આ જ વેદોનો મુખ્ય સંદેશ અને જીવનનો સાર છે.

પ્રશ્ન: એક છેલ્લો પ્રશ્ન. એ વાતની શી સાબિતી છે કે આ બધું સત્ય જ છે અને બીજો કોઈ નવો સિદ્ધાંત નથી. અમારે આ વાત કેમ માનવી જોઈએ?

આ માટેના ઘણા બધા કારણો છે:

૧. વેદો આ સંસારના સૌથી પ્રાચીન અને અપરિવર્તનશીલ ગ્રંથો છે. અને અહીં કહેવામાં આવેલી દરેક વાત વેદો અનુસાર જ છે. નીચે જણાવેલા પુસ્તકોમાંથી વધારે વિગતમાં માહિતી મળશે.

૨. આ સિદ્ધાંતો અંત:સ્ફુરિત અને જીવનના સામાન્ય એવા અવલોકન અનુસાર હોય છે. તે આંખ બંધ કરીને જાદુઓનો સ્વીકાર કરવાનું કહેતા નથી. કર્મનો સિદ્ધાંત બધી જ જગ્યાએ કાર્ય કરતો જોઈ શકાય છે. દૂર જવાની કશી જ જરૂર નથી. માત્ર ૩૦ દિવસ સકારાત્મક, પ્રસન્ન અને ઉત્સાહી બનીને જોઈ જુવો. નકારાત્મક અને ખરાબ કર્મોથી દુર રહો. પછી જુવો કે તમે તમારા જીવનમાં કેવો અનુભવ કરો છો. આ નાના પ્રયાગથી જોશો કે તમારા આનંદનું સ્તર કેટલું વધી જાય છે. જેમને કોઈએ પણ નથી જોયા એવ ચમત્કારોની વાતોથી કે પછી ઉત્ક્રાંતિવાદના વિવાદાસ્પદ સિદ્ધાંતથી આ વધારે વિશ્વાસનીય છે.

૩. અમે અહીં વેદોનો આંધળી રીતે સ્વીકાર કરવાનું નથી કહી રહ્યા. પરંતુ આ સિદ્ધાંતના આ ક્રિયાત્મક મુદ્દાઓ સાથે કોઈપણ વિવેકી વ્યક્તિ સહમત થશે કે – જ્ઞાનપૂર્વક સત્યનો સ્વીકાર કરો અને અસત્યનો અસ્વીકાર કરો અને વેદોક્તધર્મ વિષય લેખમાં જણાવ્યા મુજબ સત્કર્મો કરો.

યાદ રાખો કે વેદોનો માર્ગ આધ્યાત્મિક, સંગઠિત અને પ્રેરણાદાયી છે. તેમાં વિશ્વાસ રાખવા માટે કોઈ દબાણ નથી. વેદોનો અભિપ્રાય એ છે કે, તમારા જ્ઞાન અનુસાર જેમ તમે સત્યનો સ્વીકાર અને અસત્યનો ત્યાગ કરવાનું શરું કરશો તેમ ઘણી જ સ્પષ્ટતા મળશે. જો તમને આ માનવામાં ન આવે તો તમે આને કઈપણ કહી શકો છો. પણ આનાથી વધારે તર્કપૂર્ણ, સહજ, સ્વાભાવિક અને પ્રેરણાંદાયક સિદ્ધાંત બીજો કોઈ નથી કે-

“ઈશ્વર હંમેશાથી આપણું રક્ષણ અને પાલન કરતો આવ્યો છે અને કરતો રહેશે. અને આપણી ઈચ્છા-સ્વતંત્રતાનું માન રાખીને અને તેનો સ્વભાવ ન બદલીને, હંમેશા આપણા કલ્યાણ માટે કાર્ય કરે છે અને આપણને અવસર પણ આપે છે.”

વિશ્વસ્તરની લોકપ્રિય એવી “The Secret” નામની પુસ્તકે આ અદ્દભુત સિદ્ધાંતનું માત્ર થોડું જ જ્ઞાન આપીને અનેક જીવનો બદલ્યા છે. તો હવે આ સંપૂર્ણ સિદ્ધાંતના સામર્થ્યનો અને પ્રભાવનો અંદાજો આવી જાય છે. અહીં અગ્નિવીરમાં અમે આ સિદ્ધાંતને અમારી સમજ અનુસાર શ્રેષ્ઠ રીતે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

નોંધ: વધારે જાણકારી માટે સત્યાર્થ પ્રકાશના(Light of Truth) પ્રકરણ ૭,૮ અને ૯ નો અભ્યાસ જરૂરથી કરો. અ પુસ્તકની ભાષા ૧૨૫ વર્ષ જૂની હોવા છતાં આ પુસ્તકમાં બીજે ક્યાંય ન મળે એવા અમૂલ્ય સિદ્ધાંતોનું વર્ણન છે.

હિન્દી આવૃત્તિ:

Satyarth Prakash Chapter 7

Satyarth Prakash Chapter 8

Satyarth Praaksh Chapter 9

અંગ્રેજી આવૃત્તિ:

http://www.vjsingh.info/books.html

જે વ્યક્તિ ધ્યાનથી આ ત્રણ પ્રકરણમાં વર્ણવેલા સિદ્ધાંતને સમજીને આત્મસાત્ કરશે તેને પોતાના ઉધ્ધાર માટે અને પ્રેરણાં મેળવવા માટે બીજા કશાની જરૂર નહિ રહે. જીવનમાં આમુલ પરિવર્તન આણનાર આ જ અધ્ધ્યયન અગ્નિવીરના અંદોલનનો આધાર છે. આગળ વધો અને પોતાનામાં પરિવર્તન અનુભવો.

સત્યમેવ જયતે!

Original post in English is available at  Why did god create us

 

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer: We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleLearn Sanskrit Month 19
Next articleویدوں کا دین کیا ہے ؟
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.
 • વૈદિક દર્શન અનુસાર આત્મા (=જીવાત્મા=જીવ) તથા પરમાત્મા (ઈશ્વર=બ્રહ્મ=પરમેશ્વર વગેરે) બે ચેતન પદાર્થ અથવા દ્રવ્ય છે. બંને અનાદિ, અનુત્પન્ન, નિત્ય, અવિનાશી, અભૌતિક પદાર્થ છે. બંનેમાં સાધર્મ્ય છે અને વૈધર્મ્ય પણ છે અર્થાત્ અમુક ગુણો સમાન છે અને અમુક ગુણો અસમાન છે. આથી આ બંને પદાર્થો એકબીજાથી પૃથક્ છે. બંનેને અભિન્ન = સમાન = એક માનવા એ અવિદ્યા અથવા અજ્ઞાન છે. ‘મૂળ પ્રકૃતિ’ પણ અનાદિ, અનુત્પન્ન, નિત્ય, અવિનાશી, પરંતુ ભૌતિક પદાર્થ છે. ઈશ્વર આ મૂળ પ્રકૃતિમાંથી સમસ્ત જડ જગતની રચના કરે છે – આત્માના ક્લ્યાણ અર્થે. આ છે વૈદિક ત્રૈતવાદ, જેનું પ્રતિપાદન આધુનિક કાળમાં સ્વામી દયાનંદ સરસ્વતી (૧૮૨૫-૧૮૮૩) દ્વારા કરવામાં આવ્યું છે. ચાર વેદ, પ્રામાણિક ઉપનિષદો તથા દર્શન શાસ્ત્ર આદિ પુરાતન ગ્રંથોમાં ઈશ્વર-જીવ-પ્રકૃતિ રૂપી ત્રણ અનાદિ તત્ત્વોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વૈદિક ત્રૈતવાદને સ્પષ્ટ સમજવા માટે સ્વામી દયાનંદ કૃત “સત્યાર્થ પ્રકાશ” તથા “વેદાંતિધ્વાન્તનિવારણ” નામનાં પુસ્તકોનો અભ્યાસ અપેક્ષિત છે.

 • રોનક ભાઈ , તમે જે રજૂઆત કરી એ દ્વૈતવાદ સિદ્ધાંતની છે , મેં જે રજૂઆત કરી એ અદ્વૈતવાદ મુજબની છે . દ્વિતવાદ અને અદ્વૈતવાદ બંને સિદ્ધાંતો ઈશ્વર સુધી પહોંચવાના માર્ગ છે . આ બન્ને સિદ્ધાંતો ના સમન્વય થી એક નવો સિદ્ધાંત પ્રતિપાદિત કરાયેલો છે વિશિષ્ટ અદ્વૈતવાદ , જેમાં સાધક ત્યાં સુધી જ ઈશ્વર થી ભિન્ન રહે છે જ્યાં સુધી તેને સ્વ નું શુદ્ધ જ્ઞાન થતું નથી .પોતાની સાચી ઓળખ થયા બાદ એ સાધક એ અદ્વૈત રૂપ ની અનુભૂતિ કરી શકે છે . सोऽहं થી શરુ થયેલી સાધના ની અનુભૂતિ अहं ब्रह्मास्मि રૂપે થાય ત્યારે સાધક અને સાધ્ય એકરૂપ બને છે . હઠયોગ ની અત્યંત ગુપ્ત એવી માનસી વિદ્યાનો સારાંશ વિશિષ્ટ અદ્વૈતવાદ છે . આ વિદ્યા નું રૂપ ગુપ્ત હોવાથી અહી પ્રસ્તુત કરતો નથી . પણ એના સિદ્ધાંત મુજબ सोऽहं થી શરુ થયેલી સાધના ની અનુભૂતિ अहं ब्रह्मास्मि રૂપે થાય ત્યારે સાધક અને સાધ્ય એકરૂપ બને છે . અને સાધક માટે પ્રકૃતિ પોતાના તમામ રહસ્યો ખુલ્લા મૂકી દે છે .આ સાધના કર્મ નો ક્ષય કરનારી આ માનસી યોગક્રિયા ત્રણ થી સાત જન્મ સુધી ચાલે છે . અને કર્મો નો સંપૂર્ણ ક્ષય થયા બાદ પૂર્ણત્વ ની પ્રાપ્તિ થાય છે .

 • सोऽहं શબ્દ “હું એ જ છું (હું એ જ બ્રહ્મ છું) ” દર્શાવે છે . આ વેદ વાક્ય છે . અહમ ને દેહલક્ષ્યી બનાવવાને બદલે બ્રહ્મલક્ષ્યી બનાવવાની ક્રિયા એટલે સમાધિ . જીવ ને શિવ રૂપ બનાવવાની ક્રિયા એટલે જ સમાધિ . શિવ રૂપ બન્યા પછી બ્રહ્મ ના નિરાકાર રૂપ ની અનુભૂતિ સ્વયમ ના અહમ દ્વારા કરવી (પોતાને બ્રહ્મ રૂપ અનુભવ કરવો) એ નું નામ બ્રહ્મ-જ્ઞાન (ઈશિત્વ સિદ્ધિ).

  • પહેલાં આપણે એ ચોખવટ કરી લઈએ કે અહી “વૈદિક ઈશ્વરની” વાત થઇ રહી છે, જે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વધાર અને સર્વવ્યાપક છે. બીજી વાત એ કે આપણે ક્યારેય ઉપનિષદ, ગીતા,બ્રાહ્મણ ગ્રંથો કે પછી અન્ય પંથોની માન્યતાઓને અંતિમ પ્રમાણ માની ન ચાલતું જોઈએ. કારણ કે આ ગ્રંથો અને પંથની માન્યતાઓ ઈશ્વર્કૃત નથી. માત્ર વેદને જ અંતિમ પ્રમાણ માનવા કારણ કે માત્ર વેદ જ અપૌરુષેય(ઈશ્વર્કૃત) છે. આથી ઉપનિષદ વગેરે ગ્રંથોનો કે પછી અન્ય પંથોની માન્યતાઓનો સ્વીકાર ત્યાં સુધી જ કરવો કે જ્યાં સુધી તેઓ વેદ સાથે એકમત છે.

   હવે મૂળ વાત પર આવું:
   તમે લખ્યું કે, “તમે જે ઈશ્વર ની વાત કરી એને “બ્રહ્મ ” કહેવાય છે . બ્રહ્મ નું સાકાર રૂપ આત્મા (શિવ, શિવ એટલે પરિપૂર્ણ તત્વ ) છે.” હવે જો બ્રહ્મ એ જ વૈદિક ઈશ્વર હોય તો બ્રહ્મનું “સાકાર” સ્વરૂપ ન હોય શકે. અહીં “સાકાર” શબ્દ વાપરવો યોગ્ય નથી. કારણ કે બ્રહ્મ એટલે કે વૈદિક ઈશ્વર પોતે જ “નિરાકાર” છે. તો પછી તેનું સ્વરૂપ “સાકાર” કેવી રીતે હોય શકે? આ જ પ્રમાણે બ્રહ્મ નું “સાકાર” રૂપ આત્મા ન હોય શકે કારણ કે આત્મા પોતે જ “નિરાકાર” છે.

   બીજી વાત, આપણે બંને કે વાત સાથે સહમત છીએ કે સમાધિ અવસ્થામાં ઈશ્વરની અનુભૂતિ થાય છે. તમારા શબ્દોમાં “ઈશિત્વ સિદ્ધિ”. પણ કોઈપણ વસ્તુની અનુભૂતિ કરવા માટે બે તત્વનું હંમેશા હાજર હોવું અતિ આવશ્યક છે:
   (૧) જેની અનુભૂતિ કરવાની છે તે (ઈશ્વર)
   (૨) જે અનુભૂતિ કરી રહ્યું છે તે (યોગી,આત્મા વગેરે)
   પણ તમારા ઉદાહરણ અનુસાર જો સમાધી અવસ્થામાં(જે સમયે ઈશ્વરની અનુભૂતિ થઇ રહી છે) જો યોગી કે આત્માનું અસ્તિત્વ જ ન રહે તો પછી ઈશ્વરની અનુભૂતિ કરે કોણ? આ અનુભૂતિ કરવા માટે યોગીનું(આત્માનું) અલગ અસ્તિત્વ હોવું જરૂરી છે.
   મુક્તિની અવસ્થામાં પણ આત્માનું અલગ અસ્તિત્વ તો રહે જ છે. તે ક્યારેય બ્રહ્મ નથી બનતી અને આથી જ તે પરમ ઈશ્વરીય આનંદ(મોક્ષ) માંણી શકે છે.

   દેહલક્ષ્યી બનાવવાને બદલે બ્રહ્મલક્ષ્યી બનાવવાની તમારી વાત એકદમ સાચી છે. પણ અહી “બ્રહ્મલક્ષ્યી” બનવાની વાત છે અને નહિ કે “બ્રહ્મ બનવાની” વાત. એટલે કે ઈશ્વરને(તમારા શબ્દોમાં બ્રહ્મને) પામવાના લક્ષ્ય સાથે આગળ વધવાની વાત છે અને નહિ કે સ્વયમ ઈશ્વર(બ્રહ્મ) બનવાની.

   જીગ્નેશ ભાઈ, હું તમારી સાથે સહમત છે. આ તત્વ જ્ઞાન ક્યારેક પોતે સમજવું સહેલું થઇ જાય છે પણ બીજાને સમજાવવું અતિ અઘરુ! પણ આપણે બધાએ આ દિવ્ય જ્ઞાનને સમજતા અને બીજાને સમજાવતા રહીને, સત્યનો સ્વીકાર અને અસત્યનો ત્યાગ કરીને, આગળ વધતા રહેવું જોઈએ. આ જ શ્રેષ્ટત્તમ માર્ગ છે.

 • ધારી લો કે કોઈ યોગી સમાધિ ના ચરમ શિખરે પહોંચી ને પૂર્ણ જ્ઞાન પામી લે છે તો એ નો મતલબ એમ પણ કરી શકાય કે દરિયા નું ઊંડાણ માપવા મીઠા ની પુતળી ગયી અને સ્વયમ દરિયા માં ઓગળી ને દરીયામય બની ગયી .પછી એ પુતળી નું અલગ અસ્તિત્વ રેહતું નથી .એ સ્વયમ દરિયા રૂપ બની જાય છે . એ સિદ્ધિ નું નામ જ ઈશિત્વ સિદ્ધિ છે . એવા યોગી પુરુષ માટે દેહ હોય કે ના હોય એનો કઈ જ ફર્ક પડતો નથી .(દેહાતીત જ્ઞાન) . અને એના માટે વૈશ્વિક તંત્ર સ્વયમ થી અલગ હોતું નથી . અહમ ભાવ શૂન્ય થયી જાય છે . માટે જ એને ઈશ્વર કહી શકાય . જેમ ઓગળી ગયેલી મીઠાની પુતળી દરિયારૂપે હોય છે એમ . રોનક ભાઈ મને સમજાવતા બહુ નથી ફાવતું .

 • ઈશ્વર ના અસ્તિત્વ નો ઉત્તર “અઘોર પંથ ” સહજ રીતે આપે છે . (અઘોર શબ્દ નો અર્થ જ એ છે કે “જે ઘોર નથી ” એટલે કે બહુ સહજ છે ) અઘોર પંથ ભગવાન શિવ દ્વારા નિર્દેશિત સંપ્રદાય છે .
  બ્રહ્માંડીય સૃષ્ટી નું અસ્તિત્વ પાંચ તત્વ દ્વારા થયું છે . પૃથ્વી ,જળ ,અગ્નિ ,વાયુ ,આકાશ . પાંચ તત્વ સ્થાયી ભાવ ધરાવે છે . પણ કોઈ અકળ શક્તિ દ્વારા પંચ તત્વો સંયોજન પામી એકાકાર બને છે ત્યારે એને પીંડ કે અંડ કેહવામાં આવે છે . તેમેના સામંજસ્ય માં મન નો જન્મ થાય છે . મન દ્વારા એ પીંડ જીવંત બને છે . મન નો જન્મ થવો એ પ્રકૃતિ છે . (જેમ અમુક કેમિકલ માં અમુક કેમિકલ મેળવવાથી અમુક પ્રકાર ની સુગંધ,રંગ,અને નવા ગુણો વાળું કેમિકલ તૈયાર થાય એને કેમિકલ ની પ્રકૃતિ કેહવાય .) ટૂંક માં જેનું અસ્તિત્વ હોય એની પ્રકૃતિ પણ હોય . આ રીતે મન ના જન્મ બાદ એ પીંડ ચેતન બને છે . એ ચેતન પીંડ માં મન , ચિત નો ઉદભવ કરે છે . ચિત ઇન્દ્રિયો નું સંચાલન કરી શકે છે . ચિત પાછું બુદ્ધિ નો ઉદ્ભવ કરે છે . બુદ્ધિ દ્વારા જ્ઞાન નો જન્મ થાય છે . જ્ઞાન દ્વારા એ પીંડ પોતાની અનુભૂતિ કરી શકે છે એટલે કે અહં નો જન્મ થાય છે . આટલી પ્રોસેસ થાય ત્યારે એ પીંડ પુરુષ કેહવાય છે . અને પીંડ માં મન નો,મન થી ચિત નો, અને ચિત થી બુદ્ધિ નો, બુદ્ધિ દ્વારા અહં નો જન્મ થવા ની પ્રક્રિયા એ જ આત્મા છે .[ ચંદ્ર કે બીજા કોઈ ગ્રહ ઉપર જીવન એટલા માટે નથી કે ત્યાં પાણી નથી, ઉર્જા ની યોગ્ય માત્ર નથી ,(વાયુ) ઓક્ષિજન નથી .પૃથ્વી ઉપર પંચે તત્વો પ્રમાણસર માત્ર માં ઉપલબ્ધ છે માટે પૃથ્વી ઉપર જીવન છે . (ઇન શોર્ટ , પૃથ્વી પર જડ માંથી ચેતન નું નિર્માણ કરતા યોગ્ય સંયોગો છે)]
  આખું વિશ્વ આકાશ તત્વ માં સમાયેલું છે . જ્યાં કઈ નથી ત્યાં આકાશ છે , અને જ્યાં કશુક છે ત્યાં પણ આકાશ છે . એ આકાશની પોતાની પ્રકૃતિ છે . એટલે આખું વિશ્વ કે આખી સૃષ્ટી ના તમામ જડ અને ચેતન પદાર્થો એકબીજા સાથે આકાશ તત્વ દ્વારા જોડાયેલા છે .માટે આખું વિશ્વ એક પ્રણાલી (યંત્ર) છે . પ્રકૃતિ થી ગુણ અને ગુણ થી પ્રકૃતિ નો જન્મ સદાય થતો રહે છે . અર્થાત જયારે કોઈ પદાર્થ નું રૂપ બદલાય ત્યારે એની પ્રકૃતિ બદલાય છે . આ સમગ્ર પ્રક્રિયા માં જે બ્રહ્માંડીય નિયમો અને વ્યવસ્થાપન જોડાયેલું છે એ વ્યવસ્થાપન જ ઈશ્વર છે . ઈશ્વર એ કોઈ વ્યક્તિ નથી પણ નિરંતર ચાલતી પ્રક્રિયા નું વ્યવસ્થાપન છે . એટલા માટે જ અઘોર સંપ્રદાય ના સાધુઓ એ વ્યવસ્થાપન ને જાણવા અવનવા યોગો ,પ્રયોગો કરતા રહે છે यत पिंडे तत ब्रह्मांडे । . પોતાના અસ્તિત્વ થી સમગ્ર વિશ્વ ને જાણવાની ક્રિયા એ યોગ છે . એ યોગીઓ આ રીતે ઈશ્વર નું અસ્તિત્વ સ્વીકારે છે . માટે જ તેવો ઈશ્વર (એ બ્રહ્માંડીય વ્યવસ્થા) ને સર્વવ્યાપી ગણે છે . કોઈ પ્રાણી ના મળ માં પણ જીવન નું ચક હોય છે , તો સુંદર દેખાતા પુષ્પો માં પણ જીવન નું ચક્ર હોય છે આમ એમના માટે બ્રહ્માંડીય વ્યવસ્થા(ઈશ્વર ) ને સમજવા માટે બંને વસ્તુઓ માં કઈ ભેદ નથી . એક અઘોર સાધક માટે મળ અને પુષ્પ બંને માં ચાલતું જીવન ચક્ર એક સમાન છે . યોગ દ્વારા જયારે પુરુષ એ વ્યવસ્થાપન ને અનુભવી શકે છે ત્યારે એને યોગીઓની ભાષા મુજબ ઈશિત્વ સિદ્ધિ કેહવાય છે . ઈશિત્વ સિદ્ધિ દ્વારા મનુષ્ય સ્વયમ એ વ્યવસ્થાપન નું અંગ બને છે અને એ વ્યક્તિ ઈશ્વર કેહવાય છે ,એ વ્યક્તિ માટે કશું જ અશકય હોતું નથી . આવી ઈશિત્વ સિદ્ધિ ધરાવનાર યોગી પુરુષ ભગવાન શિવ હતા , એટલે એમને ઈશ્વર કહી શકીએ છીએ .
  હું કઈ એટલો વિદ્વાન વ્યક્તિ તો નથી કે ઈશ્વર ના અતીત્વ ને સમજાવી શકું .પણ મારા ચિંતન મુજબ આવું હોઈ શકે .

  • જીગ્નેશ ભાઈ,
   પૃથ્વી ,જળ ,અગ્નિ ,વાયુ ,આકાશ આ પાંચ તત્વો જડ છે. મન અને બુદ્ધિ પણ જડ છે. માત્ર આત્મા અને ઈશ્વર જ ચેતન છે.

   યોગ દ્વારા જયારે પુરુષ ઈશિત્વ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તે યોગનું અંતિમ ચરણ “સમાધી” કહેવાય છે. આ ચરણમાં મનુષ્યને ઈશ્વરની અનુભૂતિ થાય છે. પણ એનો અર્થ એવો નથી કે આમ થવાથી મનુષ્ય ઈશ્વર કહેવાય છે અને તેના માટે કશું જ અશક્ય રહેતું નથી.

   ઉલટાનું, કોઈ વ્યક્તિ(આત્મા) ક્યારેય ઈશ્વર(પરમાત્મા) ન બની શકે કારણ કે:
   ૧. વેદ કહે છે કે વ્યક્તિ(જીવ આત્મા) અલ્પજ્ઞા છે. માટે આપણે કદી પણ ઈશ્વરની જેમ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વધાર કે પછી સર્વવ્યાપક ન બની શકીએ.
   ૨. જો કોઈ વ્યક્તિ ઈશ્વર બને તો એક કરતા વધારે ઈશ્વર થઇ જાય. હવે વેદ સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વર એક અને માત્ર એક જ છે.
   ૩. ઈશ્વર, પ્રકૃતિ અને આતમા(આપણે) અનંતકાળથી અસ્તિવમાં છે. આથી જો આપણે ઈશ્વર બની શકતા હોયએ તો ક્યારનાય બની ગયા હોત.
   ૪. જો આપણે બધા જ ઈશ્વર બની જઈએ તો શ્રુષ્ટિચક્ર જ અટકી જાય.

   આપણે વધુમાં વધુ મુક્તિ મેળવી સર્વોત્તમ આનંદને પ્રાપ્ત કરી શકીએ. આ જ આપણા જીવનનો ઉદ્દેશ છે.

   આ તત્વ જ્ઞાનના સિદ્ધાંતને વધુ ઊંડાણમાં સમજવા માટે નીચેના લેખો ક્રમબદ્ધ વાંચો:
   વૈદિક ઈશ્વર
   ચાલો વૈદિક પ્રાર્થના શીખીએ – ખરો હિન્દુધર્મ
   વેદ અને હિન્દુધર્મનો ઈશ્વર
   હિન્દુધર્મમાં શ્રુષ્ટિ સર્જનનો હેતુ
   મુક્તિનો વૈદિક સિદ્ધાંત

   ધન્યવાદ
   રોનક

   • રોનક ભાઈ તમારી વાત સાચી છે . પણ ઈશ્વર ની વ્યાખ્યા ઉપનિષદ મુજબ જીવ અને શિવ બંને બ્રહ્મ ના સાકાર રૂપ છે . જીવ સમાધિ દ્વારા શિવ રૂપ બની શકે છે એજ રીતે શિવ માયા અને અજ્ઞાન દ્વારા જીવ બને છે . તમે જે ઈશ્વર ની વાત કરી એને “બ્રહ્મ ” કહેવાય છે . બ્રહ્મ નું સાકાર રૂપ આત્મા (શિવ, શિવ એટલે પરિપૂર્ણ તત્વ ) છે . અને મેં જે રજૂઆત કરી એ અઘોર પંથ ના સિદ્ધાંત મુજબ કરી છે . અઘોર સંપ્રદાય વૈદિક સંપ્રદાય કરતા ભિન્ન છે . એના સિદ્ધાંતો પણ ઘણા ભિન્ન છે .

 • It is a good article.

  We can see progress in this article from believing in God as the Creator of the Souls to one who is just directing the Universe. Seems if this article evolves further, we can see it agreeing with the Jain theory of the Universe.

  Jain theory says that Nature has been and will be. Souls have been and will be.
  The only difference is that instead of Iswar or God – the Jains have identified Karmraj as the reason behind the cycle of birth and death.

  So according to the Jains there is a Soul, there is Nature and there is Karma.

  Again, I do not mean to say that the Jain theory that I have understood gives a perfect explanation. I just mean to say that your article evolves to agree or come very close to the Jain theory of existence.

  Whereas, Buddha has professed ignorance and doubt as regarding a Creator, and hence Buddhism is a agnostic religion, the Jains have been atheists – that is not believing in a Creator God. To that extent, your article somewhat comes close to that of the Jain view.

  Jainism, the most eco friendly religion, is the need of the hour to fight blatant and unbridled consumerism and violence.

  • Having said the above, I do find many similarities between the Vedic way of life and the Jain way of life.

   Finally and ultimatley, it is the Indian way of life.

   Agniveer site is doing a good job in connecting the Hindu mind with the Indian culture. India is our home and the thousands of years of Hindu/Jain/Buddhist/Sikh wisdom has gone into making this culture a rich one.