UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

આ ક્ષણની શક્તિ

This entry is part [part not set] of 12 in the series આનંદમય જીવનનું વિજ્ઞાન

આત્મસહાય પર લખાયેલી એકપણ પુસ્તક વેદની બરોબરી ન કરી શકે. વેદનો આ મંત્ર બહું મોટો પ્રેરણાત્મક ઉપદેશ આપે છે. આ મંત્ર જીવનને ઉન્નત અને સફળ બનાવવા માટે આપણને જે સાધન-સંસાધનો અને પ્રેરણાની જરૂર રહે છે તે સાધન-સંસાધનો અને પ્રેરણા આપણે આ જ ક્ષણે કેવી રીતે મેળવી શકીએ તેની પ્રક્રિયા સમજાવે છે.

મંત્રનો અર્થ

હે સમગ્ર જીવોના ઐશ્વર્રીય અને તેજસ્વી દાતા!

તે જેવી બુદ્ધિ અમારા યશશ્વી પૂર્વજોને, વિદ્વાનો, મહાપુરુષો અને યુગપુરુષોને પ્રદાન કરી હતી તેવી જ બુદ્ધિ અમોને પણ પ્રદાન કર.

તું અમોને એવી બુદ્ધિ આપ કે જે બુદ્ધિના પ્રયોગથી ઇતિહાસના ધુરંધરોએ જગતને ચકિત કરી દે તેવા અદભૂત પરાક્રમો કર્યા હતા.

તું અમોને એવી બુદ્ધિ આપ કે જે બુદ્ધિના પ્રયોગથી ઉન્નત જીવાત્માઓએ મહાન કર્મો કરી સમાજમાં ઉચ્ચ આદર્શ સ્થાપિત કર્યા હતા.

તું અમોને એવી બુદ્ધિ આપ કે જે બુદ્ધિથી મહાપુરુષોએ પોતાના મન, વચન અને કર્મોથી તારી ઉપાસના કરી હતી.

તું અમોને એવી બુદ્ધિ જે બુદ્ધિ તે મહાન યોગીઓ, શ્રેષ્ઠ વિદ્વાનો અને સર્વોચ્ચ સફળતા મેળવનાર મહાનુભાવોને આપી હતી.

તું અમોને આવી બુદ્ધિ “આ જ ક્ષણે” પ્રદાન કર!

મંત્રની વ્યાખ્યા

વેદોમાં એવા કોઈ ઈશ્વરની કલ્પના નથી કે જે આપણી પ્રાર્થનાઓને અનૂકુળ થવા માટે તેના નિત્ય કર્મની દિશા અને તેના અપરિવર્તનશીલ નિયમો બદલે. તો પછી પછી પ્રશ્ન થાય કે આવી પ્રર્થાના કરવાનો શો અર્થ કે જેને ઈશ્વર ક્યારેય સાંભળવાનો નથી?

પણ સત્ય તો એ કે જે સફળ ન થનારી એકપણ પ્રાર્થનાનો ઉલ્લેખ વેદમાં નથી. વૈદિક પ્રાર્થના કરવાની આખી પ્રક્રિયા પહેલેથી જ આપણાં અંત:કારણનો ભાગ છે. વૈદિક માળખામાં રહીને આપણને જે કઈપણ પામવાની ઈચ્છા છે તે મેળવવા માટે જરૂરી સાધન-સંસાધનો ઈશ્વરે પહેલેથી જ આપણને આપેલા છે. વેદો આપણને આ સાધન-સંસાધનો યોગ્ય દિશામાં ઉપયોગ કરીને આપણી પ્રાર્થનાને વાસ્તવિકતામાં બદલવાની રીત શીખવાડે છે. ઈશ્વર કર્મફળ સિદ્ધાંતના અપરિવર્તનશીલ નિયમો દ્વારા આપણાં કર્મોનું યથાયોગ્ય ફળ આપે છે. આમ કરવામાં ઈશ્વર આપણને કોઈ અન્યાન નથી કરતો.

આમ વેદાનુકુળ એકપણ પ્રાર્થના વ્યર્થ નથી. ઈચ્છાઓની પૂર્તિ માટે ઈશ્વર પાસે ભીખ મંગાવી, અથવા તો ભવિષ્ય ભાખી નાંખવા જેવી નિરર્થક પ્રાર્થનાઓને વેદમાં કોઈ સ્થાન નથી. આનાથી વિપરીત, વેદોમાંની દરેક પ્રાર્થના એ બીજું કઈ નહીં પણ મનુષ્યથી તેના જીવનકાળ દરમિયાન સાધ્ય થઇ શકે તેવું સર્વોચ્ચ લક્ષ્ય છે. આ લક્ષ્યની પુરતી માટે આપણે વેદના માર્ગદર્શન અનુસાર સખત પુરુષાર્થ કરવાની જરૂર હોય છે.

યોગ્ય મનોસ્થિતિ – લક્ષ્ય સિદ્ધિ માટેની પ્રાથમિક અને અનિવાર્ય જરૂરીયાત

જીવનમાં કોઈપણ લક્ષ્યને સિદ્ધ કરવા માટેની પુર્વપેક્ષા “શુદ્ધ બુદ્ધિ અને યોગ્ય મનોસ્થિતિ” છે. જો શુદ્ધ બુદ્ધિ અને યોગ્ય મનોસ્થિતિ હોય તો બાકીનું આપોઆપ સહજ અને તાર્કિક રીતે બંધ બેસવા લાગે છે. શુદ્ધ બુદ્ધિ અને યોગ્ય મનોસ્થિતિ કેળવવી ઘણું અધરું કામ છે. પણ એ વાત યાદ રહે કે “મનોસ્થિતિ બદલ્યા વગર પરિસ્થિતિ બદલાતી નથી.”

મનોસ્થિતિ બદલ્યા વગર પરિસ્થિતિ બદલાતી નથી એ વાતને સમજવા માટે આપણને વેદ કે બીજો કોઈ મહાન ગ્રંથની જરૂર નથી. આપણે માત્ર આ જગતનું અવલોકન કરવાની જરૂર છે. આ જગતમાં અત્યાર સુધી મનુષ્યે જે કાઈ ભૌતિક વસ્તુઓનું સર્જન કર્યું છે – સારી કે ખરાબ, અદ્દભુત કે સામાન્ય – તે સૌ પ્રથમ મનુષ્યના મનમાં આવેલો અભૌતિક વિચાર જ હતો. મનુષ્યે તેની શુદ્ધ બુદ્ધિના યોગ્ય પ્રયોગથી આ અભૌતિક વિચારોનું ઉપકરણો, યંત્રો, વાહનો, રોકેટ, કમ્પ્યુટર, અંતરીક્ષયાનો, નીતિશાસ્ત્રો, પુસ્તકો, કલાકૃતિઓ જેવી અનેક ભૌતિક વસ્તુઓમાં પરિવર્તન કર્યું. આ બધી જ વસ્તુઓ જે પહેલાં અદ્રશ્ય હતી તે હવે વાસ્તવિકતા બની છે.

બીજા શબ્દોમાં કહીએ તો, શુદ્ધ બુદ્ધિ અને મનોસ્થિતિને આપણું લક્ષ્ય સિદ્ધ કરવા માટેનો કાચો માલસમાન કહી શકાય.

શુદ્ધ બુદ્ધિની પ્રાપ્તિ

હવે પ્રશ્ન એ થાય કે મને આ શુદ્ધ બુદ્ધિ કેટલી ઝડપથી મળી શકે કે જેથી હું મારા લક્ષ્ય પ્રાપ્તિની દિશામાં આગળ વધી શકું?

યજુર્વેદનો આ મંત્ર આ પ્રશ્નનો જવાબ આપે છે. આ મંત્ર સ્પષ્ટપણે કહે છે કે ભૂતકાળના ભલેને તમે સત્કર્મી હોય કે પાપી, અજ્ઞાની કે જ્ઞાની, સક્ષમ હોય કે અસક્ષમ, સફળ હોય કે નિષ્ફળ, માલિક હોય કે દાસ, પણ તમે આ શુદ્ધ બુદ્ધિ “આ જ ક્ષણે” પ્રાપ્ત કરી શકો છો!

“વેદોનું જ્ઞાન આપણી અંદર જ છે” તેમ કહી યજુર્વેદના શિવસંકલ્પ સૂક્તનો એક મંત્ર આ સત્યને વધારે વિસ્તારમાં સમજાવે છે.

આપણે જે ક્ષણથી શુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા કરીએ છીએ, તે જ ક્ષણે આપણને શિદ્ધ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. આમ થવામાં એક ક્ષણની પર વાર નથી લાગતી. “જેટલી તીવ્ર આપણી ઈચ્છા એટલી જ તીવ્ર બુદ્ધિની પ્રાપ્તિ.”

પારિભાષિક શબ્દોમાં કહીએ તો, જો પરિપૂર્ણતા મેળવવા માટે આપણે તીવ્ર ઈચ્છાશક્તિ પેદા કરી શકીએ તો આપણને તે “આ જ ક્ષણે” મળી શકે છે! બીજા શબ્દોમાં કહીએ તો, તીવ્ર ઈચ્છાશક્તિથી આપણે આપણું ભાગ્ય “આ જ ક્ષણે” બદલી શકીએ છીએ.

યજુર્વેદ કહે છે:

જે ક્ષણે તમે દ્રઢ સંકલ્પ કરો છો, “તે જ ક્ષણે” તમને તમારું લક્ષ્ય, સ્વપ્ન કે પ્રાર્થના સાકાર કરવા માટે જરૂરી એવા બધાં જ સાધન-સંસાધનો ઈશ્વર તમને પુરા પાડે છે. જયારે તમે આ સાધન-સંસાધનો (શુદ્ધ બુદ્ધિ અને યોગ્ય મનોસ્થિતિ) ઉપયોગ કરવાનું શરુ કરો છો ત્યારે તમે સકારાત્મક પરિણામો જોઈ શકો છો. સકારાત્મક પરિણામોથી તમારો આત્મવિશ્વાસ વધુ દ્રઢ અને ઈચ્છાશક્તિ વધુ તીવ્ર બને છે. આ પ્રક્રિયાથી તમારી મનોસ્થિતિમાં પણ સકારાત્મક પરિવર્તન આવે છે. આત્મવિશ્વાસ, ઈચ્છાશક્તિ અને મનોસ્થિતિમાંનો સકારાત્મક બદલાવ તમને વધુ સારા પરિણામો આપે છે. ન્યુક્લિયર ચેન રીએક્શનની જેમ આ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન જીવનમાં સકારાત્મક લુપ તૈયાર કરે છે.

આથી જો શરૂઆતમાં તમે થોડો આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિને વળગી રહો તો માની લેવું કે તમે એક મહાન લક્ષ્યને સાકાર કરી લીધું છે.

દરેક યુગપુરુષોએ જાણતા કે અજાણતા યજુર્વેદના આ મંત્રને આત્મસાત્ કરી જીવનમાં અકલ્પનીય સફળતા પ્રાપ્ત કરી છે. બીજી મહત્વની વાત એ છે કે આ સિદ્ધાંત સાર્વભૌમિક અને સાર્વકાલિક છે. તે દરેક સમયે અને દરેક સ્થાને લાગુ પડે છે.

“સ્વાહા” નો અર્થ

દરેક વેદ મંત્ર અને મંત્રના અંતમાં ઉચ્ચારણ કરતો “સ્વાહા” શબ્દ વૈદિક મંત્રોને વ્યવહારિક પ્રયોગમાં લાવવા માટેનું માર્ગદર્શન આપે છે.

વેદો મનુષ્યને તુચ્છ લક્ષ્યોની નહીં, પણ જે સર્વોત્તમ સાધ્ય લક્ષ્ય છે તેને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. આથી આ મંત્ર મનુષ્યને એવી શ્રેષ્ઠ બુદ્ધિ પ્રાપ્ત કરવાની આજ્ઞા કરે છે કે જે બુદ્ધિ પ્રાપ્ત થયા પછી મનુષ્ય તેની તુચ્છ ઇચ્છાઓ, આકાંક્ષાઓ, અને નિરર્થક લક્ષ્યોને સર્વોત્તમ લક્ષ્યની પ્રાપ્તિ માટે “સ્વાહા” કરી દે.

આમ, આ મંત્ર એવી શ્રેષ્ઠ બુદ્ધિ પ્રાપ્ત કરવાની આજ્ઞા કરે છે કે જે બુદ્ધિ પ્રાપ્ત થયા બાદ આપણને જે શ્રેષ્ઠત્તમ અને સર્વોત્તમ સાધ્ય લક્ષ્ય છે તેને જ પ્રાપ્ત કરવાની આકાંક્ષા રહે. સર્વોત્તમ સાધ્ય લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી બીજા નીન્મ લક્ષ્યોની પ્રાપ્તિ આપમેળે જ થતી જણાશે. આ નજીવા લક્ષ્યોની પ્રાપ્તિ શ્રેષ્ઠત્તમ અને સર્વોત્તમ સાધ્ય લક્ષ્ય મેળવવા માટેનો રસ્તો તૈયાર કરશે. પણ પ્રાર્થના કરનારની આંખો તો માત્ર તેના અંતિમ, સૌથી મોટા, સૌથી વધુ મહત્વાકાંક્ષી, સૌથી વધુ ઉત્તેજિત કરનાર, સૌથી વધુ આનંદ આપનાર અને સૌથી શ્રેષ્ઠ લક્ષ્ય – યોગી બનવું – પર જ હોય છે.

યજુર્વેદની આ પ્રાર્થનામાં પરમાત્મા નિશ્ચિત કરે છે કે:

અંતે તો હું તને “આ જ ક્ષણે” યોગી બનવાની પ્રેરણા આપું છું. યોગી બનવા તને યોગ્યતા પ્રાપ્ત કરું છું અને યોગની ગૌરવશાળી વિદ્યાલયમાં તમે પ્રવેશ આપું છું.

સારાંશ

તો ચાલો પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા આ જ ક્ષણે યોગી બનાવાનો સંકલ્પ કરીએ કે

  • જેને ન ભ્રમ હોય, કે ન દુઃખ
  • જેને ન તણાવ હોય, કે ન હતાશા
  • જેને ન શંકા હોય, કે ન અવિશ્વાસ
  • જેને ન ભય હોય, કે ન દોષભાવ
  • જેને ન સીમા હોય, કે ન બંધન
  • જેને માત્ર સંપૂર્ણ અને પરમ આનંદ હોય
  • જેને બાહ્ય જગતમાં અને અંતઃકરણમાં શાંતિ હોય
  • જેને સત્ય સાથે ગાઢ અને દ્રઢ પ્રેમ હોય
  • જેને પોતાની ઇન્દ્રિયો અને મન પર સંપૂર્ણ સંયમ હોય
  • જેણે યમ અને નિયમની આજ્ઞાઓને આત્મસત્ કરી હોય
  • જેનો ઉદ્દેશ્ય માત્ર ઈશ્વરને પામવાનો હોય

હું આવો યોગી આ જ ક્ષણે બનું!

To purchase the book kindly visit: [mybooktable book=”the-science-of-blissful-living_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]

Series Navigation

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories