[adinserter block="6"]

જ્ઞાન બહુ-પરિમાણીય છે. જ્ઞાનના વિસ્તાર અને ઊંડાણની કોઈ સીમા નથી. દરેક મનુષ્ય દરેક ક્ષણે કાઈ કે કાઈ શીખતો જ હોય છે. આતંવાદીઓ, ચોર, ડાકુઓ, લુટારાઓ અને બળાત્કારીઓ પણ કાઈ ને કાઈ શીખતા જ રહે છે. જ્યાં સુધી આપણી જ્ઞાન અને કર્મ ઇન્દ્રિયો સક્રિય છે અને મસ્તિષ્ક ક્રિયાશીલ છે ત્યાં સુધી જ્ઞાન ગ્રહણ કરવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થતી દરેકે દરેક માહિતી એક નવું જ્ઞાન છે. જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવું અને સતત નવી વસ્તુઓ શીખતા રહેવું એ જીવનનો સહજ ભાગ છે. તો શું એનો અર્થ એ થાય કે આનંદનું સ્તર વધારવા માટે આપણે જે મળે તે બહું જ શીખી લેવું જોઈએ અને દરેકે દરેક વિષય વસ્તુઓનો અભ્યાસ કરતા રહેવું જોઈએ?

સાચા જ્ઞાનની પસંદગી

આ પ્રશ્નો જવાબ છે હા અને ના. જો મનમાં નવી વસ્તુઓ શીખવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા હોય તો જ્ઞાન ગમે તેવું હોય, તેને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા હંમેશા આનંદ જ આપે છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની મહત્વાકાંક્ષા જેટલી વધુ અને પ્રબળ, તેટલો જ વધુ આનંદ. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણાં જીવનનો મૂળ ઉદ્દેશ્ય તો પરમ આનંદને પ્રાપ્ત કરવાનો છે. એટલે કે મોક્ષ મેળવવાનો છે. આથી જો મેળવેલું જ્ઞાન આપણને પરમ આનંદ તરફ ન લઈ જતું હોય તો આપણે આપણો અમુલ્ય સમય વેડફી રહ્યાં છીએ તેમ માનવું. જીવનમાં કોઈપણ પ્રકારની વ્યર્થતા કે સમયની બરબાદી અંતે તો દુ:ખને જ નોતરે છે. સરળ ભાષામાં કહીએ તો બધાં જ પ્રકારનું જ્ઞાન અને જ્ઞાન મેળવવાની બધી જ પ્રક્રિયાઓ આપણને પરમ આનંદ તરફ લઇ જતી નથી.

આ ઓગણીસમી સદીમાં રમાતી “પ્રિન્સ ઓફ પેર્સિયા”ની રમત જેવું છે. જેમાં રાજકુમાર ભૂલભુલૈયામાં ફસાયેલો હોય છે અને તેણે માત્ર ૩૦ જ મીનીટમાં ભૂલભુલૈયાના અલગ-અલગ સ્તરોમાંથી બહાર આવી રાજકુમારીનું અપહરણ કરી ગયેલા વઝીરને હરાવવાનો છે. જોવા જઈએ તો આ રમતમાં રાજકુમારને બધાં જ સિપાઈઓ સાથે લડાઈ કરીને તેમને હરાવવામાં મઝા આવી શકે છે. કુદકા મારવામાં, દીવાલો તોડવામાં, અને આમ તેમ કારણ વગર ભટકવામાં મજા આવી શકે છે. પણ રાજકુમાર પાસે સમય માર્યાદિત છે. આથી અહીં રાજકુમારે પોતાની બુદ્ધિનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને, ઓછામાં ઓછો સમય ખર્ચ કરીને, કુશળતાપૂર્વક માત્ર એવા જ સિપાઈઓને હરાવવાના હોય અને એવો જ રસ્તો પકડવો હોય કે જે રાજકુમારીને ૩૦ મીનીટની અંદર છોડાવી શકે. આ રમત અને આપણે જે વાસ્તવિક જીવનરૂપી રમત રમી રહ્યાં છીએ તેમાં ઘણી સમાનતા છે. જીવનમાં આપણી પાસે પણ માર્યાદિત સમય છે. આથી આપણે પણ એવો રસ્તો પસંદ કરવો જોઈએ, એવું જ્ઞાન મેળવવું જોઈએ અને એવા કર્મો કરવા જોઈએ કે જે ઝડપથી આપણને જીવન લક્ષ્ય – પરમ આનંદ એટલે કે મોક્ષ – તરફ લઇ જાય. બીજા શબ્દોમાં કહીએ તો, રમત હોય કે જીવન, લક્ષ્ય અને સમયને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાના હોય.

જીવનની આ રમત કેવી રીતે રમવી અને અને કેવી રીતે જીતવી એનું પૂરું માર્ગદર્શન વેદ આપે છે. જેમ જેમ આપણે મૂળભૂત સિદ્ધાંતોની વધારેને વધારે સમજ કેળવતા જઈશું તેમ તેમ આપણાં જીવનની દિશા વધુ સ્પષ્ટ બનશે. સંક્ષેપમાં કહી શકાય કે – આપણને બધાંને આ મૂળભૂત સિદ્ધાંતો અને પ્રશ્નોના જવાબ જાણવા માટેનું ખાસ પ્રકારનું કુતુહલ છે. વિજ્ઞાન, ધર્મ, તત્વજ્ઞાન કે ફિલસૂફીઓ – આ બધાં જ આ મૂળ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. પણ આમાંથી કોઈ આ પ્રશ્નોનો યોગ્ય અને સંતોષકારક જવાબો આપી શકતા નથી. વેદો આ મૂળ પ્રશ્નોના જવાબ શોધવા માટેનું તાર્કિક અને વૈજ્ઞાનિક માળખું તૈયાર કરી આપણાં અભ્યાસ, અધ્યયન અને શોધ માટેનો રસ્તો ખુલ્લો કરે છે.

મૂળ પ્રશ્નો અને જીવનનો ઉદ્દેશ્ય

વૈદિક સાર સ્પષ્ટ છે – મૂળભૂત પ્રશ્નોના જવાબ શોધવા એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. અને જે ક્ષણે આ જવાબોની અનુભૂતી થવા માંડે તે ક્ષણેથી પરમ આનંદની પણ અનુભૂતિ થવા માંડે છે.

મૂળ પ્રશ્ન એક જ છે.

બાકીના પ્રશ્નો તો આ મૂળ પ્રશ્નના અલગ-અલગ આયામ જ છે. આ પ્રશ્નોના જવાબ મેળવવાની પ્રક્રિયા જ આપણાં જ્ઞાન પ્રાપ્તિની દિશા નક્કી કરે છે. જે કાંઈ જ્ઞાન કે કર્મો આપણને આ પ્રશ્નોના જવાબ શોધવામાં મદદરૂપ બની રહે છે તે બધું આપણને પરમ આનંદ (લક્ષ્ય) તરફ લઇ જાય છે. બાકીનું બધું અમૂલ્ય સમયની બરબાદી છે અને અંતે તો દુઃખને જ નોતરે છે.

મૂળ પ્રશ્ન છે:

હું કોણ છું?

આ મૂળ પ્રશ્નને સંલગ્ન બીજા પ્રશ્નો છે:

હું ક્યાંથી આવ્યો છું?

હું ક્યા જવાનો છું?

મારા જીવનનો ઉદ્દેશ્ય શો છે?

આ મૂળભૂત પ્રશ્નોના જવાબ મળ્યાં બાદ અને તેની અનુભૂતિ થયા પછી જ નિત્ય આનંદની અનુભૂતિ થશે!

To purchase the book kindly visit:

આનંદમય જીવનનું વિજ્ઞાન

આનંદમય જીવનનું વિજ્ઞાન

વેદ અનુસાર નિત્ય આનંદ અને અસીમિત સફળતા પ્રાપ્તિની સહજ જીવન પ્રક્રિયા સમજાવતી પુસ્તક.

Order Now!
About the Book
પુસ્તક પરિચય
 

શું તમે ઉદ્દેશ્યહીન જીવનથી હતાશ થઇ ચૂક્યાં છો?

શું તમે જીવનને સાર્થક બનાવવા માંગો છો?

શું તમે તમારી અસુરવૃત્તિઓ અને ખરાબ આદતોને છોડવા માંગો છો?

શું તમે આત્માના અવાજને સંભાળવા માટે સક્ષમ થવા માંગો છો?

શું તમે જીવનમાં અકલ્પનીય આનંદ અને સફળતા પ્રાપ્ત કરવા માંગો છો?

જો આ પ્રશ્નોના જવાબ હા હોય તો આ પુસ્તક તમારા માટે છે. આ પુસ્તક તમારો સાચો પથપ્રદર્શન પુરવાર થશે. જ્યારે આ પુસ્તકમાં સમાવિષ્ટ જ્ઞાન અનુસારના કર્મો તમે ઉત્સાહપૂર્વક કરવા લાગશો ત્યારે તમારું જીવન ઉદ્દેશ્યપૂર્ણ, સાર્થક અને આનંદિત બની જશે.

“આનંદમય જીવનનું વિજ્ઞાન” જીવન અને આ ગતિશીલ જગત વિશેના મૂળભૂત પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી આ જગતમાં આપણી શી ભૂમિકા હોવી જોઈએ તે સમજાવે છે.

આ પુસ્તકને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.

“સત્ય અને આનંદ એક જ સિક્કાની બે બાજુ છે” તેમ કહી પુસ્તકનો પહેલો ભાગ જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનવૃદ્ધિની પૂરી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તેની સમજ આપે છે.

પુસ્તકનો બીજો ભાગ આપણાં જીવનને સાર્થક કરવા માટે આ જ્ઞાનને આત્મસાત્ કરી તેનું વ્યવહારિક જીવનમાં કેવી રીતે અમલીકરણ કરવું તે શીખવાડે છે. આ ભાગમાં આત્માના અવાજની અવગના કરી, જગતની ભૌતિક વસ્તુઓ પાછળ આંધળી દોટ મુકવાથી આપણે કેવા માઠા પરિણામો ભગાવવા પડે છે તેની પણ ચર્ચા કરવમાં આવી છે.

જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાન વૃદ્ધિ અને તે અનુસારના શ્રેષ્ઠત્તમ કરવા માટે આપણને જે સાધાન સંસાધનોની એટલે કે ઉર્જા, બુદ્ધિ, મનોવૃત્તિ, આત્મબળ અને મનોબળની જરૂર પડે છે, તે સાધાન સંસાધનો આપણને આ જ ક્ષણે કેવી રીતે પ્રાપ્ત થાય તેની પ્રક્રિયા પુસ્તકના ત્રીજા ભાગમાં સમજાવવામાં આવી છે.

પુસ્તકમાં આપેલા જ્ઞાનને આત્મસાત્ કરવાથી તમારી મનોવૃત્તિ અને વિચારધારામાં સકારાત્મક બદલાવ આવશે.  અને તમે ગમે તેવી પરિસ્થિતિમાં હશો, પણ આ જ ક્ષણે તમને આનંદ, સંતોષ અને ઉદ્દેશ્યપુર્ણતાની અનુભૂતિ થશે.

તો ચાલો, નિત્ય આનંદ અને અસીમિત સફળતા પ્રાપ્તિની સહજ જીવન પ્રક્રિયા શીખીએ!

PLEASE READ this Disclaimer for all Agniveer books

Details
Author:
Series: Vedic Self-Help
Genre: Gujarati
ASIN: B07SL254NM
Preview
[adinserter block="13"]
Previous articleमाँ
Next articleవేదములలో వర్ణించబడిన ‘ముక్తి’
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.