UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

ઓમ્ – માનવતાની અમુલ્ય ભેટ

This entry is part 10 of 12 in the series આનંદમય જીવનનું વિજ્ઞાન

માનવતાના શબ્દકોશમાં સૌથી પવિત્ર અને મહાન શબ્દ જો કોઈ હોય તો તે છે ‘ઓમ્ (ॐ.)’ માનવતાની સૌથી અમુલ્ય ભેટ પણ ‘ઓમ્’ છે. આ પ્રકરણમાં આપણે ‘ઓમ્’ જપથી જીવનને પરિવર્તન કરનારા શારીરિક, માનસિક અને અધ્યાત્મિક લાભ વિષે ચર્ચ કરીશું. પણ એ પહેલાં આપણે ‘ઓમ્’ નો શો અર્થ થાય છે તે સમજી લઈએ.

‘ઓમ્’ ધર્મ સંપ્રદાયોથી પરે છે

‘ઓમ્’ શબ્દમાં હિન્દુ, મુસ્લિમ કે ઈસાઈ જેવી કોઈ વાત નથી. ‘ઓમ્’ સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ છે. તે કોઈ ખાસ ધર્મ સંપ્રદાયની ઉપજ નથી. ઉલટાનું, ‘ઓમ્’ તો અનંતકાળથી માનવ સંસ્કૃતિઓનો એક મુખ્ય ભાગ બનીને રહ્યો છે. ‘ઓમ્’ શબ્દ માનવ કલ્યાણ, આત્મશક્તિ, ઈશ્વર ભક્તિ અને આદરનું પ્રતિક છે.                     

હિન્દુ ધર્મ: હિન્દુઓ પોતાના મંત્રજપ (મંત્રના આદિ અને અંતમાં) અને ઈશ્વરના ભજનોમાં ‘ઓમ્’ નો પ્રયોગ કરી ‘ઓમ્’ સાથે સદીઓથી જોડાયેલા છે.

ઈસાઈ અને યહુદી પંથ: ઈસાઈ અને યહુદી પંથના લોકો પ્રાર્થના કે પ્રવચનના અંતમાં ‘એમન’ શબ્દ બોલે છે.

ઇસ્લામ પંથ: ઇસ્લામ પંથના મુસ્લિમો તેમની પ્રાર્થના કે પ્રવચનના અંતમાં ‘આમીન’ શબ્દ બોલે છે.

જ્યારે શબ્દ એક સ્થાનથી બીજા સ્થાનમાં અથવા એક ભાષામાંથી બીજી ભાષામાં મુસાફરી કરે છે, ત્યારે તેના ઉચ્ચારણમાં તફાવત પડી જાય છે.

બૌદ્ધ પંથ: ‘ઓમ્’ મણિ પદ્દ્મે હૂમ

સીખ સમુદાય: ગુરુ ગ્રંથ સાહેબમાં ‘ઓમ્’ નામ આશરે ૨૩૦ વાર આવે છે. તેઓ ઓમ્ ની આગળ ૧ (એક) લખે છે. – ‘ઓમ્’ ને બદલે ૧ ઉ લખે છે અને તેનો ઉચ્ચાર ‘ઓંકાર’ અથવા ‘એકાકાર’ કરે છે.

“અનંત” અને “સર્વ” જેવા વિશેષણો માટે અંગ્રેજીમાં “Omni” શબ્દ નો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે,

omni-present (ઓમની પ્રેઝેન્ટ) = સર્વવ્યાપક

omni-potent (ઓમની પોટેન્ટ) = સર્વશક્તિમાન

omni-scient (ઓમની સિયંટ) = સર્વજ્ઞ

સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ – આ ત્રણ વિશેષણો માત્ર ઈશ્વર માટે જ વપરાય છે. જીવાત્મા કે પ્રકૃતિ માટે આ વિશેષણો કદી વપરતાં નથી. પરમાત્માના આ ત્રણ ગુણોનું વર્ણન કરવા માટે ‘ઓમની’ શબ્દનો પ્રયોગ થાય છે. આમ ‘Omni’ શબ્દ પણ ‘Om’ માંથી બનેલો છે તે આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ.

‘ઓમ્’, તેના સ્ત્રોત વેદોની જેમ જ, કોઈપણ ધર્મ સંપ્રદાય કે સંસ્કૃતિથી પરે છે. જેમ જળ, પ્રકાશ, વાયુ, ઈશ્વર, વેદ જ્ઞાન વગેરે પર કોઈ ધર્મ સંપ્રદાય કે સંસ્કૃતિનો થપ્પો નથી અને જેમ તે સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે છે, તેમ ‘ઓમ્’ પણ સમગ્ર માનવજાતિ કલ્યાણ માટે છે.

વેદોમાં ઓમ્

યજુર્વેદ ૨.૧૩: ‘ઓમ્’ વાચક પરમાત્મા મારા હદયમાં પ્રતિષ્ઠિત થાવ.

યજુર્વેદ ૪૦.૧૫: હે કર્મશીલ મનુષ્ય! તું ‘ઓમ્’ નું સ્મરણ કર.

યજુર્વેદ ૪૦.૧૭: પરમાત્મા રક્ષા કરે છે આથી તેનું નામ ‘ઓમ્’, આકાશ માફક વ્યાપક હોવાથી “ખં” અને સૌથી મહાન હોવાથી ‘બ્રહ્મ’ છે.

ઋગ્વેદ ૧.૩.૭: અહીં ‘ઓમાસ’ એટલે ‘ઓમ્ + આસ’ શબ્દ છે. ‘ઓમ્’ પરમાત્માનું નામ છે અને ‘આસ’ નજીક બેસનારને કહે છે. આમ ‘ઓમાસ’નો અર્થ ‘પરમાત્માની નજીક બેસનાર (બ્રહ્મ તત્વને જાણનાર)’ એવો થાય છે.

આ ઉપરાંત ગીતા અને ઉપનીષદો પણ ‘ઓમ્’ ના ગુણગાન ગાય છે. માંણ્ડૂક્યો ઉપનિષદતો ‘ઓમ્’ ની મહિમાને સમર્પિત છે.

‘ઓમ્’ નો અર્થ

‘ઓમ્’ ઈશ્વરનું મુખ્ય અને નિજ નામ છે તે નિર્વિવાદ સત્ય છે. આ ઉપરાંત ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ અનુસાર ઈશ્વરના બીજા બધાં ગુણવાચક નામો છે. પણ વેદાદિ સત્યશાસ્ત્રોમાં ‘ઓમ્’ ને જ ઈશ્વરનું સર્વોપરી, સર્વોત્તમ અને મુખ્ય નામ કહેલું છે.

યોગ દર્શન ૧.૨૭: એ ઈશ્વરનો બોધક શબ્દ (નામ) પ્રણવ (ઓમ્) છે.

યોગ દર્શન ૧.૨૮: તેનો જપ તેના અર્થની (‘ઓમ્’ નામના ઈશ્વરની) ભાવના અર્થાત રક્ષણ વગેરે ગુણોનું ચિંતન કરવું જોઈએ.

‘ઓમ્’ નામ માત્ર પરમાત્માનું જ વાચક છે. ‘ઓમ્’ નામ બીજા કોઈપણ પદાર્થ માટે વપરાતું નથી.

‘ઓમ્ ‘ શબ્દ કેવળ પરમાત્માનો જ વાચક છે પણ ‘ઓમ્’ શબ્દ જ્યારે ત્રણ અક્ષરોમાં – અ, ઉ અને મ્ – વિભક્ત થાય છે, ત્યારે તે પરમાત્માનો વાચક ન રહી વ્યાપક અર્થનો પ્રકાશ કરે છે. આ દરેક અક્ષર ઈશ્વરના વિશિષ્ટ ગુણો દર્શાવે છે.

ઉદાહરણ તરીકે:

અ – વ્યાપક, સર્વદેશીય અને ઉપાસ્ય દેવ

ઉ – બુદ્ધિમાન, શુક્ષ્મ, કર્તાહર્તા

મ્ – અનંત, અમર, સર્વજ્ઞ અને પાલનહાર

અહીં માત્ર એક નાનું ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વાસ્તવમાં ‘ઓમ્’ ઈશ્વરના બીજા ઘણાં ગુણવાચક નામોને પોતાનામાં સમાવી લે છે.

અ, ઉ અને મ્ ની વિશેષતાઓમાં સમગ્ર વૈદિક તત્વજ્ઞાનને જાણે એક પ્રકારે સમેટી લેવામાં આવ્યું છે. આ ત્રણ માત્રાઓ શ્રુષ્ટિના મૂળભૂત તત્વોનો અત્યંત ગૂઢતાથી બોધ કરાવે છે. આથી ઈશ્વરનું આનાથી શ્રેષ્ઠ બીજું શું હોય શકે?

પણ પ્રશ્ન થાય કે અ, ઉ અને મ્ ના આવા અર્થ કેવી રીતે નીકળી શકે? આ તો એકદમ અમાન્ય વાત લાગે છે.

હા કદાચ ચંચળ મન માટે આ અમાન્ય વાત હશે. જેમ ખડબચાડા રસ્તા પર સવારી કરતાં કરતાં સોઈના કાણામાં દોરો પુરવવા માટેની એકાગ્રતા આવવી અત્યંત મુશ્કેલ છે, તેમ અસ્થિર, ચંચળ અને અશાંત મન ‘ઓમ્’ માં એકાગ્ર થતું નથી. વાસ્તવમાં ‘ઓમ્’ નું ઉચ્ચારણ કરવાનો અભિપ્રાય ‘ઓમ્’ ના ઉચ્ચારણદ્વારા મનને એકાગ્ર કરવાનો છે.

મન સંપૂર્ણ શાંત અને એકાગ્ર થયા બાદ દરેક શબ્દ ઉચ્ચારણ આપણાં મનમાં એક ખાસ ભાવ/અનુભૂતિ ઉત્પન્ન કરે છે. શ્રુષ્ટિની આદિમાં જ્યારે પરમપિતા પરમાત્માએ ઋષિઓના હદયમાં વેદ જ્ઞાનનો પ્રકાશ પાડ્યો, ત્યારે ઋષિઓને ધ્યાન અવસ્થામાં આવા દરેક શબ્દના અનેક નિશ્ચિત અર્થ પ્રાપ્ત થયા.

ઉપર જણાવ્યાં પ્રમાણે, અ, ઉ અને મ્ ના આવા વિવિધ અર્થ પણ ઋષિઓને આવી જ રીતે મળ્યાં.

એક અગત્યની નોંધ:

જેમ અ, ઉ અને મ્ ના આવા વિવિધ અર્થ ઋષિઓને સમાધિષ્ટ અવસ્થામાં મળ્યાં, તેવી જ રીતે ઋષિઓએ અન્ય વેદ મંત્રોનો અર્થ પણ તેમની સમાધિષ્ટ અવસ્થામાં જાણ્યો. પણ મનની શુદ્ધતા અને સમાધિષ્ટ અવસ્થાના અભાવે તથાકથિત પશ્ચિમી વિદ્વાનો વેદ મંત્રોનું સાચું અર્થઘટન કરવામાં નિષફળ નીવડ્યાં. જ્યાં સુધી વ્યક્તિ મન નિયંત્રણની કળા શીખી ખરા અર્થમાં યોગી ન બની જાય ત્યાં સુધી તેના માટે વેદને સમજવા શક્ય નથી. આથી જ્યાં સુધી આપણે સાચા અર્થમાં યોગી અને ઋષિઓની જેમ ‘મંત્રદ્રષ્ટા’ ન બની જઈએ, ત્યાં સુધી વેદને સમજવા માટે વેદ મંત્રોના પ્રમાણિક ભાષ્યોનો અને આપણી વિવેક અને તર્કપૂર્ણ બુદ્ધિનો સહારો જ લેવો પડશે.

મોટા ભાગના લોકો મનની આવી શુદ્ધતા કેળવવામાં નિષ્ફળ નીવડે છે. આથી ઋષિઓએ કેટલાંક ઉચ્ચારણના અર્થ ‘નિઘંટું’ જેવા ગ્રંથમાં આપેલ છે. નિઘંટું જેવા ગ્રંથોનો આસરો લઇ બુદ્ધિજીવીઓ વૈદિક મંત્રનો અર્થ સમજવાનો પ્રયત્ન કરે છે. પછી આ બુદ્ધિજીવીઓ વેદમંત્રોનું વધુ સરળ અર્થઘટન કરી બીજા સરળ ગ્રંથોની રચના કરે છે. આપણાંમાંથી મોટા ભાગના લોકોએ વેદમંત્રો સમજવા માટે આવા સરળ ગ્રંથોનું પોતાની વિવેક બુદ્ધિથી અધ્યયન કરવાનું રહે છે. પણ આ ગ્રંથો માત્ર માર્ગદર્શક તરીકે જ કાર્ય કરે છે. વેદમંત્રોની સ્વયં અનુભૂતિ તો માત્ર સમાધિષ્ટ અવસ્થામાં જ શક્ય છે. વેદમંત્રોને સમજવાની આ આખી પ્રકિયા આપણી માનસિક ક્ષમતાનું સ્તર ઘણું ઉચું કરી દે છે. આ જ વેદ અધ્યયન અને વૈદિક સિદ્ધાંતના આચરણનું આખું શાસ્ત્ર છે.

વેદનું અધ્યયન કરનારે એ વાત સ્પષ્ટ રીતે જાણી જેવી જોઈએ કે વેદમંત્રનું સાચું અર્થઘટન ત્યારે જ સંભવ છે કે જ્યારે આપણને દરેક વેદમંત્રના દરેક શબ્દના મૂળ – ઘાતુ- નું સાચું જ્ઞાન હોય. વર્તમાન સમયમાં ધર્માંતરણના વિષાણુંઓએ વેદ શબ્દના મૂળ – ધાતુ- નું સાચું જ્ઞાન ન હોવાથી અર્થના અનર્થ કરી વેદને બદનામ કર્યા છે. ઉદાહરણ તરીકે, સંસ્કૃતમાં ‘ગો’ ધાતુનો વાસ્તવિક અર્થ છે ‘ગતિમાન’. પણ કેટલાંક મુર્ખાઓ બધાં જ વેદમંત્રોમાં ‘ગો’ ધાતુનો અર્થ ‘ગાય’ કરી મંત્રનો ખોટા અર્થ કરે છે. આમ વેદની સાચી સમજણ વેદ શબ્દના મૂળ – ધાતુઓ – નું સાચું જ્ઞાન અને મંત્રોનો અનુભવ કરવાની ક્ષમતા કેળવવા માટે શુદ્ધ મન માંગી લે છે. વેદ મંત્રોની યાંત્રિક રીતે ગોખણપટ્ટી કરવાથી કશો જ લાભ થતો નથી. આમ આ આખી પ્રક્રિયા આપણાં બધાં જ માટે વિકાસમૂલક હોવાથી, વૈદિક દર્શનમાં વેદમાં આંધળો વિશ્વાસ રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો નથી.

અ, ઉ અને મ્ નો અલગ અર્થ અને ભાવ

જ્યાં સુધી મન એકાગ્ર અને શાંત ન હોય ત્યાં સુધી અ, ઉ અને મ્ ના ઉચ્ચારણનો સ્પષ્ટ અર્થ સમજાવો શક્ય નથી. આપણે અહીં ઉદાહરણ દ્વારા સમજીએ કે કેવી રીતે ‘ઓમ્’ શબ્દના અલગ અલગ અક્ષરોના ઉચ્ચારણનો ધ્વની અલગ અલગ અર્થ અને ભાવ ઉત્પન્ન કરે છે.

‘મ’ અક્ષર પરમપિતા પરમાત્માના પ્રેમ અને પાલન જેવા માતૃત્વ સંબંધી ગુણો પ્રકાશિત કરે છે. પ્રેમ, પાલન, સંભાળ જેવા માતૃત્વ સંબંધી ગુણો આ વિશ્વની જુદી-જુદી સંસ્કૃતિઓમાં એક સમાન રીતે જોવા મળે છે. આથી આપણે જોઈએ છીએ કે મોટા ભાગની સંસ્કૃતિઓમાં ‘માતા’ માટે જે શબ્દનો પ્રયોગ થાય છે તેની શરૂઆત ‘મ’ અક્ષરથી જ થાય છે. ઉદાહરણ તરીકે સંસ્કૃતમાં ‘માતા, હિન્દીમાં ‘મા’, અંગ્રેજીમાં ‘મધર’, ફારસીમાં ‘માદર’, ચીનમાં ‘માકુન’, વગેરે. કેટલીક સંસ્કૃતિઓમાં ‘મ’ ના સ્થાને ‘મ’ થી સૌથી નજીકનો અક્ષર ‘ન’ નો પ્રયોગ થાય છે. પણ આ બંને શબ્દોનો સ્વર સમુદાય અલગ તો નથી જ.

નાનો બાળક પહેલાં ‘મ’ શબ્દનો પ્રયોગ કરીને પોતાનો ભાવ વ્યક્ત કરે છે. આમ ઈશ્વરનું જ્ઞાન વેદ અને તેના સર્જન વચ્ચે કેવો સીધો સંબંધ છે તેનું પ્રમાણ મળે છે.

‘ઓમ્’ શબ્દના બીજા અક્ષરોની બાબતમાં પણ આમ જ છે.

‘ઓમ્’ નો જપ શા માટે કરવો

જો કે ઈશ્વરના કોઈપણ નામનો જપ ધ્યાનના સમયે થઇ શકે છે. પણ જે મંત્રો અથવા શબ્દોથી અથવા વાક્યોથી ઈશ્વરનું સર્વાધિક સ્વરૂપ (ગુણ, કર્મ અને સ્વભાવ) આપણી સમક્ષ ઉપસ્થિત થતું હોય, તે શબ્દો અથવા મંત્રનો જપ કરવો અધિક લાભકારી છે.

‘ઓમ્’ ના જપથી આપણને ચિકિત્સા સંબંધી, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભની પ્રાપ્તિ થઇ શકે છે. જો તમે ‘ઓમ્’ શબ્દનો સાચો અર્થ ન જાણતા હોય, અથવા તો ‘ઓમ્’ શબ્દના અર્થને લઈને સંદેહ હોય તો ‘ઓમ્’ ના જપથી કદાચ તમને મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભ ન થાય, પણ ચિકિત્સા સંબંધી લાભ તો જરૂરથી થાય. કેટલાંક લોકો ‘ઓમ્’ નું સ્મરણ એમ માનીને ટાળે છે કે ‘ઓમ્’ શબ્દ કોઈ ખાસ સંપ્રદાયનો છે. પણ આપણે અગાઉ જોયું કે ‘ઓમ્’ શબ્દ કોઈ ધર્મ સંપ્રદાય કે પંથની ઉપજ નથી. ‘ઓમ્’ શબ્દ આદિકાળથી ઈશ્વરીય જ્ઞાન ‘વેદ’ સાથે ઉપલબ્ધ છે. ‘ઓમ્’ શબ્દ વર્તમાનના વિવિધ ધર્મ સંપ્રદાયોના અસ્તિત્વમાં આવતાના પહેલાંથી જ ઉપલબ્ધ છે અને આથી જ ‘ઓમ્’ શ્રુષ્ટિની સનાતન સંસ્કૃતિઓનો ભાગ રહ્યો છે.

‘ઓમ્’ ના જપનો અસ્વીકાર માત્ર એટલા માટે જ ન કરી શકાય કે ‘ઓમ્’ શબ્દ પોતાના સંપ્રદાયના અસ્તિત્વમાં આવતાના પહેલાંથી જ ઉપલબ્ધ છે. આતો એવી વાત થઈ કે કોઈ વાયુ, જળ, અન્ન, ઔષધિઓ વગરેને ઉપયોગમાં લેવાનો ઇનકાર કરે કારણ કે આ બધાં જ તેના સંપ્રદાયના અસ્તિત્વમાં આવતાના પહેલાંથી જ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત ‘ઓમ્’ શબ્દના અર્થમાં કે તેના સતત્વમાં એવું કાઈ જ નથી કે જે કોઈ સંપ્રદાયના ઈશ્વરની વિરુદ્ધ હોય. આથી વ્યક્તિ ભલેને ગમે તે સંપ્રદાયનો હોય પણ તેણે ‘ઓમ્’ નો જપ કરવામાં સંકોચ અનુભવવો ન જોઈએ.

‘ઓમ્’ આ બ્રહ્માંડનો સૌથી આરંભિક ધ્વની છે. ‘ઓમ્’ નો ધ્વની આત્માને પરમાત્મા સાથે જોડતી એક કડી છે. ‘ઓમ્’ આત્માનો પરમાત્મા સાથે સીધો સંબંધ જોડે છે. બૌદ્ધ ધર્મમાં માનનાર લોકો આને શ્રુષ્ટિના કલ્યાણકારી અપરિવર્તનશીલ નિયમો કહે છે, જ્યારે આપણે તેને પરમ આનંદ સ્વરૂપ ‘ઈશ્વર’ તરીકે ઓળખીએ છીએ.

‘ઓમ્’ જપના આરોગ્ય સંબંધી લાભ

ઓમ્’ નો જપ આરોગ્ય વર્ધનનો વિશ્વાસનીય અને સરળ રસ્તો છે.

  • નિયમિત ‘ઓમ્’ નો જપ કરવાથી શરીર તણાવમુક્ત રહે છે અને હોર્મોન સંબંધિત પ્રક્રિયા અને બદલાવ નિયંત્રણમાં રહે છે.
  • જો તમને ગભરાહટ અથવા તો અધીરતા હોય અને જો તમને વાત વાતમાં ગુસ્સો આવતો હોય તો ‘ઓમ્’ ના જપથી વધારે ઉત્તમ બીજી કોઈ ઔષધી નથી.
  • ‘ઓમ્’ નો જપ શરીરમાં તણાવથી પેદા થતા દ્રવ્યોને નિયંત્રણમાં લાવે છે. આમ ‘ઓમ્’ નો જપ ઝેરી તત્વોની શુદ્ધિ માટેના એક એજંટ તરીકે કામ કરે છે.
  • ‘ઓમ્’ નો જપ હૃદય માટે આરોગ્યવર્ધક છે અને લોહીના પરિભ્રમણને સંતુલિત રાખે છે.
  • ‘ઓમ્’ નો જપ પાચન શક્તિમાં વૃદ્ધિ થાય છે.
  • ‘ઓમ્’ નો જપ શરીરમાં યુવાનો જેવી સ્ફૂર્તિ અને તાજગી ભરે છે.
  • ‘ઓમ્’ નો જપ થાક અને આળસ દુર કરે છે.
  • રાત્રે સુતા પહેલાં ‘ઓમ્’ નો જપ કરવાથી ચિંતાને કારણે થતી અનિંદ્રાની બીમારી દુર થાય છે અને સ્વપ્ન રહિત ઘાઢ નિંદ્રા આવે છે.
  • પ્રાણાયામ સાથે ‘ઓમ્’ નો જપ કરવાથી ફેફસાં મજબુત બને છે.  
  •  

‘ઓમ્’ જપના માનસિક લાભ

‘ઓમ્’ જપથી જીવન પરિવર્તન કરનારા ઘણાં માનસિક લાભ થાય છે.

  • ‘ઓમ્’ જપથી જીવનને સમજવાની અને જીવનના પડકારો સામે અડીખમ ઉભા રહેવાની માનસિક શક્તિ મળે છે.
  • ‘ઓમ્’ જપથી હતાશા અને ગુસ્સાને કાબુમાં રાખવામાં સહાયતા મળે છે. ‘ઓમ્’ નો નિયમિત જપ કરનારને જલ્દી ગુસ્સો આવતો નથી.
  • ‘ઓમ્’ જપથી આવનારી પરિસ્થિતિઓનું ઠીક-ઠીક અનુમાન લગાવવાની સ્પષ્ટતા મળે છે. તમારી અંત:પ્રજ્ઞામાં પણ વૃદ્ધિ થાય છે.
  • ‘ઓમ્’ જપથી તમારી લોક વ્યવહારની કળામાં સુધારો થયેલો જણાશે. તમે સરળતાથી લોકો સાથે ઉત્તમ સંબંધ સ્થાપિત કરી શત્રુને પણ મિત્ર બનાવી શકશો.
  • ‘ઓમ્’ જપથી તમને જીવન ભારપૂર્ણ ન લગતા વધુ અર્થપૂર્ણ અને ઉદ્દેશપૂર્ણ લાગશે.
  • ‘ઓમ્’ જપથી તમારા ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ થયેલી જણાશે. તમારી એકાગ્રતા પણ વધશે.
  • ‘ઓમ્’ જપથી જીવનમાં ભય અને હતાશાનું કોઈ સ્થાન નહીં રહે.

નાસીપાસ થયેલા, હતાશા અને નિરાશાથી પીડાતા તમારા કોઈપણ સ્વજનને ‘ઓમ્’નો જપ અને ‘ગાયત્રી મંત્ર’નો જપ કરવાનું કહો. આમ કરવાથી ટૂંક સમયમાં તેમના જીવનમાંની હતાશા અને નિરાશાનું સ્થાન નવો ઉમંગ અને ઉત્સાહ લઇ લેશે.

‘ઓમ્’ જપના આધ્યાત્મિક લાભ

‘ઓમ્’ પર ધ્યાન કરવાથી થતા આધ્યાત્મિક લાભની તુલ્યમાં કોઈપણ અન્ય લાભ આવતો નથી.

To read the full chapter proudly own this book : [mybooktable book=”the-science-of-blissful-living_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]

આનંદમય જીવનનું વિજ્ઞાન

આ ક્ષણની શક્તિ ગાયત્રી મંત્ર સાથે જીવન પરિવર્તન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories