UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

આના સિવાય બીજો કોઈ રસ્તો નથી!

This entry is part [part not set] of 12 in the series આનંદમય જીવનનું વિજ્ઞાન

હું કોણ છું?

હું ક્યાંથી આવ્યો છું?

હું ક્યા જવાનો છું?

આ જીવનનો ઉદ્દેશ્ય શો છે?

આ મૂળભૂત પ્રશ્નોના જવાબ ન તો કોઈ નિબંધના રૂપમાં લખી શકાય કે ન તો ઇતિહાસના પ્રકરણની જેમ ગોખીને યાદ રાખી શકાય. આ મૂળભૂત પ્રશ્નોના જવાબોને સંપૂર્ણપણે સમજવા અત્યંત જરૂરી છે. અને આમ થવું ત્યારે જ શક્ય બને કે જ્યારે બધી જ ઇન્દ્રીયો અને તેનું નિયંત્રણ કરનાર મસ્તિષ્ક દ્વારા આ મૂળભૂત પ્રશ્નોના જવાબોની અનુભૂતિ થાય. વૈદિક ભાષામાં કહીએ તો આપણાં જીવનનો એક માત્ર ઉદ્દેશ આ મૂળભૂત પ્રશ્નોના જવાબ શોધવાનો અને તેના દ્વારા પરમ આનંદ (મોક્ષ) પ્રાપ્ત કરવાનો છે.

આ પ્રશ્નોનો ઉલ્લેખ માત્ર જ આપણાં હૃદયના ધબકારા વધારી દે છે અને ક્યારેક મનમાં ડર અને હતાશાનો પણ ભાવ ઉત્પન્ન કરે છે. આમેય આપણે બધાં એ વાત સાથે સહમત છીએ જ કે આપણી આખી જીંદગી અને જીવનની બધી જ ક્રિયાઓ કોઈને કોઈ રીતે મૃત્યુના ડરને દુર કરવાનો એક નિરંતર પ્રયાસ છે. આપણું મસ્તિષ્ક મૃત્યુના વિચાર માત્ર – કે એક દિવસ કશું જ (ન ઇન્દ્રિયો, કે ન લાગણીઓ) નથી રહેવાનું – સામે વિદ્રોહ કરે છે. પણ આપણે જાણીએ છીએ કે જીવનનું જો કોઈ અટલ સત્ય હોય તો તે છે મૃત્યુ! આપણે મૃત્યુના સત્યની આ ભયભીત કરનારી લાગણીઓની અવગણના કરતા રહીએ છીએ. આપણે આપણાં આત્માના અવાજને અવગણીએ છીએ. પણ તેમ છતાં, આપણાં કોઈ કાર્ય દરમિયાન અચનાક અંદરથી એક અવાજ આવે છે કે “આ બધાંનો એક દિવસ અંત આવશે.” પણ આપણે આ અવાજની પણ અવગણના કરી આપણું ધ્યાન આપણી કારકિર્દી, બીજી પ્રવૃત્તિઓ, મનોરંજન વગેરે તરફ વાળી દઈએ છીએ. આપણે આપણી જાતને આ મૂળભૂત પ્રશ્નો તરફ અસંવેદનશીલ બનાવી દઈએ છીએ. પણ આમ કરવા છતાં આ પ્રશ્નોનું અસ્તિત્વ તો રહે જ છે.

વિજ્ઞાન મદદ નહીં કરી શકે

આજે આધુનિક વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. વિજ્ઞાને શુક્ષ્મ પરમાણુઓથી માંડીને વિશાળ બ્રહ્માંડના રહસ્યોને સમજવા માટે આધુનિક ઉપકરણો બનાવ્યાં છે. અને આ ઉપકરણોને સમજાવતા ઘણાં સિદ્ધાંતો પણ આપ્યાં છે. પણ જ્યાં આ મૂળભૂત પ્રશ્નોના જવાબ આપવાની વાત આવે છે ત્યાં આધુનિક વિજ્ઞાનની પ્રગતિ લગભગ નહીવત છે. આધુનિક વિજ્ઞાન પોતાની આ નિષ્ફળતાથી હતાશ થઈને એવો દાવો કરે છે કે જે તત્વો વૈજ્ઞાનિક ઉપકારણો પકડી નથી શકતા અથવા તો જે તત્વોનું અવલોકન વૈજ્ઞાનિક ઉપકારણો દ્વારા નથી થઇ શકતું તે તત્વોનું અસ્તિત્વ જ હોતું નથી! પણ સાથે સાથે આધુનિક વિજ્ઞાન એ વાતનો સ્વીકાર કરે છે કે વૈજ્ઞાનિક સંશોધનો માટે કારણભૂત એવા મૂળભૂત પ્રશ્નોના જવાબ હજી સુધી અપાયા નથી. મૂળભૂત પ્રશ્નો હજુ સુધી નિરુત્તર કેમ રહ્યાં તેનો જવાબ પણ આધુનિક વિજ્ઞાન પાસે નથી.

આત્મ સહાય પરના કાર્યક્રમો પણ મદદ નહીં કરી શકે

શું તમે જાણો છો આત્મસહાયનું પ્રશિક્ષણ આપનારા મોટાભાગના કાર્યક્રમો કેમ નિષ્ફળ નીવડે છે? એવા ઘણાં દાખલા જોવા મળ્યાં છે કે જેમાં લોકોના જીવનમાં થોડી જ મીનીટોમાં સકારાત્મક બદલાવ લાવવાનો દાવો કરનારા પોતે જ ડીપ્રેસનના શિકાર હોય છે. ઘણાં એ તો આત્મહત્યા પણ કરી છે. આત્મસહાય પરના મોટા ભાગના પ્રશિક્ષણ કાર્યક્રમોની નિષ્ફળતા પાછળનું કારણ એ છે કે, આ કાર્યક્રમોમાં તમને ઉત્સાહ અને પ્રેરણા તો આપવામાં આવે છે પણ એ સમજાવવામાં નથી આવતું કે આપણે ઉત્સાહી અને પ્રેરિત કેમ રહેવું જોઈએ? જ્યારે મસ્તિષ્ક જાણી જાય છે કે આ કે બધી જ સફળતાઓ, પ્રેરણા, ઉત્સાહ, જોશ વગેરે વગેરે.. મળ્યાં પછી પણ એક દિવસ તો મૃત્યું જ પામવાનું છે, ત્યારે તે વિચાર કરે છે કે જો એક દિવસ મૃત્યુ જ પામવાનું હોય અને આમાનું એકપણ સકારાત્મક પરિવર્તન કાયમી રહેવાનું નથી, તો પછી મારા જીવનમાં આ બધાં સકારાત્મક પરિવર્તનો લાવવાની જરૂર જ શી છે? હું શા માટે આ બધાં કાર્યક્રમોમાં જવાની તસ્દી લઉં? આ વિચાર આવતા જ આપણને આત્મસહાય પરના કાર્યક્રમોનો કોઈ લાભ દેખાતો નથી. એક દિવસ કશું જ રહેવાનું નથી એ ખ્યાલથી જ આત્મસહાયના રૂપમાં મળતી પ્રેરણા કે ઉત્સાહનો કશો જ અર્થ રહેતો નથી.

આધ્યાત્મિકતા પણ મદદ નહીં કરે

આ મૂળભૂત પ્રશ્નોના જવાબની શોધમાં કેટલાંક લોકો આધ્યાત્મિકતા તરફ વળે છે. તેઓ જયારે સ્વર્ગ-નર્ક, પયગંબર, અવતાર વગેરે વિશે વાંચે છે ત્યારે તેઓ થોડા સમય માટે શાંતિ અને આનંદ અનુભવે છે. આથી તે આવી અતાર્કિક અને અવૈજ્ઞાનિક માન્યતાઓને વળગી રહે છે. તેનું મન હાર માની જાય છે અને કહે છે “ના બસ! હવે હું આગળ વધુ વિશ્લેષણ નહીં કરું. મારા પ્રશ્નોના સાચા જવાબો આ જ હોવા જોઈએ. કારણ કે જીવનભર મને સતાવી રહેલા આ પ્રશ્નોને હવે હું વધારે સહી શકું એમ નથી.” આમ કહી વ્યક્તિ આગળ વિચારનું બંધ કરી દે છે.

“પણ પ્રશ્નોની અવગણના કરવાથી પ્રશ્નોનો અંત આવતો નથી.” આ ચમત્કારિક, અતાર્કિક અને અવૈજ્ઞાનિક માન્યતાઓમાં રહેલી ખામીઓને આપણું મસ્તિષ્ક સ્પષ્ટપણે જોઈ શકે છે. મસ્તિષ્ક જાણે છે કે એણે ક્યારેય કોઈ ચમત્કાર જોયો નથી અને આ બધી માત્ર ઉડતી વાતો જ છે. તેમ છતાં મસ્તિષ્ક આ મુંઝવતા પ્રશ્નોના જવાબો તો આવી આંધળી માન્યતાઓ અને ક્યારેય બની ન હોય તેવી ચમત્કારિક ઘટનાઓમાં જ રહેલા છે તેમ માની બસી રહે છે. પણ આપણી અંતરાત્માને શાંતિ વળતી નથી. તે વિદ્રોહ કરે છે. કારણ કે “આત્માનો સહજ સ્વભાવ સત્યની શોધ છે.” જ્યાં સુધી તે સત્યને નહીં પામે ત્યાં સુધી તે જંપીને નહીં બેસે. આત્મા મસ્તિષ્કને કહે કે “અરે…આ સાચું નથી લાગતું!! આ પ્રશ્નોના વધુ સાચા, વૈજ્ઞાનિક અને તાર્કિક જવાબો શોધ!!” પણ મસ્તિષ્ક પુરા જોરથી આત્માના અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે.

જયારે આત્માનો અવાજ વધારે પ્રબળ બને છે ત્યારે આપણે તેને કોઈને કોઈ પ્રકારની પ્રાર્થના, મંત્રોચ્ચાર, વાંચન, ભજન વગેરે દ્વારા શાંત પડવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. અને આ જ કારણે આધ્યાત્મિકતાના નામ પર ધંધાઓ વિકસિત થયા કરે છે. પણ અંતે તો આપણે આ મૂળભૂત પ્રશ્નોની સાથે નિરુત્તર થઈને રહી જઈએ છીએ.

માત્ર વૈદિક સિદ્ધાંત જ કામ કરશે

મૂળ પ્રશ્નોના જવાબ આપવામાં જ્યાં બીજા બધાં રસ્તાઓ નિષ્ફળ નીવડ્યાં છે ત્યાં વૈદિક સિદ્ધાંત સફળ પુરવાર થયા છે. વેદો આ પ્રશ્નોના જવાબમાં એવું તાર્કિક અને વૈજ્ઞાનિક માળખું આપે છે કે જે માળખાને એક વાર સમજી લીધા પછી આપણને કોઈપણ પ્રકારનો ભય કે શંકા વિચલિત કરી શકતા નથી. વૈદિક જ્ઞાનના માળખાને પ્રયોગમાં લાવી જયારે આપણે આ મુંઝવતા પ્રશ્નોના જવાબ શોધવાનું શરુ કરીએ છીએ ત્યારે આપણી બધી શંકાઓ ધીરે ધીરે દુર થવા લાગે છે. આપણાં અંત:કરણમાંથી પ્રેરણા જાગે છે અને ઉત્સાહ આપણાં પ્રાકૃતિક સ્વભાવનો ભાગ બની જાય છે. આપણે વર્તમાનનો ભરપુર આનંદ માણી શકીએ છીએ અને ભવિષ્યને પહેલાં ક્યારેય ન જોયું હોય એવા સકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. જેમ-જેમ આપણને આ મૂળભૂત પ્રશ્નોના જવાબ મળતા જાય છે તેમ-તેમ આપણો આનંદ અને ઉત્સાહ પણ વધતો જાય છે. “આ મૂળભૂત પ્રશ્નોના જવાબ શોધવાની સંપૂર્ણ પ્રક્રિયા જ, આપણે જે નિત્ય આનંદની શોધમાં હતા તે નિત્ય આનંદનો સ્ત્રોત બની જાય છે!”

વૈદિક જ્ઞાનના માળખા દ્વારા મૂળભૂત પ્રશ્નોના જવાબ શોધવાની પ્રક્રિયા એ એન.એલ.પી જેવી કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. આ પ્રક્રિયા કોઈ વાર્તાઓ કે ચમત્કારોમાં આંધળો વિશ્વાસ રાખવા કહેતી નથી. આમાં આપણાં વિશ્લેષ્ણાત્મક મસ્તિષ્કને બંધ કરી દેવાની વાત પણ નથી. આનાથી વિપરીત, આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત અને તાર્કિક છે. આ પ્રક્રિયા મનુષ્ય સ્વભાવ સાથે એટલી હદે સુમેળમાં ચાલે છે કે આ પ્રકિયા પોતે જ મનુષ્ય સ્વભાવનો એક ભાગ બની જાય છે. અને આથી આપણને બહારથી કોઈપણ પ્રકારની સહાયની જરૂર રહેતી નથી. વેદો કહે છે કે સમગ્ર વૈદિક જ્ઞાન આપણી અંદર જ છે. વૈદિક જ્ઞાન (પ્રશ્નોના જવાબ) આપણાંમાંથી એવી રીતે બહાર આવે છે કે આપણને એવું લાગશે કે જાણે આપણે આ પ્રશ્નોના જવાબ પહેલેથી જ જાણતા હતા. આ જ્ઞાન આપણાં અંત:કરણમાંથી આવે છે અને આથી આ જ એકમાત્ર એવી રીત છે કે જે સફળતાપૂર્વક કામ કરે છે!

નોંધ: મૃત્યુની ચિંતા છોડો. વેદો એ પ્રમાણિત કર્યું છે કે આપણે ક્યારેય મૃત્યુ પામતા નથી. કારણ કે આપણે (જીવાત્મા) તો હંમેશા મૃત્યુથી વિરુદ્ધ – શાશ્વત અને અમર – છીએ.

આના સિવાય બીજો કોઈ રસ્તો નથી!

To purchase the book kindly visit: [mybooktable book=”the-science-of-blissful-living_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]

Series Navigation

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories